महान आत्माओ की विचार धारा ।

महान विचार
मैं आपसे शादी करना चाहती
हूँ"-एक विदेशी महिला ने विवेकानंद से
कहा
विवेकानंद ने पूछा-"क्यों देवी पर मैं तो ब्रह्मचारी हूँ?"
महिला ने जवाब दिया-"क्योंकि मुझे आपके जैसा ही एक पुत्र
चाहिए,
जो पूरी दुनिया में मेरा नाम रौशन करे और वो केवल आपसे शादी
करके
ही मिल सकता है मुझे"
"इसका और एक उपाय है"-विवेकानंद कहते हैं
विदेशी महिला पूछती है-"क्या?"
विवेकानंद ने मुस्कुराते हुए कहा-"आप मुझे ही अपना पुत्र मान
लीजिये
और आप मेरी माँ बन जाइए ऐसे में आपको मेरे जैसा पुत्र भी मिल
जाएगा और मुझे अपना ब्रह्मचर्य भी नही तोड़ना पड़ेगा"
महिला हतप्रभ होकर विवेकानंद को ताकने लगी और रोने लग गयी,
ये होती है महान आत्माओ की विचार धारा ।

"पूरे  समुंद्र  का  पानी  भी एक  जहाज  को  नहीं डुबा  सकता,  जब  तक पानी को जहाज  अन्दर  न आने दे।
            
इसी  तरह  दुनिया  का कोई  भी  नकारात्मक विचार  आपको  नीचे नहीं  गिरा  सकता,  जब तक  आप  उसे  अपने अंदर  आने  की  अनुमति न  दें।"

ભગવાનની લીલા !

ભગવાનની લીલા !

[‘જનકલ્યાણ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..

કોઇ ના આવ્યું ઘરે ,

કોઇ ના આવ્યું ઘરે ,
                     ના કોઇને મળવા ગયા
ટેબલે કાજૂ -બદામો
                         જેમના તેમ જ રહ્યા.
આમ પણ પહેલાંની માફક
                         ક્યાં કશું યે થાય છે ?
એ જ ટેબલક્લોથ છે,
                         ના ચાદરો બદલાય છે .
ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ
                                ના કોઇ ખાય છે .
થોડી સુગર ફ્રી મીઠાઇ
                         ડીશમાં પીરસાય   છે.
બારણે પ્લાસ્ટિકના તોરણ
                        ને સ્ટીકરમાં લાભશુભ .
લક્ષ્મી પગલાં ઉંબરે
                        ક્યાં કંકુથી દોરાય છે !
એ નવા કપડાની જોડી ,
                      ન બૂટ પર પાલીશ કરી,
બોણીની આશા લઇ
                     ઘર ઘર નહીં ગણાય છે.
તારામંડળ, ભોંય ચકરી,
                              કોઠી ને રોકેટ એ,
લૂમ  ટેટાની ક્યાં રસ્તે 
                              ઠાઠથી ફોડાય છે.
સાપની ટીકડીનો એ
                         કાળો ધૂમાડો શ્વાસમાં,
આજ એ સ્મરણોની શેરીમાં
                                  બધે પથરાય છે.
હા, સમય બદલાય સાથે
                                કેટલું બદલાય છે.
તો ય એવું લાગતું
                           કૈં ભીતરે ગૂંગળાય છે.

                                         -તુષાર શુક્લ

ઘર મને એવું ગમે

આંગણું દે આવકારો,
ઘર મને એવું ગમે,
બારણાં બોલેઃ
‘પધારો’,
ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો,
ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો,
ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલાં
લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો,
ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે,
ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો,
ઘર મને એવું ગમે.

જ્યાં લાગે અજાણ્યાનેય પણ
પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો,
ઘર મને એવું ગમે.

થાકનો ભારો ઉતારે,
કોઈ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો,
ઘર મને એવું ગમે.

મંદિરો જેવું પરમ સુખ,
સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો સીતારો,
ઘર મને એવું ગમે..

આપનો દિવસ શુભ રહો.....

A very interesting management lesson.

Mind blowing math. 

A father left 17 Camels as an Asset for his Three Sons.

When the Father passed away, his sons opened up the will.

The Will of the Father stated that the Eldest son should get Half of 17 Camels,

The Middle Son should be given 1/3rd of 17 Camels,

Youngest Son should be given 1/9th of the 17 Camels,

As it is not possible to divide 17 into half or 17 by 3 or 17 by 9, the sons started to fight with each other.

So, they decided to go to a wise man.

The wise man listened patiently about the Will. The wise man, after giving this thought, brought one camel of his own & added the same to 17. That increased the total to 18 camels.

Now, he started reading the deceased father’s will.

Half of 18 = 9.
So he gave 9 camels
to the eldest son.

1/3rd of 18 = 6.
So he gave 6 camels
to the middle son.

1/9th of 18 = 2.
So he gave 2 camels
to the youngest son.

Now add this up:
9 + 6 + 2 = 17 &
This leaves 1 camel,
which the wise man took back.

MORAL: The attitude of negotiation & problem solving is to find the 18th camel i.e. the common ground. Once a person is able to find the common ground, the issue is resolved. It is difficult at times.

However, to reach a solution, the first step is to believe that there is a solution. If we think that there is no solution, we won’t be able to reach any!

If you liked this story,  please share with all. You might spark a thought, inspire & possibly change a life forever!
🐪🐪🐪🐪🐪🐪🐪🐪

A very interesting management lesson.

ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

હૃદયના માળીયે જૂની નફરતો છે,
ઉતારીને ઘરની બહાર ફેંકી દે,

હાસ્યના તોરણ પેક પડ્યા છે,
ખોલીને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓના ફાનસ હોય તો જવા દે,
દરેક ઉંબરે આશાના નવા દીપ પ્રગટાવી દે,

અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમનો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

એકાદ ગરીબની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી,તૂટેલી ફૂલદાની સાથે ચોકલેટ આપી દે,

બાજુવાળાની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,

કલર લાગણીનો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,

દીવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે...

બાપ અને દીકરો - હ્રદય સ્પર્શી લધુકથા

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ

કે- ી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટ- ીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં.

બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’

બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો.

રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પ- ર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટ- ીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી.

પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડન- ો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના- કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું- એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું- સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો.

એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકા- ર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ. કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત- બની ગયો.

સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો.

પરં- ુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ.

વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.
નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા.

એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો.

એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો- વારસો પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા.

એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-ક- રની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કં- કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

Perfection is a Habit, not an Attitude

American Computer Giant IBM decided to have some parts manufactured in Japan on a trial basis.

In the contract while writing specifications, they had set the standard that they will accept only three defective pieces per 10,000 pieces. Otherwise the whole consignment of 10000 parts would be rejected.

When the first consignment  came from Japan to IBM there was a letter accompanying it.

"We, the  Japanese people, had a hard time in understanding American business contract & practices. However, the three defective parts per 10,000 pieces have been separately manufactured at our end to meet the specifications of contract.

Those three have been included in the consignment in a separate package mentioning - *Defective pieces as required; not for use.* Hope this meets your requirement."

*Perfection is a Habit, not an Attitude!!*

મદદ કર્યાનો આત્મસંતોષ...

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.

મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’  ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, “નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ”. છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, ”મારી પાસે ટીકીટ નથી”
9
ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, ”તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે.”  ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો”. મહિલાએ છોકરીને પુછ્યુ, “બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં”. છોકરીએ કહ્યુ, “મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?”

મહિલાએ ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ”. મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક  સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી  પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.

અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ  હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, “આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?” સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, “મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે.”

મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.