નેવું વરસનાં કાકા કાકી વચ્ચેનો સંવાદ .
કાકા: હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?
કાકી: આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.
કાકા: ના, ના, યાદ રહેશે.
કાકી: ઉપર સ્ટ્રોબેરી મુકશો?
કાકા: ચોક્કસ.
કાકી: લખી લો ને. ભુલી જશો.
કાકા: અરે, એમ તે હોય?
કાકી: તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.
કાકા: અરે! લઇ આવીશ..
અડધો કલાક પછી, કાકા માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.
કાકી: જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?...😟😝😃
HAPPY golden years😜😜😜