શીરો..

વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી'તી.

પણ, જેને લીધે શીરો મીઠો લગતો'તો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં.....

કેટલાંક માણસો કોઇકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે...🌹🌹

Always love your parents

✏धयान से पढ़ना आँखों में पानी आ जाएगा.

बड़े गुस्से से मैं घर से चला आया ..

इतना गुस्सा था की गलती से पापा के ही जूते पहन के निकल गया
मैं आज बस घर छोड़ दूंगा, और तभी लौटूंगा जब बहुत बड़ा आदमी बन जाऊंगा ...

जब मोटर साइकिल नहीं दिलवा सकते थे, तो क्यूँ इंजीनियर बनाने के सपने देखतें है .....
आज मैं पापा का पर्स भी उठा लाया था .... जिसे किसी को हाथ तक न लगाने देते थे ...

मुझे पता है इस पर्स मैं जरुर पैसो के हिसाब की डायरी होगी ....
पता तो चले कितना माल छुपाया है .....
माँ से भी ...

इसीलिए हाथ नहीं लगाने देते किसी को..

जैसे ही मैं कच्चे रास्ते से सड़क पर आया, मुझे लगा जूतों में कुछ चुभ रहा है ....
मैंने जूता निकाल कर देखा .....
मेरी एडी से थोडा सा खून रिस आया था ...
जूते की कोई कील निकली हुयी थी, दर्द तो हुआ पर गुस्सा बहुत था ..

और मुझे जाना ही था घर छोड़कर ...

जैसे ही कुछ दूर चला ....
मुझे पांवो में गिला गिला लगा, सड़क पर पानी बिखरा पड़ा था ....
पाँव उठा के देखा तो जूते का तला टुटा था .....

जैसे तेसे लंगडाकर बस स्टॉप पहुंचा, पता चला एक घंटे तक कोई बस नहीं थी .....

मैंने सोचा क्यों न पर्स की तलाशी ली जाये ....

मैंने पर्स खोला, एक पर्ची दिखाई दी, लिखा था..
लैपटॉप के लिए 40 हजार उधार लिए
पर लैपटॉप तो घर मैं मेरे पास है ?

दूसरा एक मुड़ा हुआ पन्ना देखा, उसमे उनके ऑफिस की किसी हॉबी डे का लिखा था
उन्होंने हॉबी लिखी अच्छे जूते पहनना ......
ओह....अच्छे जुते पहनना ???
पर उनके जुते तो ...........!!!!

माँ पिछले चार महीने से हर पहली को कहती है नए जुते ले लो ...
और वे हर बार कहते "अभी तो 6 महीने जूते और चलेंगे .."
मैं अब समझा कितने चलेंगे

......तीसरी पर्ची ..........
पुराना स्कूटर दीजिये एक्सचेंज में नयी मोटर साइकिल ले जाइये ...
पढ़ते ही दिमाग घूम गया.....
पापा का स्कूटर .............
ओह्ह्ह्ह

मैं घर की और भागा........
अब पांवो में वो कील नही चुभ रही थी ....

मैं घर पहुंचा .....
न पापा थे न स्कूटर ..............
ओह्ह्ह नही
मैं समझ गया कहाँ गए ....

मैं दौड़ा .....
और
एजेंसी पर पहुंचा......
पापा वहीँ थे ...............

मैंने उनको गले से लगा लिया, और आंसुओ से उनका कन्धा भिगो दिया ..

.....नहीं...पापा नहीं........ मुझे नहीं चाहिए मोटर साइकिल...

बस आप नए जुते ले लो और मुझे अब बड़ा आदमी बनना है..

वो भी आपके तरीके से ...।।

"माँ" एक ऐसी बैंक है जहाँ आप हर भावना और दुख जमा कर सकते है...

और

"पापा" एक ऐसा क्रेडिट कार्ड है जिनके पास बैलेंस न होते हुए भी हमारे सपने पूरे करने की कोशिश करते है.......Always Love Your Parents💕

દીકરી ની મુઝવણ.....

દીકરી ની મુઝવણ.....
- મહેશ પટેલ, કડી.

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે સ્નેહા હતી. કરસનભાઈ પ્રાંતિજ માં પ્રથમિક શાળા માં શિક્ષક હતા અને લીલાબેન પણ ધાર્મિક ભાવના વાળા હતા એટલે સ્નેહા ના ઘડતર અને સંસ્કારો માં કોઈ કમી નહોતી.

કરસનભાઈ એ એક વાર સ્નેહા ને પૂછી પણ જોયેલું કે, બેટા તારા ધ્યાન માં કોઈ છોકરો હોય તો મને બતાવ, હું તને લગ્ન કરતા નહિ રોકું, પણ સ્નેહા નો એકજ જવાબ રહેતો, ના પપ્પા એવું કઈ નથી. તો કરસનભાઈ એમ કહેતા તો કેમ બધીય વાર સામેના પક્ષે થી ના નો જવાબ આવે છે? અને સ્નેહા એકજ જવાબ આપતી પપ્પા એમાં આપણે શું ખબર પડે પપ્પા, એમના મન માં શું છે? કરસનભાઈ એ બચત પણ સારી એવી કરેલી જેથી એમને સમાજ માં શોભે એવા લગ્ન કરવામાં કોઈ તકલીફ પડે એમ નહોતી.

થોડા દિવસ પછી કરસનભાઈ ના દુરના મામા ના દીકરાએ એક સંબધ માટે સમાચાર મોકલ્યા, અને કહ્યું કે છોકરો સંસ્કારી અને દેખાવડો છે, અને પોતાનો વ્યવસાય પણ છે,પરંતુ તેના પિતા હયાત નથી. જો તમને અનુકુળ હોય તો આગળ વાત કરું. સ્નેહા એ સંમતી આપી એટલે મુલાકાત ની ગોઠવણ થઇ.

નિર્ધારિત દિવસે અપૂર્વ એની બહેન કેતકી,  અને મમ્મી વાસંતીબેન સ્નેહા ને જોવા માટે આવ્યા. કરશનભાઈ એ મીઠો આવકાર આપ્યો અને સ્નેહા એ બધાય ની સરસ સરભરા કરી. અપૂર્વ એ અભ્યાસ માં M.Com કરેલું અને અભ્યાસ પૂરો કાર્ય પછી પિતા ના રેડીમેડ ગારમેન્ટ ના વ્યવસાય માં જોડાઈ ગયેલો. એમને અમદાવાદ માં રેડીમેડ ગારમેન્ટ ની મોટી દુકાન, અને વર્ષો થી સેટ થઇ ગયેલી એટલે અપૂર્વ ને કઈ વધુ મહેનત કરવાની નહોતી. પરંતુ અપૂર્વ ના વ્યવસાય માં જોડાયા ના એક વર્ષ પછી પુષ્કરભાઇ નું હૃદયરોગ ના હુમલા માં અવસાન થયેલું એટલે એના શિરે પરિવાર ની જવાબદારી આવી ગયેલી.

પુષ્કરભાઇ અને વાસંતીબેન ને સંતાનો માં એક દીકરો અપૂર્વ અને દીકરી કેતકી હતી. કેતકી અપૂર્વ કરતા મોટી અને એના લગ્ન થઇ ગયેલા. કેતકી પણ સુંદર અને સંકરી અને બધાય સાથે ભળી જાય એવી હતી. એ દિવસે અપૂર્વ અને સ્નેહા એ વાત કરી એના કરતા કેતકી એ સ્નેહા સાથે વધુ વાત કરી અને બંને એવા હળીમળી ગયા કે જાણે બંને બહેનો ના હોય? પણ અપૂર્વ સ્નેહા સાથે એકાંત માં વાત કરી ને આવ્યા પછી થોડો મુઝાયેલો રહેતો હોય એવું વાસંતીબેન ને એના ચહેરા ઉપર થી લાગ્યું. કેતકી તો હસતા હસતા એવું પણ બોલી ગઈ કે સ્નેહા અને અપૂર્વ ની જોડી જામે એવી છે.

કરસનભાઈ ને પણ પહેલી નજરે અપૂર્વ ગમી ગયેલો અને મન માં ભગવાન ને એવી પ્રાથના કરેલી કે આ સંબંધ માં સામેથી હા આવે તો સારું. વાસંતીબેને કરસનભાઈ ને એટલું કહ્યું કે અમે અપૂર્વ ની સાથે ચર્ચા કરી ને જવાબ આપીશું.

બે દિવસ વીતી જવા છતાં અપૂર્વ એ કોઈ જવાબ ના આપ્યો એટલે એક સાંજે વાસંતીબેન બોલ્યા: શું કારણ છે કે તું થોડો મને મુઝાયેલો દેખાય છે? કેમ સ્નેહા નથી ગમતી તને? સાથે કેતકી એ પણ કીધું આવી છોકરી અપૂર્વ તને નહિ મળે. તું હા કહી દે. સ્નેહા ના ઘરવાળા તરફ થી તો આપણે જોઇને સાંજે આવ્યા ત્યારેજ હા આવી ગઈ છે. હવે આપણે જવાબ આપવાનો છે.

આખરે અપૂર્વ એ કીધું મમ્મી એવું નથી સ્નેહા મને પણ ગમે છે પણ એની એક શરત છે એટલે હું થોડો મુઝવ છુ, વાસંતીબેન બોલ્યા શું શરત છે? એ તો કહે આપણ ને ઠીક નહિ લાગે તો આપણે ના કહી દઈશું. અપૂર્વ બોલ્યો કે સ્નેહા નું એવું કહેવું છે કે એની મમ્મી લીલાબેન હયાત નથી એટલે લગ્ન પછી એના પપ્પા એકલા પડી જાય... એટલે સ્નેહા એ એક માંગણી કરી છે કે જ્યાં સુધી પપ્પા જીવે ત્યાં સુધી હું મહિના માં એક થી બે વાર મારા પપ્પા ને મળવા જઈશ અને વર્ષ માં મારા પપ્પા ને એક વાર મારા ઘરે એક બે અઠવાડિયા રહેવા લાવીસ બસ આ શરત મંજુર હોય તોજ હું લગ્ન કરવા માગું છુ નહીતર મારે લગ્ન કરવા નથી. અને સાથે એમ પણ કહ્યું કે આ વાત તમારે મારા પપ્પા ને કરવાની નથી.

આટલી વાત સાંભળી ને કેતકી બોલીપડી કે એમાં શું વાંધો છે? એ તો આપણે સ્નેહા ની જગ્યાએ હોઈએ અને વિચારીએ તો ખબર પડે. પણ વાસંતીબેન કશુય બોલ્યા નહિ અને ચુપચાપ બેસી રહ્યા. કેતકી ને એમ કે મમ્મી હમણા કઈક બોલશે પણ વાસંતીબેન કાંઈજ ના બોલ્યા એટલે કેતકી થી ના રહેવાયું. મમ્મી કેમ તું કશુજ બોલાતી નથી કઈક તો કહે.

થોડી વાર પછી વાસંતીબેન બોલ્યા કે સ્નેહાએ જો શરત મૂકી છે તો આપણે પણ શરત મુકીએ જો એમને મંજુર હશે તો આપણે હા પડીશું નહીતર આપણા તરફ થી પણ ના કહી દઈશું. બે દિવસ પછી વાસંતીબેને કરશનભાઈ ને ફોન કરીને જણાવ્યું કે તમે સ્નેહા ને લઈને અમારા ઘરે આવો પછી આગળ વાત.

આબાજુ કેતકી અને અપૂર્વ વિચાર માં પડી ગયા કે મમ્મી ને વળી કેવી શરત મુકવી છે? અને ત્યાં કરશનભાઈ અને સ્નેહા વિચારવા લાગ્યા કે વાસંતીબેને એમ કેમ કહ્યું કે એક વાર તમે અહી આવો પછી આગળ વાત...

બે દિવસ પછી સ્નેહા કરશનભાઈ ની સાથે અપૂર્વ ના બંગલે આવી. વાસંતીબેન ઉમળકા ભેર આવકાર આપ્યો અને  કેતકીએ બધાય ની ખુબજ સરસ સરભરા કરી. થોડી આડીઅવળી વાતો પછી વાસંતીબેન બોલ્યા: જુઓ કરશનભાઈ અમને સ્નેહા પસંદ તો છે.. પણ.. જો તમને મારી એક શરત મંજુર હોય તો અમારા તરફથી હા સમજવાની નહીતર ના ...

અપૂર્વ અને સ્નેહા ના લગ્ન પછી તમારે ત્યાં પ્રાંતિજ માં એકલા રહેવાનું નથી પરંતુ તમારે અમારી સાથે અહી આ બંગલા માં રહેવાનું છે. બંગલો ખુબ મોટો છે એટલે તમને અગવડ નહિ પડે અને હા મારી પાસે બીજો એક વિકલ્પ પણ છે. કદાચ તમને દીકરીને ત્યાં રહેવામાં સંકોચ થતો હોય તો અમારો એક બીજો બંગલો અહીંથી ૧૦ મિનીટ ના અંતરે છે એટલે તમે ત્યાં પણ રહી શકો છો. એ બંગલો એમ પણ બંધ હાલત માં છે કોઈને ભાડે પણ નથી આપતા. હું આ બાબત માં તમારા તરફ થી ના તો સાંભળવા માગતી જ નથી અને સ્નેહા અને અપૂર્વ ને દુખી કરવા પણ બિલકુલ માગતી નથી.

અને વાસંતીબેન સ્નેહા સામે જોઇને બોલ્યા : બેટા આટલી નાની વાત માં તું મુઝતી હતી. જેટલો તારો હક તારા પપ્પા પર છે એટલો અપૂર્વ નો પણ છે. કરસનભાઈ તો વિચાર માં પડી ગયા કે આ બધુય શું ચાલી રહ્યું છે? વાસંતીબેને કરસનભાઈ ની વિચાર મગ્ન અવસ્થા તોડતા સઘળી વાત કહી અને બોલ્યા કે મારે આવી દીકરી જોઈએ છે વહુ નહિ. આજે મારે એક નહિ બે દીકરીઓ છે કેતકી અને સ્નેહા.

વાસંતીબેન ની સઘળી વાત સાંભળી ને કરશનભાઈ ની આંખ માં પાણી આવી ગયા અને હવે એમને સમજાયું કે અત્યાર સુધી જે છોકરા સ્નેહા ને જોઇને જતા હતા અને શા માટે સામેથી ના પડતા હતા. સ્નેહા પણ કરશનભાઈ ની સામે જોઇને રડી પડી અને કરસનભાઈ ને વળગી ગઈ. વાસંતીબેન ઉભા થયા અને સ્નેહા ને માથે હાથ ફેરવ્યો અને સ્નેહા વાસંતીબેન ને પગે લાગી, તો વાસંતીબેને સ્નેહા ને ગળે લગાવી. આજે સ્નેહા ને માં અને બાપ બંનેનો પ્રેમ એક લાંબા સમય ના અંતરાલ પછી એક સાથે મળ્યો હતો. આજે બધાય ની આંખ માં આંસુ હતા પણ એ આંસુ પ્રેમ ના હતા .....

નાસ્તો..

*" નાસ્તો "*

રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી.

આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી.

નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.

સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના પૌવાનો ચેવડો, શીંગ પાક વગેરે. દર રવિવારે નિતાનો આ નિત્યક્રમ આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવે. બને બાળકોના ટીફીનમાં આ ઘરનો નાસ્તો જ હોય.

સુકેતુને આ ગમતું નહિ બીજા બાળકો જયારે મેગી ખાતા હોય, પફ ખાતા હોય  કે પછી પિઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય !!

પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઇ જાય, બપોરનું ટિફિન તો અલગ જ હોય..

એક દિવસ નીતાને કીધું : "તું આટલો બધો નાસ્તો લઇ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું " ??

" બસ મજા આવે" !!! નીતા એ સ્મિત કરતાં જવાબ આપેલો...

"તમે આ થોડો નાસ્તો ચાખોને " નીતા કહેતી..
" ના બાબા આદમ ના જમાના વખતનો નાસ્તો મને ના ફાવે, હવે તો ફોરજી નો જમાનો મેડમ અને તમે હજુ ટુજીમાં જ છો, તને કંટાળો નથી આવતો આવી જિંદગી થી""??

" બસ, મજા આવે છે" નીતા નો એ જ જવાબ.. અને બને હસતાં!!!

એક દિવસ સુકેતુ એ કીધેલું : " હવે શું જરૂર છે આ નોકરીની?? છોડી દે અને ઘરે આરામ કર, આ રોજનું અપડાઉન,અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"

" બસ, મજા આવે છે" નિતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો... એ પણ સમજતો હતો ને માનતો હતો કે એના પગલાં થયા પછી જ એનું નામ થયું હતું.. પહેલા એ બાપના નામે ઓળખતા હતાં અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે..

સુકેતુ મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. પણ, લગભગ એકલો જ જતો સજોડે જતો નહિ.. નિતાની સાદગી તેને સારી લાગતી નહિ.

"એક કામ કર તું બ્યુટીપાર્લરમાં જા થોડીક હેર સ્ટાઇલ બદલાવ, જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે" જમતાં જમતાં સુકેતુએ કહ્યું

" તે હું તમને નથી ગમતી" નીતા એ પૂછ્યું.

" ના એમ નથી પણ લોકોને કેવું લાગે કે શહેરની જાણીતી સેલિબ્રેટીની પત્ની આવી ઓર્થોડોક્સ !!!" સુકેતુએ કહ્યું.

" પણ તે ભલે ને લાગે મારે શું, મને તો બસ, આમાં જ મજા આવે છે...

નિતાની દલીલ સામે સુકેતુ ક્યારેય દલીલ કરતો જ નહીં!! પણ મિત્રો આગળ તો સુકેતુ ખુબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો. સમારંભોમાં સુકેતુ જતો, હાઈ હિલ્સ અને અધતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો, એનું મન ખીન્ન થઇ જતું.. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખુબ જ સુંદર..પણ એ આ રીતે તૈયાર થતી જ નથી!! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો, બેકલેસ બ્લાઉજમાં અને પરફયુમ્સ ની સોડમથી મઘમઘી ઉઠેલી સ્ત્રીઓને જોતો.. પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી..

એક વખત સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. કાર્યક્રમ પત્યા પછી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું . સાંજના આઠેક વાગી ગયાં હતાં. પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઇ. પછી યુવાને એ પુસ્તક કાઢ્યું.પુસ્તકના પાના માંથી એક ફોટો કાઢ્યો, ફોટાને બને આંખો એ ભાવ પૂર્વક અડાડીને ને એ વાંચવા લાગ્યો.

સુકેતુ એ પૂછ્યું કે " તમારા માતા પિતા નો ફોટો છે ? "

"ના અમને ભણાવતા એ બહેનનો ફોટો છે"... સુકેતુ એ ફોટો જોયો.. એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો. સાવ સાદો ફોટો હતો..

પછી વાત આગળ ચાલી.. પેલો બોલતો ગયો.. " સાહેબ નહિ માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં, હું નહિ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બેનના ફોટા પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમ માં પણ એક આવો મોટો ફોટો રાખ્યો છે!! ઉઠીને એના જ દર્શન થાય!!

બહેન ને જે છોકરા ગરીબ હોય ને તેને ખુબ જ મદદ કરતા. સાડા ત્રણે એક રીશેષ પડે ત્યારે બહેન અમને નાસ્તો પણ કરાવતા, તમે નહિ માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે," બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.

પછી તો ઘણી વાતો થઇ, બધા જ વિદ્યાર્થીઓ જે અત્યારે સારા હોદ્દા પર છે એણે બહેન ને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છે એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો, અને બધાએ એવું જ કર્યું...!

ઘણી બધી વાતો થઇ... છેલ્લે મયુરે એ પણ કીધું કે એ આવતા અઠવાડિયે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે . અને આજે તે બહેન ને મળવા જઈ રહ્યો છે. બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેન ને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી... પછી શાંતિ છવાઈ ગઈ .

સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિકકો જ લાગે છે!! પોતે ગમે તેટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી, કે ઉઠીને એના દર્શન કરતાં નથી... ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે એક ભ્રમ જે એના મનમાં હતો.. એ ઓગળી ગયો હતો..

અમદાવાદ આવ્યું.. સુકેતુ એ મયૂરને કહ્યું "ચાલ, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ"

સુકેતુની ઓડી કાર માં બંને ગોઠવાયાં. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઉભી રહી. મયુર નો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઇ ગયો. અને બુમ પાડી..

"નીતુ બહાર આવ, જો કોણ આવ્યું છે" સાંભળીને નીતુ ને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ જ એ સુકેતુની નીતુ હતી.. પછી એ નીતા થઇ ગઈ હતી!! તે આજ ઘણા વરસે પાછું "નીતુ" સાંભળવા મળ્યું..

"અરે મયુર તું?, આવ બેટા આવ!! મયુરે નિતાના ચરણ સ્પર્શ કર્યા.

સામે ની દીવાલ પર સુકેતુ અને નિતાના સંયુક્ત ફોટો હતો તે જોઈને કહ્યું..." સાહેબ તમે મને છેક સુધીના કહ્યું કે અમારાં બેન ના તમે પતિ છો?? ખરા છો સાહેબ તમે અને પુરા ભાગ્યશાળી પણ છો સાહેબ"!!

"બેટા અમુક સમયે બોલવા કરતાં સંભળવામાં જ આનદ આવે!! બસ મજા આવે!! " સુકેતુ ભીની આંખે બોલ્યો.

બધા ફ્રેશ થયા.. બેઠા.. ચા પીધી..

મયુર જવા રવાના થયો.. નીતા એ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને..
" હા બેન એક મદદની જરૂર છે.. મને એક ડીશ એ નાસ્તો મળશે જે અમને સાડા ત્રણ ની રીશેષમાં મળતો!!"

" હા જરૂર " નિતાની આંખમાં પણ પણ ભીની થઇ ચુકી હતી.. ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જુના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો, શક્કરપારા, સેવ મમરા, શીંગ પાક વગરે!! એક મોટી ડીશમાં મયુર ને નાસ્તો અપાયો..

" મને પણ આ નાસ્તો મળી શકે?? સુકેતુ એ કહ્યું અને નિતાને નવાઈ લાગી એ બોલી : "તમને આ ભાવશે?  ફાવશે ???

" હા, અને મજા પણ આવશે " સુકેતુ બોલ્યો અને નિતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા!!

તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઇ ઉઠે!!

નીતા બેય ને નાસ્તો પીરસતી ગઈ ને મયુર અને સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો..

આજે તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડી વાળો એક ફોટો છે અને એનું સ્ટેટ્સ આ પ્રમાણે છે : "માય ડીવાઈન ડ્રીમ, માય સાઉલ્સ ક્રીમ, માય નીતુ ".