અત્યંત તાર્કિક જવાબ

*એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો.
હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો.
જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં.

પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.
શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે.
શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?*

*શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો,
"બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે
ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે... "*

Live It your way...

આજે  એક વડીલ સંબંધી અમારા ઘરે તેના દીકરા
ના લગ્નઃ ની કંકોત્રી આપવા આવ્યા....

અમે ખુશ થતા..થતા ..કંકોત્રી હાથ મા લીધી...ખુશી વ્યક્ત કરી...સાથે...તેમને ખરાબ ના લાગે એટલે કંકોત્રી ખોલી પ્રસંગ ના સમય અને તારીખ ઉપર નજર  નાખી...

પણ...પહેલી નજર.. એ  કંકોત્રી ની મથાળા ઉપર પડી...જેમાં એ વડીલે. પોતાનો નો ફોટો...બે હાથ જોડી
વિનંતી કરતો મુક્યો છે..
તેમાં સુંદર પંક્તી લખી હતી....

"આવો તો...પણ સારૂ...
ના આવો તો પણ સારૂ
તમારૂં.. સ્મરણ તે....
તમારા થી પ્યારૂ...."

આમ વડીલ ખરા...પણ મિત્ર જેવા....મેં હસ્તા..હસ્તા કિધુ...
આ તમારા આમંત્રણ ની ભાષા કહી સમજ મા ના આવી....

વડીલ હશી પડ્યા....બેટા....
ઘર .મા જયારે સારા પ્રસંગ લો
ત્યારે ..કુટુંબ..સગા..સંબંધી..મિત્રો..આડોસ પાડોશ... નું લિસ્ટ બનાવો કે નહીં ?

મેં કિધુ... હા કાકા..

મેં ઊંધે થી આવખતે .લિસ્ટ બનાવ્યું...
કુટુંબ, મિત્ર મંડળ, કે સગા સંબંધી મા...
આડાપાંડુ...વિઘ્ન સંતોષી, ઝગડા ખોર, મંથરા, સકુની જેવી વ્યક્તિઓ કોણ..કોણ છે...
જે કોઈ નું સારૂ જોઇ સકતા નથી..અને પ્રસંગ મા સળી કરી ખસી જાય છે....

જો બેટા.. મારો સ્વભાવ મેં  બદલી નાખ્યો છે..
આ 60 વર્ષ લોકો નું સાચવવા મા ને સાચવવા મા મારી જીંદગી પુરી કરી.નાખી..હવે બાકી બચેલ..જીંદગી મારી રીતે જીવવી છે અને આનંદ કરવો  છે....
આવી વ્યક્તિઓ મારી નજીક હોય કે ના હોય મને કોઈ ફેર પડતો નથી....

બેટા. સંબધ એવા હોવા જોઈએ..
જેમા શબ્દ ઓછા ...અને સમજ વધારે હોય..
વિવાદ ઓછા અને ...સ્નેહ વધારે હોય.
શ્વાસ ઓછા અને ...વિશ્વાશ વધારે હોય...
પુરાવા ઓછા અને ...પ્રેમ વધારે હોય...
અહીં તો ઘડીએ ઘડીએ ખુલાસા કરવા પડે ..તેવા સંબધ હોય કે ના હોય શુ ફેર પડે....

સમાજ ને બેટા... જેટલું કરો તેટલું ઓછું લાગે...
મને સાડી 500રૂપિયા ની આપી અને પેલી ને રૂપિયા1000 ની આપી.... કેમ અમે તમારા કહી સગા નથી..?
મારા વર ને શર્ટ જ આપ્યો.. ફલાણા ના વર ને પેન્ટ ..શર્ટ બન્ને  આપ્યા..
અમને કોઈ રેલ્વે સ્ટેશન તેડવા કે ..મુકવા પણ ના આવ્યું...
જયારે.. પ્રસંગ પછી...કોઈ ના માધ્યમ થી આ બધી..વાતો સાંભળી..સાંભળી બહુ દુઃખ થાય...છે...

પ્રસંગ..હળવા.. મળવા અને આનંદ કરવા માટે... હોય છે..
લોકો ના મગજ ઓળખી સકાતા નથી..કોઈ ની અંતિમ યાત્રા મા પણ માણસો વધારે જોઈ.. લોકો ને બળતરા થવા લાગે છે..
આવા લોકો આપના પ્રસંગ મા આવે તો શું થાય ?

બેટા.. સમાજ ની માનસીકતા..એવી છે..તેને રૂપિયા 1000 નો વ્યવહાર કર્યો..તમે પણ તેના પ્રસંગ માં વાળી આપો..
નહીંતર તે માનસિક રીતે તમને ફાડી ખાસે..

તમે તમારી મોટાઈ બતાવવા બીજા લોકો નો ભોગ સા માટે લો છો  ?..
એથી જ મેં ઘર માં સ્પષ્ટ શબ્દ મા કહી દીધું છે..કોઈ નો વ્યવહાર હાથ મા. લેતા પેહલા મને પૂછી.લેજો...

નહીંતર એ વ્યવહાર પાછો વાળીશ અને સબંધ બગડે તો તમારા લોકો ની જવબદારી છે..

દેખા દેખી છોડી સ્પષ્ટ થવા નો વખત આવ્યો છે...બેટા
હું તો પ્રેમ નો ભુખો છું...
કોઈ ના લગ્ન મા આપણે બોલાવી...આપણી હાજરી ની નોંધ પણ તે લોકો ના લેતા હોય...એવી જગ્યા એ જવાનું મેં બંધ કરેલ છે.....તેના કરતાં મને ઘર ની સ્વમાન ની ખીચડી વધારે  ભાવે છે....

ચલ બેટા... તારી સાથે વાત કરી હળવો..થયો...આનંદ પણ થયો..
જીંદગી મા ...મોજીલી વ્યક્તિઓ ને મળવું... દિવેલ પીધેલ તો સમાજ બહુ રખડે છે.....તેના થી દુર રહેવુ.....
પ્રસંગ બગાડે તેવી વ્યક્તિઓ આવે કે ના આવે...દિલ કે દીમાંગ ઉપર ના લેવું....ભગવાને આપણે આફત માંથી બચાવ્યા તેવું સમજવું....આનંદ મા રહો..બીજા ને રાખો

મારા  ખભે હાથ મૂકી ..કાકા બોલ્યા..
Life begins with our Cry...
Life Ends with others Cry.
Gap with as much Laugh as Possible ..
Always be Happy and make other too...

બેટા...તમારી.. હાજરી ની નોંધ હું જરૂર થી લઇશ..
માટે સમય કાઢી જરૂર આવજો...

જીંદગી મા એક વાત યાદ રાખજે બેટા..
સારી અને ગુણી વ્યકતી ની  લોકો ..લગ્ન નો માંડવો
હોય કે હોસ્પિટલ નો ખાટલો...આતુરતા થી રાહ જોતા
હોય છે....કારણ.. આવી વ્યક્તીઓ નું વર્તન સુખ હોય
કે દુઃખ એક સરખું જ હોય છે...

લોહી ના સંબધ કુદરત બનાવે છે....પણ દિલ ના  સંબધ આપownણે બનાવા નો હોય છે..

કાકા ને જતા જોઈ મારા થી બોલાઈ ગયુ....
Live It your way...
💐💐💐💐💐💐💐💐💐

ખોવાય છે .

"માં"
કંઈક તો ખોવાય  છે ,
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?
આમ તેમ નજર કરૂં તો લાગે, નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાય છે.
નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા, પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?
વિચાયું કે સોફા  કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.
ખબર  પડી  તો યાદ આવ્યું કે,એની ઉપર બેસનારું  કોઇ  ખોવાય છે.

લાગે છે ઘર ના રસોડા મા કંઈ રંધાય  છે ?
શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું ગાજર નો હલવો  છે કે દુધી નો હલવો રંધાય છે .
જઈ ને જોયું તો ના ગાજર કે ના દૂધી નો હલવો રંધાય છે. ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાઇ  છે.

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,  પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,"ઘરે કેટલા વાગે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .

લાગે છે આજ કાલ પપ્પા એકલા જ ફરવા જાય છે.
યાદ આવ્યું  તો ખબર પડી કે "મને લઇ ને જાવ" એવું કહેનારૂં ખોવાય છે.

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .

લાગે આજ કાલ કાન માં  ઓછું સંભળાય છે.
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે.

સપના માં  લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે વર્ષ પછી  પણ
આંખ ખોલી ને જોઉં છું  તો ,
*_"મારી મા "જ  ખોવાય છે._* 😓😥