*લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , ,* 
*હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .*
*જોયા અગણિત સંબંધો દુનિયામાં , , ,* 
*દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . .* 
*શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , ,* 
*પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . .* 
*ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,*
*આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . .* 
*જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , ,* 
*લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . . !!!*
