નથી મળતો...

'પુરાવો' કોઈ પણ 'નક્કર' નથી મળતો,
મળે છે 'નાગ'.. પણ 'શંકર' નથી મળતો.

નકામો શોધશો ના.. બંધ છે પડદા,
પતે 'સર્કસ' પછી.. 'જોકર' નથી મળતો.

પ્રભુને માત્ર મારે એટલું પુછવું છે..
ગરીબોને કાં કદી 'ઈશ્વર' નથી મળતો.?

હસાવી દે, રડાવી દે, બે પળમાં જે,
લખે એવી ગઝલ એવો 'શાયર' નથી મળતો.

'અરીસા'માં નહીં શોધો તમે 'માણસ',
'બહાર' હોય છે એવો.. એ 'અંદર' નથી મળતો.

इच्छा होती थी कि मैं भी..

🐿एक गिलहरी रोज अपने काम पर समय से आती थी और अपना काम पूरी मेहनत और ईमानदारी से करती थी❗

गिलहरी जरुरत से ज्यादा काम कर के भी खूब खुश थी❗

क्यों कि उसके मालिक, जंगल के राजा शेर ने उसे दस बोरी अखरोट देने का वादा कर रखा था❗

गिलहरी काम करते करते थक जाती थी तो सोचती थी , कि थोडी आराम कर लूँ , वैसे ही उसे याद आता कि शेर उसे दस बोरी अखरोट देगा❗
गिलहरी फिर काम पर लग जाती❗
गिलहरी जब दूसरे गिलहरीयों को खेलते देखती थी, तो उसकी
भी इच्छा होती थी कि मैं भी खेलूं , पर उसे अखरोट याद आ जाता, और वो फिर काम पर लग जाती❗

*ऐसा नहीं कि शेर उसे अखरोट नहीं देना चाहता था, शेर बहुत ईमानदार था❗*

ऐसे ही समय बीतता रहा ....
एक दिन ऐसा भी आया जब जंगल के राजा शेर ने गिलहरी को दस बोरी अखरोट दे कर आज़ाद कर दिया❗

*गिलहरी अखरोट के पास बैठ कर सोचने लगी कि अब अखरोट मेरे किस काम के❓*

पूरी जिन्दगी काम करते - करते दाँत तो घिस गये, इन्हें खाऊँगी कैसे❗

*यह कहानी आज जीवन की हकीकत बन चुकी है❗*

इन्सान अपनी इच्छाओं का त्याग करता है,
पूरी ज़िन्दगी नौकरी, व्योपार, और धन कमाने में बिता देता है❗

*60 वर्ष की उम्र में जब वो सेवा निवृत्त होता है, तो उसे उसका जो फन्ड मिलता है, या बैंक बैलेंस होता है, तो उसे भोगने की क्षमता खो चुका होता है❗*

तब तक जनरेशन बदल चुकी होती है,
परिवार को चलाने वाले बच्चे आ जाते है❗

क्या इन बच्चों को इस बात का अन्दाजा लग पायेगा की इस फन्ड, इस बैंक बैलेंस के लिये : -

      *कितनी इच्छायें मरी होंगी❓*
      *कितनी तकलीफें मिली होंगी❓*
       *कितनें सपनें अधूरे रहे होंगे❓*

क्या फायदा ऐसे फन्ड का, बैंक  बैलेंस का, जिसे पाने के लिये पूरी ज़िन्दगी लग जाये और मानव उसका
भोग खुद न कर सके❗

*इस धरती पर कोई ऐसा अमीर अभी तक पैदा नहीं हुआ जो बीते हुए समय को खरीद सके❗*

इस लिए हर पल को खुश होकर जियो व्यस्त रहो,
पर साथ में मस्त रहो सदा स्वस्थ रहो❗

                    मौज लो, रोज लो❗
              नहीं मिले तो खोज लो‼

   BUSY पर BE-EASY भी रहो❗

पसंद आये तो शेयर करे

માણસને દુખી કરવો..

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન(મોલ)ની શરૂઆત કરી. આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.
સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાંથી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે. વાર્તા પુરી થઈ....,,

હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે. આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા. ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે? હારપીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે? ફેશવોશ વગર કઈ બાયને મુછુ ઉગી નીકળી છે? હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે? કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયન ને કાળા રહી ગયા? ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે? હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા? ડિઓડન્ટ છાંટીને નીકળયા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે?

        કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી બગલો કયા શેમ્પુથી નહાય છે? મોરલાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે? મીંદડીને કેદી મોતીયા આવી ગયા? સસલાના વાળ કોઈ દી બરડ અને બટકણાં જોયા છે? કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે? ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે. અલાર્મ વગર કુકડો ઉઠે જ છે. મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે. સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે?

       આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચી ને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે. નેટ બંધ કરો તો દુખી, લાઈટ જાય તો દુખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી, મોબાઈલનું ચાર્જર બગડે દુખી, ટીવીનો કેબલ કપાઈ તો દુખી, મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી. આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય. જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને પેઢે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે. જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે..

મારે નેટ બાર વાગ્યે પુરૂ થાય છે પછી વાટકી એક વાઈફાઈ માગવા જવું પડે અને દૂખી થવું પડે એ પહેલાં ટુંકાવી અપલોડ કરી નાખું...

   🌹 🌹 🌹 🌹

ચાલ એક સંબંધ...

*ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..*

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..
સરરર
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો
ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
બસ
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..
છુટા જ પડવાનું..
આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..
બરાબર
હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને
જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ... ચાલ એક સંબંધ...

ભીષ્મપિતામહે

આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.

ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.

આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.

ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવુ કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે ?

બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ. આજે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે.

આપને અને આપના પરિવારને ઉત્તરાયણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
(વિચાર સૌજન્ય - શ્રી આર.કે.પટેલ - સુરત)

હું એક પતંગ

હું એક પતંગ

સળી અને કાગળ
હતા જુદા જુદા

સળી બનવામા
ઘણા છરીઓના
ઘસરકા ખાધા

કાગળ બનવામા
ઘણા કાતરના
કોતરણા ખાધા

લય ને ગુંદરની દયાથી
ને માણસની મહેનતથી
હું સર્જાયો એક પતંગ!

આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

એટલે કાણાં પાડી
નાનકડી દોરી બેવડી કરી
શૂન્ય શૂન્ય બેલેન્સ
કર્યો મને મજબૂત ગાંઠ મારી
મા બાપ, ગુરૂ અને સમાજે

અા અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

એટલે દોરી માંજા વાળી
તૈયાર કરી, ફીરકીમા લપેટી
મારી સાથે મજબૂત
ગઠબંધન કરી દીધું

આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

હવા આપી, છૂટ આપી
પોતાના કૌશલ્યથી
દોરીથી ઢીલ દઈ
આકાશ મા ઊડાડ્યો મને!

આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

બહુ પેચ લગાડ્યા
બીજા પતંગો સાથે
કોઈ ખેંચી કોઈ ઢીલ દઈ
કોઈ ને અડ્ડે કાપ્યા

આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

એટલે છેવટે કપાયો,લૂટાયો
ફરી વેચાયો,ચગાવાયો, કાપ્યા ને કપાયો,
ફાટ્યો ને સંધાયો

આ અવસ્થા કાયમ રહે
તો થોડુ ગમે મને?

કપાયા પછી કાં તો
ખૂબ ઊંચે અદ્રશ્ય અથવા
ઊંચા ઝાડમા કોઈ ના
હાથમા ના આવું તેમ ભરાયો

આ જ અવસ્થાને
કદાચ અંતિમ વિદાય
કહેવાતી હશે!

મને ગમે કે ના ગમે
આ અવસ્થા
સ્વીકારવી જ પડી!

😍🤝🏻🙏🏻

એક અજીબ ઘટના બર્થડે ની..

*અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ લખેલી આ પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે.....*
એક અજીબ ઘટના સામે આવી......
એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુ ત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી.ફિલ્મો નું આધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?
મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિ થી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.
પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૃ કરીએ.
(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે...
(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૃ થયો છે. કેક મોંમાં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.
.........
(4) સી.એન.ના આચાર્ય ત્રિવેદી સાહેબે જે ચિંતા અને નિસબત વ્યક્ત કરી છે.

જે મિત્રોને આ પોસ્ટ વિચારવા જેવી લાગે તે મિત્રો તેને શેર તો કરે જ,....
આલેખન.. રમેશ તન્ના
*મારો પ્રતિભાવ*
માત્ર શેર કરીને હું સંતોષ નહિ અનુભવું..કારણ જ્યારે *છેલ્લો દિવસ* ફિલ્મ આવી અને એણે *કહેવાતી* ધૂમ મચાવી ત્યારે જ મેં દિવ્યભાસ્કરમાં લેખ લખીને તેની ઝાટકણી કાઢેલી.. ખાસ આ જ ઘટનાનો ઉલ્લેખ કરી લખેલું કે *તમારા દીકરાને જન્મદિને કોઈ પછાડે કે તે બીજે દિવસે exam માં બેસી ન શકે તેટલો ઘાયલ કરે તો તમે માં-બાપ તરીકે આ સહન કરી લેશો ?? કેક ખાવા માટે છે કે મોઢું ચીતરવા માટે ??*
સ-ખેદ કહેવું પડે કે ત્યારે સારા વખણાયેલા યુવા icon ગણાતા કોલમ writers એ મારી વાતને *બુઢિયા ના ચશ્મા પહેરનાર*  કહી વખોડી હતી.... એ ફિલ્મને સેન્સરમાંથી જ કેમ ના અટકાવી તે મને ત્યારે જ પ્રશ્નાર્થ હતો !! 😢 ફિલ્મ માટે વિરોધ કરવા ની સાથે  આવા લબાડ વિચારનો વિરોધ કેમ નથી કરતા તે જ સમજાતું નથી..

બહુ મોંઘો પડે.

નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે, 
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એક  બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે  એક નવો જ સંકલ્પ લઈએ,
"એક  બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*ભગવાનની ભક્તિ કેમ કરવી?*

*એક કારીગરને મંદિરમાં થોડું*
*બાંધકામ કરવાનું કામ મળ્યું.*
*ભગવાનના મંદિરમાં કામ*
*કરવાની તક મળી હતી આથી એ*
*ખુબ આનંદમાં હતો. એમણે ખુબ જ પુરી*
*નિષ્ઠા સાથે પોતાનું કામ પુરુ*
*કર્યુ.*
*એક દિવસ પોતાના કામનું*
*મહેનતાણું લેવા માટે એ મંદીરમાં*
*આવ્યો.* *પૂજારીજીએ એ*
*કારીગરનું પ્રેમથી સ્વાગત કર્યુ.*
*પીવા માટે પાણી અને બેસવા*
*માટે આસન આપ્યુ. પૂજારીજી*
*અંદરના ઓરડામાં ગયા અને*
*હાથમાં એક બંધ કવર લઇને આવ્યા.*
*કવર કારીગરના હાથમાં મુકતા*
*કહ્યુ , ” ભાઇ , આ તારા*
*મહેનતાણાના 10800 રૂપિયા છે.*
*આપણે અગાઉ નક્કી કર્યુ હતુ તે મુજબનું*
*જ મહેનતાણું છે”. કારીગરે કવર લઇને*
*ખીસ્સામાં મુક્યુ અને*
*પૂજારીજીનો આભાર માન્યો.*
*પૂજારીજીએ કારીગરને કહ્યુ , ” અરે*
*ભાઇ, જરા પૈસા ગણી લે. બરાબર*
*છે કે કેમ એ તપાસી લે. ” કારીગર*
*તો ખડખડાટ હસી પડ્યો. પછી*
*બોલ્યો , ” અરે પુજારીજી, મને*
*આપના પર પુરો વિશ્વાસ છે.* *આપ*
*આ મંદીરમાં વર્ષોથી પૂજા કરો*
*છો. જો હું પૈસા ગણવા બેસુ તો તે*
*આપનું અપમાન કહેવાય. આપના*
*જેવા સાધુપુરુષમાં મને પૂર્ણ શ્રધ્ધા*
*છે.” આટલુ કહીને કારીગર*
*પૂજારીજીને વંદન કરીને જતો*
*રહ્યો.*
*કારીગરના ગયા પછી*
*પૂજારીજી પોતાના હાથમાં*
*રહેલી માળા સામે જોઇ રહ્યા*
*અને પોતાની જાત પર જ હસવા*
*લાગ્યા. પેલા સાવ સામાન્ય*
*અને અભણ કારીગરને મારા જેવા*
*માણસમાં વિશ્વાસ છે અને મારા*
*જેવા કહેવાતા પંડીતને*
*પરમાત્મામાં વિશ્વાસ નથી*
*આથી જ મે કેટલા મંત્રજાપ કર્યા*
*તેની ગણતરી રાખું છું.*
*પૂજારીજીએ પોતાના હાથમાં*
*રહેલી માળા ભગવાનના*
*ચરણોમાં મુકીને નક્કી કર્યુ કે હું*
*તારા માટે જે કંઇ કરીશ તેનો*
*હીસાબ રાખવાનું આજથી બંધ*
*કરીશ.*
*મિત્રો , આપણે પણ અજાણતા આવુ*
*જ કંઇક કરીએ છીએ. કેટલા ઉપવાસ*
*કર્યા ? કેટલા મંત્રજાપ કર્યા?*
*કેટલી માળાઓ કરી ? કેટલી*
*પ્રદક્ષિણાઓ કરી ? ક્યાં ક્યાં*
*કોને કોને કેટલું દાન આપ્યુ ? આ*
*બધાનો હીસાબ રાખતા હોઇ*
*તો એનો મતલબ એ થયો કે મને*
*મારા પ્રભુમાં વિશ્વાસ નથી.*
*કરેલી ભક્તિનો હીસાબ રાખીને*
*શું આપણે આપણા પ્રભુનું અપમાન તો*
*નથી કરતાને ?*

આ ફેરફાર ક્યાંથી થઈ ગયો ?’

હમણાં બહુ ભૂદેવ ભૂદેવ ચાલ્યુ છે. તો ચાલો મિત્રો, એકાદ વાત અમેય જણાવી દઈએ....

છેવટે આ એમણે હુકમ કર્યો, ‘દલપતરામ વૈદ્ય, તમે વાત માંડો. બામણના ખોળિયે જીવ છે એટલે સરસ્વતી તમારી જીભે હોય.’ દલપતરામે હા-ના કર્યું, પણ ત્યાં ડાયરો આખો મંડ્યો આગ્રહ કરવા, ‘હા દલપતરામ, થાવા દ્યો. બાપુજી નું વેણ પાછું નો ઠેલાય.’ અને

દલપતરામ જોશીએ વાત માંડી : ‘એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. સીમમાં ખેતર નહીં, ગામમાં ઘરનું ઘર નહીં, વાંહે કોઈ રોવાવાળું નહીં. મા’રાજ પડ્યો પંડ. આ તો ઠીક પણ ભૂદેવમાં ધરમ નહીં, જશ દાન નહીં, વિદ્યા નહીં, ભૂદેવને થયું, આ જીવતર કરતાં તો મોત સારું. સમાજમાં હડધૂત થઈને જીવવું એના કરતાં આયખું ટૂંકાવી નાખવું શું ખોટું ? મા’રાજને સંસાર માથેથી ઓછું આવી ગયું. મન ઊઠી ગયું. પણ તેણે વિચાર્યું, જંગલમાં હાલ્યો જાઉં, એવી જગ્યાએ પહોંચી જાઉં, જ્યાં જાનવર ફાડી ખાય. પછી તો ‘માટી ભ્રખે જનાવરાં અને મૂઆ ના રોવે કોઈ.’

ભૂદેવે અરણ્ય તરફ પ્રયાણ કર્યું. રસ્તો પગદંડી બની ગયો અને ગાઢ જંગલ શરૂ થયું. અડાબીડ વનરાઈ, વખંભર ખાયું, નદીનો પહોળો પટ, કાંઠે તડકો ખાતી મગરું, ઘેઘૂર વડલો, સાગની ઝાડી, કરમદાના ઢુંવા….. જંગલની ભીષણતા વધતી જતી હતી, પરંતુ આજે ભૂદેવને શેનીય બીક નહોતી. મોતને જ ભેટવા નીકળનાર માનવીને વળી બીક શેની હોય ? આ તરફથી ભૂદેવ આવતો હતો અને બરાબર સામેની કાંડ્યમાંથી એક સાવજ (સિંહ) હાલ્યો આવતો હતો. અંગારા જેવી આંખો, ખીલા જેવા દાંત, લાંબી કેશવાળી અને વિકરાળ મોં…. પોતાના સામ્રાજ્યમાં પ્રવેશેલા કાળા માથાના માનવીને જોઈ વનરાજે ક્રોધના આવેશમાં ગર્જના કરી, પણ એક જ ગર્જનાએ તો આખું જંગલ કંપી ઊઠ્યું, પરંતુ બ્રાહ્મણ ઉપર તેની કોઈ અસર ન થઈ. આ જ સમયે માનસરોવરના રાજહંસો દ્વારકાધીશની યાત્રાએ નીકળેલા. યાત્રાના પરિશ્રમથી થાકેલા રાજહંસો નદીકાંઠેના ઘેઘૂર વડલા માથે વિશ્રામ કરી રહ્યા હતા. વડનાં પાંદડાંના લીલા ઘેરાવામાં સફેદ રાજહંસો નીલમના ઢગલામાં મોતી પડ્યા હોય એવા લાગતા હતા.

રાજહંસોનો જેવો ઉમદા દેખાવ હતો એવો જ ઉમદા સ્વભાવ હતો. તેમને થયું, ભારે કરી ! હત્યા કરશે અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. નિર્દોષ ભૂદેવ અમસ્તો કાળનો કોળિયો બની જશે. ભૂદેવ તરફ જતા વનરાજને જોઈ રાજહંસોએ કહ્યું, ‘મહારાજ, જરાક વિચારજો. ગમે તેમ તોય ભૂદેવ છે. ભૂદેવનો ઘાત રાજાથી ન થાય. જોજો પાપમાં ન પડતા. અમે તો પ્રવાસી પંખીઓ છીએ. આ તો અનર્થ ન થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ.’ રાજહંસોની વાત સાંભળી વનરાજ અટકી ગયા. વનરાજે કહ્યું, ‘રાજહંસો, તમે તો નીર અને ક્ષીર જુદાં કરી શકો એવી વિવેકબુદ્ધિ ધરાવો છો. આજે તમે મને આ સલાહ ન આપી હોત તો અવશ્ય અનર્થ થઈ જાય. આભાર, અતિથિઓ !’

રાજહંસો કહે : ‘મા’રાજ, આભાર તો આપનો અમે માનીએ છીએ. આ ભૂદેવ આપને આંગણે આવ્યા છે. ભલે તેણે યાચના નથી કરી, પણ તેને દાન-દક્ષિણા આપવી એ આપનો રાજા તરીકે ધર્મ છે.’ વનરાજ કહે, ‘જરૂર.’ વનરાજે ભૂદેવને જઈ પ્રણામ કર્યા અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચ્યું. ભૂદેવ વનરાજની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. એ એક ગુફા પાસે આવી ઊભા. અહીં ભૂદેવને છોડી વનરાજે પ્રયાણ કર્યું. ભૂદેવે ડરતાં-ડરતાં ગુફામાં જોયું. ચારે તરફથી દુર્ગંધ આવતી હતી. ક્યાંક-ક્યાંક માંસ અને હાડકાં પડ્યાં હતાં. ભૂદેવનું ધ્યાન એક મૃતદેહ તરફ ગયું. વનરાજના શિકારે આવેલા પણ ખુદ શિકાર બની ગયેલા કોઈ રાજવીનો મૃતદેહ પડ્યો હતો. ભૂદેવે હિંમત કરી, મૃતદેહ પરનાં મહામૂલ્યવાન આભૂષણો, મુગટ અને સોનાની મૂઠવાળી હીરાજડિત તલવાર- બધું કપડામાં બાંધી નીકળાય તેટલી ઝડપથી નીકળી ગામ તરફ પ્રયાણ કર્યું. રાત પડી ગઈ હતી. એ જ જૂના ખંડેરમાં સંપત્તિ જમીનમાં દાટી. માત્ર એક જ આભૂષણ ભૂદેવ બાજુના ગામમાં વેચી આવ્યા, પણ એટલામાં તો જમીન આવી ગઈ અને મકાન પણ બની ગયું. ધીરજ રાખી કોઈને ખ્યાલ ન આવે તેમ ભૂદેવે ધીરેધીરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વસાવી લીધી.

નિર્ધનમાંથી ધનવાન બનેલ ભૂદેવના એક સુંદર સુલક્ષણી કન્યા સાથે ધામધૂમથી લગ્ન થયાં. નવેસરથી એક વિશાળ આલીશાન આવાસ બાંધી, ભૂદેવ જીવનના સુખી દિવસો પસાર કરવા લાગ્યા. સુંદર પત્ની, રૂપાળાં બે બાળકો અને ભૂદેવ સદૈવ આનંદમાં રહેતા. પણ ભૂદેવને ક્યારેક-ક્યારેક ઊંડે ઊંડે એક અજંપો રહ્યા કરતો : મેં ભાગ્યના જોરે આ બધું મેળવ્યું, પરંતુ મારાં બાળકોનું શું થશે ? માનવી પાસે ગમે તેટલું ધન આવે. એ સંતુષ્ટ નથી રહી શકતો, કારણ, માનવીની દોડમાં અહમનું જીવન છે, એ દોડની પૂર્ણાહુતિમાં અહમનું મૃત્યુ છે.

મારી લાયકાત કરતાં તેં અનેકગણું આપ્યું છે, પ્રભુ, ધન્ય છે તારી કૃપાને ! – આવી પ્રાર્થના કરી સંતોષપૂર્વક જીવન જીવવાને બદલે ભૂદેવ એક દિવસ કોઈને ખબર ન પડે એમ પાછા વનરાવનની વાટે રવાના થયા. તેમને થયું : મારે તો માત્ર જંગલમાં પહોંચવાની જ વાત છે ને ? ભૂદેવ ચાલ્યા જાય છે, પણ નિર્ભય નથી. કોઈ મારી નાખશે તો ? બાળકોનું-પત્નીનું શું થશે ? આવા વિચારમાં તે ચાલ્યા જાય છે, ત્યાં વળી ગાઢ જંગલ શરૂ થયું. એ જ નદીનો કિનારો, એ જ ઘેઘૂર વડલો. સામેથી વનરાજને પણ ભૂદેવે જોયા, પણ આ સમયે કોઈ મહત્વનો કજિયો પતાવવા કાગડાની નાત વડલા માથે મળેલી. નાતના આગેવાનોએ ખાઈ ખાઈને વકરી ગયેલા ભૂદેવને જોયા અને સામેથી આવતા સિંહને જોયો. આગેવાનોએ અંદાજ કાઢી લીધો. જો સિંહ ભૂદેવને ફાડી ખાય તો વાંહે જે વધે તેમાં ન્યાતનો સુખેથી ભોજન સમારંભ ઊકલી જાય. કાગડાઓએ કહ્યું, ‘હા વનરાજ, જાવા દેશો મા, પાડી જ દ્યો ! ભૂદેવ માંડ ઘામાં આવ્યા છે. ભૂદેવ આપનું ભોજન છે.’ સિંહે આ સાંભળ્યું. તેણે ભૂદેવ પાસે જઈ કહ્યું ‘તમે લોભના માર્યા અહીં આવ્યા છો, પરંતુ જેવા આવ્યા છો તેવા પાછા ફરી જાવ.’ ભૂદેવ કહે, ‘વનરાજ, એ જ હું છું. એ જ આપ છો. આ જગ્યા પણ એ જ છે. તો પછી આ ફેરફાર ક્યાંથી થઈ ગયો ?’ વનરાજ કહે : ‘બધું એનું એ જ છે. માત્ર સલાહકારો બદલાઈ ગયા છે.’
(સૌ-શા. રાઠોડ)

દલપતરામે વાત પૂરી કરી ને મહામુશ્કેલીએ અત્યાર સુધી શાંત ચિત્તે સાંભળતો ડાયરો દલપતરામ માથે ખુશ થઈ ગયો, ‘વાહ ભૂદેવ વાહ ! અરે વાહ સલાહકારો !’

દલપતરામ : ‘ધન્ય છે તમને અને તમારી વાર્તાને !’