બહેન યાદ આવી??

ખરેખર વાંચવા જેવું !!

ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.

વાહ .. સલામ અને પ્રણામ દોસ્ત તને અને તારી ખુમારી ને ..

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો.
ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.
ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ‘ચેક અપ’ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!’
ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.
દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?
આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું.
શૂ-મેકરે કીધું ‘બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.‘પાંચ હજાર રૂપિયા.’ માણસે સપાટ ચહેરે કહી દીધું ‘પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.’
અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.
પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો.
ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા ‘બેન આના પગમાં કંઈક ખોડ છે?’
સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી – ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.’
જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.
શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી.
અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.
રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું?
રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું ‘નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ…’
‘ના ભ’ઈસા’બ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.
પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી.
શું કરવું? ક્યાં જવું?
કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!’
અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો.
કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.
કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.
સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા.
અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’
‘દીકરો છે?’
‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બે’ન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’
‘પણ જોજો હં, કામ બગડે નહીં…’
મોચી હસ્યો, ‘બે’ન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.
એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!’
ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.’
પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું ‘ના, બે’ન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ…. ના… ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું – આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’
‘કેમ?’
‘બીજું કંઈ કામ નથી, બે’ન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!’ બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!
મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી.
પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.
અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.
યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા… પણ તમે નિરાશ ન થશો, બે’ન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.’
અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં.
બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ ‘નવાં’ બની ગયા હતા.
અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’
‘એક પણ નહીં.’ યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું ‘દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!
ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ.
અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે.
ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!
(સત્ય ઘટના)

Spirit

If You Have The Spirit of   Understanding Everything in Positive Way,

You will Enjoy Each And Every  Moment Of Life, Whether It’s Pressure Or Pleasure ..!!

👉Believe that life is worth living and your belief will help create the fact."

ટેક્નોલોજી ની અસર..

ટેક્નોલોજી ની અસર

નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા

સવારના પહોરમાં નિયમિત નહાવાનુ જે છોડીને
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો
સંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા ..

Shayari

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
Some Small Gujarati Shayari
〰〰〰〰〰〰〰〰〰
હરખ નો હિસાબ નો હોય...
સાહેબ...       
અને
જ્યાં હિસાબ હોય,,,
ત્યાં હરખ ન હોય...!!!
〰〰〰〰〰〰〰〰〰
આ તો આદર કરવાની વાત છે...
" બાકી જે વ્યક્તિ સાંભળી શકે છે,,,
એ વ્યક્તિ સંભાળાવી પણ શકે છે...!!! "
〰〰〰〰〰〰〰〰〰
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી...
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો " હું  " ગરીબ પણ નથી...!!!
〰〰〰〰〰〰〰〰〰
દોસ્ત...
અજબ જાદુ છે તારા માં,,,
તું પૂછે મને...  " મજામાં ? "
ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!!
〰〰〰〰〰〰〰〰〰
જ્યારે ઘેરાયેલા હશેા
તમે દુઃખો થી...
તો સગા પણ
ફરીયાદ લઈ ને આવશે,,,
એક દોસ્ત રાખજો જીંદગી માં...
જે ખરા સમયે...
સુખો ની આખી
જાન લઈને આવશે...!!!
〰〰〰〰〰〰〰〰〰
નત મસ્તક છું હે ઈશ્વર,,,
તારી કરામત જોઇને...!!!
હસવા મોઢું એક આપ્યું...
ને રડવા આંખો બે ...!!!
〰〰〰〰〰〰〰〰〰
" લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે,,,
પણ..
તેમને ક્યાં ખબર છે...??
આ તો કોઈ ના અભાવ નો પ્રભાવ છે "
〰〰〰〰〰〰〰〰〰
તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકર નું ધાડું ,,,
મારે ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું...!!!
〰〰〰〰〰〰〰〰〰
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ...
બસ,
સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ...!!
〰〰〰〰〰〰〰〰〰
આ જમા ઉધારી ના ખેલ માં જ અમે કાચા રહી ગયા,,,
જમા રાખીને તમે જિદ્દ તમારી,
પ્રીત મારી ઉધારી ગયા...!!!
〰〰〰〰〰〰〰〰〰
ઉછળતા દરિયા ની જેમ,
ના કરીશ તું મને પ્રેમ,,,
ઓટ આવશે તો...
જીરવાશે કેમ...???
〰〰〰〰〰〰〰〰〰
લાગણીઓ જ થકવી જાય છે,,,
બાકી...
માણસ તો બહુ મજબુત હોય છે...!!
〰〰〰〰〰〰〰〰〰
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

Atapatu

👉  *આ રચના કોની છે*એ જાણી શકાયું નથી.પરંતુ *જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...*👈

        *અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
         *વેવલાપણાંનાં વાવેતર* કરે.

🔹યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
     કર્યાં *ફૅક્ટરીમાં;*
🔸આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
     ફીટ કર્યાં *ફોટામાં.*

🔹પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
     ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
🔸આપણે *ગ્રહોના નંગ* બનાવી,
      મઢી દીધા *અંગુઠીમાં.*

🔹જાપાન *વિજાણુ યંત્રો* થકી,
      સમૃદ્ધ બન્યું જગમાં;
🔸આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
     ગરીબી રાખી ઘરમાં.

🔹અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
     બળવાન બન્યો વિશ્વમાં;
🔸આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
     કંગાળ બન્યા દેશમાં.

🔹પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
     આ લોકમાં;
🔸આપણે *પુજાપાઠ–ભક્તિ કરી,*
     સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
     નાબુદ કર્યા જગમાં;
🔸આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
     મુર્ખ ઠર્યા આખા જગમાં.

🔹 *પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
       જગત આખું છે *ચિંતામાં;*
🔸આપણે *વૃક્ષો જંગલો કાપી,*
     લાકડાં ખડક્યાં *ચીતામાં..*

🔹 *વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
       લોકોને પીડે આ દેશમાં;
🔸 *ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
       *ઠગનારા ઘણા* છે આ દેશમાં.

🔹સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
     ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
🔸સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
    *લગ્નકુંડાળાં*  થાય આ દેશમાં.

🔹 *લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
      *પાપ* લાગે આ દેશમાં,
🔸 *આખી ને આખી બેન્ક* ખાવા છતાં
       *પાપ  ન* લાગે આ દેશમાં.

पुरी में जगन्नाथ मंदिर के 8 अजूबे ..

अषाढी बीज नी हार्दिक शुभकामना 
     साथे...साथे.........

पुरी में जगन्नाथ मंदिर के 8 अजूबे इस प्रकार है।

1.मन्दिर के ऊपर झंडा हमेशा हवा के विपरीत दिशा में लहराते हुए।

2.पुरी में किसी भी जगह से आप मन्दिर के ऊपर लगे सुदर्शन चक्र को देखेगे तो वह आपको सामने ही लगा दिखेगा।

3.सामान्य दिन के समय हवा समुद्र से जमीन की तरफ आती है, और शाम के दौरान इसके विपरीत, लेकिन पूरी में इसका उल्टा  होता है.

4.पक्षी या विमानों मंदिर के ऊपर उड़ते हुए नहीं पायेगें।

5.मुख्य गुंबद की छाया दिन के किसी भी समय अदृश्य है.

6.मंदिर के अंदर पकाने के लिए भोजन की मात्रा पूरे वर्ष के लिए  रहती है।  प्रसाद की एक भी मात्रा कभी भी यह व्यर्थ नहीं जाएगी, चाहे कुछ हजार लोगों से  20 लाख लोगों को खिला सकते हैं.

7. मंदिर में रसोई (प्रसाद)पकाने के लिए 7 बर्तन एक दूसरे पर रखा जाता है और लकड़ी पर पकाया जाता है. इस प्रक्रिया में शीर्ष बर्तन में सामग्री पहले पकती है फिर क्रमश: नीचे की तरफ  एक के बाद एक पकते जाती है।

8.मन्दिर के सिंहद्वार में पहला कदम  प्रवेश करने पर (मंदिर के अंदर से) आप सागर द्वारा निर्मित किसी भी ध्वनि नहीं सुन सकते. आप (मंदिर के बाहर से) एक ही कदम को पार करें जब आप इसे सुन सकते हैं. इसे शाम को स्पष्ट रूप से देखा जा सकता है।

साथ में यह भी जाने.......

✌मन्दिर का रसोई घर दुनिया का सबसे बड़ा रसोइ घर है।
✌प्रति दिन सांयकाल मन्दिर के ऊपर लगी ध्वजा को मानव द्वारा उल्टा चढ़ कर बदला जाता है।
✌मन्दिर का क्षेत्रफल चार लाख वर्ग फिट में है। मन्दिर की ऊंचाई 214 फिट है।
✌विशाल रसोई घर में भगवान जगन्नाथ को चढ़ाने वाले महाप्रसाद को बनाने 500 रसोईये एवं 300 उनके सहयोगी काम करते है।
"जय जगन्नाथ"    "जय सोमनाथ"
साथे...फरी.....अषाढी बीजनी शुभकामना

આ જ તો છે મારો પ્રેમ…..

દરેક દંપતી એ ખાસ વાંચવા જેવું


શુ કરો છો,જમી લીધું?
હા જમ્યો ને !!! થોડો કામમાં છું
પછી વાત કરું ???
ઓકે પણ આજે એક સવાલ નો જવાબ
લેતા આવજો કે મારા માટે તમારો પ્રેમ
કેવો???

ચલ મુકુ હવે પછી વાત…..
ઓફિસ માં બેઠા બેઠા….

મારો પ્રેમ તો સમજવો મુશ્કેલ છે કેમકે
આઈ લવ યુ કઉ એવો પ્રેમ મારો નથી…

તને ઓલા દિવસે હોસ્પિટલ લઈ ગયેલો અને
પાછા આવતા સ્ટેશન ઉપર
જગ્યા ખાલી હોવા છતા હું નતો બેઠો અને
તારી આગળ ઉભો હતો કેમકે તારા ઉપર
તડકો ના આવે આ જ તો છે મારો પ્રેમ…

તુ જમવાનું બનાવે અને ક્યારેક મીઠુ
નાખવાનું ભુલી જાય છતાં પણ તને કાંઈ
કહ્યા વગર ખાઈ લઉ આ જ તો છે
મારો પ્રેમ…

સોફ્ટી આઈસક્રીમ ના ભાવે પણ પીક્ચર
જોવા જઈએ એટલે તને સોફ્ટી ખાતા જોવુ
ગમે અને તીરછી નજરે તને જોવુ આ જ તો છે
મારો પ્રેમ….

કોઈ પણ કારણ વગર સાંજે ઘરે આવતા બે
ફાઈવસ્ટાર તારા માટે લાઉ અને
એમાથી એક આખી અને બીજી પોણા ભાગ
ની તુ ખઈ જાય અને હું
નાના ટુકડા માં સંતોષ માનુ આ જ તો છે
મારો પ્રેમ…

હું બારમી પાસ અને તુ એમ કોમ છતા પણ તને
ઠોઠ કહીને ચીડાવુ આ જ તો છે મારો પ્રેમ…
હું સાંજે થાકી ને ઘરે આવુ અને તરસ
લાગી હોય અને તુ
ટીવી જોતા જોતા પાણી આપવા ના ઉઠે
એટલે તને ના પાડુ કે નથી જોઈતુ આ જ તો છે
મારો પ્રેમ….

હું તને કાંઈ પણ કહુ કે કાંઈ પણ મજાક કરું પણ
કોઈ ને તારા વિશે બોલવા ના દઉ આ જ
તો છે મારો પ્રેમ…

જમતી વખતે ભુખ હોવા છતા ઓછું જમુ અને
તનેજમવાનું પતાવા ફોર્સ કરું આ જ તો છે
મારો પ્રેમ…

આમ બહુ ફોન ના કરું પણ તારો મીસ્ડ કોલ
જોતા તરત કોલ બેક થઈ જાય આ જ તો છે
મારો પ્રેમ……

મારે એકલાએ જવાનું હોય તો ગમે
તેમ જતો રહું પણ તુ સાથે હોય અને તને
તકલીફના પડે એટલે એસી ની ટીકીટ જ બુક કરાવું
આ જ તો છે મારો પ્રેમ…

આવા તો અનેક પ્રસંગો છે પણ તને
ક્યારે પણ કઉ નહી બસ સતત અનુભવતો જઉ
આ જ તો છે મારો પ્રેમ…..

આઈ લવ યુ કોઈ દિવસ કહેતો નથી છતા પણ
તને ગમે એટલે આજે જાહેર માં કહી દઉ
 “આઈ લવ યુ ”

આ જ તો છે મારો પ્રેમ…..