अमीर दिल का होना..

_*🙏👇गज़ब का संदेश 👇🙏*_

_*दुनिया के सबसे धनवान व्यक्ति बिल गेट्स से किसी ने पूछा - 'क्या इस धरती पर आपसे भी अमीर कोई है ?*_

_*बिल गेट्स ने जवाब दिया - हां, एक व्यक्ति इस दुनिया में मुझसे भी अमीर है।*_

_*कौन ---!!!!!*_

_*बिल गेट्स ने बताया:*_
_*एक समय मे जब मेरी प्रसिद्धि और अमीरी के दिन नहीं थे, मैं न्यूयॉर्क एयरपोर्ट पर था.. वहां सुबह सुबह अखबार देख कर, मैंने एक अखबार खरीदना चाहा,पर मेरे पास खुदरा पैसे नहीं थे.. सो, मैंने अखबार लेने का विचार त्याग कर उसे वापस रख दिया.. अखबार बेचने वाले लड़के ने मुझे देखा, तो मैंने खुदरा पैसे/सिक्के न होने की बात कही.. लड़के ने अखबार देते हुए कहा - यह मैं आपको मुफ्त में देता हूँ..*_

_*बात आई-गई हो गई.. कोई तीन माह बाद संयोगवश उसी एयरपोर्ट पर मैं फिर उतरा और अखबार के लिए फिर मेरे पास सिक्के नहीं थे।उस लड़के ने मुझे फिर से अखबार दिया, तो मैंने मना कर दिया। मैं ये नहीं ले सकता.. उस लड़के ने कहा, आप इसे ले सकते हैं, मैं इसे अपने प्रॉफिट के हिस्से से दे रहा हूँ.. मुझे नुकसान नहीं होगा। मैंने अखबार ले लिया......*_

_*19 साल बाद अपने प्रसिद्ध हो जाने के बाद एक दिन मुझे उस लड़के की याद आयी और मैंने उसे ढूंढना शुरू किया। कोई डेढ़ महीने खोजने के बाद आखिरकार वह मिल गया। मैंने पूछा - क्या तुम मुझे पहचानते हो ?*_

_*लड़का - हां, आप मि. बिल गेट्स हैं.*_

_*गेट्स - तुम्हे याद है, कभी तुमने मुझे फ्री में अखबार दिए थे ?*_

_*लड़का - जी हां, बिल्कुल.. ऐसा दो बार हुआ था..*_

_*गेट्स- मैं तुम्हारे उस किये हुए की कीमत अदा करना चाहता हूँ.. तुम अपनी जिंदगी में जो कुछ चाहते हो, बताओ, मैं तुम्हारी हर जरूरत पूरी करूंगा..*_

_*लड़का - सर, लेकिन क्या आप को नहीं लगता कि, ऐसा कर के आप मेरे काम की कीमत अदा नहीं कर पाएंगे..*_

_*गेट्स - क्यूं ..!!!*_

_*लड़का - मैंने जब आपकी मदद की थी, मैं एक गरीब लड़का था, जो अखबार बेचता था..*_
_*आप मेरी मदद तब कर रहे हैं, जब आप इस दुनिया के सबसे अमीर और सामर्थ्य वाले व्यक्ति हैं.. फिर, आप मेरी मदद की बराबरी कैसे करेंगे...!!!*_

_*बिल गेट्स की नजर में, वह व्यक्ति दुनिया के सबसे अमीर व्यक्ति से भी अमीर था,*_ _*क्योंकि-----*_
_*"किसी की मदद करने के लिए, उसने अमीर होने का इंतजार नहीं किया था "....🙏*_
अमीरी पैसे से नहीं दिल से होती है दोस्तों किसी की मदद करने के लिए अमीर दिल का होना भी बहुत जरूरी है ☺

કર્મનો 'સિદ્ધાંત

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

"હે માધવ,
યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ?

એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ?

આ પાપ તમે કેમ થવા દીધું ? "

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં...
અને,
ફક્ત સ્મિત આપ્યું !

પણ,
રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં
અને,
ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં...

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
" હે પ્રિયા,
એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી...

પણ,
એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે -

જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!"

રુક્મિણી : "કયું પાપ નાથ ?"

શ્રીકૃષ્ણ : હે દેવી,
એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે -
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ...

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં...

પણ,
એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! "

રુક્મિણી : એ સાચું સ્વામી...

પણ,
કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

-( કર્મનો 'સિદ્ધાંત' )-

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે ||.

*ખાસ નોંધ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.*
*કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે.અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો હોય

એકલતાનુ જાળુ..

વૃધ્ધાવસ્થાના મિત્રો

અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પુર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો !

જ્યાં કાયમ સવાર-સવારમા લો-ગાર્ડનમા વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલમા ચા પીતા જોવા મળતા જેમા એક 75 વર્ષ વટાવી ચુકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પુછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા ! મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતુ પુછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા ! 

થોડા સમય બાદ મારાથી ન રહી શકાયુ એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ વડીલ તમે રોજ મારી અગાઉ વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે !

દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડુ આમ મોં મચકોડાયુ હોય એ રીતે ખંધુ હસ્યા  ! પછી મને કહે ભાઇ આ ઉમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું ! 

મેં કહ્યુ તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા  !
તો કહે :ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધુ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી ! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો.
એ પછી તો જય ભગવાન.

મેં કહ્યુ તો તો એમની તમને બહુ કમી પડતી હશે. !
વડીલ મને કહે તમે ઉમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર 40 વર્ષ પછી હરેક પળ રહે છે.

મેં પૂછ્યું સાંજના સમયે તો સરખી ઉપરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને ?
મારા આ સવાલ ઉપર તે વડીલ ખુબજ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે કહેલું કે, હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો  ! મેં મારી નોકરી ખુબ જ નિષ્ઠાપુર્વક પુર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખુબજ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભુલ થતી તો હું ખુબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો ! જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન કરતા જે સારી રીતનુ વર્તન મારા હોદ્દાના કારણે એમને રાખવુ જરૂરી હતુ એટલા માટે ઔપચારિક રીતે જ રાખતા ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ !.
મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલુ અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામા બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવુ છુ તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દુર ઉભો પણ ના રહુ ! અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની ભુલ પણ ના કરતા !  આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહી  !
જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે મારો પડ્યો બોલ જીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા  ! મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ  !  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહુ તો કોઈને કોઈ બહાનુ બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાકડો બે જ વધતા !  અરે ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો  ! 😢

એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજુ ખૂટે છે શું? 

વડીલ મને કહે :મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યુ અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવુ એકલતાનુ જાળુ યુવાનીમાં બનાવ્યુ પણ ઘડપણમાં કામ લાગે અને બાકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દુર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો  !

હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતુ! 

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દુર કરે એવા મિત્રો જરૂર બનાવજો  !

     *🌹નમસ્કાર 🌹*