Aa jarur vanchjo
માં: – દીકરી તારા માટે દુનિયા નું સારા માં સારું ઠેકાણું ગોત્યું છે …. તું રાજ કરીશ , રાજ .
દીકરી: – લે લે એવું તે સુ છે એ ઠેકાણા માં કે એમુરતિયામાં ?
માં : – અરે છોકરો તો દેખાવડો ને હીરો જેવો છે .અરે સારા માં સારું તો એ છે કે, એના માં બાપ બેય ભગવાન ને પ્યારા થઇ ગયા છે . 2 બેનું છે પણ બેય વિદેશ માં પરણાવેલી છે ને એનો મોટો ભાઈ પણ જુદો મદ્રાસ માં રહે છે .
અરે એક વાત તો તને કેવાનું ભૂલીજ ગઈ કે છોકરાને સવારે તો જાતે બનાવેલી જ ચા ભાવે એટલે તારે વેલુ ઉઠવુંય નહિ પડે, અને છોકરાને બપોરે કંપની માં જ જમવાનું હોય છે . અને રાત્રે તો એ સાદું જ ખાય છે એટલે તારે રં।ધવાની માથા કૂટ લગભગ નથી . રાજ કરીશ રાજ તું તો . હૂતો ને હુતી બેજ . કોઈ સગાવાલા કુંટુંબ કબીલા ની તારે કઈ ઝંઝટ નહિ .
દીકરી : – માં તો તો બૌ સારું પણ માં એક વાત પૂછું ? આપડે ભાઈ માટે ગોતીએ છીએ એ છોકરી ની માં પણ તારી જેમ જ વિચારશે તો ? તો તો ભાઈ નું તો લગન કોઈ દી નહિ થ।ઇ ને? હું ગામ માં પરણીશ , માં તું ને પપ્પા બેય જીવો છો ને મોટાભાઈ ને ભાભી બેય ભેગા જ રહે છે ને આપડા ઘર માં અને આપડે તો ઘર માં બધાય ખાવા પીવા ના કેવા શોખીન છીએ ને ભેગા બેસી ને નિત નવું રાંધીએ છીએ ને ખાઈએ છીએ .
માં , સાચું કવ તો મારું તો લગન કદાચ થઇ જશે પણ ભાઈ ના લગન તો નહિ જ થાય , એક માં તરીકે નું તારું વલણ જોતા લાગે છે