इसे कहते हैं……… _*MANAGEMENT

😂
एक बैंक लूट के दौरान लुटेरों के मुखिया ने बैंक में मौजूद लोगों को चेतावनी देते हुए कहा :- यह पैसा देश का है और जान आपकी अपनी। सब लोग तुरंत लेट जाओ l
डर कर सब लोग लेट गए……
.
इसे कहते हैं………
_*MIND CHANGING CONCEPT*_
.
.
.
.
😃 😃 😃 😃 😃 😃 😃 😃 😃
लुटेरों का एक साथी जो कि Degree होल्डर था, वह बोला :- पैसे गिन लें ?
मुखिया ने कहा :- बेवकूफ, वो टीवी पर न्यूज में देख लेना।
.
इसे कहते हैं………
_*EXPERIENCE*_
.
.
😄 😄 😄 😄 😄 😄 😄 😄
लुटेरे 20 लाख रुपए लेकर भाग गए।
बैंक अधिकारी ने कहा :- एफ.आई.आर. कराएं ?
मैनेजर बोला :- 10 लाख और निकाल लो और जो हमने 50 लाख का गबन किया है, वह भी इस लूट में जोड़ दो l
.
.
इसे कहते हैं………
_*OPPORTUNITY*_
😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂
टीवी पर न्यूज आई :- बैंक में 80 लाख की लूट।
लुटेरों ने कई बार रुपये गिने, पर 20 लाख ही निकले।
.
.
उनको समझ में आ गया कि इतने जोखिम के बाद उनको 20 लाख ही मिले,
जबकि मैनेजर ने बैठे-बैठे 60 लाख यूं ही बना लिए l
.
इसे कहते हैं………
_*MANAGEMENT*_.......
😂 😂

" ગરીબના દિલની અમીરી "

" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા.
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો.
એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.

રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો.
પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"

ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."

ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )

અભિપ્રાય --- (Opinion)

અભિપ્રાય --- (Opinion)

તમે પરસેવે  રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે તેમ , એવામાં તમે
એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો !

ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી  ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે.

તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે?
તેવો ઇશારો કરે છે .
હાલ તમને એ વ્યક્તિ કેવો લાગે ?
------આ તમારો પહેલો અભિપ્રાય છે

તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે . 15 મિનિટ થવા છતાંય નીચેનો દરવાજો નથી ખુલતો !

હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો ?
---- આ તમારો બીજો અભિપ્રાય છે .

થોડીવાર  પછી દરવાજો ખુલે અને તે વ્યક્તિ એમ કહે કે " મને વિલંબ થવા માટે માફ કરજો , પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું સરબત આપવું યોગ્ય લાગ્યું માટે થોડી વધુ વાર લાગી ".

હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો* ?

---- યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

હવે જેવું તમે સરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી ! !!

*હવે તે વ્યક્તિ તમને કેવો લાગે???

એક સામાન્ય પ્રસંગ માં પણ જો આપણો અભિપ્રાય આટ્લો ખોખલો અને સતત બદલાતો હોય તો આપણે કોઇનો પણ અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહી ?

હકીકતે દુનિયા માં એટલું સમજાણું કે જો તમારી અપેક્ષાના ચોખટામાં બંધ્બેસતું વર્તન સામેની
વ્યક્તિ કરે તો તે સારી,
નહીં તો તે *ખરાબ??

– બરોબર ને ???