ચાલ ભેગા થઈએ 
કંટાળા નો કાંટાળો તાજ બાજુએ મુક
 
ચહેરો રૂબરૂ જોઈએ,
ફેસબૂક બાજુએ મુક
 
મન થી લાઇક કરીએ,
અંગુઠો બાજુએ મુક
 
પાથરી છે અસ્સલ ચટાઈ,
સ્ટેટસ બાજુએ મુક
 
ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે,
રીક્વેસ્ટ બાજુએ મુક
 
સુખ દુખ ડાઉન લોડ કરીએ, 
એપ્લીકેશન બાજુએ મુક
હૈયે વસેલા છે મિત્રો,
એવું મન નું લોકેશન મુક
 
દિલ થી જોડાયલા છે દિલ નાં તાર, 
નેટ ફેટ બાજુએ મુક
 
કાચી કેરીઓ બાઈટ કરીએ, 
મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક
 
ઓટો રીચાર્જ થાય છે સંબંધો
ચાર્જર બાજુએ મુક
 
દિલ ખોલવા મિત્રો જોઈએ, 
પાસ વર્ડ બાજુએ મુક
 
ચાલ ભેગા થઈએ, 
બધી ચિંતા બાજુએ મુક.....!!!
 
