જેટલો પ્લોટ હોય છે એટલો બંગલો હોતો નથી ,  
જેટલો બંગલો હોય છે એટલો દરવાજો હોતો નથી ,  
જેટલો દરવાજો હોય છે  એટલું તાળું હોતું નથી ,  
જેટલું તાળું હોય છે એટલી ચાવી હોતી નથી ,  
પરંતુ ચાવી પર આખા બંગલાનો આધાર હોય છે .  
આ જ પ્રમાણે  માણસના જીવનમાં બંધન અને મુક્તિનો આધાર 
મનની ચાવી પર જ રહેલો હોય છે !  
હે માનવ.... 
 "તું બધું કર પણ કોઈને નડ નહિં,   
જે વાત ન સમજાય એમા પડ નહિં."  
પૈસા ના અભાવે જગત  માત્ર ૧% જ દુઃખી છે, 
પણ  સમજ ના અભાવે જગત ૯૯% દુઃખી છે.
 

