કર્મ નો સિદ્ધાંત


આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..
લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ,
જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,. ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે,હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી સારસ્વત પરિચય

– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”

ઓગણીસના ભાગ પાડવા


એક ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતો હતો .સમય જતા તેનું મૃત્યુ થયું , તેણે  મૃત્યુ પહેલાં એક વસિયતનામું બનાવી રાખેલું , ગામના સારા પ્રતિષ્ઠિત વડીલોને બોલાવવામાં આવ્યાં અને વસિયતનામું વાંચવામાં આવ્યું , વસીયતમાં લખ્યાં પ્રમાણે તેમની પાસે ઓગણીસ ઊંટ હતા , અને લખ્યું કે મારાં મરણ પછી ઓગણીસ ઊંટમાંથી અર્ધા મારાં દીકરાને મળે , તેનો ચોથો ભાગ મારી દીકરીને મળે , અને છેલ્લે પાંચમો ભાગ માર નોકરને મળે .....
વસીયત વાંચીને સૌ મુંજાઈ ગયાં ! ! કે ઓગણીસનાં ભાગ કેમ પાડવા ? ઓગણીસના અરધા કરીશું તો એક ઊંટ કાપવો પડશે , અને એક ઊંટ મરી જશે અને તેનો ચોથો ભાગ સાડાચાર સાડાચાર પછી ? ? ?
આવનારા સૌ મુંજવણમાં પડી ગયાં , કોઈએ સુજાવ આપ્યો કે બાજુના ગામમાં એક બુદ્ધિશાળી વ્યક્તિ રહે છે .આપણે તેમને બોલાવીયે , ગામ લોકોએ બાજુના ગામથી બુદ્ધિશાળી વ્યક્તિને બોલાવ્યો , તે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ઊંટ પર બેસીને આવ્યો , આવીને ગામ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી , તેણે પોતાની બુદ્ધિ દોડાવી અને કહ્યું કે આ ઓગણીસ ઊંટમાં મારો એક ઊંટ જોડી દયો તો વિશ ઊંટ થશે , ગામ લોકોએ વિચાર કર્યો કે આતો મૂર્ખ લાગે છે , એક તો વસીયત કરવા વાળાએ અમને ગાંડા કર્યા એમાં આ બીજો ગાંડા કરવા માટે આવ્યો , અને કહે છે મારો ઊંટ પણ એમાં ઉમેરી દયો કેવો પાગલ છે .ગામ લોકોએ વિચાર કર્યો કે આમાં આપણું શું જાય છે ભલે ને એનો ઊંટ જાય .....
ઓગણીસમાંથી વિશ ઊંટ કર્યા .

૧૯ + ૧ = ૨૦ થયા ,
૨૦ ના અરધા દીકરાને આપ્યા ,
૨૦ નો ચોથો ભાગ ૫ દીકરીને આપ્યાં ,
૨૦ નો પાંચમો ભાગ ૪ નોકરને આપ્યાં .....
અને છેલ્લે એક પોતાનો ઊંટ બચ્યો તે બુદ્ધિશાળી લઈને ચાલતો થયો અને ગામ લોકો આંખો ફાડીને જોતાં રહ્યાં ....

        llદ્રષ્ટાંતનો સારll

પાંચ જ્ઞાનઇન્દ્રિય ,
પાંચ કર્મઇન્દ્રિય ,
પાંચ પ્રાણ ,
ચાર અંતઃકરણ  (મન બુદ્ધિ ચિત્ત અહંકાર )
કુલ ઓગણીસ થાય ....
એમ મનુષ્યનું આખું જીવન ઓગણીસના ભાગ પાડવા માંથી ઊંચું આવતું નથી , અને જીંદગીભર આ ગડમથલમાંથી નવરો પડતો નથી , પણ જ્યાં સુધી સ્વયંનો આત્મા રૂપી ઊંટ આ ઓગણીસની સાથે નહીં જોડે ત્યાં સુધી એટલે કે આધ્યાત્મિક બુદ્ધિ મત્તા ત્યાં સુધી સુખ , શાંતિ , સંતોષ અને આનંદની પ્રાપ્તિ કરી શકશે નહીં .

🌷🌹🌹🙏🙏🙏

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,

.
     ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
    મારા મિત્રોને તો હૃદયની વચોવચ
                     રાખું છું !!

   થોડાક સમજું અને વધારે દીવાના
      છે, મિત્રો મારે થોડાક છે પણ
                 મજાના છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
   પણ એમને ક્યાં ખબર છે કે મારે
           મિત્રોનો ખજાનો છે !!

  નસીબની ખુબ સારી રેખાઓ મારા
    હાથે છે, એટલે જ તમારા જેવા
            મિત્રો મારી પાસે છે !!

     જાગું ત્યારથી જલસા ને સુતા
     ભેગું સુખ, તમારા જેવા મિત્રો
          હોય પછી શેનું દુઃખ !!

                       ⬇

           *મારા  મિત્રોને સમર્પિત*

બેટા ...હું લપસી ગયો છું ...પણ પડ્યો નથી..


ગાડી ને વરસાદી વાતવરણ મા પાર્કિંગ માંથી મેં બહાર કાઢી...

અમારા વર્કશોપ સુપરવાઇઝર
દવે સાહેબ ને...જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો

ધીમા પગે...વરસાદ મા તેમની જાત ને બચવતા તે ચાલતા હતા...

મેં કાર ને બ્રેક મારી.. દવે સાહેબ ને કિધુ..કાકા...ગાડી મા બેસી જાવ...તમે કહેશો ત્યાં ઉતારી દઇશ...

કાર..રસ્તા વચ્ચે દોડતી હતી...

મેં કીધું...કાકા..ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉમ્મર
હવે આરામ કરવા ની નથી..?

કાકા ધીરૂ પણ માર્મિક કાર ની બારી બહાર વરસાદ જોતા..ધીરે થી બોલ્યા....

બેટા જરૂરિયાત વ્યક્તી ને કા તો લાચાર બનાવે છે..
અથવા..આત્મનિર્ભર થતા શીખવાડે છે...
જીવવું છે..તો રડી..રડી...યાચના..અને યાતના ભોગવી ને જીવવું તેના કરતાં સંઘર્ષ કરી લેવો...

મતલબ હું સમજ્યો નહીં...દવે કાકા આપની ઉમ્મર...?

બેટા.... મજબૂરી માણસ ને વગર ઉમ્મરે ઘરડું કરી નાખે છે...
પણ હું ઉમ્મર લાયક હોવા છતાં...યુવાન જેવું કામ કરૂં છું...
કારણ.. કે લાચારી સામે ફકત તમારી લાયકાત જ લડી શકે છે...અથવા તમારૂ મનોબળ
અને જે મારી પાસે છે..
મારે 72 પુરા થયા...દવે સાહેબ મીઠું સ્માઈલ સાથે બોલ્યા...

મારાથી બોલાઈ ગયું સાહેબ...દીકરા પાસે અમેરિકા જતા રહો....આ ઉંમરે શાંતી થી જીવો..

દવે સાહેબ થોડા ગંભીર થઈ બોલ્યા...

કચ્છી ભાષાના સર્વકાલીન ઉત્તમ કવિ તેજપાલનું એક મુક્તક યાદ આવ્યું બેટા....

સંસાર સભર સ્વારથી કેંકે ડિને ડોસ ?
હલેં તેં સુંધે હકલ પેઓ, છડે હરખ ને સોસ...

અર્થ : સંસાર સ્વાર્થથી ભરપૂર છે. તુ કોને દોષ આપીશ ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી હર્ષ અને શોક છોડીને ચલાવ્યે રાખ....

કાકા ની હસ્તી આંખો પાછળ દુઃખ નો દરિયો છલકાતો હતો...

બેટા.. મારે પણ ફેક્ટરી હતી...
ભૂલ માત્ર એટલી કરી...મેં મારા
પુત્ર ને ખોટા સમયે...વહીવટ કરવા સોંપી..હું નિવૃત થઈ ગયો
યુવાની ની ના થનગનાટ મા ખોટા નિર્ણયો લેવાથી...એક દિવસ.. ફેક્ટરી ને મારી જાણ બહાર વેચી રૂપિયા રોકડા કરી..અમેરિકા ભેગો થઈ ગયો....

એકાદ વર્ષ પછી અમેરિકા થી ફોન આવ્યો...પપ્પા ઘર કેમ ચલાવો છો ? દર મહિને જરૂર હોય તો રૂપિયા મોકલું..?

મેં કીધું
બેટા ...હું લપસી ગયો છું ...પણ પડ્યો નથી..
તને એક વર્ષે તારા બાપા ની યાદ આવી... એક વર્ષ તારો બાપ મંદિરે નથી બેસ્યો સમજ્યો...
ફોન મુક..શરમ જેવું હોય તો બીજી વખત ફોન ના કરતો...

તારા કાકી એ મારી સામે દયા ની નજરે જોયું...

મેં..તારી કાકી ને કિધુ..
અરે ગાંડી મુંઝાાય છે શા માટે ?

લૂંટવા વાળા તો ભલે લૂંટી જાય..
એને તો ફક્ત બે હાથ જ છે..
દેવા વાળો મારો મહાદેવ છે...
જેને હજારો હાથ છે...

દવે કાકા...તમને તમારા પુત્ર તરફ કોઈ ફરિયાદ.. ખરી ?

જો બેટા... બધા લેણાદેવી ના ખેલ છે..મારી પાસે.પૂર્વજન્મ નું કંઈક માંગતો હશે...તો...લઇ ગયો..
કેમ લઈ ગયો તેનું દુઃખ નથી... આમે ...તે હક્કદાર અને મારો વારસદાર હતો...પણ લેવા ની રીત , સમય અને વર્તન યોગ્ય ન હતું....

બસ બેટા ગાડી આ મહાદેવ ના મંદિર પાસે ઉભી રાખ...મહાદેવ ને સવાર..અને સાંજે..મળ્યા વગર ઘરે નથી જતો...

હવે...બોલતા સંબધો સાથે નફરત થઈ ગઈ છે...તેના કરતાં વગર બોલે કામ કરતો..મારો મહાદેવ સારો...

દવે..કાકા ને ગાડી બંધ કરી..મેં
હાથ પકડી..મંદિર સુધી લઇ જવા પ્રયતન કર્યો..
પણ દવે કાકા બોલ્યા.. બેટા... હું ઘણા વખત થી કોઈ નો હાથ પકડતો નથી....
કારણ કે ....પકડેલો હાથ કોઈ પણ વ્યક્તી...વગર કારણે જયારે છોડી દે છે..એ સહન નથી થતું....
તેના કરતાં ધીરૂ અને સંભાળી ને પણ આપણા પગે ચાલવું...

એ ફરીથી હસ્તા..હસ્તા બોલ્યા
બેટા.. હું લપસી ગયો છું ..પણ હજુ પડ્યો નથી....
મારો....મહાદેવ છે ને...નહીં પડવા દે...

ચલ બેટા...જય મહાદેવ

પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ.અને પોતાની મક્કમ પણ ધીરી ગતિ થી ચાલતા.. દવે કાકા ને હું જોઈ રહ્યો....

મિત્રો....
દુઃખ એ અંદર ની વાત છે..સમાજ ને તેનાથી મતલબ નથી....સમાજ ને હંમેશા હસ્તો ચેહરો ગમે છે.
ગમે તેટલું દુઃખ પડે...અંદર થી તૂટી જશો તો ચાલશે....પણ બહાર થી તો વાઘ જેવું વ્યક્તીત્વ રાખજો.
સમાજ નીચોવી નાખવા બેઠો છે....

તૂટેલી ભગવાન ની મૂર્તિ ને તો લોકો ઘરમા પણ નથી રાખતા..તો આપણી તો શું હેસિયત છે....

રડવું હોય તો ભગવાન સામે રડી.લેજો..બધા ના ખભા એટલા મજબૂત નથી હોતા...
જેમ સિંહણ નું દૂધ ઝીલવા સુવર્ણ નું પાત્ર જોવે.. તેમ...આપણી આંખ ના આશું ઝીલવા..સજ્જન માણસ નો ખભો જોવે.....
સમાજ અને કુટુંબ મા મંથરા..અને સકુની મામા ઘણા ફરે છે....ત્યા હળવા થવા ની કોશિશ ના કરતા...

મેં ગાડી ચાલુ કરી....થોડો ફ્રેશ થવા
FM રેડિયો ચાલુ કર્યો....
કિશોરકુમાર નું ગીત......વાગતું હતું..

चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये
पतझड जो बाग़ उजाड़े, वो बाग़ बहार खिलाये
जो बाग़ बहार में उजड़े, उसे कौन खिलाये..

આપણી વ્યક્તિ જ જીંદગી ઉજ્જડ કરે તો..
દોષ કોને દેવો....

એક પિતા એ તેના પુત્ર ના નામે દોલત લખતા પેહલા કીધેલા શબ્દો..યાદ આવ્યા..
બેટા....હું તારા ઉપર આંધળો વિશ્વાશ મુકું છું
જવબદારી તારી છે...મને આંધળો સાબિત ન કરવાની..

જીંદગી માં બધી ચાલ..ચાલજો..પણ કોઈ નો વિશ્વાશ
તોડતા નહીં....કારણ કે એ વ્યક્તિ માટે તો તમારા ઉપર મુકેલ વિશ્વાશ જ તેની મરણ મૂડી હોય છે....
અને એ ગુમાવ્યા પછી ...
મોત ની રાહ જોવા સિવાય...તેની પાસે કશુ બચતુ નથી....

પ્રણામ 🙏