જો ભણેલા હોત તો ક્યાં હોત..

એક મંદિર હતું.

એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,
પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો...

ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા. એની પણ વાહ વાહ થતી...

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયું, અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યું, કે આપણા મંદિરમાં *કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો.*

પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે 'તમારો આજ સુધીનો પગાર લઈ લો, ને હવેથી તમે નોકરી પર આવતા નહીં.'

પેલાએ કહ્યું, "સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ જુઓ!"

ટ્રસ્ટી કહે, "સાંભળી લો, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહીં..."

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા. પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી.

થોડાં લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે 'તમે મંદિરમાં આવો.'

એ ભાઈએ જવાબ આપ્યો, "હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે. માટે હું આવી શકીશ નહીં."

ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે 'મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાં તમારે બેસવાનું. અને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરુર છે..."

હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક માંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ.

હવે એ માણસ મર્સીડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો.

સમય વિત્યો. આ વાત જુની થઈ ગઈ.

મંદિરનુ ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું.

નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરુર હતી.

મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યુ કે સહુ પહેલાં આ મંદિરની સામેની ફેક્ટરી માલીક ને પહેલા વાત કરીએ...

ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. સાત લાખ નો ખર્ચો છે, એવું જણાવ્યું.

ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કહ્યું, "સાહેબ સહીં તો બાકી છે."

માલિક કહે, "મને સહીં કરતા નથી આવડતું. લાવો અંગુઠો મારી આપું, ચાલી જશે..."

*આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, "સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો. જો ભણેલા હોત તો ક્યાં હોત...!!!"*

તો પેલા શેઠે હસીને કહ્યું,
*"ભાઇ, હું ભણેલો હોત ને, તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત."*

😇😇😇

*સારાંશ:*
કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી *લાયકાત* તમારી *ભાવનાઓ*થી જ નક્કી થાય છે. ભાવનાઓ *શુદ્ધ* હશેને, તો *ઇશ્વર* અને *સુંદર ભવિષ્ય* ચોક્કસ તમારો સાથ આપશે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તમને શું લાગે છે ?

તમને શું લાગે છે ?
સવાલ એક પણ જવાબ....

એક પત્રકાર માઈક લઈને દોડ્યો
ખભા પર કેમેરા મૂકીને તેની
પાછળ કેમેરામેન પણ ભાગ્યો...

પત્રકારે એક વૃદ્ધ કાકાને
પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
કાકા કહે,
"ભઈલા, શિયાળો શરુ થયો
ત્યારથી રોજ રાતે
સાત-આઠ વાર બાથરૂમ લાગે છે..."

પછી પત્રકારે એક
માપસરનાં દેખાવડાં બહેનને
પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
મોહક હસીને બહેને કહ્યું,
"મશરુમથી ગોરાં થવાય
એ વાતમાં કશો દમ ના
હોય તેવું મને લાગે છે...."

પત્રકાર એક શેરીમાં ગયો.
મંદિરના ઓટલા પર
બેસીને માળા કરતાં
માજીને તેણે પૂછ્યું
"તમને શું લાગે છે ?"
માજીએ કહ્યું, "બેટા,
મને લેવા આવતા શિયાળે
વૈકુંઠથી વિમાન આવશે
તેવું લાગે છે...."

એક નાનકડા છોકરાને
પત્રકારે પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
છોકરાએ કહ્યું, "શિયાળામાં
રોજ સવારે સ્કૂલ વાનમાં
જતાં પવન બહુ લાગે છે..."

પત્રકારે એક માળીને પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
માળીએ કહ્યું, "આ વર્ષે
ગુલાબના છોડ પર વહેલાં
ફૂલ બેસશે એવું મને લાગે છે."

પત્રકારે એક યુવતિને પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
શરમાઈને યુવતિ બોલી,
"પ્રેમની ઋતુ જલ્દી
આવશે તેવું મને લાગે છે."

બાઈક પર બેસી મોબાઈલ ફોનમાં
રમમાણ થયેલા યુવકને પત્રકારે પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
યુવકે કહે, "આવતા વર્ષે
5જી આવી જશે તેવું
મને લાગે છે...."

પત્રકારે એક બૌદ્ધિકને
પૂછ્યું કે "તમને શું લાગે છે ?"
બૌદ્ધિકે ચશ્માં નાક પરથી
આંખ પર લઈને, હોઠને
બરાબર ગોઠવીને કહ્યું
લાગવા પાછળ લાગણી હોય
છે અને લાગણીને માપી
શકાતી નથી, લાગણી
માપવાનો નહીં, પણ
પામવાનો વિષય છે માટે
મને તો એમ લાગે છે કે
લોકોને જે જે લાગે છે
એ ખરેખર લાગતું હોતું
નથી...
પત્રકાર ત્યાંથી નાઠો.

એ પછી પત્રકારે એક રાજકારણીને
પૂછ્યું કે તમને શું લાગે છે ?
એક આંખ મીંચકારી, ખંધુ
હસતાં રાજકારણી બોલ્યા,
"પ્રજા હારશે..."

પત્રકાર દોડતો દોડતો એક
મંદિરમાં ગયો.
તેણે ભગવાનને પૂછ્યું કે
તમને શું લાગે છે ?
ભગવાને કહ્યું કે
"જ્યાં સુધી
સીઝનલ નેતાઓ મને પગે લાગવા
આવતા રહેશે ત્યાં સુધી
લોકશાહીનું મંદિર
પ્રાણપ્રતિષ્ઠા
વિનાનું જ રહેશે..."

મંદિરની બહાર નીકળી પત્રકારે
રસ્તે જતા એક શ્રમિકને પૂછ્યું,
કે તમને શું લાગે છે ?
"શ્રમિકે પેટ બતાવી કહ્યું
સાહેબ, ભૂખ બહુ લાગે છે..."

આલેખન... રમેશ તન્ના

ડીવોર્સને એક વર્ષ પૂરું થયું..

ડીવોર્સને એક વર્ષ પૂરું થયું..

ત્યારે એક યુવતીએ તેના ભૂતપૂર્વ પતિને પત્ર લખ્યો :-

"આજે આપણે છૂટા પડયા તેને એક વર્ષ થયું. છૂટા પડયા પહેલા આપણે પાંચ વર્ષ સાથે રહ્યા હતા. આપણે સાથે હતા તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડયા. આપણે છૂટા પડયા".

આજે મારી સામે છૂટાછેડા પછીનું એક વર્ષ છે, છૂટાછેડા પહેલાનું ખરાબ સંબંધોનું એક વર્ષ છે ને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે છે.હું વિચાર કરતી હતી કે આ ત્રણ વર્ષમાં કયુ વર્ષ યાદ રાખવું જોઈએ? હું મારા વિચારોથી ત્રણે વર્ષમાં પાછી ચક્કર મારી આવી.

તારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું?

એવું લાગતું હતું કે જાણે આપણે જ એક-બીજાની જિંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં ગયા. એક-બીજા ના વાંક શોધવા લાગ્યા અને અંતે છૂટા પડયા. છૂટાછેડા પછીના એક વર્ષમાં મેં તને ખૂબ ધિક્કાર્યો છે. તને નફરત કરી છે

..પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ બદલી નાખી. ગઈ કાલે હું આપણાં જૂના ફોટોગ્રાફસ કાઢીને બેઠી હતી. આપણે ફરવા ગયા હતાં એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણું હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની પલ. મેં વર્ષો પછી આ ફોટા જોયા આલબમ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે,

"આપણે કેવા વિચિત્ર છીએ સારી યાદોને આલબમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને
દિલમાં સંઘરીએ છીએ!"

"સારી યાદોના આલબમને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં ધરબેલી ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ"

એના કરતાં ઊલટું કરીએ તો?

સારી યાદોને દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ! મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર હું તને એટલું કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું. કદાચ હવે હું તને યાદ જ નહી કરું અને યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જાવ છું, તું પણ ભૂલી જજે અને તારી જિંદગીને સરસ રીતે જીવજે...

હા, અને છેલ્લી વાત. આજે હું એટલું શીખી છું કે,આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખેડીને ફેંકી દીધી છે... મને બહુ હળવાશ લાગે છે.

યાદ એટલે?                             
સાથે ન હોવા છતાં સાથે રહેવું...

આપણા ભૂતકાળ થી મોટો મોટીવેટર , દુનિયા માં ક્યાંય નથી ,

પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો, કેમકે તમારી જીંદગી માં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયા નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે...

"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં, તરતા નથી આવડતું"

"પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".