બ્લડપ્રેશરની સમસ્યા કાબુમાં રાખવા અપનાવો આ આસાન નુસખા


બ્લડપ્રેશરની સમસ્યા કાબુમાં રાખવા અપનાવો આ આસાન નુસખા

દિવસમાં બે-ચાર વખત નાની ચમચી ભરીને મધ પાણી સાથે નિયમિત રૂપે લો. તમારું બ્લડપ્રેશર કાબુમા રહેશેદરરોજ સવારે 10 દાણા કાળી દ્રાક્ષનાં પાણીમાં પલાળીને લેવાથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે (આગલી રાત્રે દ્રાક્ષ પાણીમાં પલાળવી)દરરોજનાં ભોજનમાં લાલ ટામેટાનો ઉપયોગ અવશ્ય કરો તે અકસીર ઈલાજ છે. સ્વસ્થ થવા પર એક સમયે શાક રોટલી,બીજા સમયે ફળ દુધનું ભોજન લેવું જોઇએ.તમારા ભોજનમાં મીઠાંનું પ્રમાણ ઓછુ રાખો, બને તેટલો સાત્વિક ખોરાક લો.દરરોજ સવારે નિયમિત ચાલવાની ટેવ પાડો, ઓછામાં ઓછું 3 કિલોમીટર ચાલવું જરૂરી છે.સવારે વહેલાં યોગાસનનો સહારો લો, નિયમિત સુર્યનમશ્કાર તમને દરેક રોગ સામે લડવાની તાકાત આપશે


સંશોધકોના નવા અભ્યાસ અનુસાર દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે.  દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે.

બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વખતે એક અને સાંજે પણ એક કેળુ ખાવાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે બ્રેઇનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ 21 ટકા સુધી ઘટાડી દે છે.

કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. સરેરાશ કેળામાં 500  મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે અને સાથે સાથે શરીરમાં ફલુઇડના સંતુલનને પણ નિયંત્રણમાં રાખે છે.

હાઈ બ્લડપ્રેશર રહેતુ હોય તેવા શાકાહારી લોકો માટે કેળા ઉત્તમ ફળ છે તેમજ કેળા ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.