અમે બે
દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં...
અહીં તો બસ અમે બે જ...
જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે,
અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ
અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ.
મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે છે,
મને કોઇ શોખ નથી એટલે બાકી રહેલી નીંદર પૂરી કરું છું,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
સાંજે અમે સિનેમા જોવા ઉપડી જઇએ, પાછા ફરતા બહાર જમીને જ આવીએ,
ઘરની પાછળ સૂર્યાસ્ત થાય અને અમારી મસ્તી મજાકનો સૂર્યોદય થાય,
કારણ કે અમે બે જ હોઇએ છીએ.
એક દિવસ દીકરાનો તો બીજે દિવસે દીકરીનો ફોન આવે,
સમય જ નથી મળતો એવી ફરિયાદ કરે, અમારું મન ભરાઇ આવે,
પછી તમે પણ એન્જોય કરશો એની તેમને હૈયાધારણ આપીએ,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
એક વાર નવી નવાઇનું અમેરિકા ફરી પણ આવ્યા,
સ્વચ્છ ને સુંદર જગ્યાઓ જોઇને માણી સુધ્ધાં આવ્યા
અમે બેઉ દુનિયા માણીએ, કારણ કે અમે બે જ હોઇએ છીએ.
નથી કોઇ જવાબદારી કે નથી કોઇ ફરિયાદ,
નથી કોઇ અડચણ ને અમે એન્જોય કરીએ છીએ,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
મરણની વાતો અમે કરતા જ નથી, પાર્ટીમાં જઇએ અને પિકનિકમાં ફરીએ,
પૈસાની છે છૂટ અને સમય તેમ જ મિત્રો પણ છે ભરપૂર
સંતાનોને કારણે બંધાઇ રહેવાના દિવસો ગયા એ વિચારમાત્રથી ખુશ થવાય છે
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
બાળકોને અમારી ઇર્ષ્યા ન થાય એ માટે અમારી મોજમજા એમનાથી છાની રાખીએ,
મારી આ ટ્રીકથી પત્ની હસી પડે અને એને સાથ આપીને હું પણ હસી લઉં,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
-અજ્ઞાત
જેમણે પણ લખ્યું છે એમને સલામ..... કેમ કે છેલ્લે અમે બે જ છીએ....
મિત્રો આ વાક્ય ખુબ જ સુંદર છે અને સમજવા જેવું છે....
ટૂંક માં કહું તો આ પણ એક નિવૃત્તિ નું વિજ્ઞાન જ છે ... જેમાં હું અને તું, તું અને હું...