અતિતની અટારીએથી

અતિતની અટારીએથી  !!
-------------------------------

દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !

રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું, 
ગોળનું ઢેફું ખાવા માટે !

કબુતરોને  ચણ,
           કીડીઓને લોટ !

શનિવારે હનુમાનને સરસવનું તેલ, 
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!

બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો'તો !!

આજ..

સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !

મને આજે પણ યાદ છે..

મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા...
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !

ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !

સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !

ઘરના માથે સૂતા'તા અને વાતો અલકમલકની કરતા'તા !

ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !

દરવાજા ઘરના ખુલ્લા રહેતા'તા,
રસ્તે જનારા પણ આવી બેસતા'તા !

કાગડા છત પર બોલતા'તા,
મહેમાન પણ આવતા જાતા,તા !

એક સાયકલ જ ખાલી પાસે હતી , 
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !

સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !

પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !

મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !

હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!

જીવન નીકળતું જાય છે.

*જીવન નીકળતું જાય છે..*

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
    *.....જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં..
પેન્ડીંગ પડેલ કામોમાં..
તારાં મારાંની હોડમાં..
રૂપીયા કમાવવાની દોડમાં..
સાચું-ખોટું કરવામાં..
ટીફીન ભરેલ રહી જાય છે..
*.....જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે..
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે..
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે..
   *.....જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં..
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે.. ?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે....
*.....જીવન નીકળતું જાય છે.*

*ચાલો..*
*સૌ દિલથી જીવી લઈએ..*

*જીવનનીકળતું જાય છે*.

આપણે ક્યાંક મોટા થઇ ગયા...

*આપણે મોટા થઇ ગયા*

"ધ્યાન દોરવા જોરથી રોવું" અને "ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"કટ્ટી" અને "બ્લોક્ડ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"૧ રૂપિયાની ૭ પાણીપુરી" અને "૭ રૂપિયાની ૧ પાણીપુરી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મેદાન પર આવીજા" અને "ઓનલાઈન આવીજા" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હોટલમાં ખાવા ઝંખવું" અને "ઘરનું ખાવા ઝંખવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ખાધુ પીધુ ને રાજ કર્યુ" અને "દુનિયાદારી સ્વીકારવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"બહેનની પારલે ચોકલેટ ચોરવી" અને "બહેન માટે સિલ્ક લાવવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે" અને "snooze બટન દબાવવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"તૂટેલી પેન્સિલ" અને "તૂટેલા દિલ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"જીંદગીભરના દોસ્ત" અને "કાંઇજ કાયમી નથી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હું મોટો થવા માંગુ છું" અને "હું ફરીથી બાળક બનવા માંગુ છું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ચાલો મળીને પ્લાન કરીએ" અને "ચાલો પ્લાન કરીને મળીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"મા બાપ આપણી ઇચ્છા પુરી કરે" અને "આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા... 🙋‍♂🙏

ભગવાનની લીલા..

ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.

કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.

પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..

દુનિયામાં સજ્જન માણસો પણ છે'

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન... બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે...નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે.


થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે.

ભાઈ નજીક આવી ને પૂછે છે, "કેમ, તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું... ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી.. બહેન ખુબ જ ખુશ થઇ.

કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા.

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, 'આ ઢીંગલી નુ શું છે ?'

જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું, 'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.

બાળકે કહ્યું, 'કેમ ઓછા છે ?'

વેપારી કહે, 'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં.. પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું, 'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'

વેપારી એ કહ્યું, 'ભાઈ, આપણે મન આ છીપલા છે...એને મન તો એની સંપતિ છે... અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા... ત્યારે એ મને યાદ કરશે... અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

*"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી"*

🙏😊 Live Happy LIFE 😊🙏

આને કહેવાય..." પ્રેમ...!"

" રાધા " ને કોઇએ જલાવવા આટલુ પુછ્યુ કે....
" રાધા " તુ આખો દાડો...
     કાનો કાનો કરે છે...
-
તારો " કાનો " તો તને છોડી ને...
જતો રહ્યો...?
અને...
તને યાદ પણ કરતો નથી...?
-    
ત્યાં તો " મંદ મંદ સ્મીત " સાથે...
" રાધા " બોલી...
-
મારો કાનો ક્યાંય ગયો નથી....
અને જઇ પણ ના શકે..!
-
કારણ...
-
જ્યાં " રાધા " લખાય...
ત્યાં જ...
બે કાના આવી જાય છે..!!
-
આને કહેવાય..." પ્રેમ...!"

જાણવા જેવું..

Janva jevu

૧).૧-એકમ
૨).૧૦-દશક
૩).૧૦૦-સો
૪).૧૦૦૦-હજાર
૫).૧૦૦૦૦-દસ હજાર
૬).૧૦૦૦૦૦-લાખ
૭).૧૦૦૦૦૦૦-દસ લાખ
૮).૧૦૦૦૦૦૦૦-કરોડ
૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ
૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ
૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ
૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ
૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ
૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા
૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ
૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી
૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત
૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય
૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ
૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ
૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ
૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન
૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન
૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ
૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ
૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર
૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર
૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન
૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન
૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી
૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી
૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક
૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક
૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય
૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય
૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ
૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ
૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ
૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ
૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા
૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા
૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર
૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર
૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ
૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ
૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ
૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

 ભૌગોલિક ઉપનામ   -  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫.      બુનકરોનું શહેર – પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ 

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર – લખનૌ

૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪.    પર્વતોની રાની – મસુરી

૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો – કેરળ

૨૧.    ગુલાબી નગર – જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬.    પહાડોની રાણી – નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર

૨૯.    મીઠાનું સીટી – ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર 

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર.....
🔵 "શ્રાધ્ધ"નો કાગડો બોલે છે...
  

👉 જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો
   ગુમાવ્યા પછી
      "ગીતા" સાંભળવાનો
                        શું અર્થ?

👉સાથે બેસી જમવાની એમની ઈચ્છા
              પ્રેમથી પુરી કરજો
પછી ગામ આખાને લાડવા જમાડવાનો
                           શું અર્થ?

👉વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી
           ભીંજવી દેજો.
ચીર વિદાય પછી આંસુ સારવાથી
                             શું અર્થ?

👉ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને
             ઓળખી લેજો
   પછી અડસઠ તીર્થ ફરવાનો
                           શું અર્થ?

👉સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો
પછી બેસણાંમાં ફોટા સામે
      બેસવા બેસાડવાનો
                              શો અર્થ?

👉લાડકોડ પુરનાર માબાપને સદાય
           હૈયામાં રાખજો
પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો
                         શું અર્થ ?

👉હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું
             સુખ આપજો
પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો
                           શું અર્થ?

👉માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો
પછી રામ નામ સત્ય બોલવાનો
                                શું અર્થ?

🙏માબાપને ભૂલશો નહીં 🙏

ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો
ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો
પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગાડ ન કરો
ભ – કહે છે ભારરૂપ ન બનો
મ – કહે છે મધૂર બનો
ય – કહે છે યશસ્વી બનો
ર – કહે છે રાગ ન કરો
લ – કહે છે લોભી ન બનો
વ – કહે છે વેર ન રાખો
શ – કહે છે કોઇને શત્રુ ન માનો
સ – કહે છે હંમેશા સાચુ બોલો
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
હ – કહે છે હંમેશા હસતા રહો
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો…! ♥♥
આપણો આ કક્કો પસંદ આવ્યો હોય તો Share કરી આપણી માતૃભાષા દુનિયામાં ફેલાવવા જરૂર મદદ કરજો

સમય' શીખડાવી દેશે*

સમય' શીખડાવી દેશે*

એક આખું ગ્રુપ કોલેજ
છોડ્યાના ઘણા વર્ષો પછી
પાછું ભેગું થયું.

બધાજ મિત્રો સેટ હતા અને
ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.

એ લોકો પોતાના ફેવરેટ
પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમના
કરીયર વિષે પૂછ્યું

ધીરે ધીરે વાત જીવન માં
વધતા સ્ટ્રેસ અને કામ ના
વધતા પ્રેશર પર આવી ગઈ.
આ મુદ્દા પર બધાજ એકમત હતા,

ભલે એ હવે આર્થિક રીતે ઘણા
મજબુત હતા પણ હવે
એમના જીવનમાં એ મજા,
સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી
વાત સાંભળી રહ્યા હતા,

એ અચાનક ઉભા થયા અને
કિચનમાં જઈને પાછા આવ્યા
અને બોલ્યા,,

'ડીયર સ્ટુડન્ટ'
હું તમારા બધા માટે ગરમા ગરમ
*'ચા' બનાવીને આવ્યો છું,*

પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને
પોત-પોતાના માટે 'કપ' લેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા
ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,
બધાજ પોતાના માટે સારામાં સારો
કપ શોધવા લાગ્યા.

કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ
ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

*બધાના હાથમાં ચા આવી ગઈ*
પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,

"જો તમે ધ્યાન આપ્યું હોય તો,
જે કપ દેખાવમાં શાનદાર અને
મોઘાં હતા તમે એજ કપ લીધા છે,

સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી."
જ્યાં એક તરફ આપણા માટે

*સૌથી શ્રેષ્ઠ*
*વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,*

ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં
સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..

*ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ*
*ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,*

એ તો બસ એક સાધન છે
જેના માધ્યમથી તમે ચા પીવો છો.
અસલમાં તમને જે જોઈતું હતું

*એ માત્ર ચા હતી,*
કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને
નિહાળવા લાગ્યા.

*હવે એક વાતને ધ્યાનથી સાંભળો,*

"આપણું જીવન ચા સમાન છે,
આપણી નોકરી, પૈસા,
પોઝીશન કપ સમાન છે.
એ બસ જીવન જીવવાના સાધનો છે
ખુદ જીવન નહિ... અને
આપણી પાસે કયો કપ છે
એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.

*ચા ની ચિંતા કરો, કપ ની નહિ...*

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી
જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,
પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ
ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

*સાદગી થી જીવો,*
*સૌને પ્રેમ કરો,*
*સૌનો ખ્યાલ રાખો,*
*જીવન નો આનંદ લો.*
*એકબીજા સાથે*
*જોડાયેલા રહો.*
*આ જ સાચું જીવન છે.*

'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ....

બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ..

*'હસતા' શીખો યાર.....*
*'રડતા' તો 'સમય' શીખડાવી દેશે.......