બારી ખોલી નાખું .. Funny story

ફિઝિક્સની વાઇવા- મૌખિક પરીક્ષા હતી,બે વિદ્યાર્થી બહાર બેઠા હતા, એક ને અંદર બોલાવામાં આવ્યો..

પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો - તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો- બારી ખોલી નાખું ..

પ્રોફેસરે ખુશ થઈને કહું - વાહ,ગુડ ..હવે એ કહે કે ...ધારો કે બારીનું ક્ષેત્રફળ ૩ વર્ગ મીટર હોય,ટ્રેન ઉત્તર થી દક્ષિણ તરફ જતી હોય  અને પવન પૂર્વ થી પશ્ચિમ તરફ જતો હોત અને હવાની ઘનતા ૧.૨૨ કી.ગ્રા./મીટર સ્કવેર  હોય,હવાની ગતિ ૪૦ માઈલ પર અવર હોય,ડબ્બાની સાઈઝ લગભગ ૫૪ ફૂટ હોય તો આખા ડબ્બાને હવાથી ફ્રેશ થતા કેટલો સમય લાગે ?
વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો અને તેને નાપાસ જાહેર કરાયો .

તેણે બહાર આવીને બીજા વિદ્યાર્થીને કહ્યું કે જો ભાઈ આવો સવાલ પૂછે છે ..
બીજો વિદ્યાર્થીઓ અંદર ગયો અને પ્રોફેસરે તેને એજ સવાલ પૂછ્યો-  તું ટ્રેનમાં જતો હો અને ગરમી લાગે તો શું કર ?
જવાબ આવ્યો- સર, હું કોટ કાઢી નાખું ...
પ્રોફેસર થોડા અચકાયા ,ફરી પૂછ્યું- પણ જો વધુ ગરમી લાગે તો શું કર?
વિદ્યાર્થીએ જવાબ આપ્યો - જો બહુ ગરમી લાગે તો હું શર્ટ પણ ઉતારી દવ
હવે પ્રોફેસર ખુરશીમાંથી થોડા ઊંચા થયા,એમનો અવાજ પણ સહેજ ઊંચો થયો - ભાઈ ,જો ખુબજ ગરમી લાગે તો શું કર?
જવાબ આવ્યો - આમ તો સર બહુ ગરમી હોય તો હું એસીમાં જ મુસાફરી કરું ...
પ્રોફેસરની ધીરજ ખૂટી,ટેબલ પર હાથ પછાડીને જોરથી બોલ્યા - ભાઈ તું જનરલ કોચમાં જાશ અને બઉ ગરમી લાગે તો શું કર ?
વિદ્યાર્થીએ કહ્યું -તો પછી હું બનિયાન અને પેન્ટ ,મોજા ,બુટ પણ કાઢી નાખું ..
પ્રોફેસર સમસમી ગયા, ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું - ધાર કે તારી આવી સ્થિતિમાં કોઈ તારો સમાન લૂંટીને જતું રહે તો ?
વિદ્યાર્થી- સાહેબ..મને ગમે તે થાય ,કે મારા સમાન ને ગમે તે થાય પણ હું બારી ન ખોલું ,ન ખોલું અને ન જ ખોલું....!!!

पता ही नहीं चला

*पता ही नहीं चला*

समय चला , पर कैसे चला,
पता ही नहीं चला ,
ज़िन्दगी की आपाधापी में ,
कब निकली उम्र हमारी यारो ,
*पता ही नहीं चला ,*

कंधे पर चढ़ने वाले बच्चे ,
कब कंधे तक आ गए ,
*पता ही नहीं चला ,*

किराये के घर से शुरू हुआ था सफर अपना ,
कब अपने घर तक आ गए ,
*पता ही नहीं चला ,*

साइकिल के पैडल मारते हुए                      हांफते थे उस वक़्त,
कब हम कारों में घूमने लगे हैं ,
*पता ही नहीं चला ,*

कभी थे जिम्मेदारी हम माँ बाप की ,
कब बच्चों के लिए हुए जिम्मेदार हम ,
*पता ही नहीं चला ,*

एक दौर था जब दिन में भी
बेखबर सो जाते थे ,
कब उड़ गई रातों की नींद ,
*पता ही नहीं चला ,*

जिन काले घने बालों पर
इतराते थे हम कभी,
कब सफेद होना शुरू हो गए ,
*पता ही नहीं चला ,*

दर दर भटके थे नौकरी की खातिर ,
कब रिटायर होने का समय आ गया ,
*पता ही नहीं चला ,*

बच्चों के लिए कमाने बचाने में  
इतने मशगूल हुए हम ,
कब बच्चे हमसे हो गए दूर ,
*पता ही नहीं चला ,*

भरे पूरे परिवार से सीना चौड़ा रखते थे हम ,
अपने भाई बहनों पर गुमान था ,
उन सब का साथ छूट गया ,
कब परिवार हम दो पर सिमट गया ,
*पता ही नहीं चला ,*

फिर सोच रहे थे कुछ अपने
लिए करे ,
पर कब शरीर ने साथ देना बंद कर दिया ,
*पता ही नहीं चला ,*

अपने लिए जीना सीख लो दोस्तों
नहीं तो मौत आने पर कहोगे
जिंदगी कब हाथ से फिसल गई
*पता ही नहीं चला*

દલીલબાજી

*_૧૦૨ વર્ષના દાદાને પત્રકારે પૂછ્યું : તમારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય??_*

*_દાદા : દલીલબાજી ન કરવી. આ મારાં દીર્ધઆયુષ્ય નું રહસ્ય._*

*_પત્રકાર : એકલું આ ન હોય. કસરત, પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ. આ બધાં કારણો પણ હોવાં જોઈએ..._*

*_દાદા : તો એમ હશે..*_

😊😄😁😇😆🤪😅🤣

*_(દલીલબાજી નહીં એટલે નહીં જ)_*

*!!! ક્લબ ૯૯ !!!*

*!!! ક્લબ ૯૯ !!!*

એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું  એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ ફરતાં હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

      રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, *"હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"*
મંત્રી એ હસીને જવાબ આપ્યો, "એ લોકો *ક્લબ ૯૯* ના સભ્યો નથી અને તમે છો ને એટલે!!"
*"ક્લબ ૯૯?* એ શું છે??" રાજા ને આશ્ચર્ય થયું.
મંત્રી એ કહ્યું, "મને *૯૯ સોના મહોર* આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ."
રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને *૯૯ સોનામહોર* આપી.
મંત્રી એ એજ રાત્રે જઈને એ *૯૯ સોનામહોર* ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

     બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર *સોનામહોર* દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ *સોનામહોર* બહાર કાઢીને ગણવા લાગ્યો. *એક,બે,ત્રણ,ચાર.....નવ્વાણું.* કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો *૯૯* નો આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, "તું આ *સોનામહોર* ગણ. એને ય આંકડો *૯૯* નો જ આવ્યો."

     સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક *સોનામહોર* હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી *૧૦૦ સોનામહોર* થઈ જશે."
એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

     એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે *સોનામહોર* ગણી......તો આંકડો *૯૭* આવ્યો.
"આમાંથી *બે સોનામહોર* ઓછી કેમ થઈ ગઇ?" એણે અતિશય ગુસ્સામાં કહ્યું.એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, " *બે સોનામહોર* માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ સાડી ......કેવી લાગે છે?" પતિનો પિત્તો ગયો, "તને *બે સોનામહોર* વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને *એક સોનામહોર* કમાવાની કોશિશ કરું છું અને તું *બે* વાપરી આવી?" "તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો", પત્નીએ છણકો કર્યો. એવામાં બીજે દિવસે એનો છોકરો *એક સોનામહોર* વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

*સોનામહોર ઘટતી ગઈ*......અને
*કંકાસ વધતો ગયો.*

     બરાબર એક મહિને *રાજા અને મંત્રી* ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું. ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, "શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?" મંત્રીએ હસીને જવાબ આપ્યો, "રાજન! હવે આ લોકો પણ *ક્લબ ૯૯* ના સભ્યો છે." "તમે આપેલી *૯૯ સોનામહોર* મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ *૯૯ સોનામહોર* ને *૧૦૦* કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું."

આપણામાંથી એવા ઘણા છે જેની પાસે *૯૯ સોનામહોર* પડેલી જ છે. પણ બીજી *એક સોનામહોર* કમાવાની માથાકૂટમાં એ *૯૯ સોનામહોર* પણ એમને એમ પડી રહે છે અથવા તો વેડફાઈ જાય છે.

     *જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો ૯૯ ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે

🙏🏻💐 🙏🏻 💐🙏🏻
જો તમે પણ *ક્લબ ૯૯* નાં સ
સભ્ય હોય તેવું લાગતું હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેવા નમ્ર વિનંતી.

ઘડપણનું છે સરસ નામ,

ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ

ઘડપણમા આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું

ક્યાંય ગુંચવાવું નહિ
જુની યાદો કાઢવી નહિ
"અમારા વખતે" બોલવું નહિ
અપમાન થાયતો જાણવું નહિ
ખાલી ખાલી લંબાણ કરવુંનહિ

સુખ ની ભટ્ટી જમાવતા રહેવું
બધાથી દોસ્તી જોડતા રહેવું
રાગ લોભ ને દૂર ભગાડવો
આનંદને હંમેશા અનુભવવો
ઘડપણ પણ તો સરસ હોય

લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય
ચોખટાંથી સહેલાઇથી ચવાય
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદીરમાં જઈ ભજન ગવાય
ટી વી ની સિરિયલ જોવાય

છોકરાંઓ સામે ચૂપ રહેવું

પોતા પોતી સાથે રમતા રહેવું
પત્નિ સાથે લડતા જાવું
મિત્રોસાથે ગપ્પા મારતા જાવું

જામે તો ટૂરપર જાતાં રહેવું
પત્નિનો સામાન ઉપાડી લેવું

થાકો ત્યાંજ બેસી જાઓ
ગમેત્યારે જ્યુસ પી લેવો
લાયન / રોટરી -જૈન જાઞૃતી  એટેન્ડ કરવું

સમય હોય તો ગાઈ લેવું
એકાંત માં નાચી લેવું
કોઈ જોઈ લે તો વ્યાયામ ગણાવુ

કંટાળો આવે તો સુઈ જાવું
જાગી જાઓ તો ફેસબુક જોવું, જોતા જોતા નસકોરા બોલાવો
ટોકે કોઈ તો વ્હાૅટ્સએપખોલવું

ઘરમાં એકલાં હોવ તો રસોડામાં જઈ દુધની મલાઈ ગાયબ કરો
છોકરાઓનો નાસ્તો ટેસ્ટ કરવો
મન થાય તો ખાંડ પણ ખાઓ

જુના જુના શર્ટ પહેરવા
થોડા વાળ સવારવા
અરિસાને બોગસ કહેવું
કોઈ ના હોય તો મોં બગાડવું

છોકરાનો મોબાઈલ ખોલવો
પાસવર્ડ હોય તો નાખી દેવો
ડબ્બો મોબાઈલ વાપરતા રહેવું
બંધ પડે તો પછાડતા રહેવું

મસ્ત જમાવવી સૂરની મહેફીલ

સરસ પડે જમવાની પંગત
સાથે જામે ગપ્પાંની રંગત
લુંટીએ જીવવાની ગમ્મત

સ્વાદ લેતા, દાદ દેતા
તૃપ્ત મનથી આનંદ લેતા

*ધીમે રહી પોતે નિકળી જવું*
*પાકેલા પાન જેવું ખરી જવું*
              🌷🌷

get-together

ચાલો ને એક *get-together* કરીએ,
પરિવારના પાંખા માળામાં થોડી ડાળખીઓ *add* કરીએ...

કોણ બોલ્યું, કોણ મૌન છે, શું આપ્યું, શું લઇ ગયા,
આ બધું મૂકીને એકબીજાના *friend* બનીએ...

નાના પાસેથી નવું શીખીએ, મોટા પાસેથી જૂનું જાણીએ,
ચાલોને પંચાત મૂકીને બસ *knowledge* લઈએ...

ક્યાંક દર્દ, ક્યાંક હાસ્ય, ક્યાંક
એકલતા, ક્યાંક માનવતા,
ચાલોને સાથે મળીને એકબીજાના
સ્વપ્નાઓ પૂરા કરવાની *try* કરીએ...

રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચાલો ને એક *get-together* કરીએ...

સબરસ સાથે કેટલું બધું દેતો ગયો.

કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે 'સબરસ' આપી ગયો...
જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓનો સાર આપી ગયો.!
વહેલી પરોઢે કુરિયરમાં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.!

આમ ખારું ને તો ય નામ મીઠું.!?
સવાલ આવો મૂકતો ગયો...
નાના ચાર ટુકડા દઇ,
વિચારતો કરતો ગયો.

પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.!
સબરસ દઈ - આ જીવન સત્ય પ્રગટ કરતો ગયો.!!

જીવનના કડવા, ખાટા, તૂરા રસને સમરસ કરવાનો કિમીયો દેતો ગયો....
થોડી અમથી બોણી સામે બેશ-કિંમતી દેતો ગયો.!!

સ્વાદ અને જીવન : બેસ્વાદ - ફીકા બનતા અટકાવવાની જાણે સામગ્રી આપતો ગયો....
ને આ સામગ્રી તો હાથવગી છે,
એનું ભાન કરાવતો ગયો.!!

જમણ હો કે જીવન : સ્વાદ વિનાની સજાવટથી નકામા..!
પણ બેઉનો 'આસ્વાદ' લેવાની ચાવી સબરસ માં....
સપરમા દહાડે આ ગુરુચાવી દેતો ગયો....

નવા વર્ષની પહેલી-વહેલી પરોઢે ધન્ય કરતો ગયો,...

એક નિર્દોષ - માસૂમ છોકરો, સબરસ સાથે
કેટલું બધું દેતો ગયો.!!

અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!

દિવાળી !
!!!!!!!!!!!!

નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..    ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ  ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક
એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી

એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને
ઈસ્ત્રી કરાયેલો ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!🍂🍃

महान आत्माओ की विचार धारा ।

महान विचार
मैं आपसे शादी करना चाहती
हूँ"-एक विदेशी महिला ने विवेकानंद से
कहा
विवेकानंद ने पूछा-"क्यों देवी पर मैं तो ब्रह्मचारी हूँ?"
महिला ने जवाब दिया-"क्योंकि मुझे आपके जैसा ही एक पुत्र
चाहिए,
जो पूरी दुनिया में मेरा नाम रौशन करे और वो केवल आपसे शादी
करके
ही मिल सकता है मुझे"
"इसका और एक उपाय है"-विवेकानंद कहते हैं
विदेशी महिला पूछती है-"क्या?"
विवेकानंद ने मुस्कुराते हुए कहा-"आप मुझे ही अपना पुत्र मान
लीजिये
और आप मेरी माँ बन जाइए ऐसे में आपको मेरे जैसा पुत्र भी मिल
जाएगा और मुझे अपना ब्रह्मचर्य भी नही तोड़ना पड़ेगा"
महिला हतप्रभ होकर विवेकानंद को ताकने लगी और रोने लग गयी,
ये होती है महान आत्माओ की विचार धारा ।

"पूरे  समुंद्र  का  पानी  भी एक  जहाज  को  नहीं डुबा  सकता,  जब  तक पानी को जहाज  अन्दर  न आने दे।
            
इसी  तरह  दुनिया  का कोई  भी  नकारात्मक विचार  आपको  नीचे नहीं  गिरा  सकता,  जब तक  आप  उसे  अपने अंदर  आने  की  अनुमति न  दें।"

ભગવાનની લીલા !

ભગવાનની લીલા !

[‘જનકલ્યાણ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.]

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..