બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ 
છેલ્લે ક્યારે 
મજા આવી 
એ યાદ નથી,
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે 
રજા આવી 
એ યાદ નથી,
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા  કે ,
ખરી ગયું એ પાણી, 
એ  યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો 
ક્યારે એ યાદ નથી,
જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે 
એ  યાદ નથી,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો 
એ યાદ નથી,
ઉભો નથી કતારમાં 
તારા મંદિરે ઈશ્વર, 
પણ તને હું ભુલ્યો 
એવી ક્ષણ યાદ નથી.
અજ્ઞાત..
