इच्छा होती थी कि मैं भी..

🐿एक गिलहरी रोज अपने काम पर समय से आती थी और अपना काम पूरी मेहनत और ईमानदारी से करती थी❗

गिलहरी जरुरत से ज्यादा काम कर के भी खूब खुश थी❗

क्यों कि उसके मालिक, जंगल के राजा शेर ने उसे दस बोरी अखरोट देने का वादा कर रखा था❗

गिलहरी काम करते करते थक जाती थी तो सोचती थी , कि थोडी आराम कर लूँ , वैसे ही उसे याद आता कि शेर उसे दस बोरी अखरोट देगा❗
गिलहरी फिर काम पर लग जाती❗
गिलहरी जब दूसरे गिलहरीयों को खेलते देखती थी, तो उसकी
भी इच्छा होती थी कि मैं भी खेलूं , पर उसे अखरोट याद आ जाता, और वो फिर काम पर लग जाती❗

*ऐसा नहीं कि शेर उसे अखरोट नहीं देना चाहता था, शेर बहुत ईमानदार था❗*

ऐसे ही समय बीतता रहा ....
एक दिन ऐसा भी आया जब जंगल के राजा शेर ने गिलहरी को दस बोरी अखरोट दे कर आज़ाद कर दिया❗

*गिलहरी अखरोट के पास बैठ कर सोचने लगी कि अब अखरोट मेरे किस काम के❓*

पूरी जिन्दगी काम करते - करते दाँत तो घिस गये, इन्हें खाऊँगी कैसे❗

*यह कहानी आज जीवन की हकीकत बन चुकी है❗*

इन्सान अपनी इच्छाओं का त्याग करता है,
पूरी ज़िन्दगी नौकरी, व्योपार, और धन कमाने में बिता देता है❗

*60 वर्ष की उम्र में जब वो सेवा निवृत्त होता है, तो उसे उसका जो फन्ड मिलता है, या बैंक बैलेंस होता है, तो उसे भोगने की क्षमता खो चुका होता है❗*

तब तक जनरेशन बदल चुकी होती है,
परिवार को चलाने वाले बच्चे आ जाते है❗

क्या इन बच्चों को इस बात का अन्दाजा लग पायेगा की इस फन्ड, इस बैंक बैलेंस के लिये : -

      *कितनी इच्छायें मरी होंगी❓*
      *कितनी तकलीफें मिली होंगी❓*
       *कितनें सपनें अधूरे रहे होंगे❓*

क्या फायदा ऐसे फन्ड का, बैंक  बैलेंस का, जिसे पाने के लिये पूरी ज़िन्दगी लग जाये और मानव उसका
भोग खुद न कर सके❗

*इस धरती पर कोई ऐसा अमीर अभी तक पैदा नहीं हुआ जो बीते हुए समय को खरीद सके❗*

इस लिए हर पल को खुश होकर जियो व्यस्त रहो,
पर साथ में मस्त रहो सदा स्वस्थ रहो❗

                    मौज लो, रोज लो❗
              नहीं मिले तो खोज लो‼

   BUSY पर BE-EASY भी रहो❗

पसंद आये तो शेयर करे

માણસને દુખી કરવો..

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન(મોલ)ની શરૂઆત કરી. આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.
સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાંથી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે. વાર્તા પુરી થઈ....,,

હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે. આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા. ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે? હારપીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે? ફેશવોશ વગર કઈ બાયને મુછુ ઉગી નીકળી છે? હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે? કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયન ને કાળા રહી ગયા? ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે? હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા? ડિઓડન્ટ છાંટીને નીકળયા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે?

        કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી બગલો કયા શેમ્પુથી નહાય છે? મોરલાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે? મીંદડીને કેદી મોતીયા આવી ગયા? સસલાના વાળ કોઈ દી બરડ અને બટકણાં જોયા છે? કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે? ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે. અલાર્મ વગર કુકડો ઉઠે જ છે. મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે. સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે?

       આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચી ને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે. નેટ બંધ કરો તો દુખી, લાઈટ જાય તો દુખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી, મોબાઈલનું ચાર્જર બગડે દુખી, ટીવીનો કેબલ કપાઈ તો દુખી, મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી. આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય. જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને પેઢે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે. જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે..

મારે નેટ બાર વાગ્યે પુરૂ થાય છે પછી વાટકી એક વાઈફાઈ માગવા જવું પડે અને દૂખી થવું પડે એ પહેલાં ટુંકાવી અપલોડ કરી નાખું...

   🌹 🌹 🌹 🌹

ચાલ એક સંબંધ...

*ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..*

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..
સરરર
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો
ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
બસ
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..
છુટા જ પડવાનું..
આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..
બરાબર
હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને
જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ... ચાલ એક સંબંધ...

ભીષ્મપિતામહે

આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.

આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
(વિચાર સૌજન્ય - શ્રી આર.કે.પટેલ - સુરત)