આપવું હોય તો આપ ઈજ્જતથી, કોઈ ખેરાત નથી જોઈતી,
ભીડ પડેથી આવીશ અવતાર લઈને, એવી વાત નથી જોઈતી!
છે અમારા બાવડા માંહી બળ અને હૈયા માંહી હામ પૂરી,
કર હવે કર સીધોજ વાર, આગ કે પાણીની ઘાત નથી જોઈતી!
ખુલ્લી આંખે સપના જોઈ શકું છું, નથી મહોતાજ નીંદરનો,
સપના જોવાને ખાતર , મારે કોઈ રાત નથી જોઈતી !
ટોળાનો માણસ છું, ટોળું થઇ જીવું, આ ધરા પર,
શ્વાસોની આ લેતીદેતીમાં કોઈ જુદી ભાત નથી જોઈતી!
અપેક્ષાઓ રાખી પસ્તાયો છું, પોતાનાઓ થી જીવનભર,
દુશમની હવે ફાવી ગઈ, દોસ્તીની સોગાત નથી જોઈતી!
બિલાડા કુતરાના અવતાર નો ડર નાં બતાવ મને,
માણસ થઈને જોઈ લીધું, માણસની ફરી જાત નથી જોઈતી !!
.... મેહુલ ભટ્ટ