ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ?
તો તમે કંઇ ખાધુ જ નથી!
દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે.
હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે
જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.
તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...
અમદાવાદ:
લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ ,
જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી,
મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી ,શંભૂની કોફી ,
દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી ,
જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ ,
વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા ,ફરકીના ફાલૂદા ,
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી ,
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ,યુનિવર્સિટીના ઢોસા ,
બાપુનગરના ગોંડલના ગાઠિયા ,દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ ,
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ ,
શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી,
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક ,
મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા ,
જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ ,
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી ,
લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા ,
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી ,
ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા ,મિરઝાપુરમાં ફેમસના કબાબ ,
રાયપુરના શ્રી રામના ખમણ ,એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ ,
બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , ન
રોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા ,
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ ,
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું ,
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા ,
જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા ,
રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા ,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા ,
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ ,
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ ,
અંકુરના આણંદ દાલવડા ,ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા ,
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે.
રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા ,
જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા ,સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા ,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો ,જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા ,રાજુના ભાજી પાંવ ,
મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત ,
રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી ,મીલપરાનું અમદાવાદી ખમણ ,
પટેલના ભાજી પાંવ ,સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ ,બજરંગની સોડા ,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા ,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા ,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.
વડોદરા :
દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી ,
શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી ,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો ,
ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા ,વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા ,
નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા.