બહુ મોંઘો પડે.

નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે, 
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એક  બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે  એક નવો જ સંકલ્પ લઈએ,
"એક  બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*એક કારીગરને મંદિરમાં થોડું*
*બાંધકામ કરવાનું કામ મળ્યું.*
*ભગવાનના મંદિરમાં કામ*
*કરવાની તક મળી હતી આથી એ*
*ખુબ આનંદમાં હતો. એમણે ખુબ જ પુરી*
*નિષ્ઠા સાથે પોતાનું કામ પુરુ*
*કર્યુ.*
*એક દિવસ પોતાના કામનું*
*મહેનતાણું લેવા માટે એ મંદીરમાં*
*આવ્યો.* *પૂજારીજીએ એ*
*કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ.*
*પીવા માટે પાણી અને બેસવા*
*માટે આસન આપ્યુ. પૂજારીજી*
*અંદરના ઓરડામાં ગયા અને*
*હાથમાં એક બંધ કવર લઇને આવ્યા.*
*કવર કારીગરના હાથમાં મુકતા*
*કહ્યુ , ” ભાઇ , આ તારા*
*મહેનતાણાના 10800 રૂપિયા છે.*
*આપણે અગાઉ નક્કી કર્યુ હતુ તે મુજબનું*
*જ મહેનતાણું છે”. કારીગરે કવર લઇને*
*ખીસ્સામાં મુક્યુ અને*
*પૂજારીજીનો આભાર માન્યો.*
*પૂજારીજીએ કારીગરને કહ્યુ , ” અરે*
*ભાઇ, જરા પૈસા ગણી લે. બરાબર*
*છે કે કેમ એ તપાસી લે. ” કારીગર*
*તો ખડખડાટ હસી પડ્યો. પછી*
*બોલ્યો , ” અરે પુજારીજી, મને*
*આપના પર પુરો વિશ્વાસ છે.* *આપ*
*આ મંદીરમાં વર્ષોથી પૂજા કરો*
*છો. જો હું પૈસા ગણવા બેસુ તો તે*
*આપનું અપમાન કહેવાય. આપના*
*જેવા સાધુપુરુષમાં મને પૂર્ણ શ્રધ્ધા*
*છે.” આટલુ કહીને કારીગર*
*પૂજારીજીને વંદન કરીને જતો*
*રહ્યો.*
*કારીગરના ગયા પછી*
*પૂજારીજી પોતાના હાથમાં*
*રહેલી માળા સામે જોઇ રહ્યા*
*અને પોતાની જાત પર જ હસવા*
*લાગ્યા. પેલા સાવ સામાન્ય*
*અને અભણ કારીગરને મારા જેવા*
*માણસમાં વિશ્વાસ છે અને મારા*
*જેવા કહેવાતા પંડીતને*
*પરમાત્મામાં વિશ્વાસ નથી*
*આથી જ મે કેટલા મંત્રજાપ કર્યા*
*તેની ગણતરી રાખું છું.*
*પૂજારીજીએ પોતાના હાથમાં*
*રહેલી માળા ભગવાનના*
*ચરણોમાં મુકીને નક્કી કર્યુ કે હું*
*તારા માટે જે કંઇ કરીશ તેનો*
*હીસાબ રાખવાનું આજથી બંધ*
*કરીશ.*
*મિત્રો , આપણે પણ અજાણતા આવુ*
*જ કંઇક કરીએ છીએ. કેટલા ઉપવાસ*
*કર્યા ? કેટલા મંત્રજાપ કર્યા?*
*કેટલી માળાઓ કરી ? કેટલી*
*પ્રદક્ષિણાઓ કરી ? ક્યાં ક્યાં*
*કોને કોને કેટલું દાન આપ્યુ ? આ*
*બધાનો હીસાબ રાખતા હોઇ*
*તો એનો મતલબ એ થયો કે મને*
*મારા પ્રભુમાં વિશ્વાસ નથી.*
*કરેલી ભક્તિનો હીસાબ રાખીને*
*શું આપણે આપણા પ્રભુનું અપમાન તો*
*નથી કરતાને ?*