દુનિયાની સાત અજાયબીઓ ..


દુનિયાની સાત અજાયબીઓ

હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ દુનિયાની સાત અજાયબીઓ વિષે ભણી રહ્યા હતા. લેશન પૂરું થયા બાદ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તેઓ જેને સૌથી વધારે અજાયબી માનતા હોય તેમનું લીસ્ટ તૈયાર કરે. જો કે ક્લાસ માં ઘણા બધા મતભેદો હતા છતાં નીચે પ્રમાણે નું લીસ્ટ તૈયાર થયું.

Egypt’s Great Pyramids
The Taj Mahal in India
The Grand Canyon in Arizona.
The Panama Canal.
The Empire State Building.
St. Peter’s Basilica.
China’s Great Wall.

બધાનું લીસ્ટ લઈને વોટ થતા હતા ત્યારે શીક્ષકે જોયું કે એક છોકરી તેના લીસ્ટ બનાવવામાં કઈક મૂંઝવણ અનુભવે છે. અને તેણીએ તેનું લીસ્ટ હજુ આપ્યું નથી. આથી શીક્ષકે તેમને પૂછ્યું કે તેને કોઈ મદદની જરૂર હોય તો જણાવે. જવાબમાં તેણીએ કહ્યું મને ખરેખર સમજાતું નથી, કારણકે આ લીસ્ટ તો ઘણું લાંબુ બની શકે તેમ છે. શિક્ષકે કહ્યું: તારું લીસ્ટ વાંચ જેથી અમે કઈક તને મદદ કરી શકીએ.
તેણીએ ખટકાચ સાથે તેનું લીસ્ટ વાંચવાનું શરુ કર્યું: “મને લાગે છે કે દુનિયાની અજાયબીઓ આ પ્રમાણે છે:

સ્પર્શ…
ટેસ્ટ…
દ્રષ્ટી…
સાંભળવું…
અનુભવવું…
હસવું…
પ્રેમ…

આ સાંભળીને આખો રૂમ શાંત થઇ ગયો, ટાંચણી પડે તો પણ તેનો અવાજ સંભળાય તેટલો શાંત…

કદાચ, આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે આપણે જે વસ્તુને રોજ જોઈએ છીએ અને જે તદન નાની લાગે છે અથવા આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તે દુનિયાની સૌથી અદભુત વસ્તુ હોઈ શકે છે. અને અપને તેનો અનુભવ કરવા માટે ક્યાય લાંબા પ્રવાસ કરવાની જરૂર નથી.

બસ કુદરતે આપલી આ મહાન ભેટ નો અનુભવ કરો અને તેનો આભાર માનો.

हम तो पहले से ही जानते थे..


बड़े सपनो को पाने वाले हर व्यक्ति को सफलता और असफलता के कई पड़ावों से गुजरना पड़ता है
     
  ☄ पहले लोग मजाक उड़ाएंगे,
  ☄  फिर लोग साथ छोड़ेंगे,
  ☄  फिर विरोध करेंगे,

फिर वही लोग कहेंगे हम तो पहले से ही जानते थे की
एक न एक दिन तुम कुछ बड़ा करोगे......

"रख हौंसला वो मंज़र भी आयेगा;
प्यासे के पास चलकर समंदर भी आयेगा..!
.
थक कर ना बैठ, ऐ मंजिल के मुसाफ़िर;
.
मंजिल भी मिलेगी और
जीने का मजा भी आयेगा...


જેને સફળતાના આકાશમાં ઉડવુ જ છે ...

સુહાસ ગોપીનાથ..........

 

બેંગ્લોરમાં આવેલ ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં દેશભરના સીઇઓ માટે
" Education System in India" વિષય પરનો સેમિનાર હતો.

એક સામાન્ય કપડા પહેરેલો કોલેજીયન યુવાન આ સેમિનારમાં ભાગ લેવા માટે આવ્યો. ફરજ પરના સીક્યુરીટી ગાર્ડે એમને અટકાવ્યો અને કહ્યુ,
 " બેટા, આ સેમિનાર સીઇઓ માટેનો છે, કોલેજના વિદ્યાર્થીઓ માટેનો નહી."

યુવાને બીજી દલીલ કરવાને બદલે ખીસામાંથી મોબાઇલ કાઢીને કોઇને કોલ કર્યો
અને થોડી જ ક્ષણોમાં સેમિનારના આયોજકો ખુદ દરવાજા પર આ યુવાનને સત્કારવા માટે દોડી આવ્યા.

આ છોકરાને આદર સાથે સેમિનાર હોલમાં લઇ જતા હતા ત્યારે સીક્યુરીટી ગાર્ડને આશ્વર્ય થયુ. આયોજકોએ આ છોકરાનો પરિચય કરાવતા કહ્યુ,
" તમે જેને અંદર આવતા અટકાવતા હતા એ આજના સેમિનારના વક્તા છે
અને દેશભરની કંપનીના સીઇઓ એમને સાંભળવા માટે આવ્યા છે."

આ યુવાનનું નામ છે 'સુહાસ ગોપીનાથ' અને એ દુનિયાનો સૌથી નાની ઉંમરનો સીઇઓ છે.
મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલો બેંગ્લોરનો જ રહેવાશી છે.
શાળાના અભ્યાસ દરમ્યાન જ એને કમ્પ્યુટરનો ચસકો લાગ્યો.
સામાન્ય આર્થિક સ્થિતીને કારણે ઘરમાં કમ્પ્યુટર લેવુ શક્ય નહોતું
એટલે એ એક સાયબરકાફેમાં જઇને બેસતો.

પહેલા જ દિવસે ઇન્ટરનેટના ઉપયોગથી પોતાનું ઇમેઇલ બનાવવાનું શીખ્યુ અને
બીજા દિવસે શાળાએ આવીને બ્લેકબોર્ડમાં પોતાના ઇમેઇલ આઇડીની સાથે સાથે પાસવર્ડ પણ લખી નાખ્યો.
કોઇ મિત્રએ કહ્યુ કે તે પાસવર્ડ લખી નાંખ્યો તો હવે કોઇપણ તારુ ઇમેઇલ ચેક કરી શકે.
 આ વાત સાંભળીને એ ભોંઠો પડી ગયો અને કેવો મોટો મૂરખ છે એ એને ખબર પડી.
પછી ધીમે ધીમે કમ્પ્યુટર પરની બુક્સ વાંચીને બધુ શીખતો ગયો.

ઘરેથી જેટલા પોકેટમની મળે તે બધા જ સાઇબર કાફેમાં જ વાપરતો એણે તો હજુ વધુ સમય સાયબરકાફેમાં વિતાવવાની ઇચ્છા હતી પણ એ માટેના પૈસા નહોતા. એણે એક રસ્તો શોધી કાઢયો એ જે સાઇબર કાફેમાં જતો એ બપોરે 1 થી 4 બંધ રહેતુ, સુહાસે કાફેના માલીકને મળીને આ 3 કલાક પોતે કોઇપણ જાતના પગાર વગર આ સાઇબરકાફેનું ધ્યાન રાખશે અને બદલામાં એને મફતમાં એ સમય દરમ્યાન ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાનો એવી દરખાસ્ત મુકી જે માલીક દ્વારા સ્વિકારી લેવામાં આવી.

સુહાસ આ 3 કલાક દરમ્યાન કંઇકને કંઇક નવીન શીખતો રહેતો અને 14 વર્ષની ઉંમરે એણે વેબસાઇટ બનાવી. માત્ર ત્રણ વર્ષ બાદ એટલે કે 17 વર્ષની ઉંમરે સુહાસ એમણે સ્થાપેલી
 'ગ્લોબલ ઇન્સ' નામની કંપનીનો સીઇઓ બની ગયો.

આ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજીને લગતી વિવિધ સેવાઓ પુરી પાડવાનું કામ કરે છે.
વિશ્વના જુદા જુદા દેશોમાં 12 થી વધુ ઓફીસોમાં 400થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

જેને સફળતાના આકાશમાં ઉડવુ જ છે એને કોઇ મર્યાદાઓ ક્યારેય રોકી શકતી નથી.
સપના જોવાની અને એને સાર્થક કરવાની કોઇ ઉંમર નથી હોતી !

મને તું શીખવાડજે પ્રભુ ....

મને તું શીખવાડજે  પ્રભુ    🌺

          હે પ્રભુ .....

          સફળતા નહિ આપે
          તો ચાલશે ,
          નિષ્ફળતાને
          ધીરજથી પચાવતા
          શીખવાડજે ...

          ધનદોલત નહિ
          આપે તો ચાલશે ,
          કોઇ ગરીબને
          પ્રેમથી ગળે મળતા
          શીખવાડજે ...
       
          બહુ પ્રસિધ્ધિ નહિ
          આપે તો ચાલશે ,
          કોઇ અજાણ્યાને
          પોતાનો ગણતા
          શીખવાડજે ...
       
          વધુ આયુષ્ય નહિ
          આપે તો ચાલશે ,
          સુંદર રીતે જીવીને ,
          સુંદર રીતે મરતા
          શીખવાડજે ...
       
          સારી વાક્છટા નહિ
          આપે તો ચાલશે ,
          ખરાબ બોલતા
          પહેલા ડરતા
          શીખવાડજે ...
       
          સારૂ શરીર સૌષ્ઠવ
          નહિ આપે તો ચાલશે ,
          ભારોભાર અન્યાય
          સામે લડતા
          શીખવાડજે ...
       
          બહુ બુધ્ધિ નહિ
          આપે તો ચાલશે ,
          જેટલી છે એ સારી
          રીતે વાપરતા
          શીખવાડે ...
       
           ઉડવા માટે પાંખો
           નહિ આપે તો ચાલશે ,
           કોઇના દિલમાં ખૂબ
           ઊંડા ઉતરતા
           શીખવાડજે ...

मैं आपकी इतनी भक्ति करता हूँ पर..



एक भक्त था वह परमात्मा को बहुत मानता था, 
बड़े प्रेम और भाव से उनकी सेवा
किया करता था ।

एक दिन भगवान से 
कहने लगा – 

मैं आपकी इतनी भक्ति करता हूँ पर आज तक मुझे आपकी अनुभूति नहीं हुई ।

मैं चाहता हूँ कि आप भले ही मुझे दर्शन ना दे पर ऐसा कुछ कीजिये की मुझे ये अनुभव हो की आप हो।

भगवान ने कहा ठीक है, 
तुम रोज सुबह समुद्र के किनारे सैर पर जाते हो, 
जब तुम रेत पर
चलोगे तो तुम्हे दो पैरो की जगह चार पैर दिखाई देंगे ।
दो तुम्हारे पैर होंगे और दो पैरो के निशान मेरे होंगे ।

इस तरह तुम्हे मेरी 
अनुभूति होगी ।

अगले दिन वह सैर पर गया,
जब वह रेत पर चलने लगा तो उसे अपने पैरों के साथ-साथ दो पैर और भी दिखाई दिये वह बड़ा खुश हुआ ।

अब रोज ऐसा होने लगा ।

एक बार उसे व्यापार में घाटा हुआ सब कुछ चला गया,
वह रोड़ पर आ गया उसके अपनो ने उसका साथ छोड दिया ।

देखो यही इस दुनिया की प्रॉब्लम है, मुसीबत में सब साथ छोड़ देते है ।

अब वह सैर पर गया तो उसे चार पैरों की जगह दो पैर दिखाई दिये ।

उसे बड़ा आश्चर्य हुआ कि बुरे वक्त में भगवान ने भी साथ छोड दिया।

આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;..


આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;

હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;


સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;



પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .

મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું.


મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.


મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.


પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.

મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.

આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.


આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.


આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે.


આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.


આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.


આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે.


આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.

આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!


તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી. પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.   ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?


પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.

છતા'ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.

પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.

એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!

પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે;


પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે;


યાદ રાખજો... પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....


મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....

મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.

પપ્પા હંમેશા મહાન જ હોય છે.  તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.

છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.

પપ્પાની મહાનતા કોઈ કવિઓ,

 લેખકો કે વિવેચકોની મોહતાજ નથી

બસ એટલે પપ્પા મહાન છે....

વોટ્સ-એપ ના કંટાળાજનક મેસેજ .. થાકી જવાય છે .. Funny Message

મિત્રો, જે અનુભવ મારો છે એવો કદાચ તમારો પણ આવો જ હશે , 
અને કેવા ની ઈચ્છા પણ થતી હશે કે ...

ભાઈ છેલ્લા પાંચ વરસથી એકના એક મેસેજો મોકલવા બદલ આભાર. 
એમના કારણે આજે મારા જીવનમાં ધરખમ ફેરફારો થઈ ચૂક્યા છે. ....

જેમકે...


- મેં કુરકુરે ખાવાનું બંધ કર્યું છે કારણકે એમાં પ્લાસ્ટિક હોય છે.


- મેં ફ્રુટી પીવાનું પણ બંધ કર્યું છે કારણ કે દર છ મહિને ફ્રુડીની ફેક્ટરીમાં કામ કરતો એઈડઝનો 

દરદી મરી જાય છે અને તેનું લોહી ફ્રુટીમાં મિક્સ થઈ જાય છે.

- મેં પેપ્સી પીવાની પણ બંધ કરી છે કારણકે દર ચાર મહિને એમાંથી એકનો એક કોક્રોચ નીકળે છે.


- મારા શરીરમાંથી પરસેવા ની વાસ આવે છે કારણકે મેં ડિઓ વાપરવાના બંધ કર્યા છે 

  કેમકે તેનાથી કેન્સર થાય છે.

- મેં સાત વરસની એક છોકરીની જિંદગી બચાવવા માટે ૭૦ વાર મારી બચતમાંથી દાન કર્યું છે 

  પણ બિચારી હજી બચતી નથી. હજી દાન માટે અપીલો આવતી રહે છે.

- ગઈકાલે જ આપણા રાષ્ટ્રગીતને દુનિયાનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું છે. 

આપણને એનો હંમેશા ગર્વ હોવો જોઈએ. અને હા હોય જ , 
 પણ તે બે વરસથી એ 'ગઈકાલે' જ જાહેર થાય છે.

- અમુક મેસેજો ૧૦ જણાને ફોરવર્ડ કરવાથી ફ્રી બેલેન્સ મળે છે,

   એમ માનીને લોકો એ હજારો મેસેજ ફોરવર્ડ કર્યા છે, 
   પણ હજી ફ્રી બેલેન્સ આવ્યું નથી. ( કે છે ,કદાચ માલ્યા લઈને ભાગી ગયો હશે. )

- હું હજી ફોન ચાર્જિંગમાં હોય ત્યારે કોલ પર વાત નથી કરતો,  કારણ કે દર બે મહિને 

એમ કરવા જતાં ફોન ની બેટરી ફાટી જાય છે અને કોઈને કોઈ મરી જાય છે.

- છેલ્લા પાંચ વરસથી પહેલગાંવનો એક પાંચ વરસનો બાબો ખોવાઈ ગયો છે 

   તે હજી પાછો નથી પહોંચ્યો. એ તો ઠીક, પાંચ વરસથી બિચારો પાંચ વરસનો જ રહી ગયો છે.

- જો તમે આ મેસેજ તમારા ૧૦ મિત્રોને ફોરવર્ડ નહિ કરો તો તમારા માથે નાળિયેર પડશે, ભલે તમે કચ્છના રણમાં કેમ ના હો !


- અને હા, વોટ્સ-એપ તમને પાંચ કિલો ચોખા અને બે લિટર દૂધ આપી રહ્યું છે.

આ મેસેજ પાંચ ગ્રુપમાં મોકલ્યા પછી દસ મિનીટ રહીને તમારા કીચનમાં ચેક કરો !
 હા .. હા ..
માન્યામાં નથી આવતું ને ?

બટ ઈટ ઈઝ ટ્રુ !


Take care before submitting KYC documents

*Really 1 interesting Advice :*
Wanted to highlight one very important aspect. In ordinary course we keep issuing and submitting our KYC documents (identity and residential proofs..such as PAN card, electricity bill etc.) to various people. For housing or car or other loans, bank accounts,or even for buying new sim card we submit these documents.
At almost all these places they ask for self certification on these documents. We immediately sign those documents and hand over. Just imagine your self certified copies are freely available in the hands of such persons & those documents can be used by him for EVERYTHING!
Its really serious and its been seen that in most of the terrorist activities, KYC documents are sourced from the SIM card sellers.
Hence, please inculcate a 'HABIT' of writing the date and purpose for which you are submitting the self certified KYC Documents so that those documents cannot be used again.
Please share this as much as possible Forwarded as I felt it's very important to write the date and purpose, which we never do while submitting KYC documents.
Here after sign as
1..........signature
2..........Date
3.........Purpose
4.........and not to be used for other purpose.

મિત્ર બની ને..


ફૂલ નહિ..

પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..
ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે...
નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો...
મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે.
મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે...
મારે તો મિત્રો થી ભરેલા આસમાનમાં ઉડવું છે.
મને તો બસ આમ જ
મિત્ર બની ને મિત્રો સાથે રહેવું છે

યાત્રા..........

યાત્રા..........

ગામડામાં રહેતા એકભાઇએ પોતાના દિકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવ્યો. દિકરો આર્થીક રીતે ખુબ સુખી હતો. દિકરાએ વિચાર કર્યો કે મારા માતા-પિતાએ મારા માટે ખુબ કષ્ટો સહન કર્યા છે અને ગામડામાં જ રહ્યા છે માટે મારે એમને અમેરીકા અને યુરોપ બતાવવું છે.

દિકરાએ માતા-પિતાના પાસપોર્ટ તૈયાર કરાવ્યા અને પરિવાર સાથે એક મહીનાની વિદેશ યાત્રાનું આયોજન કર્યુ. ગામડામાં રહેતા માતા-પિતા આધુનિક જગત જોઇને ખુબ રાજી થયા. એમા પણ દરેક જગ્યાએ રહેવા અને જમવાની સગવડ ગામડાના આ સામાન્ય દંપતિનેખુબ ગમી.


પ્રવાસ પુરો કરીને જ્યારે બધા ભારત આવ્યા ત્યારે એકદિવસ વૃધ્ધ માતા-પિતા બેસીને દિકરાના ખુબ વખાણ કરતા હતા. ભાઇએ એમના પત્નિને કહ્યુ, " તે જોયુ આખી દુનિયામાં આપણા દિકરાનું કેવુ માન છે ! આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં બધે મોટરગાડી આપણને લેવા આવી જતી હતી. આપણા રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કેવી સુંદર હતી. તમે જે માંગો તે બધુ તુરંત જ હાજર થઇ જતુ હતું. " વાત સાંભળી રહેલી પત્નિએ પણ પોરસાતા કહ્યુ , " મારો દિકરો બહુ મોટો માણસ બની ગયો. તમને ગામમાં પણ નથી ઓળખતા અને મારા દિકરાને આખી દુનિયા ઓળખે છે એમના ભાઇબંધ દોસ્તાર આખી દુનિયામાં છે એટલે આપણી બધી જ વ્યવસ્થા ખુબ સારી રીતે થઇ ગઇ."

દિકરો એમના ભોળા માતા-પિતાની આ વાત સાંભળી રહ્યો હતો. એમણે હસતા હસતા કહ્યુ , " મમ્મી-પપ્પા મને દુનિયામાં કોઇ ઓળખતું નથી." પિતાએ કહ્યુ, " અરે બેટા તને કોઇ ઓળખતું ન હોય તો પછી આપણી બધી જ સેવા એ લોકોએ મફતમાં કેમ કરી ? આપણને જે વ્યવસ્થા પુરી પાડી એનો આપણી પાસેથી કોઇ ચાર્જ કેમ ન લીધો ? "

દિકરાએ સ્પષ્ટતા કરતા કહ્યુ, " પપ્પા, મેં ટ્રાવેલ કંપનીને પહેલેથી જ બધી રકમ ચુકવી આપી હતી એટલે જ્યાં જઇએ ત્યાં આપણી વ્યવસ્થા થઇ જતી હતી "

મિત્રો, યાદ રાખજો આપણે પણ એક બહુ મોટી યાત્રા કરવાની છે. નાના-નાના સદકાર્યોરૂપી બચત કરીને જો એડવાન્સ બુકીંગ કરાવી લઇએ તો યાત્રા વખતે કોઇ મુશ્કેલી નહી પડે આપણી તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઇ જશે આપણે માત્ર યાત્રાનો આનંદ જ માણવાનો રહેશે.