ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને
એની મા ને વળગી પડયુ...
અને કાલી કાલી ભાષામાં બોલ્યું..''માં આજ મારા સા'બે મને કીધું..
આજ મારો જન્મદિવસ છે''
ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..
મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..
બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..
નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને
એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..
કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી...
મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..
પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..
જલેબી નુ પડીકું..પૂજારી ના પગ પાસે મુક્યુ..
પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન...?
ગરીબ મા એ કહ્યું..''બાપુ જલેબી છે...
તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છે
એટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!
પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ
તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે...
એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય....''
પૂજારી એ કહ્યું..''એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!
અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..
એ ગરીબ મહીલા એ પડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા...
પૂજારી એ કહ્યુ ''કેમ બેન..!!
તમને ઓછું લાગ્યું..?
ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતી એટલું બોલી કે,
બાપુ...અમારા ગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોય છે..
નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય...?
પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..
લાવો બેન..મારે જલેબી ખાવી છે...!!
પેલી બહેન કહે...
''પણ બાપુ તમારુ વ્રત તુટશે..''
પૂજારી એ કહ્યુ ''વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે...''
વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ...
કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞા માં અડગ રહેવા છતાં
ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં
કૃષ્ણ...જગદ્ ગુરૂ કહેવાયા...