Time zone

New York is 3 hours ahead of California but it does not mean that California is slow, or that New York is fast. Both are  working based on their own "Time Zone."

Some one is still single. Someone got married and 'waited' 10 years before having a child. There is another who had a baby within a year of marriage.

Someone graduated at the age of 22, yet waited 5 years before securing a good job; and there is another who graduated at 27 and secured employment immediately !

Someone became CEO at 25 and died at 50 while another became a CEO at 50 and lived to 90 years.
Everyone works based on their 'Time Zone',

People can have things worked out only according to their pace.
Work in your “time zone”.

Your Colleagues, friends, younger ones might "seem" to go ahead of you.
May be some might "seem" behind you.

Everyone is in this world running their own race on their own lane in their own time. God has a different plan for everybody.Time is the difference. Obama retires at 55, Trump resumes at 70

Don't envy them or mock them, it's their 'Time Zone.'
You are in yours!

Hold on, be strong, and stay true to yourself. All things shall work together for your good.

You’re not late … You are not early ... you’re very much On time!😊👍stay blessed.
You Are In Your Time Zone....🌐 

"Be Positive and respect time"

એક સમજુ પિતાનો પત્ર..........

એક સમજુ પિતાનો પત્ર..........

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..

૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .

૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારૂ ને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મન માં ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર ના માની લેવા.

૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખ જે .

૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ
તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.

૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું.

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વિદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હંમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઇ જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મહેનત કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.

મિત્રો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક વધુ માં શેર કરજો .

આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ?

બે મિનિટ સમય લઈ એક વખત આ નાની વાર્તા જરુર વાંચજો. 
તો તે ટાઈપ કરવા માટે વાપરેલ સમય સાર્થક  થશે---

ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો
એક
નવયુવક કૉલેજના અંતિમ
વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો
હતો.
એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન
અને
પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.
એના પિતાએ પૂછયું કે
પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?
દીકરાએ
જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં
પ્રથમ
નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ

સાંભળીને
ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે
ફરી પૂછ્યું
કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે
તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી
હોન્ડાની નવી સ્પોર્ટસ
કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે
તો આવી કારની ખરીદી એ
રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ
ગયો.
એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર
હતી.
એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી
ગયો.
મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ
કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે
ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ
જોઈ
લેતો. થોડા દિવસો પછી જ આ કારના
સ્ટિયરિંગ પર
પોતાની આંગળીઓ ફરતી હશે એ
વિચારમાત્ર એને
રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબ
જ સરસ
રહી.
યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી
જાણ
થતાં જ એણે કૉલેજ પરથી પોતાના
પિતાને ફોન
કરી દીધો. પોતાની ભેટની વાત પણ
યાદ કરી. ઘર
નજીક એ ઘરે પહોંચ્યો.
કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને
આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર
ક્યાંય
દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ
થઈ
ગયો.
કદાચ કારની ડિલિવરી પછી લેવાની
હશે તેમ
વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે
એને
આવીને કહ્યું કે 'શેઠ સાહેબ
એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.''
દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.
એના પિતાજી જાણે એના આવવાની રાહ જ
જોઈ
રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ
એમણે
ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર
બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે
તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને
ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું
ગૌરવ છે
એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં
વીંટાળેલું એક
નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા,
આમ
જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ
છે. આ લે
તારા માટે મારા તરફથીઉત્તમ ભેટ !’
એટલું
કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ
પોતાના કામે જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ
ખોલ્યું. જોયું
તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી
અક્ષરોથી લખાયેલું
રામાયણ હતું. રામાયણ બંને હાથમાં
પકડીને એ
થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને
અત્યંત
ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર
મૂકીને
એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક
પૈસો હોવાછતાં પોતાની એક જ
માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન
ચાલ્યો એ
વાત એને હાડોહાડ કોરી ખાતી હતી.
સ્પોર્ટસ કાર
અપાવવાની હા પાડ્યા પછી પણ
પિતાનો જીવ ન
ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.
એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી
વખત
પિતા પાસે માગવાનો કે એમને યાદ
અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા
થતો.
ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ
લીધો.
એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય
પિતાજી,
સ્પૉર્ટસ કારને બદલે રામાયણ
આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે
એમ
માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી
હતી. હું
ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું.
જ્યારે
તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ
ત્યારે જ હવે
તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’
ચિઠ્ઠી રામાયણના બૉક્સ પર મૂકી એ
ઘરેથી નીકળી ગયો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ
સારાં હતાં.
મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણે
જે
બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને
અણધારી સફળતામળી અને એ અતિશ્રીમંત
બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે
લગ્ન
પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના
પ્રેમાળ
પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળ
ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો
એને
તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે
આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ
માગી અને
અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ
કારને બદલે
ફિલૉસૉફી ઝાડવા ફકત રામાયણ જ
આપ્યું, એ યાદ આવતાં જ એનું મન
કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે
કેમ
એને એના પિતાની યાદ ખૂબ જ આવતી
હતી. હવે
તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ
નહીં તો એમની સાથે વાત તો કરવી જ
જોઈએ.
વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ
શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન
પર વાત
કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી.
આમેય
સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું
થતું જાય છે
અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને
એમ
થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત
કારણ માટે
આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ
કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે
ફોન
લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.
સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો
ત્યારે
એના ધબકારા ખૂબ વધી ગયા હતા.
પિતાજી સાથે
પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ
સાથે
એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા
સાંપડી.
સામા છેડે એના પિતાજી નહોતા પણ
ઘરનો નોકર
હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબતો
અઠવાડિયા
પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું
સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી
રીતે
કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ
કરીને
રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન
ક્યારેય પણ
આવે તો તમને બધો કારોબાર સંભાળવા
બોલાવી લેવા.
એટલે તમે આવી જાવ !’
પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.
પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં
પણ
મળી ન શકાયું એ વાતની વેદનાએ એના
હૈયાને
વલોવી નાખ્યું. પણ હવે શું થાય ?
પોતાના ઘરે
પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ
વતન
તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ
પોતાના પિતાના રૂમમાં ગયો. એમની
છબી સામે
ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી.
થોડી વાર
આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.
પછી પોતાના રૂમમાં આવ્યો.
એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ
સોનેરી અક્ષરવાળા રામાયણ પર પડી, આ
એ જ
રામાયણ હતું જેના કારણે એણે ઘર છોડ્યું
હતું.
એના મનમાંથી પિતાજી માટેની બધી જ
કડવાશ
ગાયબ થઈ ગઈ હતી. એણે રામાયણ હાથમાં
લઈ
ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ
લખ્યું હતું:
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ
સંતાનને
ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે.
એણે
માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો
વારસો
પણ આપી શકું એવું કરજે.’
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ
શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન
લાગ્યા.
એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે
લગાડ્યું.
એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક
છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું.
પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં
હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને
સંપૂર્ણ
ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના
પર
તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને
આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય
વાર
સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય
ફાટી જાય
એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ
પછી કલાકો સુધી સૂનમૂન બની એ
પોતાનાપિતાજીની છબી સામે જોતો
રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે
એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો
તો ઠીક,
ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ
કરાયેલ
આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર
કરતાં હોઈશું ? કારણ એક જ કેઆપણી
ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું.
બસ ! એટલું જ !!

મિત્રો, આ પોસ્ટને બને એટલી શેર કરો જેથી કોઈ રાહ ભૂલેલો નવ યુવાન એના માતાપિતાને પાછો મળે. કોઈ નવયુવાન રાહ ભટકતો અટકે.

🙏 🙏 🙏 🙏🙏

લગ્ન વિશે..

👉 લગ્ન. ☺

(લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર લેખકે પ્રકાશ પાડ્યો છે.)

લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ? તે વિશે વિચાર કરીએ.

લગ્ન : બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.

વરઘોડો : ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.

પોંખણું : વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ..

રવઈયો : માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.

મુશળ : અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.

ઘુંસરી : સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે છે.

તરાક : લગ્ન જીવન રેટિંયા જેવું છે.પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.

સંપુટ : વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

વરમાળા : ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપ : લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા : લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ કામ અને મોક્ષ.. એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો

(૧) ધર્મ : સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.
(૨) અર્થ :પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી કહેવાય છે. ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ.
(૩) કામ : સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો
(૪) મોક્ષ… એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા – આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

મંગલાષ્ટક : લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

રામ દીવડો : કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

મા માટલું : માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

સપ્તપદી : આ શ્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે, એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.

સપ્તપદીના સાત વચનો –
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે… સપ્‍તપદી
જેમાં કન્‍યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

સપ્‍તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નીવડે.

જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

સપ્‍તપદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચારવાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સાતમી અને છેલ્‍લી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે. બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે. લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવ સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે. વર-વધૂને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે. આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે. લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને વધૂ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે. આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો દ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન દ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે. આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. સદાચરણ અને સમ્યક્ ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.