રજાચીઠ્ઠી

*‘રજાચીઠ્ઠી’*

ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...!’ મમ્મી તો ગોવા  જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા  હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી.

‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો.

‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું.

‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી.

‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે વશિષ્ઠને મજબુર કરી દીધો હતો….
જો કે તે સ્ત્રીહ્ઠ પુરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિક્તા દાવ પર લગાવી દીધી હતી. પોતાની કંપનીમા એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું  પેકેજ લાંચ પેટે લઇ લીધુ હતુ..

વશિષ્ઠની અંદરનો વસવસો દુર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિક્લ એપ્રોચ સમજાવ્યો હ્તો.

વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.

મમ્મીએ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી  લીધું.. અને બસ હવે તો ગોવામા જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ જતી...
રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પુરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો.
તેના ચહેરા પર નૂર ઓછુ હતુ... તે ચુપ હતો... પત્નીએ આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ-ગરમ રસોઇ બનાવી આપી.
ચોથા કોળીએ તો વશિષ્ઠે તો કહી દીધું,.. ‘મારી રજા મંજુર થઇ નથી... બધા વેકેશનમા રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે ? શેઠે હમણા રજા નહી મળે તેમ સ્પષ્ટ કહ્યું છે…..!!’ આ વાક્ય પુરુ થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એકક્ષણમાં જ ઓગળી ગયા.

‘તો... પછી એમ કરો.... બિમારીની રજા લઇ લો...!!’

‘પણ.. માંદુ કોણ છે ? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ... જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કમ્પનીએ ગિફ્ટ વાઉચરમા આપ્યું છે.. તો... મારી વર્ષોની પ્રામાણિક્તા અને વિશ્વાસ પર પાણી ફરી વળે...!!’ વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો.

‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે  મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.

‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનુ પુરુ કર્યુ અને આયુધ- રિધ્ધિ પાસે સુઇ ગયા.

રિધ્ધિ તે બન્નેની વાતચીત સાંભળી ચુકી હતી.
વશિષ્ઠની આંખોમાથી  ઉંઘે રજા લઇ લીધી હોય તેમ તે રુમની છતને તાકીને જોઇ રહ્યો હતો.
રિધ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચુકી હોય તેમ પોતાની નાની હ્થેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી.

‘કેમ બેટા, ઉંઘ નથી આવતી....??’ વશિષ્ઠે રિધ્ધિ બાજુ પડખુ ફેરવ્યું.

‘પપ્પા... તમને પણ ક્યાં ઉંઘ આવે છે..? પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું.’ દિકરીની નાની હથેળીમાં વ્હાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઇ આવી..

‘ના... બેટા.. આ તો રજા પાસ નથી થઇ... એટલે શું કરું તે વિચારતો હતો... પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઇશ.. તુ  સૂઇ જા અને વેકેશન ટુરની તૈયારી કર...’ વશિષ્ઠે રિધ્ધિના કપાળે દીર્ધ ચુંબન કર્યુ અને જાણે પોતાના બધો’ય ભાર હળવો થઇ ગયો હોય તેમ લાગ્યું.

બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિધ્ધિની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.
શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.

‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ વશિષ્ઠે આખરે સાહ્સ કરીને ખોટુ બોલી દીધું.

‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને વશિષ્ઠ...???’’ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું.

અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’

‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.
તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ રિધ્ધીની સારવારનો ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.
તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...રિધ્ધિ માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’

‘ઉભો રહે વશિષ્ઠ.... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.

'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા.

વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણિચુ તો નથી પકડાવી દીધુ’ને...??

‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.

વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી.. અને સાથે બીજુ કવર હતુ...!

‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું....
*‘રજા ચિઠઠી....*
*સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજુર કરી નથી.અમારે ખરેખર ફરવા જવું છે. મારા પપ્પા ક્યારેય ખોટુ બોલતા નથી. પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટુ બોલીને તમારી પાસે રજા માંગશે. મારી સ્કુલની રજા માટે મારા પપ્પા જો રજાચીઠ્ઠી લખતા હોય તો તેમની રજાચીઠઠી હું કેમ ન લખી શકું ? વળી.. પપ્પાને પૈસાની પણ તક્લીફો છે.. જે મને ક્યારેય નહી જણાવે કેમ કે હું તેમની દિકરી છું... દિકરો નહી.....!! હું માંદી નથી. છતા પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દિકરી ભલામણ કરુ છું.*

*મારા પપ્પાની વ્હાલી દિકરી*
*રિધ્ધિ.’*

વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.

શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘વશિષ્ઠ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી ટુરનું યુરોપનું પેકેજ છે. તમારા પાસપોર્ટ, વીઝા થઇ જશે... ખરીદીના વાઉચરો છે...તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને ગોવા જવાની જરુર નથી....!!’શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.

વશિષ્ઠ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી ડાહી રિધ્ધિને કહી દે જે કે મેં તેને લખેલી રજાચીઠ્ઠી મંજુર કરી દીધી છે.’

*સ્ટેટસ*
*સત્ય આંખોમા છુપાઇ ગયુ ને જીભ પ્રેક્ટિકલ બની ગઇ.*
*સંબંધો રોજ ભલે શૂળીએ ચઢે,*
*આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન બની ગઇ..*

પાણિયારું...

પાણિયારું...

હરિવદન ભાઈ એક છેલ્લી વાર પોતાના દાદા અમૃતરાયના સમયના ઘરને જોઈ રહ્યા. પંચોતેર વર્ષે હવે આ ઘરને છોડીને દીકરા સાથે મુંબઈ રહેવા જાવું પડે એમ જ હતું. "બેટા ,આ પાણિયારે તારા દાદાના વખતથી રોજ સાંજે દીવો થતો આવ્યો છે."

"બાપુજી ,તમારી વાત સાચી પણ ,હવે આ ઘર આપણે  ચોકસી ભાઈને વેંચી દીધું છે,એ લોકો આખું ઘર  રિનોવેટ કરાવવાના છે ,હવે આ પાણિયારાંની માયા રાખવી ખોટી  .." દીકરાએ બને એટલા સંયત સ્વરે હરિવદન ભાઈને સમજાવ્યા.

મુંબઈના વસવાટ પછી આજે સાત વર્ષે ,  હરિવદન ભાઈ, કુટુંબના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પોતાને ગામ આવ્યા હતા.

"આવી ગયા દાદા  ..."સ્ટેશને ઉતરતાં જ જાણીતો રિક્ષાવાળો કિશન , હરિવદન ભાઈના હાથમાંથી બેગ લઇ લેતાં બોલ્યો.

"દાદા , ચોકસી ભાઈ તો , તમારું ઘર ખરીદ્યા પછી ત્રીજા વર્ષે જ અમેરિકા જતા રહ્યા.ઘર તો રમીઝને વેંચી દીધું .રમીઝની આપણા  ગામમાં ત્રણ બેકરી છે. સારો એવો પૈસો કમાણો ત્યારે જ તો તમારું મહેલ જેવું ઘર ખરીદી શક્યોને ?,  ચોકસી કાકાએ કર્યા હતા એનાથી તો કેટલાય વધારે સુધારા વધારા કરાવી નાખ્યા." કિશન સતત બોલ્યે જતો હતો. "મરજાદીનું ઘર આખરે એક મુસલમાનને ગયું."

અચાનક હરિવદન ભાઈને થયુંકે લગ્નમાં હાજરી આપવાનો અને આ ગામમાં વધુ રોકાવાનો હવે અર્થ નો'તો. પણ હવે બહુ મોડું થઇ ગયું હતું.

બીજા દિવસે પગ છૂટો કરવાને બહાને સાંજે , હરિવદન  ભાઈ ઉતારાની બહાર નીકળ્યા.લાકડીના ટેકે ટેકે , પગ ક્યારે એમને એમના જુના ઘર સુધી લઇ ગયા હતા એનો એમને ખ્યાલ પણ ના રહ્યો. રંગરોગાન થઇ ગયેલા. મકાનની ઉપર, "અમૃત નિવાસ "ની તક્તીની જગ્યાએ "રમીઝ  વિલા " ની તક્તી  હતી .વાડા પાસેનો  ઓટલો ગાયબ હતો , અને ઓટલાની જગ્યાએ રમીઝની કાર પાર્ક કરેલી હતી .એક ઉનો નિસાસો નંખાઈ ગયો એમનાથી.

વાડાના ખુલ્લા બારણામાંથી ડોકિયું કરવાની ઈચ્છા એ રોકી શક્યા નહિ . "અબ્બા કોનું કામ છે ?" પાછળથી આવેલો રમીઝનો ઘેરો  સ્વર સાંભળીને થડકી જઈને એ લગભગ સંતુલન ગુમાવી ચુક્યા હતા. પણ રમીઝે  એમને સમયસર ટેકો આપી દીધો હતો.

"બેટા , આ ઘરમાં હું પંચોતેર  વર્ષ રહ્યો હતો. થોડુંક ઓઝપાઇને એ બોલ્યા હતા. રમીઝ  આગ્રહ કરીને એમના ઘરની અંદર દોરી ગયો હતો . ઘરમાં બધું જ બદલાઈ ગયું હતું , પણ હરિવદન ભાઈના આશ્ચર્ય વચ્ચે , ખૂણામાંનું પાણિયારું યથાવત હતું , અને એની પર ઘી નો દીવો પ્રજ્વલિત હતો.

"મેં ચોકસી ભાઈ પાસેથી ઘર લીધું , ત્યારે એમણે મને કહેલુંકે એમની પહેલાના માલિક , પાણિયારે દીવો કરતા , એમનો પાણિયારું તોડાવતાં જીવ ચાલ્યો નહિ ,અને મારું દિલ પણ નહિ માન્યું." રમીઝ  કહી રહ્યો હતો.

"દાદા , ચા પીશો ?", બાજુમાં ભટ્ટ ભાઈ રહે છે એને ત્યાંથી મંગાવી દઉં. રમીઝની બીવી થોડા ખચકાટ સાથે બોલી હતી.

"ના , બેટા ,આજે તો ગળા સુધી છલોછલ ભરાઈ ગયો છું , પાણી જ ચાલશે અને એ પણ તારા ઘરનું." રમીઝ અને એની બીવીના માથે પોતાનો ધ્રૂજતો હાથ પ્રેમથી  મૂકતા હરિવદન ભાઈએ કહ્યું હતું .

ઉતારે મુકવા આવેલા રમીઝના નાના દીકરાના હાથમાં સો રૂપિયા મૂકતા , હરિવદન ભાઈએ કહ્યું હતું. "બેટા , તારા અબ્બા અને અમ્મી જેવો જ થાજે."                                            ઈશ્વર અલ્લાહ તેરે નામ સબ કો સન્મતિ દે ભગવાન

आत्मा'' की आवाज

एक राजा ने बहुत ही सुंदर ''महल'' बनावाया और -----
महल के मुख्य द्वार पर एक ''गणित का सूत्र'' लिखवाया और एक घोषणा की कि इस सूत्र से
यह 'द्वार खुल जाएगा और जो भी इस ''सूत्र'' को ''हल'' कर के ''द्वार'' खोलेगा में उसे अपना
उत्तराधीकारी घोषित कर दूंगा ! -----
राज्य के बड़े बड़े गणितज्ञ आये और 'सूत्र देखकर लोट गए, किसी को कुछ समझ नहीं आया !
आख़री दिन आ चुका था उस दिन 3 लोग आये और कहने लगे हम इस सूत्र को हल कर देंगे
उसमे 2 तो दूसरे राज्य के बड़े गणितज्ञ अपने साथ बहुत से पुराने गणित के सूत्रो की पुस्तकों
सहित आये ! लेकिन एक व्यक्ति जो ''साधक'' की तरह नजर आ रहा था सीधा साधा कुछ भी
साथ नहीं लाया था ! उसने कहा मै यहां बैठा हूँ पहले इन्हें मौक़ा दिया जाए !
दोनों गहराई से सूत्र हल करने में लग गए लेकिन द्वार नहीं खोल पाये और अपनी हार मान ली
अंत में उस साधक को बुलाया गया और कहा कि आप सूत्र हल करिये समय शुरू हो चुका है
साधक ने आँख खोली और सहज मुस्कान के साथ 'द्वार' की ओर गया ! साधक ने धीरे से द्वार
को धकेला और यह क्या ? द्वार खुल गया -----
राजा ने साधक से पूछा -- आप ने ऐसा क्या किया ? साधक ने बताया जब में 'ध्यान' में बैठा तो
सबसे पहले अंतर्मन से आवाज आई, कि पहले ये जाँच तो कर ले कि सूत्र है भी या नहीं -----
इसके बाद इसे हल ''करने की सोचना'' और मैंने वही किया ! .....
# कई बार जिंदगी में कोई ''समस्या'' होती ही नहीं और हम ''विचारो'' में उसे बड़ा बना लेते है
मित्रों, हर समस्या का उचित इलाज आपकी ''आत्मा'' की आवाज है ! .....👁👁

અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિ

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....

વાક્યોને આગળ પાછળ બંને તરફથી વાચો.

👌👌

આ વાક્યોને આગળ પાછળ બંને તરફથી વાચો. 👇👇

▪ મોજથી જમો દાદા મોજથી જમો
▪ દિશાની દીદી ની શાદી
▪ સીમા રીમા મારી માસી
▪ જા રેબાવા બારે જા
▪ ચાર મણ મરચાં.
▪ જીવા બાપા બાવાજી
▪ ખા ટામેટા ખા.
▪ જો બુઘા ઘાબુ જો
▪ જો ચુનીયા નીચુ જો
▪ નવજીવન
▪ મલયાલમ
▪ નવીન
▪ મામા
▪ મા

😀😀

जहाँ प्रेम है ,वहाँ लक्ष्मी का वास है।

एक सुनार  से लक्ष्मी  जी  रूठ गई ।

जाते वक्त  बोली मैं जा रही  हूँ

और मेरी जगह  टोटा (नुकसान ) आ रहा है ।

तैयार  हो जाओ।

लेकिन  मै तुम्हे अंतिम भेट जरूर देना चाहती हूँ।मांगो जो भी इच्छा  हो।

सुनार बहुत समझदार  था ।उसने 🙏 विनती  की टोटा आए तो आने  दो ।

लेकिन  उससे कहना की मेरे परिवार  में आपसी  प्रेम  बना रहे ।बस मेरी यही इच्छा  है।

लक्ष्मी  जी  ने  तथास्तु  कहा।

कुछ दिन के बाद :-

सुनार की सबसे छोटी  बहू  खिचड़ी बना रही थी ।

उसने नमक आदि  डाला  और अन्य  काम  करने लगी ।

तब दूसरे  लड़के की  बहू आई और उसने भी बिना चखे नमक डाला और चली गई ।

इसी प्रकार  तीसरी , चौथी  बहुएं  आई और नमक डालकर  चली गई ।

उनकी सास ने भी ऐसा किया ।

शाम  को सबसे पहले सुनार  आया ।

पहला निवाला  मुह में लिया ।देखा बहुत ज्यादा  नमक  है।

लेकिन  वह समझ गया  टोटा(हानि)  आ चुका है।

चुपचाप खिचड़ी खाई और चला गया ।

इसके बाद  बङे बेटे का नम्बर आया ।

पहला निवाला  मुह में लिया ।पूछा पिता जी  ने खाना खा लिया ।क्या कहा उन्होंने ?

सभी ने उत्तर दिया-" हाँ खा लिया  ,कुछ नही बोले।"

अब लड़के ने सोचा जब पिता जी ही कुछ  नही  बोले तो मै भी चुपचाप खा लेता हूँ।

इस प्रकार घर के अन्य  सदस्य  एक -एक आए ।

पहले वालो के बारे में पूछते और चुपचाप खाना खा कर चले गए ।

रात  को टोटा (हानि) हाथ जोड़कर

सुनार से कहने लगा  -,"मै जा रहा हूँ।"

सुनार ने पूछा- क्यों ?

तब टोटा (हानि ) कहता है, " आप लोग एक किलो तो नमक खा गए  ।

लेकिन  बिलकुल  भी  झगड़ा  नही हुआ । मेरा यहाँ कोई काम नहीं।"

*निचोङ*

⭐झगड़ा कमजोरी ,  टोटा ,नुकसान  की पहचान है।

👏जहाँ प्रेम है ,वहाँ लक्ष्मी  का वास है।

🔃सदा प्यार -प्रेम  बांटते रहे।छोटे -बङे  की कदर करे ।

जो बङे हैं ,वो बङे ही रहेंगे ।

चाहे आपकी कमाई उसकी कमाई   से बङी हो।   🙏🙏🙏🙏

" માણસ" કેવું જીવી ગયો .

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો .

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો .(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)

આ "હું" એ "તમે" તો નથી ને?

સવારે "હું"...
***
શાકભાજી લેવા જતો અને પૂછતો કે બટાકા કેટલા રૂપિયાના? જવાબ મળતો 20 રૂપિયે કિલો અને ભાવમાં બરોબર ઉતારીને 15 રૂપિયા સુધી આપીને આવતો

બપોરે...
***
ડોમિનોઝ કે મેક-ડી માં પીઝા-બર્ગર ખાતો રૂ. 285 બિલ થાય પણ રૂ. 300 આપીને આવતો અને વટ મારતો કે "કીપ ધ ચેન્જ"

સાંજે...
***
ફેસબુક પર સ્ટેટસ મુકતો કે "ખેડૂતો આત્મહત્યા કરે છે અને સરકારને ફરક પણ નથી પડતો"

આ "હું" એ "તમે" તો નથી ને?

બંને મહત્ત્વની જિંદગી

એક પતિ-પત્નીની વાત છે.....

પતિ રોજ રાતે થાકી હારીને ઘરે આવે.
ઘરમાં આવે ત્યારે એકદમ ફ્રેશ થઈ જાય.
પત્નીને હગ કરીને મળે. બાળકોને વહાલ કરે.

પત્નીને બહારથી ખબર પડી કે પતિને ઓફિસમાં હમણાં ટેન્શન ચાલે છે. બોસ રોજ તાડૂકે છે. ક્લીગ્સ રમત રમ્યા કરે છે.
એક દિવસ પત્નીએ કહ્યું કે, તું ઓકે છેને? પતિએ કહ્યું, હા, બિલકુલ ઓકે છું.
પત્નીએ કહ્યું, તને ઓફિસમાં પ્રેશર ચાલે છે. પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું,હા થોડુંક ચાલે છે.

ચાલે, એ તો પાર્ટ ઓફ જોબ છે. તો પણ તું ઘરમાં આટલો રિલેક્સ કેમ રહી શકે છે? પતિએ કહ્યું, ઓફિસમાં જે પ્રેશર,ખટપટ, કાવાદાવા અને તનાવ ચાલે છે એ પાર્ટ ઓફ જોબ છે
અને અહીં ઘરમાં જે છેને એ પાર્ટ ઓફ લાઇફ છે!
ઘરની ડોરબેલ વગાડું છું ને એ સાથે હું ઓફિસનો દરવાજો ધડામ દઈને બંધ કરી દઉં છું
અને તું ઘરનો દરવાજો ઉઘાડે એમાં પ્રવેશી જાઉં છું.
આ ઘર અને તારો પ્રેમ તો મને બીજા દિવસે ટટ્ટાર ચાલવાની હિંમત આપે છે.
એને હું શા માટે નબળું પડવા દઉં?

દરેક વ્યક્તિ બે જિંદગી જીવતી હોય છે. એક અંદરની અને બીજી બહારની.
બંને મહત્ત્વની જિંદગી છે,પણ જો બેલેન્સ જાળવતા ન આવડે તો બંને અસ્તવ્યસ્ત અને ધ્વસ્ત થઈ જાય છે.

બ્રેકઅપ કે ડિવોર્સનું કારણ માત્ર પ્રેમનો અભાવ નથી હોતો,
મોટાભાગે તો સમજદારીનો અભાવ હોય છે!
ક્યારે કોને કેટલો સમય આપવો એની સમજ ન પડે તો સમય ખરાબ થઈ જાય છે.

સમય ઓછો હોય તો ચાલે,
પણ એ સમય સ્વચ્છ, સ્વસ્થ અને સંવેદનાથી  છલોછલ હોવો જોઈએ.