Voting special
शाम-ए-महेफिल !
આજ આંગળીને લાગી નવાઇ
નવડાવી ધોવડાવી કીધી તૈયાર
ત્યારે મનમાં ને મનમાં હરખાઇ ! 
આટલું તો માન કદી મળતું નથી 
ને કદી રાખતું નથી ય કોઇ ધ્યાન 
આજે તો નખ સુધ્ધાં કાપીને આપ્યું છે 
આંગળીને અદકેરું માન 
હેન્ડક્રીમ લોશનથી રેલે સુગંધી 
અેને પ્રીતેથી છે શણગારાઇ
આજ આંગળીને લાગી નવાઇ ! 
ન્હાઇ ધોઇને  એવી લાગે રુપાળી 
છે આપણી ને તોય જાણે નૈં !
હાથને ય લાગે છે અડવાણું આજ  
હતી કાલે જે એ તો ક્યાં ગૈ ? 
ટપકું આ કાળું છે એટલે કર્યું કે
મૂઇ જાય નહીં આજે નજરાઇ 
આજ આંગળીને લાગી નવાઇ ! 
                 
– તુષાર શુક્લ
 
