પંખીઓને જોઈ
આવ્યા ઘણા વિચાર
નથી બેંકમાં ધન, અનાજ
કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં,
નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે,
બારેમાસ બેસુમાર
છતાંય સવારે ઉઠી,
આનંદથી કરે છે કલબલાટ
*પ્રભુ પર શ્રધ્ધા રાખી,*
*જીવે છે* દિવસ અને રાત
અને દેખો વિશ્વમાં
શક્તિશાળી આ *માનવજાત*
*બધું હોવા છતાય*,
*કરે છે રોજ પ્રભુને ફરિયાદ*
નથી કોઈ ખબર..
નડે છે !
તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને,
માત્ર મારી શરાફત નડે છે !
નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે,
એ જ બાબત નડે છે !
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર,
ખુદની ય દાનત નડે છે !
ઉલેચાય ઈતિહાસ,
તો ખ્યાલ આવે
કે સરવાળે,
એકાદ અંગત નડે છે !..
******જય શ્રીકૃષ્ણ********
Subscribe to:
Posts (Atom)