यही जिंदगी है।

Heart touching lines

कभी कभी
आप अपनी जिंदगी से
निराश हो जाते हैं,
जबकि
दुनिया में उसी समय
कुछ लोग
आपकी जैसी जिंदगी
जीने का सपना देख रहे होते हैं।


घर पर खेत में खड़ा बच्चा
आकाश में उड़ते हवाई जहाज
को देखकर
उड़ने का सपना देख रहा होता है,
परंतु
उसी समय
उसी हवाई जहाज का पायलट
खेत ओर बच्चे को देख
घर लौटने का सपना
देख रहा होता है।

यही जिंदगी है।
जो तुम्हारे पास है उसका मजा लो।


अगर धन-दौलत रूपया पैसा ही
खुशहाल होने का सीक्रेट होता,
तो अमीर लोग नाचते दिखाई पड़ते,
लेकिन सिर्फ गरीब बच्चे
ऐसा करते दिखाई देते हैं।


अगर पाॅवर (शक्ति) मिलने से
सुरक्षा आ जाती
तो
नेता अधिकारी
बिना सिक्युरिटी के नजर आते।
परन्तु
जो सामान्य जीवन जीते हैं,
वे चैन की नींद सोते हैं।


अगर खुबसुरती और प्रसिद्धि
मजबूत रिश्ते कायम कर सकती
तो
सेलीब्रिटीज् की शादियाँ
सबसे सफल होती।
जबकि इनके तलाक
सबसे सफल होते हैं


इसलिए दोस्तों,
यह जिंदगी ......

सभी के लिए खुबसुरत है
इसको जी भरकर जीयों,
इसका भरपूर लुत्फ़ उठाओ
क्योंकि
जिदंगी ना मिलेगी दोबारा...


सामान्य जीवन जियें...
विनम्रता से चलें ...
और
ईमानदारी पूर्वक प्यार करें...

स्वर्ग यहीं है
एक ट्रक के पीछे एक
बड़ी अच्छी बात लिखी देखी....

"ज़िन्दगी एक सफ़र है,आराम से चलते रहो
उतार-चढ़ाव तो आते रहेंगें, बस गियर बदलते रहो"
 "सफर का मजा लेना हो तो साथ में सामान कम रखिए
और
जिंदगी का मजा लेना हैं तो दिल में अरमान कम रखिए !!

દિલ પૂછે છે મારુ ..

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

જરાક   તો   નજર   નાખ   સામે
કબર   દેખાય   છે .

ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે ;

દિવાળી   હોય   ક   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય   છે .


આ   બધુ   તો   ઠીક   હતું   પણ   હદ   તો   ત્યાં   થાય   છે ;

લગ્નની   મળે   કંકોત્રી
ત્યાં   સીમંતમાં   માંડ   જવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

પાંચ   આંકડા   ના   પગાર   છે ,

પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે .

પત્નીનો   ફૉન
 ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે .


ફોનબુક   ભરી   છે   મીત્રોથી   પણ   કોઈનાય   ઘરે   ક્યાં   જવાય   છે ,


હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .

દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?


કોઈ   ને   ખબર   નથી   આ   રસ્તો
ક્યાં   જાય   છે ;

થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .

કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,

તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ?


દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,

આવનારી   પેઢી   પૂછસે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ?


ઍક   વાર   તો   દિલને   સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .

ચાલો   જલ્દી   નિર્ણય   લૈયે
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .


દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

જરાક   તો   નજર   નાખ  , સામે   કબર   દેખાય   છે...

ખરું છે નઈ!!!!!!!.......

ખરું છે નઈ!!!!!!!.....................

આપણે એવું માનીએ છીએ કે,

આપણી life એટલે,
Top secret
અને
બીજા ની એટલે
Newspaper ની Headline...

આપણું અપમાન એ Disrespect
પણ,
આપણે કોઈ નું અપમાન કરીએ તો એ Joke.

આપણું દુઃખ દર્દ અને બીમારી એ સમસ્યા
પણ,
બીજાની તકલીફ એ નાટક.

આપણું જુઠ્ઠાણું પણ સાચું
અને
બીજા નું સાચું પણ જુઠ્ઠુ.

આપણે Reply ના આપીએ તો Busy
અને
બીજા ના આપે તો Careless.

આપણો પ્રેમ એ અમર પ્રેમ, અને
લોકો નો પ્રેમ એટલે લફડું,

આપણે એવું માનીએ છીએ,

આપણે એક એવી વ્યક્તિ છીએ કે.....
જેની સાથે
લોકો એ જ ખરાબ કર્યું હોય, અને
બાકી ના લોકો એવા
જેમણે હમેશા બીજાનું ખરાબ જ કર્યું હોય.

આપણે, એટલે એક એવી વ્યક્તિ
જે જાત મેહનતે કંઇક બની છે,
બાકી ના લોકોને success નસીબના જોરે મળી છે.

આપણે તો બહુ ભોળા
પણ,
બાકી ના લોકો એટલે
શતરંજ ના ઘોડા.

વાહ !! “આપણા” માં
અને
“બીજી વ્યક્તિઓ” માં
આટલો બધો તફાવત,

............ખરું છે નઈ !!

જો .........આ ખરું છે .......
તો ...........ખોટું શું છે ?

" માણસ" કેવું જીવી ગયો ..

" માણસ" કેવું જીવી ગયો ..

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો ...(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)