માણસ જેવો માણસ છું...

शाम-ए-महेफिल !

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

– ભગવતીકુમાર શર્મા

પપ્પા તમારી દોડ પણ આ..

ચંદુલાલશેઠ સાંજે જમવા બેસતાં તેમની થાળીમાં બે હજારની ગુલાબી કલરની કડક નોટીની થોકડી, તેમજ દસના ચળકતા સીકકાનો ઢગલો, પાંચસોની કડક નોટોની થોકડી અને તેમની પત્ની અને દીકરીના સોનાના દાગીથી થાળી ભરેલી હતી. તેમજ દીપ્તી અને તેમની માતાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસેલું હતું. તે બન્ને જમવા લાગ્યા.

આ જોઈને ચંદુલાલશેઠ ગુસ્સામાં બોલ્યા આ શું ?
આ કોઈ ખાવાની ચીજ છે. તેમની પત્ની એક શબ્દના બોલી, દીપ્તીએ કહ્યું, પપ્પા તમારી દોડ પણ માટેની જ છે. તમારી ભુખ પણ આ માટેની જ છે.

સોરી... એક ચીજ તો ભુલાય ગઈ ! આટલું બોલતાં ચંદુલાલશેઠનો મોબાઈલ પણ થાળીમાં મુકતાં બોલી, દસ વર્ષથી તમે કહો છો કે, આવતાં વેકેશનમાં બે દિવસ માટે આપણે બહાર જશું આમ જ મારુ દસમાંનું વેકેશન પણ પુરુ થવામાં દસ દિવસ બાકી છે. આમ પણ મને યાદ નથી કે, તમે કયારેય અમારી સાથે બેસીને શાંતિથી જમ્યું હોય ?

આજ તમે અમારી સાથે નથી જમતાં પપ્પા, પરંતુ અમે તમારી સાથે એટલે કે, રાતના બારને ત્રીસ થઈ છે. હું અને મમ્મી તમારી રાહ જોઈને એક ઉંઘ પણ પુરી કરી લીધી. જો તમે એમ કહેવા માંગતા હોય કે, આ બધું તમે અમારા માટે જ કરો છો, તો મારી એક વાત ધ્યાનથી સાંભળજો. તમારી ઓફીસમાં કામ કરતા પટ્ટાવાળા અંકલ પણ વર્ષમાં એક વાર પાંચ દિવસની રજા મુકે છે તેમના ફેમીલી સાથે સમય પસાર કરવા માટે.

આમ પણ તમારે તો દરેક કામ મેનેજર અંકલ જ સંભાળે છે. અઢીસો વર્કરો કામ કરે છે. હું તમને વર્ષમાં એક વાર પાંચ દિવસની રજા મુકવાનું નથી કહેતી પરંતુ, સાંજે ઘરે આવીને ટીવી અને મોબાઈલને બદલે કયારેય કે તો પુછી શકો ને ? બેટા ભણવાનું કેમ ચાલે છે ? પરીક્ષામાં કેટલા માર્કસ આવ્યા ?

તમને ખબર પણ છે મમ્મીને છેલ્લા બે દિવસથી તાવ આવે છે. હું વોલીબોલમાં મેચ જીતી ગઈ તેની પાર્ટી પણ મમ્મીએ એકલાએ હેન્ડલ કરી. દાદાની તબીયત પણ કેટલી ખરાબ હતી. મમ્મી તમારો મારો દાદીનો સમય સાચવતાં દિવસ-રાત દાદાની સેવા કરતી રહી.
તમે આ બધું અમારા માટે ભેગું કરો છો. પરંતુ અમારી સાથે જીવવાનો સમય તો બહુ આગળ નીકળતો જાય છે અને તમે બહુ પાછળ અને દુર થતાં જાવ છો.

ચંદુલાલાશેઠ શાંતિથી સાંભળી રહ્યાં હતા. તેમની પત્ની સામે જોતા તેમની આંખો ભીની હતી. દીપ્તી બોલી મમ્મીને કંઈ કહેવાની જરૂર નથી, તે હંમેશા મને સમજાવતી તારા પપ્પાને બહુ કામ હોય તેથી સમય આપી શકતા નથી. તે વારંવાર તમારી જ ફેવર લે છે. તમને ખબર છે તે આવું શા માટે કરે છે ? તે મારી મા હોવાની સાથે સાથે તમારી પત્ની પણ છે.

કયારેય ના બોલતી દીપ્તી આજ દાવાનળની જેમ ઉકળી ઉઠી હતી. બે હાથ જોડી માફી માંગતા બોલી, પપ્પા, રૂપીયાની પાછળ એટલા બધાં પણ ના દોડો કે, એ પણ ભુલી જાવ કે, તમારું ફેમીલી પણ છે જે હંમેશા તમારી રાહ જોતું હોય છે. એક મા જે હંમેશા પોતાના દીકરા સાથે વાત કરવા તડપતી હોય છે, એક પિતા જે પોતાના પુત્રનો ચહેરો જોવા માટે તલપાપડ હોય છે, એક પત્ની જે હંમેશા એક આશા સાથે જીવી રહી છે કે, કયારેક તો તેમના પત્ની તેમને સમજશે જ ? આટલું બોલી દીપ્તી જમવાની થાળીને પગે લાગી પોતાના રૂમમાં ચાલી ગઈ.
બીજા દિવસે સવારે પાંચ વાગ્યામાં ચંદુલાલશેઠે દીપ્તીને તેમના મા-પિતાને ઉઠાડયા ઝડપી બધાં તૈયાર થઈ જાવ સાત વાગ્યે બસ આવી જશે. પાંચ દિવસના કપડાં પેક કરી લેવાનું ભુલાય નહિ. ચંદુલાલના પિતાજી બોલ્યા, બેટા તમે જાવ અમે આવા બુઢાપામાં...તેમની વાતને વચ્ચે જ કાપતાં ચંદુલાલ બોલ્યા, અરે બાપુજી તમે તૈયાર થઈ જ જાવ નહિ ! આટલું બોલતાં દીપ્તીને હગ કરતાં બોલ્યા, ફરી મારી આ દાદી ગુસ્સો કરશે...
તમને ખબર બાપુજી જે કામ તમે ના કર્યું તે મારી આ લાડલીએ કરી બતાવ્યું, મારી આંખો ખોલી નાંખી આજ મને ખ્યાલ આવી ગયો, મારી દીકરી મોટી થઈ ગઈ છે. ચંદુલાલશેઠ તેમના પરિવાર સાથે વેકેશનની મજા માણવા નીકળી ગયા.

તમારા ઘરમાં પણ કોઈ ચંદુલાલશેઠ તો નથી ?
(સત્ય ઘટના, બોમ્બે)

सारी लाइने व्यस्त है..


       *जब से परीक्षा वाली जिंदगी*
                   *पूरी हुई है,*
         *तब से जिंदगी की परीक्षा*
                 *शुरु हो गई है..*

*आज मुझे एक नया अनुभव हुआ*
               *अपने मोबाइल से*
      *अपना ही नंबर लगाकर देखा,*
                  *आवाज आयी*
*The Number You Have Call*
                  *Is Busy.....*

               *फिर ध्यान आया*
        *किसी ने क्या खुब कहा है..*
*औरो से मिलने मे दुनिया मस्त है      पर,*
   *खुद से मिलने की सारी लाइने*
                     *व्यस्त है..*

      *कोई नही देगा साथ तेरा यहॉं*
*हर कोई यहॉं खुद ही में मशगुल है*
   *जिंदगी का बस एक ही ऊसुल है*
                       *यहॉं,*
        *तुझे गिरना भी खुद है*
    *और संभलना भी खुद है*.

☘🍀 happy life ahead 🌿☘

ऋतु अनुसार हवन सामग्री

ऋतु अनुसार हवन सामग्री

ऋतु अनुसार  हवन सामग्री 
हवन से वातावरण और वायुमण्डल पवित्र होता है। यहाँ हम ऋतु के अनुसार अर्थात् किस ऋतु में किन वस्तुओं से हवन करना लाभदायक है और उनकी मात्रा किस परिणाम से होनी चाहिए, इस सम्बन्ध में चर्चा करेंगे। 
आहुति देने योग्य द्रव्यों के वस्तुतः ४ प्रकार के बताये गये हैं -
(१) सुगन्धित - केशर, अगर, तगर, चन्दन, इलायची, जायफल, जावित्री आदि।

(२) पुष्टिकारक - घृत, फल, कन्द, अन्न, जौ, तिल, चावल आदि।

(३) मिष्ट - शक्कर, छूहारा, दाख आदि।

(४) रोग नाशक - गिलोय, जायफल, सोमवल्ली आदि।

विशेष हवनों में स्थली पाक से भी होम होता है। उसमें खीर, हलुआ, लड्डू आदि मिष्ठान्नों का उपयोग होता है।
.
उपरोक्त चारों प्रकार की वस्तुएँ हवन में प्रयोग होनी चाहिए। अन्नों के हवन से मेघ-मालाएँ अधिक अन्न उपजाने वाली वर्षा करती हैं। सुगन्धित द्रव्यों से विचारों शुद्ध होते हैं, मिष्ट पदार्थ स्वास्थ्य को पुष्ट एवं शरीर को आरोग्य प्रदान करते हैं, इसलिए चारों प्रकार के पदार्थों को समान महत्व दिया जाना चाहिए। यदि अन्य वस्तुएँ उपलब्ध न हों, तो जो मिले उसी से अथवा केवल तिल, जौ, चावल से भी काम चल सकता है।
.
किसी भी ऋतु में सामान्य हवन सामग्री -
सफेद चन्दन का चूरा ४ भाग, अगर २.५ भाग, तगर २.५ भाग, गुग्गुल ५ भाग, जायफल १.२५ भाग, दालचीनी २.५ भाग, तालीसपत्र २.५ भाग, पानड़ी २.५ भाग, लौंग २.५ भाग, बड़ी इलायची २.५ भाग, गोला ५ भाग, छुहारे ५ भाग नागर मौथा २.५ भाग, गुलसुर्ख ५ भाग, इन्द्र जौ २.५ भाग, कपूर कचरी २.५ भाग, आँवला २.५ भाग, किशमिश ५ भाग, बालछड़ ५ भाग, नीम के पत्ते या राल ५ भाग, बूरा या खण्ड १० भाग, घी १० भाग।
.
विभिन्न ऋतुओं में होने वाले रोग भगाने के लिये हवन -
वर्षा में हैजा, दस्त, फुन्सी, खुजली, आदि रोग फैलते हैं, 
शरद ऋतु में मलेरिया, जूड़ी, हड़फूटन, शिरदर्द आदि का जोर चलता है। शीत ऋतु में वातरोग, दर्द, खाँसी, जुकाम, निमोनियाँ आदि बढ़ते हैं, गर्मियों में लू लगना, दाह, दिल की धड़कन, कब्ज आदि की अधिकता रहती है। क्योंकि इस समय वायुमण्डल में वैसे ही तत्वों की अधिकता रहती है। 
हवन के धूम से आकाश की आवश्यक सफाई हो जाती है। हानिकारक पदार्थ नष्ट होते और लाभदायक तत्व बढ़ते हैं। फलस्वरूप वायुमण्डल सब किसी के लिए आरोग्य वर्धक हो जाती है।
.
ऋतु अनुसार हवन सामग्री -
किस ऋतु में किन वस्तुओं का हवन करना लाभदायक है और उनकी मात्रा किस परिणाम से होनी चाहिए, इसका विवरण नीचे दिया जाता है। पूरी सामग्री की तोल १०० मान कर प्रत्येक ओषधि का अंश उसके सामने रखा जा रहा है। जैसे किसी को १०० छटांक सामग्री तैयार करनी है, तो छरीलावा के सामने लिखा हुआ २ भाग (छटांक) मानना चाहिए, इसी प्रकार अपनी देख-भाल कर लेनी चाहिए।

बहुधा खोटे दुकानदार सड़ी-गली, घुनी हुई, बहुत दिन की पुरानी, हीन वीर्य अथवा किसी की जगह उसी शकल की दूसरी सस्ती चीज दे देते हैं। इस गड़बड़ी से बचने का पूरा प्रयत्न करना चाहिए।

सामग्री को भली प्रकार धूप में सुखाकर उसे जौ कुट कर लेना चाहिए।
.
बसंत - ऋतु की हवन सामग्री -
छरीलावा २ भाग, पत्रज २ भाग, मुनक्का ५ भाग, लज्जावती एक भाग, शीतल चीनी २ भाग, कचूर २.५ भाग, देवदारू ५ भाग, गिलोय ५ भाग, अगर २ भाग, तगर २ भाग, केसर १ का ६ वां भाग, इन्द्रजौ २ भाग, गुग्गुल ५ भाग, चन्दन (श्वेत, लाल, पीला) ६ भाग, जावित्री १ का ३ वां भाग, जायफल २ भाग, धूप ५ भाग, पुष्कर मूल ५ भाग, कमल-गट्टा २ भाग, मजीठ ३ भाग, बनकचूर २ भाग, दालचीनी २ भाग, गूलर की छाल सूखी ५ भाग, तेज बल (छाल और जड़) २ भाग, शंख पुष्पी १ भाग, चिरायता २ भाग, खस २ भाग, गोखरू २ भाग, खांड या बूरा १५ भाग, गो घृत १० भाग।
.
ग्रीष्म - ऋतु की हवन सामग्री -
तालपर्णी १ भाग, वायबिडंग २ भाग, कचूर २.५ भाग, चिरोंजी ५ भाग, नागरमोथा २ भाग, पीला चन्दन २ भाग, छरीला २ भाग, निर्मली फल २ भाग, शतावर २ भाग, खस २ भाग, गिलोय २ भाग, धूप २ भाग, दालचीनी २ भाग, लवङ्ग २ भाग, गुलाब के फूल ५॥ भाग, चन्दन ४ भाग, तगर २ भाग, तम्बकू ५ भाग, सुपारी ५ भाग, तालीसपत्र २ भाग, लाल चन्दन २ भाग, मजीठ २ भाग, शिलारस २.५० भाग, केसर १ का ६ वां भाग, जटामांसी २ भाग, नेत्रवाला २ भाग, इलायची बड़ी २ भाग, उन्नाव २ भाग, आँवले २ भाग, बूरा या खांड १५ भाग, घी १० भाग।
.
वर्षा - ऋतु की हवन सामग्री -
काला अगर २ भाग, इन्द्र-जौ २ भाग, धूप २ भाग, तगर २ भाग देवदारु ५ भाग, गुग्गुल ५ भाग, राल ५ भाग, जायफल २ भाग, गोला ५ भाग, तेजपत्र २ भाग, कचूर २ भाग, बेल २ भाग, जटामांसी ५ भाग, छोटी इलायची १ भाग, बच ५ भाग, गिलोय २ भाग, श्वेत चन्दन के चीज ३ भाग, बायबिडंग २ भाग, चिरायता २ भाग, छुहारे ५भाग, नाग केसर २ भाग, चिरायता २ भाग, छुहारे ५ भाग, संखाहुली १ भाग, मोचरस २ भाग, नीम के पत्ते ५ भाग, गो-घृत १० भाग, खांड या बूरा १५ भाग,
.
शरद्-ऋतु की हवन सामग्री -
सफेद चन्दन ५ भाग, चन्दन सुर्ख २ भाग, चन्दन पीला २ भाग, गुग्गुल ५ भाग, नाग केशर २ भाग, इलायची बड़ी २ भाग, गिलोय २ भाग, चिरोंजी ५ भाग, गूलर की छाल ५ भाग, दाल चीनी २ भाग, मोचरस २ भाग, कपूर कचरी ५ भाग पित्त पापड़ा २ भाग, अगर २ भाग, भारङ्गी २ भाग, इन्द्र जौ २ भाग, असगन्ध २ भाग, शीतल चीनी २ भाग, केसर १ का ६ वां भाग, किशमिस ६ भाग, वालछड़ ५ भाग, तालमखाना २ भाग, सहदेवी १ भाग, धान की खील २ भाग, कचूर २.७५ भाग, घृत १० भाग, खांड या बूरा १५ भाग।
.
हेमन्त ऋतु की हवन सामग्री -
कूट २ भाग, मूसली काली २ भाग, घोड़ावच २ भाग, पित्त पापड़ा २ भाग, कपूर २ भाग, कपूर कचरी ४ भाग, गिलोय २ भाग, पटोल पत्र २ भाग, दालचीनी २ भाग, भारङ्गी २ भाग, सोंफ २ भाग, मुनक्क ा ३.७५ भाग, गुग्गुल ५ भाग, अखरोट की गिरी ४ भाग, पुष्कर मूल २ भाग, छुहारे ५ भाग, गोखरू २ भाग, कोंच के बीच १ भाग, बादाम २ भाग, मुलहाटी २ भाग, काले तिल ५ भाग, जावित्री २ भाग, लाल चन्दन २ भाग, मुश्कवाला १ भाग, तालीस पत्र २ भाग, गोला ५ भाग, तुम्वुरु ५ भाग, खाण्ड या बूरा १५ भाग, गोघृत १०, भाग, रासना १ भाग।
.
शिशिर-ऋतु की हवन सामग्री -
अखरोट ४ भाँग, कचूर २ भाग, वायबिडंग २ भाग, इलायची बड़ी २ भाग, मुलहटी २ भाग, मोचरस २ भगा, गिलोय २ भाग, मुनक्क्क ५ भाग, रेणुका (संभाल) १ भाग, काले तिल ४ भाग, चन्दन ४ भाग, चिरायता २ भाग, छुहारे ४ भाग, तुलसी के बीज ४ भाग, गुग्गुल ३ भाग, चिरौंजी २ भाग, काकड़ासिङ्गी २ भाग, शतावर २ भाग, दारु हल्दी २ भाग, शंख पुष्पी १ भाग, पाद्मख २ भाग, कोंच के बीच १ भाग, जटामांसी १ भाग, भोजपत्र १ भाग, तुम्बर ५ भाग, राल ५ भाग, सुपारी २ भाग, घी ११.५ भाग, खाण्ड या बुरा १५ भाग।

જિંદગી બસ જીવવાની..

*ગઝલ*

ગાઢ આલિંગનમાં લઈને ચૂમવાની હોય છે,
કોણ ક્હે છે જિંદગી બસ જીવવાની હોય છે !

જેની કિસ્મતમાં નથી છત કે દિવાલો એમણે,
એક બારી ખાસ અંદર ખોલવાની હોય છે.

સ્હેજ પણ ચચરે નહીં કે ડાઘ સુધ્ધા ના રહે,
ક્યાંક ઈચ્છા એ રીતે પણ બાળવાની હોય છે.

હોઠ,શબ્દો,મૌન,વર્તન,આંખ, કાગળ કે કલમ !
વાત પહેલાં ત્યાં સુધી પ્હોંચાડવાની હોય છે.

આ સફરમાં કૈં જ ઉંચકીને જવાનું છે જ ક્યાં ?
જાત જેવી જાત પણ ઓગાળવાની હોય છે.

હું પડકાર ઝીલનારો..

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાંહળાંનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે;

અંધારાના વમળને કાપે
કમળ તેજ તો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું;

પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાંબાજી રમે નહીં.

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.