અરે સાંભળો છો...કાવ્યા બોલી
મેં ..હસ્તા..હસ્તા..કિધુ..
કેમ શંકા છે ?...હજુ કાન સારા છે..બોલ જે બોલવું હોય તે.....
કાવ્યા નજીક આવી...આજે તમારી પાસબુક ઘણા વખતે બેંક મા ભરાવવા ગઈ હતી...તમારા પેન્શન એકાઉન્ટ થી આપણો રોજિંદા વ્યવહાર ચાલતો હોવાથી..આ સેવિંગ ની પાસબુક ઉપર મારૂ ધ્યાન ન હતું...
પણ છેલ્લા એક વર્ષ થી તમારા ખાતા મા. કોઈ 15000 રૂપિયા જમા કરાવે છે..તપાસ કરો આ એકાઉન્ટ કોનું છે....?
મેં ગંભીરતા થી. .પાસબુક હાથ માં લીધી..ચશ્મા પહેરી ઝીણી આંખ કરી ને પાસબુક ની એક..એક એન્ટ્રી ચેક કરી...વાત તો સાચી..હતી....કાવ્યા ની
મને ખ્યાલ આવી ગયો......આ વ્યક્તી કોણ છે..
મેં કાવ્યા ને કિધુ.. તને તપાસ કરી જણાવીશ.
વહેલી સવારે મારા રૂમ ના બારણાં ખોલી નાખવા ની આદત મારી છે..હું આખ બંધ કરી મારા રૂમ ની અંદર સૂતો હતો..મન થી ભગવાન નો ઉપકાર માનતો હતો...હે પ્રભુ તારો આભાર ..જીંદગીમાં તેં મને માન સન્માન અને સ્વમાન સચવાય તેટલું આપી દીધું.. સાથે સાથે પરિવાર પણ પ્રેમાળ અને સમજુ આપ્યો..ખૂબ..ખૂબ આભાર... પ્રભુ તારો..મારું નિવૃત જીવન તેં સુધારી દીધું....
ત્યાં મારા રૂમ ની અંદર પિન્ટુ આવ્યો...તેણેે ધીરે થી મારૂ પાકીટ ઉઠાવ્યું....હું..ઝીણી આખે જોઈ રહ્યો હતો...જે મને શંકા કાલે ગઈ હતી તે સાચી..પડવા ની તૈયારી હતી....
પિન્ટુ એ મારૂ પાકીટ ખોલ્યું..અને તેમાં રૂપિયા ની નોટો મુકતો દેખાયો...મેં એક હાથે લાઈટ ચાલુ કરી..અને બીજા હાથે પિન્ટુ નો હાથ પકડ્યો....
પિન્ટુ..સ્તબ્ધ થઈ ગયો..પપ્પા આ શુ કરો છો ,?
મારી બાજુ માં સુતેલ કાવ્યા ને બુમ મારી..કાવ્યા જાગ...આ પિન્ટુ આપણો...મારૂ પાકીટ....
પિન્ટુ ના ખભે હાથ મૂકી હું બોલ્યો બેટા મારી શંકા સાચી નીકળી..આ તું શું કરી રહ્યોં છે બેટા?
કાવ્યા..પિન્ટુ સામે જોઈ બોલી બેટા.. શુ છે આ બધું ?
મેં કીધું કાવ્યા....તું પૂછતી હતી ને મારી પાસબુકમાં દર. મહિને રૂપિયા 15000 કોણ જમા કરાવે છે.....એ આ આપણો પિન્ટુ કરાવે છે...
મારા પાકીટ માં દર મહિને રૂપિયા 5000 હાથ ખર્ચી ના પણ આજ મુક્તો હતો...મને એમ કે તું પેન્શન ઉપાડી ને વધતા રૂપિયા મારા પાકીટમાં મૂકે છે...
પિન્ટુ...આંખ મા પાણી સાથે બોલ્યો...મેં કાંઈ ખોટું કર્યું છે. ? પપ્પા...
ના બેટા.... મારી.પાસે..કહેવા માટે કોઈ શબ્દો નથી....એક પુત્ર તરીકે ની ફરજ તું ચુક્યો નથી તેનો આનંદ છે...
માઁ બાપ ની તો ફરજ છે..બાળકોની
જરૂરિયાતો પૂરી કરવાની..પણ જયારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય ત્યારે...માઁ બાપ ની જીંદગી નો .. બાળકો પાછળ કરેલ મેહનત અને ખર્ચ નો થાક લગભગ ઉતરી જાય..છે...
ઘડપણ ની જરૂરિયાત કેટલી? સ્વમાનનો ઓટલો અને રોટલો...મધ્યમ વર્ગ વારસામાં સંસ્કાર સિવાય શું આપી શકે..બેટા
Proud of you my dear son...
પપ્પા...તમારા ઉપકાર અને લાગણીઓ સામે આ રૂપિયા ની .કોઈ કિંમત નથી...પિન્ટુ બોલ્યો
હું કોલેજ માં આવ્યો ત્યારથી નોકરી એ લાગ્યો ત્યા સુધી..મારૂ પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયાઓ મૂકી દેતા હતા...મારે કોઈ દિવસ તમને કહેવું નથી પડ્યું..પપ્પા રૂપિયા વપરાઈ ગયા છે..હાથ ખર્ચી..આપો...
એવું પણ બની શકે . . કદાચ.તમારા ખર્ચ કે મોજશોખ ઉપર કાપ મૂકી તમે મારી જીંદગી ને એવી સુંદર રીતે શણગારી છે..કે આજે હું..ઉચ્ચ હોદ્દા અને પગાર ને લાયક બન્યો છું..
અને જેના સાચા હક્કદાર તમે અને મમ્મી છો...
હજુ પપ્પા આ તો મારી શરૂઆત છે..મારી પ્રગતિ ની સાથે સાથે પાસબુક નો ગ્રાફ પણ ઉંચો જશે
અને પાકીટ પણ તમારે નવું.લેવું પડશે....પિન્ટુ હસી પડ્યો..
મેં ધીરે થી કિધુ બેટા...તેં પણ હવે પરિવાર માંડ્યો છે..
તારી પણ જરૂરિયાતો દિવસે.. દિવસે વધશે...
અમારે જરૂર..નથી..તું આનંદ કર
અમને જરૂર પડશે ત્યારે તને કહીશું... હવે થી રૂપિયા જમા કરાવવા ના બંધ કર...
પપ્પા..25 વર્ષ સુધી તમે મારી.કેરિયર બનાવી...જયારે ઉચ્ચ પગાર મેળવવા નો હક્કદાર થાઉં ત્યારે હું..તમારી સામે જોવાનું ભૂલી જાઉતો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય ?
બચપન મા મારો હક્ક હતો.. તમારી ફરજ હતી
સમય સંજોગો બદલાયા છે..પપ્પા.. આજે મારી ફરજ છે..તમારો હક્ક છે....
માઁ બાપ નું સર્જનએ નિઃસ્વાર્થ ભાવનાઓ થી કંડારેલ એક મૂર્તિ બરાબર છે. કદાચ ભગવાન થી પણ ઉચ્ચ સ્થાન તેમનું એટલા માટે છે..આપણે ભગવાન ને જોયા નથી અનુભવ્યા નથી..પણ માઁ બાપ ના .પ્રેમ નો અનુભવ આપણે મિનિટે મિનિટે કરતા રહીએ છીયે...
પિન્ટુ ના માથે હાથ ફેરવી હું બોલ્યો.. બેટા...ખૂબ ખૂબ પ્રગતિ કર... તારી ભાવના અને લાગણી ની હું કદર કરૂ છું....ભગવાને અમારા બંન્ને ની સ્વમાન સાથે બધી જરૂરિયાતો પૂરી થાય તેટલું આપ્યું છે..
એટલે..આજ પછીમારા પાકીટ ને અડવાનું બંધ અને પાસબુક મા રૂપિયા પણ જમા કરવાનું પણ બંધ...સમજ્યો..
ના પપ્પા...લોકો પોતાની.પ્રગતિ માટે મંદિર..આશ્રમો માં રૂપિયા અને ભેટો મૂકે છે, વાસ્તવ માં ભગવાન ને રૂપિયા ની જરૂર નથી અને મંદિર કે આશ્રમ નું યોગદાન આપણી જીંદગી બનાવવા માં ઝીરો હોય છે..
મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘર માં બેઠા હોય છે..એ ભૂલીને આપણે મંદિર અને આશ્રમો ના પગથિયાં ઘસીયે છીયે...
મારી નજર મા ઘર એ જ મંદિર છે..અને એ મંદિર મા તમે બંન્ને મારા જાગતા ભગવાન સ્વરૂપ છો.... માઁ બાપ ખુશ તો ભગવાન પણ ખુશ..
પિન્ટુ હાથ જોડી ઉભો થયો..અને બોલ્યો...અમારા થી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહાર માં કોઈ વખત પણ ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો..
એટલી ફક્ત વિનંતી કરૂ છું...આટલું બોલી ..પિન્ટુ ફરી તેના રૂમ.તરફ આગળ વધ્યો
મારા રૂમ મા રાખેલ ભગવાન ની મૂર્તિ સામે જોઈ..હું બોલ્યો હે પ્રભુ...તારો.ખૂબ ખૂબ આભાર..
સંતાન સમજુ નીકળે ત્યારે પણ ભગવાન ની કૃપા સમજી લેજો.બધા ના નસીબ મા આવા સંતાનસુખ લખેલ નથી હોતા
*✍🏼પાર્થિવ...*
🌀🌀🧿💜🧿🌀🌀
*💟 સંવેદના ના ઝરણાઓ 💟*