✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો.
તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.
માણસે કહ્યું,
‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’
ભગવાને કહ્યું,
‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’
માણસે કહ્યું,
‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’
ભગવાન હસ્યા.....
પૂછ્યું,
‘પણ શું થયું?’
માણસે કહ્યું,
‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’
ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’
માણસે કહ્યું,
‘પછી મોડું થતું હતું
એમાં સ્કૂટર બગડી ગયું.
માંડ-માંડ રિક્ષા મળી.’
ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’
માણસે કહ્યું,
‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી...
એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’
ભગવાન માત્ર હસ્યા.....
😄😄😄
માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’
ભગવાને પૂછ્યું,
‘અચ્છા પછી...’
માણસે કહ્યું,
‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી.
ભગવાન....
, બધી તકલીફ મને જ.
આવું કેમ કર્યું તેં મારી સાથે?’
ભગવાને કહ્યું,
‘જો, મારી વાત શાંતિથી સાંભળ.
આજે તારી ઘાત હતી.
મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી.
અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત.
ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત.
એટલે ફોન બંધ થયો.
તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી !
હું છુંને..... ,
તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
માણસે કહ્યું,
‘ભગવાન, મારી ભૂલ થઈ.
મને માફ કરો.
આજ પછી ફરિયાદ નહીં કરું.’
ભગવાન બોલ્યા,
‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું.
હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.
જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે.
મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ.
જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે.
હું છુંને.......
✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼