લાફિંગ કોર્નર😄😄

*😄😄લાફિંગ કોર્નર😄😄*
👇🏼
*સાંજે પાંચ વાગ્યે બજારમાં ભીડ જોવા મળી. આ ભીડ વચ્ચે, પતિ-પત્ની એકબીજા સાથે જાહેરમાં ઝગડતાં હતાં અને લગભગ 200 લોકો રસપૂર્વક જોતાં હતાં! કેટલાંક તેનો વીડિયો બનાવવામાં મશગૂલ હતાં...!*

*વાત કંઈક એવી હતી કે, પત્ની પતિને જીદ કરી રહી હતી કે, તમે આજે કાર ખરીદો; હું તમારી બાઇક પર બેસીને બેસીને કંટાળી ગઈ છું…*

*પતિએ કહ્યું: "ગાંડી, આમ, દુનિયા સામે મારો તમાશો ન કર. મને મોટરસાયકલની ચાવી આપી દે..."*

*પત્ની: "ના, તમારી પાસે આટલા પૈસા પણ છે. આજે તમારી પાસે કાર હશે તો હું ઘેરે આવીશ...!"*

*પતિ: " ઓ.કે. હું કાર ખરીદીશ પણ અત્યારે તો મોટરસાયકલની ચાવી આપ.*

*પત્ની: "હું ચાવી આપીશ નહીં!"*

*પતિ: "કંઈ નહીં તો હું તાળું તોડું છું."*

*પત્ની: "ભલે,તોડી નાખો પણ ન તો તમને ચાવી મળશે કે ન તો હું સાથે આવીશ!"*

*પતિ: "એ કંઈ વાંધો નહીં, ન આવતી.." કહી તાળું તોડવા લાગ્યો... લોકોએ પણ તાળું તોડવામાં મદદ કરી! લોકોની મદદથી મોટરસાયકલ ખોલીને...*

*બાઇક પર બેસીને પતિએ કહ્યું: "તું આવે છે કે હું જાઉં...?*

*ત્યાં ઉભેલા સમજદાર લોકોએ પત્નીને સમજાવ્યું કે જાવ, આવી બાબતમાં તમારો ઘરસંસાર ન બગાડો.*

*પછી, પતિએ પ્રોમિસ આપ્યું કે, તે બાઇક વેચીને તાત્કાલિક કાર ખરીદશે. બંને વચ્ચે સમાધાન થતાં ચાલ્યાં ગયાં...*

 *વાત અહીં પુરી થતી નથી...*
 *અડધા કલાક પછી, તે જ જગ્યાએ પાછી ગિરદી થઈ...*
 *લોકો ખીચોખીચ ભરાય છે …*
*એક કાકા ચીસો પાડી રહ્યા હતા કે...*
*"ડુપ્લીકેટ ચાવીથી કોઈ મોટરસાયકલ લઈ જાય તે સમજ્યા પણ, ઘોળા દિવસે જાહેરમાં આટલા બધાં માણસોની હાજરીમાં તાળું તોડીને કોઈ મારું મોટરસાયકલ ચોરી ગયું તોય કોઈ બોલ્યું નહીં...!!!😜*

*બજારમાં સન્નાટો છવાઈ ગયો...😌😜🤣🤣🤣*

કોરોના પોઝિટિવ.. Short story

લઘુકથા:
કોરોના પોઝિટિવ 

સુકેતુ ના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવા ની જગ્યાએ તેના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધ ની ભાવના અનુભવી રહ્યો હતો. આઇસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા.
          
નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજન નું કોઈ સાધન નહિ , પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા કે વાત કરવા માટે કોઈ વ્યક્તિ નહિ , જમવાની થાળી કે ચા પણ દૂરથી કોઈ સરકાવી જતું, પોતાનું બધું કામ જાતે કરવાનું અને એકલવાયું જીવન. તેના હૃદયએ એક હતાશા ભરેલો નિશ્વાસ નાખ્યો અને હોસ્પિટલમાં થી રજા લઈ ઘરે પરત આવ્યો.

પત્ની અને બાળકો તેનું ઉમળકા ભેર સ્વાગત કરવા ઉત્સુક હતા . પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ સમગ્ર હતાશાને ખંખેરી સીધો એ માંની નાની અમથી ઓરડી તરફ ગયો અને માંને ખેંચીને બહાર લઈ આવ્યો. પત્ની અને બાળકોની સામે જ એણે માંને કહ્યું " આજથી તારે અમારી સાથે બેસીને જ જમવાનું , વાતો કરવાની અને ટીવી પણ જોવાનું આમ એકલા રૂમમાં નહી બેસવાનું"

આંખની પાંપણ પર ઉભરાઈને આવેલો અશ્રુ લૂછતાં માં એ કહ્યું 

" અરે વાહ!!આ કોરોના તો પોઝિટિવ આવ્યો."