પોતાનું કોણ?

પોતાનું કોણ?

ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં
ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,
આપણને 'બનાવવા' ની.

જીંદગી શીખવે તે શીખી લેવાય..
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..!

વર્ણવી પીડા મારી....
હદય હલકુ કર્યુ.....
સમજ્યા એ મૌન રહ્યા....
ને ઘણા એ તાલીઓ પાડી.....

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી

ચાલ હિંમત હોય તો કર...
તારા માંથી મારી બાદબાકી...
પણ...
શરત એટલી..
કે...
જવાબ માં...
શૂન્ય न આવવું જોઇએ...!

અસ્તિત્વ ની ગણતરી કેટલી..?
જગત માંથી ગયા પછી...
એક પ્રાર્થના સભા જેટલી....!!

શોધી જ લે છે,
બધાનું સરનામું,
નસીબને ખબર જ હોય છે,
કોણ ક્યાં સંતાણું...!!!

ક્યારેક તો થાય કે, કોની સામે હસું ??
બધાય અંદરથી તો રડે છે....
ને વળી થાય કે કોની પાસે રડું ???
બધાય બહારથી તો હસે જ છે....

કોઈકે મને પૂછ્યું કે આ દુનિયામાં તારું પોતાનું કોણછે......
મેં હસીને કહ્યું કે જે બીજાના માટે મને ના છોડે એ મારું પોતાનું છે

કેમ રે ભુલાવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

-શ્રી રમેશ પારેખ