દિકરીને વહાલ જરૂર કરીએ પણ..

*દીકરીને છુટા-છેડા થવા પાછળનું કારણ*

આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા.
કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી..

દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે..

દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે.
નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય.
આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે.
શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને..

આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે.
દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી.
એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરનું જમી શકે.
આ એક વર્ષ દરમ્યાન દિકરી નવા વાતાવરણને અનુકુળ થઇ ગઇ હોય વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દિકરીને થોડી ઘણી તકલીફ હોય તો સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીયે સેટ થઇ જાય..

આ વાત આજે આપણને સાવ વાહીયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદભૂત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે.
બહુ દુ:ખ સાથે કહેવુ પડે કે આજે છુટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે.
તમારી આજુ બાજુ જોજો તમને દેખાશે કે લગ્નજીવન બહુ લાંબુ ટકતું નથી કારણકે સ્વતંત્રતાના નામે આપણે દિકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી.
સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઇએ પણ દિકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઇએ.
લગ્નજીવન ઢીંગલા-પોતીયાના ખેલ હોય એવી રીતે ‘મને એમની જોડે નથી ફાવતુ એમ કહીને છુટા થઇ જાય છે.’
અને અત્યારે ફોન મા દીકરી ને આમ કરવાનુ તેમ કરવાનુ જબરી થય જાજે એવી જ સલાહ આપે છે
♨♨♨
યાદ રાખજો જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે.
♨♨♨

દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય.
આ વાતો થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા..
Jay Shree Krishna 🙏🏻🙏🏻🙏🏻

વાદળોને મીઠો ઠપકો...

આ વાદળોને  મીઠો  ઠપકો...

આમ   રોજ    રોજ   આવીને   શું   કરશો  ?
આમ   ખાલી   ખાલી   દોડીને   શું   કરશો  ?

વરસવું  જ   જો   હોય  તો   પડોને  વરસી ,
આમ   ખોટા   વાયદા    કરીને    શું   કરશો  ?

ગાજવાની  છે   આદત  તમોને   ખબર   છે  ,
આમ   ખોટી   ધમાલ   પાડીને    શું   કરશો  ?

કેવી   આતુરતાથી  રાહ  જોવાય  છે  તમારી ,
આમ  સાવ   પથ્થરદિલ  બનીને   શું   કરશો  ?

ન   વરસવું   હોય   તમારે   તો   વાંધો   નહિ ,
આમ  ખાલી  હાથતાળી  આપીને  શું   કરશો ?

આનંદ..

મનુષ્ય
બે પ્રકારના હોય છે :

એક એ જ્યાં જાય
ત્યાં " આનંદ. "

અને.......

બીજા એ જ્યાંથી જાય
ત્યાં " આનંદ. "

નમસ્કાર.....

🔔પ્રાર્થના🔔


હે પરમકૃપાળુ પરમેશ્વર...

             સ્મરણ તારૂં કરતાં કરતાં
         સવારની શરૂઆત કરાવી દેજે,
                
         તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
         પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
                
           ડગ મારા મંદિર તરફ વળે
        એવો ઇશારો મને તું કરી દેજે.
                
         મુજ નયનમાં સુખ શાંતિ નું
      એક જ મંદિર તું ખડુ કરી દેજે.
                
         રીઝવી ના શકું ભલે જગને
     મીઠી વાણીની મીલકત મને દેજે
                
      નથી જોઇતું મારે અણ હક્કનું
    વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
                
       ભટકતું મન સ્થિર થાય તારામાં
     તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
                
        અંત સમયે તારામાં જ રહું
            સગપણ તું મને દેજે.
     
   કરે જગત યાદ એવું જીવન મને દેજે.

उम्र की एेसी की तैसी

*उम्र की एेसी की तैसी... !*

घर चाहे कैसा भी हो..
उसके एक कोने में..
खुलकर हंसने की जगह रखना..

सूरज कितना भी दूर हो..
उसको घर आने का रास्ता देना..

कभी कभी छत पर चढ़कर..
तारे अवश्य गिनना..
हो सके तो हाथ बढ़ा कर..
चाँद को छूने की कोशिश करना .

अगर हो लोगों से मिलना जुलना..
तो घर के पास पड़ोस ज़रूर रखना..

भीगने देना बारिश में..
उछल कूद भी करने देना..
हो सके तो बच्चों को..
एक कागज़ की किश्ती चलाने देना..

कभी हो फुरसत,आसमान भी साफ हो..
तो एक पतंग आसमान में चढ़ाना..
हो सके तो एक छोटा सा पेंच भी लड़ाना..

घर के सामने रखना एक पेड़..
उस पर बैठे पक्षियों की बातें अवश्य  सुनना..

घर चाहे कैसा भी हो..
घर के एक कोने में..
खुलकर हँसने की जगह रखना.

चाहे जिधर से गुज़रिये
मीठी सी हलचल मचा दिजिये,

उम्र का हरेक दौर मज़ेदार है
अपनी उम्र का मज़ा लिजिये.

ज़िंदा दिल रहिए जनाब,
ये चेहरे पे उदासी कैसी
वक्त तो बीत ही रहा है,
*उम्र की एेसी की तैसी.. !*

पता ही नहीं चला..

कविता का शीर्षक है

*"पता ही नहीं चला"*

ज़िन्दगी की इस आपाधापी में,
कब निकली उम्र मेरी, पता ही नहीं चला,

कंधे पर चढ़ते बच्चे कब,
कंधे तक आ गए,
पता ही नहीं चला,

एक कमरे से शुरू मेरा सफर कब ,
बंगले तक आया,
पता ही नहीं चला,

साइकल के पेडल मारते हांफते ते जब,
बड़ी गाड़ियों में लगे फिरने कब,
पता ही नहीं चला,

हरे भरे पेड़ों से भरे जंगल थे तब,
कब हुए कंक्रीट के,
पता ही नहीं चला,

कभी थे जिम्मेदारी माँ बाप की हम,
कब बच्चों के लिए हुए जिम्मेदार,
पता ही नहीं चला,

एक दौर था जब दिन को भी बेखबर सो जाते थे,
कब रातों की उड़ गयी नींद,
पता ही नहीं चला,

बनेगे माँ बाप सोचकर कटता नहीं था वक़्त,
कब बच्चो के बच्चे हो गए,
पता ही नहीं चला,

जिन काले घने बालों पे इतराते थे हम,
रंगना शुरू कर दिया कब, पता ही नहीं चला,

दिवाली होली मिलते थे यारों, दोस्तों, रिश्तेदारों से,
कब छीन ली मोहब्बत आज दे दौर ने,
पता ही नहीं चला,

दर दर भटके है नौकरी की खातिर खुद हम,
कब करने लगे सेकड़ों नौकरी हमारे यहाँ,
पता ही नहीं चला,

बच्चों के लिए कमाने, बचाने में इतने मशगूल हुए हम,
कब बच्चे हमसे हुए दूर, पता ही नहीं चला,

भरा पूरा परिवार से सीना चौड़ा रखते थे हम,
कब परिवार हम दो पर सिमटा,
पता ही नहीं चला।।।।।

એ દોસ્ત..

તમે હાથ માંગો ને....
હૈયે આલિંગે એ દોસ્ત....

આંખમાં ભિનાશ જોઇ...
ખૂદ શ્રાવણ જેમ વરસે
એ દોસ્ત..

વર્ષો પછી મળતી વખતે ...
પહેલાં  વ્હાલથી મારે...
અને પછી ગળે લગાવી જે છલકે
એ દોસ્ત.

અને કોઇ પણ ક્ષણે
"હું છું ને..."
આટલું બોલી સમય સાચવે
દોસ્ત.

💐💐...... 🌹..... 💐💐

હું એકાંતનો માણસ,

હું એકાંતનો માણસ,
એટલે
કોઈને ગમતો નથી...

હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી...!

અજાણ્યા પર વિશ્વાસ હું,
પોતાનાં જાણી મુકી દઉં ;
હું સાચા બોલો માણસ- એટલે કોઈને ગમતો નથી.

ખુશ રાખી હરકોઈને,
દોસ્ત- રાત આખી હું રડતો,..
હું લાગણીનો સાગર, એટલે કોઈને ગમતો નથી.

ઉદાસીના વાદળ ઓગાળી સ્મિત સૌને આપું છું,..
હું રહું સદાય મોજીલો, એટલે કોઈને ગમતો નથી!

કોઈને સાથ સંગાથ આપવા,
સૌથી પહેલાં દોડું છું ;
હું છું ખુદનો સથવારો, એટલે કોઈને ગમતો નથી.

અરે,
હરાવી પોતાને ,
હું બીજાને જીતાવું છું ;
છતાં મોઢે રાખું મુસ્કાન, એટલે કોઈને ગમતો નથી..

એક સુંદર પ્રાર્થના

કશેક અટકું છું...
     તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...
     તો સાથ આપે છે કોઈ.
ઈચ્છાઓ...
     એક પછી એક,
                    વધતી રહે છે.
દર વખતે ...
      ઠોકરખાધા પછી,
               હાથ આપે છે કોઈ.
આભને આંબવા...
      હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને...
      નીચું કરી આપે છે કોઈ.,
હે ઈશ્વર...
    તું જે આપી શકે છે ,
        ક્યાં આપી શકે છે કોઈ  

Life is just a Moment.

Pls share this beautiful message with everyone to know the meaning of life !!!

A man died...

When he realized it, he saw God coming closer with a suitcase in his hand.

Dialog between God and Dead Man:

God: *Alright son, it’s time to go*

Man: So soon? I had a lot of plans...

God: *I am sorry but, it’s time to go*

Man: What do you have in that suitcase?

God: *Your belongings*

Man: My belongings? You mean my things... Clothes... money...

God; *Those things were never yours, they belong to the Earth*

Man: Is it my memories?

God: *No. They belong to Time*

Man: Is it my talent?

God: *No. They belong to Circumstance*

Man: Is it my friends and family?

God: *No son. They belong to the Path you travelled*

Man: Is it my wife and children?

God: *No. they belong to your Heart*

Man: Then it must be my body

God: *No No... It belongs to Dust*

Man: Then surely it must be my Soul!

God: *You are sadly mistaken son. Your Soul belongs to me.*

Man with tears in his eyes and full of fear took the suitcase from the God's hand and opened it...

Empty...

With heartbroken and tears down his cheek he asks God...

Man: I never owned anything?

God: *That’s Right. You never owned anything*.

Man: Then? What was mine?

God: your *MOMENTS*.
Every moment you lived was *yours*.

Do Good in every moment
Think Good in every moment
Thank God for every moment

Life is just a Moment.

Live it...
Love it...
Enjoy it......

પથ્થર પણ ખુદા થઇ જાય છે,

પથ્થર પણ ખુદા થઇ જાય છે,
કેવળ શીશ ઝૂકયાની વાત છે!

એક સોપારી ગણેશ કહેવાય છે,
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે!

હરેક ક્ષણમાં જીવન ભરાય છે,
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે!

એજ બાગ પણ વેરાન જણાય છે,
કેવળ સનમ રૂઠયાની વાત છે!

નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે?
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે!

ક્ષણ ભરમાં સુલેહ થઇ જાય છે,
કેવળ જીદ મૂક્યાની વાત છે!

આનંદ મોતીનો ક્યાં હોય છે?
કેવળ સાગરે ડુબ્યાની વાત છે!

દર્દ હોય કે આનંદ કેમ કહેવું?
કેવળ આંખ ચૂવ્યાની વાત છે!

વહી ધનુષ વહી બાણ, પણ છતાં,
કાબે અર્જુન લૂંટિયાની વાત છે!

શું સંસાર કે શું સન્યાસ,
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે....

કંઈ નહીં’ કરવાનું પણ...

અચૂક તું સાંજે ઘરે આવીને મને પૂછતો :

આજે શું શું કર્યું? હું મૂંઝાઈ જતી.

કેટલુંય વિચારું તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું!

આખરે સમય સપનાની જેમ સરી ક્યાં ગયો!

અંતે હારીને કહી દેતી ‘કંઈ નહીં’

અને તું મર્માળુ હસી પડતો

એ દિવસે મારું એવું કરમાયેલું ‘કંઈ નહીં’ સાંભળીને તેં મારો હાથ તારા હાથમાં લઈને કહ્યું :

*"‘સાંભળ, આ ‘કંઈ નહીં’ કરવાનું પણ બધાનું ગજું નથી હોતું."*

"સૂરજના પહેલા કિરણની સાથે જ ઊઠી જઈ,"

"મારી ચામાં તાજગી અને બાળકોના દૂધમાં તંદુરસ્તી મેળવવી,"

"ટિફિનમાં પ્રસન્નતા ભરવી, તેમને સ્કૂલ રવાના કરવાં, પછી મારો નાસ્તો,"

"મને ઑફિસ માટે વિદાય કરવો, કામવાળી બાઈથી માંડીને
બાળકોના સ્કૂલથી આવવાના સમય સુધી રસોઈ, કપડાં, સાફસૂફી, તેમનો અભ્યાસ..."

"પછી સાંજ અને રાતનાં રોજિંદાં રૂટીન..."

"અને આ બધાંની વચ્ચે પણ બહારના કામકાજ માટે થોડો સમય ચોરી લેવો!"

*"કહે તો ખરી, આટલું ‘કંઈ નહીં’ કેવી રીતે કરી લે છે..?"*

હું મુગ્ધતાથી તને સાંભળી રહી હતી અને તું બોલ્યે જતો હતો;

*‘"તારું ‘કંઈ નહીં’ જ આ ઘરનો પ્રાણ છે. અમે રૂણી છીએ તારા આ ‘કંઈ નહીં’ના,"*

*"કેમ કે તું ‘કંઈ નથી’ કરતી ત્યારે જ અમે ‘ઘણુંબધું’ કરી શકીએ છીએ..."*

"તારું ‘કંઈ નહીં’ અમારી નિરાંત છે, અમારો આધાર છે, અમારી મહત્વાકાંક્ષા છે..."

"તારા એ ‘કંઈ નહીં’થી જ આ મકાન ઘર બને છે,"

"તારા એ ‘કંઈ નહીં’થી જ આ ઘરનાં તમામ સુખ-વૈભવ છે..."

.. .   તેં
મારા
સમર્પણને
માન આપ્યું,
મારા ‘કંઈ નહીં’ને સન્માન આપ્યું....
હવે
‘કંઈ નહીં’
કરવામાં મને
કોઈ સંકોચ નથી...!

आज ही जीए जिंदगी

*एक फ़कीर नदी के किनारे बैठा था.  किसी ने पूछा : 'बाबा क्या कर रहे हो?' फ़कीर ने कहा : 'इंतज़ार कर रहा हूँ की पूरी नदी बह जाएं तो फिर पार करूँ' उस व्यक्ति ने कहा :  'कैसी बात करते हो बाबा पूरा जल बहने के इंतज़ार मे तो तुम कभी नदी पार ही नही कर पाओगे' फ़कीर ने कहा "यही तो मै तुम लोगो को समझाना चाहता हूँ की तुम लोग जो सदा यह कहते रहते हो की एक बार जीवन की ज़िम्मेदारियाँ पूरी हो जाये तो मौज करूँ, घूमूँ फिरू, सबसे मिलूँ, सेवा करूँ... जैसे नदी का जल खत्म नही होगा हमको इस जल से ही पार जाने का रास्ता बनाना है इस प्रकार जीवन खत्म हो जायेगा पर जीवन के काम खत्म नही होंगे."*

*💐आज ही जीए जिंदगी.💐*

ધન્ય છે સૌ દિકરીઓને

*દિકરી*...

નાની હતી ત્યારથી જ એની આદત હતી કે *જન્મદિવસ* આવવાના ચાર પાંચ દિવસ પહેલાં થી જ પોતાના બાપને પૂછ્યા કરતી..

પાપા મારા માટે *બથઁડેની ગિફ્ટ* લઈ લીધી ?

*બાપ* પણ મરક મરક હસતો અને ના કહેવા માટે ખાલી માથું જ હલાવતો..

ત્યારે *દિકરી* પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મોઢું ચઢાવી દેતી. 
          
પણ જ્યારે *જન્મદિવસે* સરસ મજ્જા ની *સરપ્રાઈઝ ગિફ્ટ* મળતી ત્યારે અત્યંત ખુશ થઇ જતી અને બાપની કોટે વળગી પડતી.

આ વખતે તે એના *સાસરે* હતી.

આજે એનો *જન્મદિવસ* હતો અને બાપ પણ જન્મદિવસની અતિ સુંદર ગિફ્ટ લઈને સીધો એની સાસરીના ઘરે જ પંહોચી ગયો.

દિકરીને *સરપ્રાઇઝ ગિફ્ટ*  આપવી છે એ લાલચમાં દબાયેલા પગલે ઘરમાં પ્રવેશ તો કર્યો પણ ઘરના અંદરના ઓરડામાંથી દિકરીના રડવાનો અને એના પતિ અને સાસુનો લડવાનો અવાજ સંભળાયો.
             
ભારે હ્દય સાથે બાપ તુરંત પાછો વળ્યો અને સોસાયટીની બહાર આવીને ફોન કરી એના જન્મદિવસે સાસરે આવવાની ઈચ્છા વ્યક્ત કરી, તો એણે જણાવ્યું...

*પાપા... આજે ના આવતા.. અમે સૌ પરિવાર ડિનર કરવા હોટલમાં આવ્યા છીએ, આજે મારી બથઁ ડે છે ને !*
  
સાવ *નાજુક* પણ *જીદ્દી* દેખાતી આ *દિકરી*ઓ સમયની સાથે પોતાની જાતને પણ કેવી બદલી નાંખે છે !!
 
પોતાના હાથથી જ મોટી કરવાવાળા *મા-બાપની કલ્પના કરતાં પણ વધારે !!!*

*_ધન્ય છે સૌ દિકરીઓને...._

એજ મારી પ્રેમાળ પુત્ર વધુ કે પછી..

હોસ્પિટલ અને  ઘર વચ્ચે દોડતી.. મારી પુત્રવધુ ને
આજે હું  પ્રેમ થી જોઈ રહયો હતો....
ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો...
તો પહણ હસ્તા..હસ્તા..
રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પાપા સારું થઈ જશે....

સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘર મા મસ્તી થી ફરતી મારી પુત્રવધુ ને જોઈ  હું વિચારતો હતો... કે આ ઘર ની જવાબદારી કઈ રીતે સંભાળ સે...

પહણ...આજે હોસ્પિટલ મા મને દાખલ કરે પંદર દિવશ થયા... સવાર સાંજ...ચા..નાસ્તો.. અને જમવાનું બનાવી...મને પ્રેમ થી હસ્તા હસ્તા જમાડતી....

સર્વિસ કરતી હોવા છતાં....તેને પેહલા મને પ્રાધાન્ય આપ્યું...
સ્વજનો ની ખરી કસોટી ઘરે થી સ્મશાન સુધી પોહચાડવા ની નથી..હોતી.
પહણ હોસ્પિટલ થી ઘરે પ્રેમ થી પોહચાડવાની હોય છે....
તે કાવ્યા એ સાબિત કરી બતાવ્યું..

આજે હોસ્પિટલ મા થી રજા આપતી વખતે મારી આંખો...રૂમ ના  દરવાજા તરફ હતી....સાચું કહું છું....મારી આંખો મારી દીકરી  જમાઇ ની રાહ જોઈ
રહી હતી...રજા ના દિવશ સિવાય દેખાયા નથી....
પહણ આશા ઠગારી નીકળી....

બારણું  ખુલ્યું...એજ મારી પ્રેમાળ પુત્ર વધુ...કાવ્યા
અને મારો પુત્ર..પિન્ટુ...બુકે લઈ રૂમ મા પ્રવેશ્યા...હાઈ.. પાપા...જય શ્રી ક્રિષ્ના "ગેટ વેલ સૂન "...
ચલો આપણા ઘરે....આપણું ઘર તમારી રાહ જોવે છે....

આ પંદર દિવશ ની હોસ્પિટલ ની મુલાકાત દરમ્યાન...
હું મારી પુત્ર વધુ કાવ્યા ના પ્રેમ મા પડી ગયો...
એક દીકરી ને સરમાવે તેવો પ્રેમ અને સેવા તેને  મારી કરી હતી....

ઘણી વખત. આપણે કહીયે છીયે....દીકરા વહુ ની ફરજ છે.....પહણ...આપણે આપણી ફરજ ભૂલી જતા હોય છે..
દીકરી જમાઇ ની હાજરી મા કટાક્ષો કરી....આપણે ઘણી વખત ગૃહ લક્ષ્મી અને આપણા પુત્ર નું અપમાન કરતા હોઈએ છીયે.....

દીકરી ના લગ્નઃ પછી ની તેની મુલાકાત એક મહેમાન જેવી હોય છે...એટલે એ વહાલી  લાગે છે....જયારે મારી જેમ સસરો પ્રેમ મા પડે ત્યરે સમજી જવું....એક પૂત્રવધુ તરીકે પાત્ર તેને દીકરી તરીકે યોગ્ય ભજવ્યું હશે...

ઘર મા  દીકરા ના માઁ બાપ ને અપમાનિત કરી પોતાના માઁ બાપ ની પગ ચંપી કરતી દીકરીઓ કદી સાસરા મા સુખી થતી કે નથી પિયર મા થતી...

હું ગાડી મા બેઠો...બેઠો...આંખ.. બંધ કરી... કાવ્યા ની સાશુ  ને યાદ કરી...રહયો હતો
તારા ગયા પછી ..તારી પુત્રવધુ એ ઘર સંભાળી લીધુ છે...

પહણ તને એકવાત કહેવાની ઈચ્છા થાય છે..
દીકરી ની મહિમા ગાવા મા ઘણી વખત પુત્ર અને પુત્રવધુ નું જાણે અજાણે આપણે અપમાન અથવા તો દિલ દુભાવી દેતા હોય છે....તેવો મને એહસાસ આજે થયો....
દીકરી વહાલ નો દરિયો છે....પહણ ખારો છે....તેવો એહસાસ થઈ ગયો..
પુત્રવધુ તો મીઠા પાણી નું ઝરણું છે.... અને આ તારો પુત્ર પહણ મીઠા પાણી નો કૂવો છે....તું ચિંતા ના કરતી.....
મારે મારો વ્યવહાર પુત્રવધુ તરફ બદલવો પડશે....
આજે તેને વહું થઈ... દીકરી નું પાત્ર ભજવ્યું..છે.
હવે હું આખી જીંદગી......તેનો સસરો થઈ ને નહીં પહણ તેનો બાપ બની ને રહીશ...

ગાડી ની બ્રેક વાગી...મારી આંખ જીંદગી પ્રત્યે ખુલી ગઇ હતી....સારા ખરાબ નો ભેદ હું સમજી ગયો હતો....

ચાલો પાપા ઘર આવી ગયું...કાવ્યા નો મીઠો ટહુકા એ
મારો દવાખાના નો થાક ઉતારી દીધો..

ઘર મા પ્રેવેશ કરતા પેહલા મેં કાવ્યા ના માથે હાથ ફેરવી  બોલ્યો... બેટા...દીકરી અને પુત્રવધુ વચ્ચે નો તફાવત તે મને સમજાવી દીધો.... છે
સદા...સુખી થાવ...આનંદ મા રહો...
આ તારો બાપ બેઠો છે..ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે તે મારુ વચન છે..

પ્રોબ્લેમ સોલ્વ્ડ સર

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

"આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. "

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. 
"શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?"

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું.

અને કહ્યું....

*"પ્રોબ્લેમ સોલ્વ્ડ સર"*

"જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

*ત્રણ માર્ક*ની પાછળ
*97 માર્ક કેમ ગુમાવવા??!!*
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છીએ
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ..."

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.😊
🌹જયશ્રી કૃષ્ણ🌹🙏

Open your Eye..

"Reflection cannot be seen in disturbed water. Similarly,

Solution can not be seen with a disturbed mind.

Meditate... Be silent... and you will find solution for all your problems"..

Open your Eye.. & Close your "I".

દીકરીનું બ્રેક અપ

દિકરી વ્હાલ નો દરિયો એ દરેક પિતા અનુભવતો હોય છે....
*વ્હાલા Raam Mori ની* અંદર એક માઁ, બાપ, અને દિકરી નો ત્રિવેણી સંગમ થતા આ લાગણીસભર સંઘેડાઉતાર કૃતિ સર્જાય છે....
*આ વાર્તા અચૂક વાંચવા વિનંતી....*
🙏🙇🙌

દીકરીનું બ્રેક અપ થયું છે... એક રીલેશનનુ સાવ આમ અચાનક આથમી જવું દીકરી સહી નથી શકી અને એ ડિપ્રેશનમાં સરી પડી છે !
એવું કહેવાય છે કે પપ્પા અને દીકરીનો સંબંધ બહુ ખાસ હોય છે પણ આ સંબંધની મીઠાશ ત્યારે ઉભરી  આવે જ્યારે એકબીજાનો નાજુક સમય બંને લોકો સાચવી લે..... પોતાની દીકરીને એકલતામાંથી બહાર કઢાવવા પપ્પા કાગળ લખે છે !
અહીં રજૂ થાય છે પપ્પાનો દીકરી માટેનો એક અનેરો સંવાદ !
My article in Mumbai Samachar from my column   " the confession box"

બ્રેક‘અપ’ને બ્રેક‘ડાઉન’ ન બનવા દઈશ !
                            - રામ મોરી

ડિયર દિપાલી,
         કેમ છો ? તને થશે કે પપ્પાએ કાગળ કેમ લખ્યો બરાબર ? તો કાગળ મેં એટલે લખ્યો કેમકે તું કોલ તો રીસીવ નથી કરી રહી. કદાચ તું કોઈ સાથે વાત કરવા માંગતી નથી. તું મને પેલું વ્હોટસપ શીખવીને ગઈ છો એમાં તારું સ્ટેટસ પણ એવું વાંચ્યું કે ‘’લીવ મી અલોન’’. તારું ફેસબુક અકાઉન્ટ પણ છેલ્લા પંદર દિવસથી તપાસી રહ્યો છું. તારા ઘટી ગયેલા લાઈક્સ શેર બતાવે છે કે આજકાલ તને કશું લાઈક કરવા જેવું કે શેર કરવા જેવું નથી લાગતું. પહેલાં તો મેં વિચાર્યું કે હું તને મેસેજ કરું પણ પછી થયું કે મોબાઈલમાં આટલો લાંબો મેસેજ વાંચવાનું તને ફાવશે કે કેમ ? તારી મમ્મીએ મને એક વિચાર આપ્યો કે તને મેઈલ કરું પણ પછી થયું કે તું ક્યા કોઈ દિવસ તારા મેઈલ અકાઉન્ટને ગંભીરતાથી લે છે. બહુ બધી ગડમથલ કરીને આ કાગળ લખી રહ્યો છું. બદલાતા સમયમાં માણસ સાથે વાત કરવાના આટલા બધા માધ્યમો બન્યા પણ કરુણતા તો જો, માણસ જ સંવાદ વગરનો થઈ ગયો. અમારે અમારી જ દીકરીને કશું કહેવા માટે એક હજારવાર વિચારવું પડે તો પછી એ સંબંધની નક્કરતા શું ? દિપાલી, મને બેટા તારી મદદની જરૂર છે. મારી દીકરી ખોવાઈ છે શોધવામાં મદદ કરીશ ? કેમકે ઘરના અને મનના દરવાજા બંધ કરીને અંદર લપાઈને જે બેસી જાય એ તો મારી દીકરી ન જ હોઈ શકે !
       તમારી ઉંમરમાં કોઈ વાત કરવા માટે, સ્વીકારવા માટે બે પેગ લગાવવાની જરૂર પડતી હોય છે. પણ તને જે કંઈ લખી રહ્યો છું એ બાપ હોવાના હેન્ગઓવરમાં જ લખી રહ્યો છું. હું તો નશામાં છું જ. તું જન્મી ત્યારથી. તારી મમ્મીને પ્રેગનેન્સીના છેલ્લા દિવસો હતા. હું ઓફીસ હતો અને મને તારા અંકલનો ફોન આવ્યો કે ‘’ભાઈ, ભાભીને હોસ્પીટલ લઈ જઈએ છીએ.’’ હું રીક્ષા કરીને ભાગતો ત્યાં પહોંચ્યો. ડોક્ટરોએ કહેલું કે ડીલીવરી સરળ નહી બને. બાળક પડખું ફેરવી ગયું છે. ગર્ભનાળ એના ગળા પર અટવાઈ ગઈ છે. એ જો વધારે પડખું ફરશે તો ગર્ભમાં જ ગળે ટૂંપો લાગી જશે. હું રડી પડેલો. મને તું જોઈતી જ હતી. હું એ વખતે જ હાથ જોડીને બોલવા લાગેલો કે,
‘’ બેબી, તારે આવવું જ પડેશ. પપ્પા તારી રાહ જુએ છે. તું પડખું ફેરવીને બેસી જાય એ તો કેમ ચાલે. આઈ નો કે તું પેટમાં હતું ત્યારે હું મમ્માને વધારે સમય નથી આપી શક્યો એટલે તું રીસાયું છે. પપ્પા તને બહું જ પ્રેમ કરે છે. પ્લીઝ આવી જા. પપ્પા તને ક્યારેય એકલું નહીં છોડે. તને હું પ્રોમીસ આપું છું કે જીંદગીના દરેક તબક્કે દરેક વળાંકે હું તને સપોર્ટ કરીશ પણ તું આવી જા.’’ આખરે ચાર પાંચ કલાક મેં તને મનાવી ત્યારે તારા રડવાનો અવાજ હોસ્પીટલના પેસેજમાં બેઠેલા મને સંભળાયેલો. મને હાશકારો થયો. મારા હાથમાં તને આપવામાં આવી ત્યારે તે મારી આંગળી તારા નાનકડા ખોબામાં સમાવી લીધેલી. મારી આંખો વરસી પડેલી. કોઈ આ દુનિયામાં આવીને સીધી તમારી આંગળી પકડે એ લાગણી એક બાપથી વિશેષ કોણ જાણી શકે. મેં ત્યારે જ નક્કી કરેલું કે, ‘’ હું તને ક્યારેય એકલી નહીં છોડું.’’  તને યાદ છેને હું ઓફીસથી આવતો ત્યારે તું મારી પીઠ પાછળ ટુવાલ બાંધીને મને સુપર હીરો બનાવી દોડાવતી. તારા હસવાના અવાજો, તારી મમ્મીનું મીઠું કચકચ અત્યારે ચશ્મામાંથી નીતરી રહ્યું છે એટલે આ કાગળ લખી રહ્યો છું. તને થશે કે પપ્પા, આવી સેન્ટી વાતો કેમ લખી રહ્યા છો. હું તો ઓલરેડી સેન્ટી છું. બેટા, આઈ ડુ રીસપેક્ટ યોર રીલેશનશીપ એન્ડ યોર બીલીવ. ભલે બધા લોકો એમ કહેતા હોય કે આ જનરેશનમાં કાંઈ સેન્સ નથી. પણ હું માનું છું કે યેસ, આ જનરેશન બહું સ્માર્ટ છે અને લાગણીશીલ છે, બસ એને વ્યક્ત થતા નથી આવડતું. અથવા કહો કે એમને એવું લાગે છે કે એની સાથે જોડાયેલા સંબંધો એટલા ફોર્મલ નથી કે ત્યાં વારંવાર વ્યક્ત થઈને કશું પુરવાર કરવું પડે. સહમત છું હું તારા વિચારો સાથે. પણ એક વાત યાદ રાખજે દિપાલી, ઘરમાં રહેલી બધી જ વસ્તુઓ આપણી હોય તો પણ આપણે રોજબરોજ એના પર હાથ મુકતા રહીએ છીએ, એના પર ચડેલી ધૂળની ઝીણી પર્ત લૂંછતા જ રહીએ છીએ. ઘર અને કાટમાળમાં આટલો ફરક છે. આપણા સંબંધોમાં પણ એવું જ હોય છે. આપણી આસપાસના લોકોના ધબકારાઓ અનુભવતા રહેવાના. એના હાથ પર હાથ મુકી આંખોમાં જોતા રહેવાનું નહીંતર લાગણીઓ પર ધૂળ ચડી જાય તો બધું કાટમાળ થઈ જશે. વેલ, તને સીધું કહી દઉં કે બેટા, અત્યારે તું તારી આસપાસ બધો કાળમાટ ઉભો કરી રહી છે, સમયસર ઉભી થા અને ધૂળને ફૂંક માર.
    જીવનમાં આપણને જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે આપણે બધા જ એવું અનુભવતા હોઈએ અને માનતા હોઈએ છીએ કે મારી સાથે થયું એવું કોઈ સાથે નહીં થયું હોય. મને જે પીડા અનુભવાઈ રહી છે એ કોઈ નહીં સમજી શકે. સાચ્ચુ કહું તો આવું ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી આપણે કોઈ સાથે એ વહેંચતા નથી. સોશિયલ મિડિયા પર ધડાધડ બધું શેર કરી શકતી તમારી જનરેશન પોતાની લાગણીઓને કેમ ‘ઓનલી મી’ મોડ પર રાખે છે ? તને ખબર છે ? એકવાર કોઈકને બધું કહી દેવાથી આપણો અડધા ઉપરનો ભાર હળવો થઈ જાય છે. કેમકે પોતાની તકલીફો અને પ્રશ્નો બીજાને જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે જ આપણને બોલતા બોલતા એવી કેટલીકય બાબતો અનુભવાય કે સમજાય જે ખરેખર અત્યાર સુધી આપણા ધ્યાનમાં નહોતી આવી. મારો એવો આગ્રહ બીલકુલ નથી કે તું તારા આ સમયને મારી સાથે શેર કર પણ હા બીજા કોઈપણની સાથે શેર કર એવું તો કહીશ જ. નહીંતર તું આમાંથી બહાર નીકળી જ નહીં શકે. એક વાત તું મારા પક્ષે સાંભળી લે અને સમજી લે જેને હું હવે ક્યારેય રીપીટ નથી કરવાનો કે મને તારા પર પૂરેપૂરો ભરોસો છે, મારા કરતાંય વધારે, મને તારી આવડતો અને તારી લાગણીઓ પર શ્રદ્ધા છે અને એ કાયમ રહેવાની છે. એટલે કોઈપણ સંજોગોમાં તું ક્યારેય એવું ન વિચારતી કે પપ્પા શું વિચારશે ?
   વેલ, હવે હું એના વિશે વાત કરવાનો છું જેના વિશે તું બિલકુલ વાત કરવાના મુડમાં નથી. તું અને કબીર એકબીજાના પ્રેમમાં હતા ત્યારે તને આખું જગત વન્ડરફૂલ લાગતું. યાદ કર તારા એ બધા હેશટેગ અને સ્ટેટસ. છએક મહિનાની તમારી રીલેશનશીપ એક તબક્કે પૂરી થઈ ગઈ અને હવે તને આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે છે ? ‘ફીલીંગ નીલ’ એમ ? એવું કેમ હોય છે કે આપણે પ્રેમમાં હોઈએ ત્યારે આપણે જે વસ્તુઓ વધુને વધુ સુંદર અને ખાસ લાગી હોય એ વસ્તુઓ પ્રેમ પૂરો થઈ ગયા પછી સખત અકળાવે. જે રસ્તા પર તમે એકબીજાનો હાથ પકડીને કલાકો ચાલ્યા હો એ રસ્તા પરથી પછી જ્યારે પણ પસાર થવાનું થાય ત્યારે એકલતા અને અંધારું ઘેરી વળે !  પ્રેમમાં હોઈએ ત્યારે અચાનક એવી વસ્તુઓ ગમવા માંડે જે પહેલાં તો ક્યારેય ગમી નહોતી. પ્રેમમાં હોઈએ ત્યારે અરીસા સામે જોવાની આપણી રીત પણ બદલાઈ જતી હોય છે. પ્રેમભંગ પછી એ જ અરીસો તમને તોડવાનું મન થાય. એક વસ્તુ યાદ રાખજે બેટા. બારણું અંદરથી લોક કરીને બેસી રહેવાથી, કલાકો શાવર નીચે ઉભા રહેવાથી, બીયરની બોટલ ખાલી કરવાથી, મોબાઈલ એપ્લીકેશન અનઈન્સ્ટોલ કરવાથી, કેટલાક નંબર બ્લોક કરવાથી, ગેલેરીના પીક્ચર્સ ડીલીટ કરવાથી, સીગારેટના ગોટેગોટા કાઢવાથી કે પછી અગાશી પર જઈને જોર જોરથી ચીલ્લાવાથી આ કોઈ વ્યક્તિ કે અમુક લાગણી કે અમુક સમયમાંથી છૂટી નથી શકાતું. સમય અને સંબંધ માણસને બહુ બધું શીખવી આપે છે. હું અને તારી મમ્મી કબીરને મળ્યા તો છીએ જ એટલે હું એટલું કહીશ કે છોકરો એટલો પણ ખરાબ નહોતો જેટલો તને અત્યારે કદાચ લાગી રહ્યો હોય. તને થતું હશે કે હું કેવો બાપ છું જે દીકરીનો પક્ષ નથી લઈ રહ્યો. હું તને ફરી કહી દઉં કે હું આ બાબતે કોઈના પક્ષે નથી. આ તારો સંબંધ હતો, તારો પ્રેમ હતો, તારો સમય હતો જે તે જીવી લીધો. પાછળ છૂટી ગયેલા સંબંધની કડવાશ કરતાં સારી બાબતો યાદ રાખીશ તો આગળ વધી શકીશ. તને જો એમ લાગતું હોય કે કબીરની જ ભૂલ છે અને એણે તને છેતરી છે તો એમ કહીશ કે બેટા એને માફ કરી દે. જો માફ કરી શકીશ તો આગળ વધી શકીશ. તારી પાસે હજું આખી જીંદગી પડી છે. ત આગળ હજું આનાથી પણ વધુ સુંદર સંબંધ તારી રાહ જોઈ રહ્યો છે. આપણી પાસે એ વસ્તુઓ જ ટકે છે જે ખરેખર આપણી હોય છે. કોઈ તમારી લાગણી સમજી નથી શક્યું તો ઈટ્સ ફાઈન. એવું માની લો કે તમારી લાગણી હજું એવા લોકો માટે બચેલી છે જેને મન તમે બહુ બધું છો. કોઈ એક વ્યક્તિ સાથે આપણા સંબંધો પૂરા થઈ જાય એની સજા હંમેશા આપણે બીજા બધા સંબંધોને કેમ આપતા હોઈએ છીએ ? આપણે તકલીફમાં છીએ, આપણો મૂડ ખરાબ છે એ આપણી સાથે જોડાયેલા બીજા બધા સંબંધોની ભૂલ હંમેશા ન હોઈ શકે.
   જીંદગીમાં હંમેશા એની પાછળ દોડતા ન રહો જેને તમે પ્રેમ કરો છો. થોડો સમય એ બધી વ્યક્તિને આપવાનો પ્રયત્ન કરો જે બધા તમને પ્રેમ કરે છે. ટ્રસ્ટ મી, તને અચાનક બધું વન્ડરફૂલ અનુભવાશે. આપણી જીંદગીમાં એવા પણ લોકો હોય જ છે જેને હેશટેગ કે કેપ્શનની જરૂર નથી હોતી છતાં એ આપણી સાથે જોડાયેલા રહે છે. સમયસર બધી એપ્લીકેશન્સ અપડેટ કરનારા આપણે સંબંધોને અપડેટ કરવાનું ભૂલી જઈએ છીએ અને પછી ફરિયાદો કરીએ છીએ કે બધાની લાગણી ‘ફિલ્ટર્ડ’ કેમ હોય છે ?
          બેટા, બ્રેકઅપ થવું એ હું માનું છું કે બહું તકલીફવાળી ઘટના છે. જે વ્યક્તિ સાથે આવનારા દરેક સમયની ફ્રેમ કલ્પી હોય એ વ્યક્તિનું જતું રહેવું એ કેટલું હતાશાજનક હોય છે એ હું સમજી શકું છું. પણ તું આ બ્રેક ‘અપ’ને બ્રેક ‘ડાઉન’ ન બનવા દઈશ. મનની અંદરના દરવાજા એટલા જોશથી પણ ન બંધ કરી દેવા કે જેને પછી ખોલવામાં આપણને જ તકલીફ પડે. એક વાત તારા મનને પૂછ. કબીર તારા જીવનમાં આવ્યો એ પહેલાં પણ હસતી જ હતીને ? ખુશ જ હતીને ?  હવે એ નથી તો તને એવું કેમ લાગે છે કે જાણે એ નથી તો તું હસવાનું જ ભૂલી ગઈ છે. કબીરને ભૂલવો હોય તો સૌથી પહેલાં એને કોલ કરીને કહી દે કે, ‘’આપણે જેટલું પણ સાથે હતા એ ક્ષણો મારા માટે જીવનની સૌથી સુંદર ક્ષણોમાંની હતી. આપણે સાથે નથી એનો અર્થ એ નથી કે એ જીવાયેલી ક્ષણોનું મુલ્ય મારે મન કશું ઓછું છે. સાથે હતા ત્યાં સુધી તે જે કંઈ મને સ્પેશિયલ ફીલ કરાવડાવ્યું એના માટે થેંક્યું. તને તારા આગળના ભવિષ્ય માટે અભિનંદન’’ મને ખબર છે કે મારા માટે આ બોલવું સરળ છે પણ તું કરી શકીશ જ. મારા પર વિશ્વાસ કર દિપાલી, તને બહુ સારું ફીલ થશે. તું આગળ તો જ વધી શકીશ જો તું ત્યાં બટકી ગયેલી અધુરી ફાંસોથી છૂટીશ.
     વર્ષો પહેલાં તારી મમ્મીના પેટમાંથી તને મનાવીને બોલાવી લીધી હતી. આઈમ શ્યોર આજે પણ તને મનાવી લીધી છે. તારી કોલેજમાં રજાઓ પડવાની છે. તને થશે મને કેમ ખબર પડી તો કહીં દઉં કે તારી  ફ્રેન્ડસની ફેસબુકની ટાઈમલાઈન પરથી ખબર પડી. હવે એવું ન વિચારતી કે પપ્પા જાસુસી કરે છે. સ્માઈલ.. અને હા, તું કબીર સાથે વાત કરે તો એને પૂછજે કે એની જીભમાં કેટલા બચકા ભરાઈ ચૂક્યા છે ? કેમકે  તારી મમ્મીએ તો એને સાત પેઢીની જેટલી પણ આવડતી હતી એ બધી ગાળો આપી દીધી છે. મમ્મી તને બહું યાદ કરે છે બેટા. એક કોલ કરી દઈશ તો એ રાત્રે નિરાંતે રડ્યા વિના સુઈ શકશે. અને હા, તું ઘેર આવે ત્યારે મેક શ્યોર કે તારી આંખ નીચે ડાર્ક સર્કલ ન હોય કેમકે તારી મા મારી બધી મસાલા કાકડી તારા કુંડાળા સંતાડવામાં વાપરી નાખશે.
   મારી આંગળી તારી મુઠીમાં સમાઈ જવા અધીરી છે. ઘરે જલદી આવ.પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે. તને કોઈ પણ પ્રેમ કરી શકે એવી લાગણીશીલ અને હુંફાળી વ્યક્તિ છે તું !
                                                                                                    તારો સુપરહીરો
       પપ્પા...