Dasha hara

*Dasha Hara is a Sanskrit word which means removal of ten bad qualities within you*:
*Ahankara* (Ego)
*Amanavta* (Cruelty)
*Anyaaya* (Injustice)
*Kama vasana* (Lust)
*Krodha* (Anger)
*Lobha* (Greed)
*Mada* (Over Pride)
*Matsara* (Jealousy)
*Moha* (Attachment)
*Swartha* (Selfishness)
Hence, also known as *'Vijaydashami'* signifying *”Vijaya”* over these ten bad qualities.

*" Happy Dussehara !!"*

એક પ્રસંગ

*મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ*

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે.

ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity" સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ?
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે 'તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.'

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.

~ *મૌલિક જગદીશ ત્રિવેદી*

ચિંતનની પળે :

ફેમિલી માત્ર એક શબ્દ નથી, સંબંધોનો એક સમૂહ છે. ડીએનએનો કોઈ વિકલ્પ હોતો નથી. લોહી બદલી શકાય છે, પણ બ્લડગ્રૂપ ચેઇન્જ કરી શકાતું નથી. વાંચો, ‘ચિંતનની પળે’.

તને એમ થશે કે આનું
ફેમિલી તો કેવું વિચિત્ર છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં,
અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં
સામે કશુંક વળતર મળવું તો જોઈએને?
દઉં ક્યાં સુધી હું મારાં આંસુ ઉધાર ઘરમાં.
-અનિલ ચાવડા.

ફેમિલી, પરિવાર,કુટુંબ. પરિવાર માત્ર એક શબ્દ નથી,સંબંધોનો એક સમૂહ છે. ડિએનએનો કોઈ વિકલ્પ હોતો નથી. લોહી બદલી શકાય છે, પણ બ્લડગ્રૂપ ચેઇન્જ કરી શકાતું નથી. એ તો જે હોય છે એ જ રહે છે. પરિવાર પણ બદલી શકાતો નથી. મરવાનું કદાચ માણસના હાથમાં હોય છે,જન્મવાનું આપણા હાથમાં હોતું નથી. મારો જન્મ આ જ ફેમિલીમાં કેમ થયો એવો સવાલ પૂછી શકાતો નથી. કોઈ પૂછે તો એનો કોઈ જવાબ હોતો નથી. નસીબ કે ઋણાનુબંધની વાતો કરવી હોય તો કરી શકાય. જોકે,એનાથી પણ કંઈ હકીકત બદલી જવાની નથી. જે છે એ છે. જે હોય છે એ જ સત્ય હોય છે.

દરેક પરિવારની અલગ આઇડેન્ટિટી હોય છે. દરેક ઘરનો મૂડ જુદો હોય છે. દરેક ઘરનું પોતાનું વાતાવરણ હોય છે. એ ક્યારેક ધબકતું હોય છે, ક્યારેક ફફડતું હોય છે,છતાંયે એ જીવતું હોય છે. એક ઘરમાં અલગ અલગ પ્રકૃતિના લોકો એકસાથે જીવતા હોય છે. આ બધાની પ્રકૃતિનો સંગમ એ ઘરની પ્રકૃતિ બની જતો હોય છે. બંધ બારણાની વચ્ચે ક્યારેક કલરવ અને ક્યારેક કોલાહલ જિવાતો હોય છે. થોડીક ફરિયાદો હોય છે. કોઈનું કંઈ ગમતું હોતું નથી. કોઈનું કંઈક સ્પર્શતું હોય છે. પરિવારની સૌથી મોટી ખૂબી શું હોય છે એની ખબર છે?બધાંનું હાસ્ય કદાચ જુદું જુદું હોઈ શકે,પણ બધાનાં આંસુ સરખાં હોય છે. એક સભ્ય બીમાર હોય ત્યારે માત્ર એની પથારી જ સુષુપ્ત નથી હોતી, બીજી પથારીઓ પણ થોડી થોડી કણસતી હોય છે. એક વ્યક્તિ દુ:ખી હોય ત્યારે બધામાં થોડો થોડો ઉચાટ જીવતો હોય છે.

ઘરની દરેક વ્યક્તિ એકબીજાની ફિતરતથી પરિચિત હોય છે. આપણને ખબર જ હોય છે આ વાત સાંભળીને એનું રિએક્શન શું હશે! આપણે ઘણી વખત એવું બોલ્યા હોઈએ છીએ કે તને ખબર નથી કે મારા ભાઈનો સ્વભાવ કેવો વિચિત્ર છે! મારા બાપાને આવી વાત કરું તો એ સીધા ભડકે જ! અમુક વાત સૌથી પહેલાં કોને કરવી અને આખા ઘરના લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તેની આવડત આપણને હોય છે, કારણ કે આપણે એ બધાની સાથે સૌથી વધુ જીવ્યા હોઈએ છીએ. સંવાદની વાતો નીકળે ત્યારે આદર્શ સ્થિતિ એ હોય છે કે બધા સાથે બેસીને વાત કરે. કોઈ મુશ્કેલી હોય તો શાંતિથી નીવેડો લાવે. અલબત્ત, એવું વાતાવરણ હોય તો ને! કોઈ વાત જ સાંભળવા તૈયાર ન હોય તો? તારામાં બુદ્ધિનો છાંટો નથી. તારે તારું ધાર્યું જ કરવું છે. તને ક્યાં કોઈની પડી છે. તારે તો તારા સિવાય કોઈનો વિચાર જ નથી કરવો. તું એવું સમજે છે કે અમને બધાને દુ:ખી કરીને તું સુખી થઈ જઈશ! ક્યાંક તો વળી એ હદ સુધી સાંભળવા મળે છે કે મારાં નસીબ ખરાબ હતાં કે તું મારે ત્યાં અવતર્યો કે અવતરી! મા-બાપ કે ભાઈ-બહેન નારાજ ન થાય એટલે ઘણા લોકો પોતાના રાજીપાનો ભોગ આપી દેતા હોય છે. મારે કોઈનું દિલ નથી દુભાવવું. આપણા દિલને દબાવી રાખીને આપણે કોઈના દિલ પર છરકો ન પડે એની કાળજી રાખતા હોઈએ છીએ.

એક પિતા-પુત્ર વચ્ચે ડિસ્ટન્સ હતું. એક વખતે પપ્પાએ કહ્યું,તારામાં તો બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં! આ વાત સાંભળીને દીકરાએ કહ્યું, કદાચ તમે સાચા હશો. મારામાં જેટલી બુદ્ધિ છે એટલી બુદ્ધિ છે. તમારા મતે હું તમારા જેટલી બુદ્ધિ મેળવી શક્યો નથી. હું તમારા લેવલે કદાચ નથી,પણ તમે તો થોડીક બુદ્ધિ ઓછી વાપરી મારા લેવલ પર આવીને વાત કરી શકોને? ઉંમરમાં મોટી દરેક વ્યક્તિ એવું સમજતી હોય છે કે તેનામાં નાના કરતાં વધારે બુદ્ધિ છે. એવું હોતું નથી, પણ કોઈ સ્વીકારી શકતું નથી.

પશુઓ અને પક્ષીઓમાં એવું છે કે મોટાં થાય પછી ઊડી જાય કે છુટ્ટાં મૂકી દેવાય. માણસ કરતાં એ લોકોમાં આ વાત કદાચ સારી છે. જો ત્યાં એવું ન હોત તો પક્ષીઓ પણ એકબીજાને ચાંચો મારતાં હોત અને પશુઓ પોતાનાને જ શિંગડાં ભરાવતાં હોત. આપણે પકડી રાખીએ છીએ. ઘરની દરેક વ્યક્તિ પકડી રાખે છે. કોઈ કોઈને છોડતું જ નથી. બાપને કુળદીપક જોતો હોય છે. દીકરાને વારસો જોતો હોય છે. બહેન ઇચ્છતી હોય છે કે પરિવાર બધા રિવાજો નિભાવે. માને પણ ઊંડે ઊંડે એવી આશા તો હોય જ છે કે મારાં સંતાનો સારી સેવા કરે. સવાલ એવો પણ થાય કે આવી અપેક્ષાઓ હોય તો એમાં ખોટું શું છે?સાવ સાચી વાત છે,ખોટું કંઈ જ નથી,ખોટું ત્યારે જ થાય છે જ્યારે જે સ્વેચ્છાએ થવું જોઈએ એ જબરજસ્તીથી કરાવાય છે. ફરજને નામે ઘણું બધું લાદી દેવાતું હોય છે. આ તો તારે કરવું જ પડે! હા, ફેમિલી માટે થાય એ બધું કરવું જોઈએ, પણ એ અત્યાચાર ન બની જાય એની કાળજી પણ રાખવી જોઈએ.

તમારું ફેમિલી કેવું છે? તમારા ઘરના સભ્યોથી તમને સંતોષ છે? કદાચ હશે, કદાચ નહીં હોય, કદાચ તમે મન મનાવી લીધું હશે કે જેવા છે એવા છે,ગમે એવા છે તો પણ મારા છે. ઘણાના ઘરના સભ્યો ‘ગમે’તેવા હોય છે. ઘણાના‘ગમે તેવા’ હોય છે. એક પ્રેમીયુગલની વાત છે. બંનેના પરિવારો સાવ જુદા હતા. પ્રેમિકાના પરિવારમાં બધા કંઈક હતા. કોઈ ડૉક્ટર હતું, કોઈ મ્યુઝિશિયન હતું,કોઈ બ્યુટિશિયન હતી તો કોઈ પેઇન્ટર હતું. બધા પોતપોતાના ક્ષેત્રમાં માહેર હતા. પ્રેમીએ કહ્યું કે મારા પિતાને તો નાનકડી દુકાન છે. બહેન ભણવામાં એવરેજ છે. એક કાકા તો ફ્રોડના કેસમાં જેલ જઈ આવ્યા છે. મારી માતા અભણ છે. મારા લોકોની વાત સાંભળીને તો તને એમ થતું હશેને આનું ફેમિલી તો કેવું વિચિત્ર છે! પ્રેમિકાએ કહ્યું, ના મને એવું નથી થતું. કંઈ હોવું એટલે શું? માણસ ગમે ત્યાં હોય આખરે તો એ કેવા માણસ છે એ જ મહત્ત્વનું હોય છે. હા, મારા લોકો અમુક લેવલે પહોંચ્યા છે. એનું નામ છે. બધા ખરાબ નથી,પણ બધા સારા જ છે એવું પણ નથી. માણસ કેવો છે એ તો એના સંસ્કારો અને એના વર્તનથી ઓળખાય છે. તને કદાચ મારા લોકોમાં કૃત્રિમતા વર્તાય. હાય સોસાયટીમાં બહુ શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. હું માણસને હોદ્દાથી નહીં, પણ એ કેવા છે તેનાથી માપું છું. ક્યારેક તો માપવાનું પણ પસંદ કરતી નથી. હું વિચારું છું કે માપવાવાળી હું કોણ? કોઈ સંપૂર્ણ હોતું નથી અને સંપૂર્ણ એટલે શું? એની વ્યાખ્યા પણ આખરે તો આપણે જ ઘડતા હોઈએ છીએ. આપણા ચોકઠામાં ફિટ બેસે એને આપણે સંપૂર્ણ માની લેતા હોઈએ છીએ. બે વ્યક્તિ એકસરખી હોતી નથી તો પછી બે પરિવારની સરખામણી શા માટે કરવી જોઈએ.

પરિવાર પરંપરા સાથે જોડાયેલા હોય છે. પરંપરા બદલતી રહેતી હોય છે. તમને કોઈ પરંપરા સામે વાંધો છે? તો એને તમારા પૂરતી તમે બદલી શકો છો. બીજાને બદલવાની કોશિશ જ ઘણી વખત આપણને આપણા લોકોથી અળગા કરી દેતી હોય છે. દરેક પરિવાર સમગ્ર વિશ્વનું એક સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. એમાં પ્રેમ પણ હોય છે અને ઝઘડા પણ, વિવાદ પણ હોય છે અને સંવાદ પણ. તમારા ઘરની કઈ પરંપરા તમને ગમે છે? એક પરિવારની વાત બહુ રસપ્રદ છે. એ ફેમિલીના યુવાને એક વખત કહ્યું કે અમે નાના હતા ત્યારથી અમને એક વાત શીખવાડી દેવામાં આવી છે. આમ તો સાવ સીધો સાદો નિયમ હતો, પણ જેમ સમજ પડતી જાય છે તેમ સમજાતું જાય છે કે કેવડી મોટી વાત છે. આ નિયમ એવો હતો કે ઘરના મોટા લોકો સામે બોલવાનું નહીં અને નાનાને ખિજાવાનું નહીં. સાચી વાત શાંતિથી કરવાની પણ દલીલ નહીં. તમે વિચાર કરજો, મોટા સામે બોલવાનું નહીં,નાનાને વઢવાનું નહીં. ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. ઘણી વખત તો મોટા લોકો અમને કંઈક કહે અને એ ખોટા હોય ત્યારે પણ અમે સામું કંઈ બોલતા નથી, થોડા દિવસો પછી કહીએ છીએ કે સાચી વાત આ હતી. એ કંઈ કહે ત્યારે પણ એની દાનત ખિજાવાની નથી હોતી, પણ સમજાવવાની હોય છે.

ફેમિલીની એક‘સ્ટ્રેન્થ’ હોય છે. ક્યાંક થોડીક વધુ હોય, ક્યાંક થોડીક ઓછી હોય છે, પણ હોય છે ચોક્કસ. બાય ધ વે, તમે તમારા ફેમિલી માટે કેટલી ‘સ્ટ્રેન્થ’ છો?આપણે એવો વિચાર કેટલો કરીએ છીએ કે આપણે પણ આખરે ફેમિલીનો એક ભાગ છીએ. ફેમિલીની સ્ટ્રેન્થમાં હું પણ છું. ઘણા લોકોને ફેમિલી સાથે પ્રોબ્લેમ હોય છે. એવા પણ લોકો છે જે ફેમિલીથી કટઓફ છે. બહુ સહેલું છે કટઓફ થઈ જવું. જોડાયેલા રહેવું જ અઘરું હોય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે, રસ્તા તો બધા પાસે હોય જ છે, પણ આપણો રસ્તો જેની સાથે શરૂ થયો હોય છે, જેની સાથે આટલો રસ્તો પાર કર્યો છે એનું શું?હા હું છું, જરૂર હશે ત્યારે તારા રસ્તે મારો હાથ તારા હાથમાં હશે એટલી ખાતરી આખરે તો આપણી સ્ટ્રેન્થ હોય છે. જિંદગીમાં અમુક સંબંધો એવા હોય છે જે જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ પછી પણ ફેમિલી હોય ત્યાં સુધી એ જિવાતા હોય છે. જેટલું જિવાય એટલું સોળે કળાએ જિવાય તો બીજું કંઈ જરૂરી નથી. પરિવાર એ એવો વાર છે જે જિંદગીના દરેક દિવસે જિવાતો રહેતો હોય છે.

છેલ્લો સીન :
સત્ય ભાગ્યે જ સ્વચ્છ હોય છે અને સરળ તો કદી જ નથી હોતું.         -ઓસ્કાર વાઇલ્ડ.

(‘દિવ્ય ભાસ્કર’,‘કળશ’ પૂર્તિ, તા. 28જુન 2017, બુધવાર,‘ચિંતનની પળે’કોલમ)

તોજ જીંદગી આનંદ થી જશે

એક વડીલ ની સાથે હું બેઠો હતો...
અચાનક મોબાઈલ મા જોતા જોતા હસી પડ્યા..રોજની અવર જવર સાથે હોવા ને કારણે મિત્ર જેવા બની ગયા હતા..મે તેમની સામે સામે જોઈ
હશવા નુ કારણ પુછયુ...વડીલ થોડા ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરી ને બોલ્યા...દિલની વાત કરું છું...
આ મારો છોકરો જયારે એની માં LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી ત્યરે કહેતો આટલું વજન એકલા થી ના ખસેડાઈ.. તું મદદ કરાવ..મારો બેટો હનીમૂન કરવા ગયો છે...તેની પત્ની ને ઉંચકી ને ફોટા પડાવે છે...પાછો લખે છે "તેરે બીના ભી ક્યાં જીના"   ....સાહેબ મને કહો કે LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્ની નું,..? .આ યુવાન વર્ગ લાગણી ને સમજે શુ ?  
પાછો લખે છે "તેરે બીના ભી કયા જીના"  લગ્ન ના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય...

બે મિનિટ ચૂપ થઈ.. ઊંડા શ્વાસ લઈ બોલિયા કે તેની કારકિર્દી બનાવા રાત દિવશ એક કર્યા... કરકશર તો એવી કરી કે અમે પતિ પત્ની એ અમારા સપના જમીન મા દાટી દીધા.... આટલા વખત મા એક વખત પહણ તેને તેની માં ને આવા શબ્દો કીધા હોત "તેરે બીના ભી ક્યાં જીના" સાહેબ કશમ થી કહવ છું..(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) આખી જીંદગી નો અમારો થાક ઉતરી જાત....

આતો તમારી સાથે દિલ મળી ગયુ છે એટલે વાત કરાય..
સાહેબ...મોટા છોકરા ને ભણાવી ને વિદેશ મોકલ્યો..લગ્નઃ કરી તેના પરીવાર સાથે ખુશ છે...પહણ સાહેબ...
એકવાત નો જવાબ આપો.. ભણાવી ગણાવી કમાતા કર્યે..તેના પગાર અને મોભા નો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે તેની પ્રગતી નો જષ્મ તેઓ મનાવે છે...તે નાદાન ને ક્યાં ખબર છે તારા પગાર ને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયા એ હા પાડી છે....પથ્થર ને શિલ્પ માં બાપ બનાવે....અને એ પથ્થર દિલ ના સંતાન માં બાપ ની આંખ ની ભાષા પહણ ના વાંચી શકે ત્યરે દુઃખ થાય... વડીલ ની આંખ મા
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.. પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું...

મને સ્વસ્થ થઈ પુછયુ.. તમારે સંતાન કેટલા...મેં કીધું એક....મને કહે... સાહેબ... સંતાનો નો વાંક નથી..તે તો આ સમાજ વ્યવસ્થા મા બરાબર ગોઠવાઈ ગયા છે...વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપકેશા રાખી સંતાન ને મોટા કર્યે છીયે...

સાહેબ.. મારા અનુભવ ઉપર થી એક સહલા આપું છું ....ફક્ત લેણ દેણ ના સબંધ સમજી  ને  સંતાન ને મોટા કરજો.. તોજ જીંદગી આનંદ થી જશે
નહીંતર મારી જેમ દુઃખી થશો...

નિભાવવું

રાત્રીના પરદા ખોલીને
જુઓ કલશોર કરે છે એક સવાર ...
પૂછે છે હું આવું ???
મેં હસીને કહ્યું
હા આવને ...
હસતી હસતી એક સવાર
દોડતી આવીને મારે ગળે વળગી પડી ......
એનું નામ હતું જિંદગી......

પાંચ પગથિયા પ્રેમ ના...
           જોવું... ગમવું... ચાહવું... પામવું...!
આ ચાર બહુ સહેલા પગથિયાં છે...
          સૌથી અઘરું પગથિયું છે પાંચમું...
                   ""નિભાવવું"".

એક પુત્ર આવો પણ*****

એક પુત્ર આવો પણ*****

(બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા વાંચજો જેથી તમે સમજી શકો)

“મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધનાં ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ કેટલાક વૃધ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભા દેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”

એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામ કિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.”

પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમનાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે,
“શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા.

મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

તમને આ વાર્તા ગમી? – તો  બીજાને પણ ગમશે.

પ્રાર્થના. એટલે શું?

પ્રાર્થના. એટલે શું?

આ વિષયનું અર્થઘટન કરવાનું મને બહુ જ ગમશે,કારણ કે આ મારો પ્રિય વિષય છે.

પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી.

પ્રાર્થના એટલે.... હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે.

પ્રાર્થના એટલે... તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે

પ્રાર્થના એટલે... કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી... એ છે

પ્રાર્થના એટલે.... આપણે જ્યારે કોઇને 'આવજો કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્ર્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના.

પ્રાર્થના એટલે.... તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે.

પ્રાર્થના એટલે... તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે.

પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે.

પ્રાર્થના એટલે.... સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે.

શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો???

જો જવાબ 'હા' હોય... તો તમારે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જવાની જરૂર નથી.
🙏🙏🙏

પોતાનું કોણ?

ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં
ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,
આપણને 'બનાવવા' ની.

જીંદગી શીખવે તે શીખી લેવાય..
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર..!

વર્ણવી પીડા મારી....
હદય હલકુ કર્યુ.....
સમજ્યા એ મૌન રહ્યા....
ને ઘણા એ તાલીઓ પાડી.....

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી

ચાલ હિંમત હોય તો કર...
તારા માંથી મારી બાદબાકી...
પણ...
શરત એટલી..
કે...
જવાબ માં...
શૂન્ય न આવવું જોઇએ...!

અસ્તિત્વ ની ગણતરી કેટલી..?
જગત માંથી ગયા પછી...
એક પ્રાર્થના સભા જેટલી....!!

શોધી જ લે છે,
બધાનું સરનામું,
નસીબને ખબર જ હોય છે,
કોણ ક્યાં સંતાણું...!!!

ક્યારેક તો થાય કે, કોની સામે હસું ??
બધાય અંદરથી તો રડે છે....
ને વળી થાય કે કોની પાસે રડું ???
બધાય બહારથી તો હસે જ છે....

કોઈકે મને પૂછ્યું કે આ દુનિયામાં તારું પોતાનું કોણ છે......
મેં હસીને કહ્યું કે જે બીજાના માટે મને ના છોડે એ મારું પોતાનું છે..🌹🍀💐

હિન્દૂ સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસાની જાણકારી

Post Worth to be Saved about Hindu Religion:

*હિન્દૂ સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસાની જાણકારી.*

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

*(2) હિન્દુધર્મના ઉત્સવો :*

1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*

1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

*હિમાલય ના ચાર ધામ :*

1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ

*હિમાલયના પાંચ કેદાર :*

1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

*ભારતની સાત પવિત્ર પુરી :*

1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

*દ્વાદશ જ્યોતિલિંગ :*

1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

*અષ્ટવિનાયક ગણપતિ :*

1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

*શિવની અષ્ટમૂર્તિઓ :*

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*

1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ) 2
4. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

*સપ્ત બદરી :*

1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.

*પંચનાથ :*

1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

*પંચકાશી :*

1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી

*સપ્તક્ષેત્ર*

: 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

*પંચ સરોવર :*

1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

*નવ અરણ્ય (વન)  :*

1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

*ચૌદ પ્રયાગ :*

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

*પ્રધાન દેવીપીઠ :*

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

*(4) ચાર પુરુષાર્થ :*

1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.

*(5) ચાર આશ્રમ :*

1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*

1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

*આપણા કુલ 4 વેદો છે. :*

ઋગવેદ
સામવેદ
અથર્વેદ
યજુર્વેદ

*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*

ઉપનીષદો
બ્રમ્હસુત્ર
શ્રીમદ ભગવદગીતા

*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

વેદાંગ
સાંખ્ય
નિરૂક્ત
વ્યાકરણ
યોગ
છંદ

*આપણી 7 નદી :*

ગંગા
યમુના
ગોદાવરી
સરસ્વતી
નર્મદા
સિંધુ
કાવેરી

*આપણા 18 પુરાણ :*

ભાગવતપુરાણ
ગરૂડપુરાણ
હરિવંશપુરાણ
ભવિષ્યપુરાણ
લિંગપુરાણ
પદ્મપુરાણ
બાવનપુરાણ
બાવનપુરાણ
કૂર્મપુરાણ
બ્રહ્માવતપુરાણ
મત્સ્યપુરાણ
સ્કંધપુરાણ
સ્કંધપુરાણ
નારદપુરાણ
કલ્કિપુરાણ
અગ્નિપુરાણ
શિવપુરાણ
વરાહપુરાણ

*પંચામૃત :*

દૂધ
દહીં
ઘી
મધ
ખાંડ

*પંચતત્વ :*

પૃથ્વી
જળ
વાયુ
આકાશ
અગ્નિ

*ત્રણ ગુણ :*

સત્વ
રજ
તમસ

*ત્રણ દોષ :*

વાત
પિત્ત
કફ

*ત્રણ લોક :*

આકાશ
મૃત્યુલોક
પાતાળ

*સાત સાગર :*

ક્ષીરસાગર
દૂધસાગર
ધૃતસાગર
પથાનસાગર
મધુસાગર
મદિરાસાગર
લડુસાગર

*સાત દ્વીપ :*

જમ્બુદ્વીપ
પલક્ષદ્વીપ
કુશદ્વીપ
પુષ્કરદ્વીપ
શંકરદ્વીપ
કાંચદ્વીપ
શાલમાલીદ્વીપ

*ત્રણ દેવ :*

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ

*ત્રણ જીવ :*

જલચર
નભચર
થલચર

*ત્રણ વાયુ :*

શીતલ
મંદ
સુગંધ

*ચાર વર્ણ :*

બ્રાહ્મણ
ક્ષત્રિય
વૈશ્ય
ક્ષુદ્ર

*ચાર ફળ :*

ધર્મ
અર્થ
કામ
મોક્ષ

*ચાર શત્રુ :*

કામ
ક્રોધ
મોહ,
લોભ

*ચાર આશ્રમ :*

બ્રહ્મચર્ય
ગૃહસ્થ
વાનપ્રસ્થ
સંન્યાસ

*અષ્ટધાતુ :*

સોનું
ચાંદી
તાબું
લોખંડ
સીસુ
કાંસુ
પિત્તળ
રાંગુ

*પંચદેવ :*

બ્રહ્મા
વિષ્ણુ
મહેશ
ગણેશ
સૂર્ય

*ચૌદ રત્ન :*

અમૃત
ઐરાવત હાથી
કલ્પવૃક્ષ
કૌસ્તુભમણિ
ઉચ્ચૈશ્રવા ઘોડો
પાંચજન્ય શંખ
ચન્દ્રમા
ધનુષ
કામધેનુ
ધનવન્તરિ
રંભા અપ્સરા
લક્ષ્મીજી
વારુણી
વૃષ

*નવધા ભક્તિ :*

શ્રવણ
કીર્તન
સ્મરણ
પાદસેવન
અર્ચના
વંદના
મિત્ર
દાસ્ય
આત્મનિવેદન

*ચૌદભુવન :*

તલ
અતલ
વિતલ
સુતલ
સસાતલ
પાતાલ
ભુવલોક
ભુલૌકા
સ્વર્ગ
મૃત્યુલોક
યમલોક
વરૂણલોક
સત્યલોક
બ્રહ્મલોક

*જરૂર શેર કરજો..*