તારી બા, મારી બા..

👵 *"તારી બા, મારી બા"* 👵

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા.

એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા.

પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી...."

હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, " ભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? "

પતિએ હળવેથી કહ્યુ, " હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? "

પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, " તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ."

બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો.

એમણે પતિને પુછ્યુ, " આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? "

પતિએ દબાતા અવાજે કહ્યુ, " મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો."

પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી " મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ."

નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, " બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા."

પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.

પતિએ પત્નિ કહ્યુ, "તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી?"

*દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે.*

क्यों दे रहे हैं तलाक?

नवनीत सिकेरा ने एक *बेहद मार्मिक स्टोरी* पोस्ट की।
एक *जज अपनी पत्नी को क्यों दे रहे हैं तलाक ???

⚡कल रात एक ऐसा वाकया हुआ जिसने मेरी *ज़िन्दगी के कई पहलुओं को छू लिया*.
करीब 7 बजे होंगे,
शाम को मोबाइल बजा ।
उठाया तो *उधर से रोने की आवाज*...
मैंने शांत कराया और पूछा कि *भाभीजी आखिर हुआ क्या*?
उधर से आवाज़ आई..
*आप कहाँ हैं??? और कितनी देर में आ सकते हैं*?
मैंने कहा:- *"आप परेशानी बताइये"*।
और "भाई साहब कहाँ हैं...?माताजी किधर हैं..?" "आखिर हुआ क्या...?"

लेकिन
*उधर से केवल एक रट कि "आप आ जाइए"*, मैंने आश्वाशन दिया कि *कम से कम एक घंटा पहुंचने में लगेगा*. जैसे तैसे पूरी घबड़ाहट में पहुँचा;
देखा तो भाई साहब [हमारे मित्र जो जज हैं] सामने बैठे हुए हैं;
*भाभीजी रोना चीखना कर रही हैं* 12 साल का बेटा भी परेशान है; 9 साल की बेटी भी कुछ नहीं कह पा रही है।

मैंने भाई साहब से पूछा कि *""आखिर क्या बात है""*???

*""भाई साहब कोई जवाब नहीं दे रहे थे ""*.

फिर भाभी जी ने कहा ये देखिये *तलाक के पेपर, ये कोर्ट से तैयार करा के लाये हैं*, मुझे तलाक देना चाहते हैं,
मैंने पूछा - *ये कैसे हो सकता है???. इतनी अच्छी फैमिली है. 2 बच्चे हैं. सब कुछ सेटल्ड है. ""प्रथम दृष्टि में मुझे लगा ये मजाक है""*.
लेकिन मैंने बच्चों से पूछा  *दादी किधर है*,
बच्चों ने बताया पापा ने उन्हें 3 दिन पहले *नोएडा के वृद्धाश्रम में शिफ्ट* कर दिया है.
मैंने घर के नौकर से कहा।

मुझे और भाई साहब को चाय पिलाओ;

कुछ देर में चाय आई. भाई साहब को *बहुत कोशिशें कीं चाय पिलाने की*.
लेकिन उन्होंने नहीं पी और कुछ ही देर में वो एक *"मासूम बच्चे की तरह फूटफूट कर रोने लगे "*बोले मैंने 3 दिन से कुछ भी नहीं खाया है. मैं अपनी 61 साल की माँ को कुछ लोगों के हवाले करके आया हूँ.
*पिछले साल से मेरे घर में उनके लिए इतनी मुसीबतें हो गईं कि पत्नी (भाभीजी) ने कसम खा ली*. कि *""मैं माँ जी का ध्यान नहीं रख सकती""*ना तो ये उनसे बात करती थी
और ना ही मेरे बच्चे बात करते थे. *रोज़ मेरे कोर्ट से आने के बाद माँ खूब रोती थी*. नौकर तक भी *अपनी मनमानी से व्यवहार करते थे*
माँ ने 10 दिन पहले बोल दिया.. बेटा तू मुझे *ओल्ड ऐज होम* में शिफ्ट कर दे.
मैंने बहुत *कोशिशें कीं पूरी फैमिली को समझाने की*, लेकिन *किसी ने माँ से सीधे मुँह बात नहीं की*.
*जब मैं 2 साल का था तब पापा की मृत्यु हो गई थी दूसरों के घरों में काम करके *""मुझे पढ़ाया. मुझे इस काबिल बनाया कि आज मैं जज हूँ""*. लोग बताते हैं माँ कभी दूसरों के घरों में काम करते वक़्त भी मुझे अकेला नहीं छोड़ती थीं.
*उस माँ को मैं ओल्ड ऐज होम में शिफ्ट करके आया हूँ*. पिछले 3 दिनों से

मैं *अपनी माँ के एक-एक दुःख को याद करके तड़प रहा हूँ,*जो उसने केवल मेरे लिए उठाये।

मुझे आज भी याद है जब..
*""मैं 10th की परीक्षा में अपीयर होने वाला था. माँ मेरे साथ रात रात भर बैठी रहती""*.

एक बार *माँ को बहुत फीवर हुआ मैं तभी स्कूल से आया था*. उसका *शरीर गर्म था, तप रहा था*. मैंने कहा *माँ तुझे फीवर है हँसते हुए बोली अभी खाना बना रही थी इसलिए गर्म है*.
लोगों से *उधार माँग कर मुझे दिल्ली विश्वविद्यालय से एलएलबी तक पढ़ाया*. मुझे *ट्यूशन तक नहीं पढ़ाने देती थीं*कि कहीं मेरा टाइम ख़राब ना हो जाए.  

       *कहते-कहते रोने लगे..और बोले--""जब ऐसी माँ के हम नहीं हो सके तो हम अपने बीबी और बच्चों के क्या होंगे""*.

हम जिनके *शरीर के टुकड़े हैं*,आज हम उनको *ऐसे लोगों के हवाले कर आये, ""जो उनकी आदत, उनकी बीमारी, उनके बारे में कुछ भी नहीं जानते""*,
जब मैं ऐसी माँ के लिए कुछ नहीं कर सकता तो *"मैं किसी और के लिए भला क्या कर सकता हूँ".*

आज़ादी अगर इतनी प्यारी है और *माँ इतनी बोझ लग रही हैं, तो मैं पूरी आज़ादी देना चाहता हूँ*
.
जब *मैं बिना बाप के पल गया तो ये बच्चे भी पल जाएंगे*. इसीलिए मैं तलाक देना चाहता हूँ।

*सारी प्रॉपर्टी इन लोगों के हवाले* करके उस *ओल्ड ऐज होम* में रहूँगा. कम से कम मैं माँ के साथ रह तो सकता हूँ।

और अगर *इतना सब कुछ कर के ""माँ आश्रम में रहने के लिए मजबूर है"", तो एक दिन मुझे भी आखिर जाना ही पड़ेगा*.

माँ के साथ रहते-रहते आदत भी हो जायेगी. *माँ की तरह तकलीफ* तो नहीं होगी.

*जितना बोलते उससे भी ज्यादा रो रहे थे*.

बातें करते करते रात के 12:30 हो गए।

मैंने भाभीजी के चेहरे को देखा.
उनके *भाव भी प्रायश्चित्त और ग्लानि* से भरे हुए थे; मैंने ड्राईवर से कहा अभी हम लोग नोएडा जाएंगे।

भाभीजी और बच्चे हम सारे लोग नोएडा पहुँचे.
*बहुत ज़्यादा रिक्वेस्ट करने पर गेट खुला*. भाई साहब ने उस *गेटकीपर के पैर पकड़ लिए*, बोले मेरी माँ है, मैं उसको लेने आया हूँ,
चौकीदार ने कहा क्या करते हो साहब,
भाई साहब ने कहा *मैं जज हूँ,*
उस चौकीदार ने कहा:-

*""जहाँ सारे सबूत सामने हैं तब तो आप अपनी माँ के साथ न्याय नहीं कर पाये,
औरों के साथ क्या न्याय करते होंगे साहब"*।

इतना कहकर हम लोगों को वहीं रोककर वह अन्दर चला गया.
अन्दर से एक महिला आई जो *वार्डन* थी.
उसने *बड़े कातर शब्दों में कहा*:-
"2 बजे रात को आप लोग ले जाके कहीं मार दें, तो

*मैं अपने ईश्वर को क्या जबाब दूंगी..*?"

मैंने सिस्टर से कहा  *आप विश्वास करिये*. ये लोग *बहुत बड़े पश्चाताप में जी रहे हैं*.
अंत में किसी तरह उनके कमरे में ले गईं. *कमरे में जो दृश्य था, उसको कहने की स्थिति में मैं नहीं हूँ.*

केवल एक फ़ोटो जिसमें *पूरी फैमिली* है और वो भी माँ जी के बगल में, जैसे किसी बच्चे को सुला रखा है.
मुझे देखीं तो उनको लगा कि बात न खुल जाए
लेकिन जब मैंने कहा *हम लोग आप को लेने आये हैं, तो पूरी फैमिली एक दूसरे को पकड़ कर रोने लगी*

आसपास के कमरों में और भी बुजुर्ग थे सब लोग जाग कर बाहर तक ही आ गए.
*उनकी भी आँखें नम थीं*
कुछ समय के बाद चलने की तैयारी हुई. पूरे आश्रम के लोग बाहर तक आये. किसी तरह हम लोग आश्रम के लोगों को छोड़ पाये.
सब लोग इस आशा से देख रहे थे कि *शायद उनको भी कोई लेने आए, रास्ते भर बच्चे और भाभी जी तो शान्त रहे*.......

लेकिन भाई साहब और माताजी एक दूसरे की *भावनाओं को अपने पुराने रिश्ते पर बिठा रहे थे*.घर आते-आते करीब 3:45 हो गया.

👩 💐 *भाभीजी भी अपनी ख़ुशी की चाबी कहाँ है;
ये समझ गई थी* 💐

मैं भी चल दिया.
लेकिन *रास्ते भर वो सारी बातें और दृश्य घूमते रहे*.

શું મારા વહાણમાં પાણી ઘુસી ગયું છે..?

“દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં માનનાર દરેક માટે....

૧૯૨૩માં શિકાગોની “એડજ વોટર બીચ” હોટલમાં દુનીયાના સૌથી વધારે ધન કુબેરોમા ના નવ ધનવાન લોકો ભેગા થયા....
તે બધાની કુલ સંપત્તિ તે વખતની અમેરિકાની સરકારની કુલ સંપત્તિ કરતા પણ વધારે હોવાનો અંદાજ હતો...
આ લોકોને ચોક્કસ ખબર જ હતી કે કઈ રીતે જીવવું અને સંપત્તિ એકઠી કરવી...!!

આ મીટીંગમાં હાજરી આપનાર નીચેના વ્યક્તિઓ હતા..

૧. સૌથી મોટી સ્ટીલ કંપનીનો પ્રેસીડેન્ટ

૨. સૌથી મોટી યુટીલીટી કંપનીનો પ્રેસીડેન્ટ

૩. સૌથી મોટી ગેસ કંપનીનો પ્રેસીડેન્ટ

૪. ન્યુયોર્ક સ્ટોક એક્સ્ચેઇન્જનો પ્રેસીડેન્ટ

૫ .બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સનો પ્રેસીડેન્ટ

૬. ઘઉં બજારનો સૌથી મોટો સટ્ટો રમનાર

૭. વોલ સ્ટ્રીટનો સૌથી મોટો બીયર વાળો

૮. વિશ્વના મહાન અર્થતંત્રનો વડો અને...
૯. પ્રમુખ હાર્ડીંગના કેબિનેટનો સભ્ય...

કોઈ પણ માપદંડથી જોતા આ બધા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિઓ હતા.

તેમ છતાં ૨૫ વર્ષ પછી આ નવ ઇન્ડસ્ટ્રીયલ દીગ્ગજો કયાં હતા...!!?
ચાલો જાણીએ ૨૫ વર્ષ પછી આ લોકો નું શું થયું...!!?

૧. સૌથી મોટી સ્ટીલ કંપની,(બેથલેહમસ્ટીલ કોર્પોરેશન)નો પ્રેસીડેન્ટ ચાર્લ્સ એમ.સ્વેબ મૃત્યુ પહેલાના પાંચ વર્ષ ઉધાર લીધેલ પૈસા પર જીવ્યો અને દેવળિયો થઇ મૃત્યુ પામ્યો.

૨. સૌથી મોટી ગેસકંપનીનો પ્રેસીડેન્ટ, હોવાર્ડ હબસન ગાંડો થઇ ગયો.

૩. સૌથી મોટો કોમોડીટીનો વેપારી (ઘઉં બજારનો વેપારી) આર્થરકુટે નાદાર બની મૃત્યુ પામ્યો.

૪. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના તત્કાલીન પ્રમુખ, રિચાર્ડ વ્હીટનીને જેલમાં જવાનો સમય આવ્યો.

૫. યુ.એસ.પ્રેસિડેન્ટ કેબિનેટના સભ્ય (પ્રમુખ હાર્ડીંગનાકેબિનેટના સભ્ય),આલ્બર્ટ ફોલને જેલમાંથી સજા માફ કરી મુક્ત કરવા આવ્યો હતો જેથી તે ઘરે જઈ અને શાંતિથી અંતિમ શ્વાસ લઇ શકે.

૬. વોલ સ્ટ્રીટના સૌથી મોટા બીયરવાળા જેસી લિવરમોરે આત્મહત્યા કરી હતી.

૭. વિશ્વના મહાન અર્થતંત્રના વડા ઈવર ક્રુગેરે આત્મહત્યા કરી હતી.

૮. બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના પ્રેસીડેન્ટ લિયોન ફ્રેઝરએ આત્મહત્યા કરી હતી.

૯. સૌથી મોટી યુટિલિટી કંપનીના અધ્યક્ષ, સેમ્યુઅલ અનસૂલ, મૃત્યુ પામ્યા ત્યારે નિર્ધન હતા.

તેઓ જયારે પૈસા કમાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા - ”જીવન” કેવી રીતે જીવવું...!!!

નાણાં પોતે દૂષણ નથી; તે ભૂખ્યા માટે ખોરાક, બીમાર માટે દવા, જરૂરિયાતમંદ માટે કપડાં આપે છે.

નાણાંએ એક માત્ર એક્સચેન્જનું માધ્યમ છે....

આપણને બે પ્રકારના શિક્ષણની જરૂર છે....

A) એક એવું કે જે આપણને જીવન કેવું બનાવવું તે શીખવે...!! અને
B) બીજું એવું કે કેમ જીવવું તે શીખવે....!!

આપણામાંના ઘણા એવા છે કે જે પોતાના વ્યવસાયિક જીવનમાં એટલી હદે ગૂથાયેલા રહે છે કે તેઓ પોતાના પરિવાર, આરોગ્ય અને સામાજિક જવાબદારીઓની અવગણના કરતા હોય છે....!!

જો તેઓને એમ પૂછવામાં આવે કે તેઓ આમ શા માટે કરે છે...!!? તો જવાબ આપશે કે....

તે આમ પોતાના પરિવાર માટે જ તો કરે છે...!!

આપણે સવારે કામ પર જવા ઘર છોડીયે ત્યારે આપણા બાળકો સૂતાં હોય,
જયારે આપણે ઘરે પરત આવીએ ત્યારે પણ તેઓ રાત્રે સુઈ ગયાં હોય છે...!!!

વીસ વર્ષ પછી, આપણે નવરા પડશું, ત્યારે તે બધા પોતાના સ્વપનો સાકાર કરવા અને પોતાની જિંદગી જીવવા નીકળી પડ્યા હશે....!!

પાણી વિના વહાણ ચાલી શકે નહિ. વહાણને પાણીની જરૂર ખરી,
પરંતુ પાણી વહાણની અંદર જાય તો તેના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે....!!

જે એક સમયે વહાણ માટે જરૂરી હતું તે હવે વિનાશનું કારણ બની શકે છે.

તે જ રીતે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં કમાવું એ જરૂરિયાત છે,
પરંતુ કમાણી દિલો-દિમાગમાં ઘૂસી જવી ના જોઈએ...!!!

જે એક સમયે જીવનનું કારણ હોય તે વિનાશનું કારણ ન બને તે જરૂરી છે તેથી જ થોડો સમય કાઢો અને...

પોતાની જાતને પુછો,
”શું મારા વહાણમાં પાણી ઘુસી ગયું છે...!!?

હું ઇચ્છુ છું કે ના...!! આશા છે કે ઉપરની વાત આપણને સૌને બહેતર જિંદગી જીવવાની દિશા બતાવશે....!!!

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદનું ફળ..

*નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદનું ફળ યોગ્ય સમયે મળે જ છે*

એક ડોશીમાં ગામડા ગામમાં એકલા રહેતા હતા....
ઘર મા કોઈ કમાનાર હતું નહીં.
અને *મુશ્કેલી મા દિવસો પસાર કરતા હતા.... છતાં પણ ભગવાન ઉપર તેની શ્રધા અતૂટ હતી...*
એક વખત મુશ્કેલીથી થાકીને ભગવાન ને પોસ્ટઃ કાર્ડ લખ્યું..
મને તાત્કાલિક રૂપિયા 500 ની જરૂર છે....તું મોકલી આપ.... માજી એ પોસ્ટઃ કાર્ડ મા પોતાનું એડ્રેસ લખી કાર્ડ પોસ્ટ કરી દીધું
ગામડામા ટપાલી... એક જ હોવાથી બધાને વ્યક્તીગત ઓળખતો હોય..તેને માજી ની ટપાલ વાંચી....ને વિચાર્યું.. કે ભગવાન ઉપર ની શ્રધ્ધા માજી ને ઘણી છે....અને આ શ્રધ્ધા ટકી રહે તેવું કાર્ય મારે કરવું જોઈએ..
તેથી તે તેની...શહેર ની મોટી પોસ્ટ ઑફિસે જઈ સ્ટાફ અને મિત્રોને પોસ્ટ કાર્ડ બતાવી...રૂપિયા એકઠા કર્યા...
રૂપિયા 450 ભેગા થયા
ટપાલી એ...માજીને મની ઓર્ડર કર્યો....
ટપાલી ખુશ...થતા થતા
મની ઓર્ડર..માજી ને દેવા ગયો..
માજી એ પણ ખુશ થતા થતા...રૂપિયા તો લીધા...
ટપાલી બોલ્યો....ગણી લો રૂપિયા 450 પુરા.. છે..
માજી એ મનીઓર્ડર.. ની રિસિપ મા લખ્યું...
*ગિરધારી તું તો દયાળુ છે....તે તો પુરા રૂપિયા 500 મોકલ્યા હશે.પણ....વચ્ચેથી આ નાલાયક ટપાલી રૂપિયા 50 ખાઈ ગયો હશે.
ટપાલી..એ જયારે માજી નું લખાણ વાંચ્યું ત્યારે ટપાલી ની આંખ માથી આંસુ ટપકવા લાગ્યા...સાયકલ ની સ્પીડ ઘટી ગઈ....ટપકતા આંસુએ સાયકલ ના પેડલ પણ નતો મારી સકતો...
નજીકના મંદિર પાસે જઈ.... ટપાલી ભગવાન સામે રીતસરનો રડી પડ્યો.....પ્રભુ.... *સારા કાર્ય નો આવો બદલો આવો હોય...???*
તારા માથી શ્રધ્ધા ઉઠી ના જાય... એટલે મેં મેહનત ...કરી...  અને બદલામા આવા શબ્દો....મારે સાંભળવા પડ્યા...
*પ્રભુ...સારી વ્યક્તિઓ નો જમાનો નથી....*
માફ કરજે પ્રભુ પણ.....
*આજે હું..તારા થી નારાજ થઈ ને જાવ છું...*(ઘણી વખત આપણે પણ એવુંજ થતું હોય છે કે કોઈ માટે આપણે મેહનત કરીએ પણ એ મહેનતના બદલામાં આપણે કોઈ અપેક્ષા ન હોય પણ સામે વાળી વ્યક્તિ તરફથી એની દરકાર ન લે તો દિલને❤ તકલીફ થતી હોય છે)

આ બાજુ ટપાલીએ આંખ લૂછી પાછું વળી જોયું...તો એક યુવાન હસ્તા ચેહરે સામે ઉભો હતો..
માધુકાકા...મને ન ઓળખ્યો....હું શ્યામ.....
ના બેટા....
પણ હું તમને કેમ ભૂલું.....
યાદ છે તમને થોડાક વર્ષો પહેલા ST બસની ટિકિટના રૂપિયા મારી પાસે ના હોવાથી કંડક્ટર મને બસ મા થી નીચે ઉતારતો હતો
ત્યરે તમે મારી ટિકિટ ના રૂપિયા આપી દીધા હતા.....
હા...બેટા... થોડું યાદ આવે છે...
પણ તું અહીં ક્યાંથી ?
*કાકા સતકર્મો કરનાર પોતાનું કર્મ કરીને ભૂલી જતા હોય છે પણ પ્રભુ હંમેશા તેની નોંધ લેતો હોય છે....*(આ વાત હંમેશા યાદ રાખજો એ વાતનો મને પ્રત્યક્ષ અનુભવ છે..)
માધુકાકા હું આ એરિયાના ફિલ્ડ ઓફિસર તરીકે મારી નિમણુંક થઈ છે....તે દિવસેની તમારી મદદ ને કેમ ભૂલું કાકા...
તે દિવસ તમારું નામ અને ગામ એટલે જ મેં પૂછ્યા હતા કે સમય આવે હું તેનું વળતર વાળી શકું.
*આમ તો તમે કરેલ ઉમદા કાર્યની કોઈ તુલના કે વળતર વાળવા લાયક હું નથી..*
શ્યામ..પગે લાગ્યો.... અને બોલ્યો.. કાકા....આ મારો પહેલો પગાર મેં કવર મા સાચવી ને રાખી મુક્યો હતો...
એ દિવસે જ મેં નિર્ણય લીધો હતો....જે કાર્ય માટે હું જઈ રહ્યો છું...તેમાં સફળતા મળશે...તો પેહલા પગારના હક્કદાર આપ હશો...
માધુકાકા..આ કવર ને હાથમા લો અને મને આશીર્વાદ આપો..અને
બીજી...આ નાની મારી ભેટ સ્વીકારો...
*બેટામેં કોઈ વળતર ની અપેક્ષાથી કાર્ય નહોતું કર્યું...હા.. માધુકાકા એટલે જ તો યાદ રાખ્યા છે.*
શ્યામએ ભેટ ખોલી ને ટપાલી કાકાના હાથમા મૂકી....
ભેટમાં....ક્રિષ્ન ભગવાન ની મુર્તિ જોઈ...અને કવરમાં સારા એવા રૂપિયા પણ હતા..

માધુકાકા મંદિરમા નીચે બેસી ગયા.ભગવાન સામે રડતી આંખે બોલ્યા.....બસ કરો....ભગવાન
તમે તો તમારો હિસાબ..આજે જ પૂરો કરી દીધો.....

*હે ભગવાન નિષ્કર્મથી કરેલા સતકાર્ય નો હિસાબ તું...આટલો ઊંડાણ પૂવર્ક રાખતો હોઈશ એ મને ખબર ન હતી.*(સાચેજ ભગવાન આ વળતર આપેજ છે પણ આપણામાં શ્રધ્ધા જોઈએ😊😊)

આ જોઈને શ્યામ બોલ્યો..
*પ્રભુને નિષ્કામ કર્મ બહુ ગમે છે*
ચાલો કાકા પ્રણામ🙏 મારે આગળ કામ હોવાથી જવાનું છે...તમારે ઘરે જવું હોય તો કારમા મૂકી જાવ..
ના બેટા.... મારી સાયકલ...છે..
ભલે કાકા....
ખભે હાથ મૂકી....હાથ મા કાર્ડ આપી.શ્યામ બોલ્યો.. *કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગમે ત્યારે..ગમે તે સમયે ...આવી જજો.....શ્યામના દરવાજા આપના માટે હંમેશા..ખુલ્લા છે...*
શ્યામને જતા જોઈ ટપાલી કાકા બોલ્યા....ખરા માયાવી છો તું પણ મુરલીધર.......

*"મિત્રો ખરેખર તમે કરેલા નિષ્કાર્મ ભાવથી કરેલી મદદની ભગવાન એના મોબાઈલમાં માહિતી રાખેજ છે અને યોગ્ય સમયે તે રિંગ આપેજ છે પણ આપણે કોલ રિસીવ કરવા ઉભું રહેવું પડે ......ને 😊😛😝😛 આ સ્ટોરી વાંચીને એટલું જરૂર કરજો કોઈ મદદરૂપ થવાનું ને કોઈ હારેલાને તમારા થી થાય એટલી મદદ કરજો એને કહેજો હું તને બનતી મદદ કરું છું અને પછી જોજો ભગવાન તમને એનું વળતર આપશે.....જજજજજજજ....અને ન મળે તો મને કહેજો  હું એમને વોટ્સએપ કરીને જાણ કરીશ😊🙃😊🙃😝*

Quotes..

ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
*****

*નથી કોઈ લાભ કે ફાયદો,*
*જગત ને  સત્ય કહેવા માં.*

*કીધું છે જ્ઞાની પુરુષો એ,*
*મજા છે મૌન રેવામાં...*!!!
******

*पर्स को कहाँ मालूम*
*पैसे उधार के हैं...*

*वो तो बस फूला ही रहता है*
*अपने गुमान में...*

*ठीक यह ही हाल हमारा है*
*साँसे उस खुदा की उधार दी हुई है।*

*पर ना जाने गुमान किस बात पर है*
****

મિત્ર  'સારા' લાગે
        ત્યારે નહીં પણ,
મિત્ર  'મારા ' લાગે ત્યારે
       મિત્રતા ની  શરૂઆત થાય...

ક્યાં થવાય છે?

ઘોડિયે નહીં તો કંઈ નહીં પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે??