મદદ કર્યાનો આત્મસંતોષ...

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.

મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’  ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, “નીચે છુપાઇને કેમ બેઠી હતી ? તારી ટીકીટ બતાવ”. છોકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યુ, ”મારી પાસે ટીકીટ નથી”
9
ટી.સી. ગુસ્સે થયો અને કહ્યુ, ”તને રેલ્વે પોલીસના હવાલે કરી દેવી જોઇએ પણ તું છોકરી છે એટલે જવા દઉં છું. આગળના સ્ટેશન પર આ ટ્રેઇનમાંથી નીચે ઉતરી જજે.”  ટ્રેઇનમાં મુસાફરી કરનાર એક અજાણી મહિલા છોકરીની મદદે આવી. એમણે ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આટલી નાની છોકરી અજાણ્યા સ્ટેશન પર ઉતરીને ક્યાં જશે ? એક કામ કરો, દંડ સાથેની જે કંઇ રકમ થતી હોય તે મને જણાવો એટલે એ રકમ હું ભરી આપુ અને તમે કાયદેસરની પહોંચ આપી દો”. મહિલાએ છોકરીને પુછ્યુ, “બેટા, ચિંતા ના કર, તારે ક્યાં જવાનું છે એ કહે એટલે હું તને ત્યાંની ટીકીટ અપાવી દઉં”. છોકરીએ કહ્યુ, “મને એ જ ખબર નથી કે મારે ક્યાં જવાનું છે ?”

મહિલાએ ટી.સી.ને કહ્યુ, “ભાઇ, આ છોકરી માટે બેંગ્લોરની ટીકીટ જ આપી દો. હું બેંગલોર જાવ છું એટલે આ છોકરીને પણ મારી સાથે બેંગ્લોર જ લેતી જઇશ”. મહિલા આ છોકરીને લઇને બેંગ્લોર આવી અને બેંગ્લોરની એક  સંસ્થામાં મુકી આવી. છોકરીના રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા આ મહિલાએ કરી આપી. આ ઉપરાંત એના અભ્યાસની વ્યવસ્થા પણ આ મહિલાએ કરી આપી અને તમામ ખર્ચ એમણે ઉપાડી લીધો. મહિલા ક્યારેક ક્યારેક આ છોકરીને મળવા માટે પણ જતી  પરંતું કામની અતિ વ્યસ્તતાને લીધે આ મુલાકાતો ઘટતી ગઇ. ક્યારેક ફોન પર તો ક્યારેક ઇમેઇલ દ્વારા વાતચિત થતી રહેતી.

અમુક વર્ષો પછી પેલી મહિલાને એક લેકચર આપવા માટે અમેરીકાના સાનફ્રાંસિસકોમાં જવાનું થયું. સાનફ્રાંસીસકોમાં રહેતા કન્નડ લોકોની એક સંસ્થાએ વ્યાખ્યાનનું આયોજન કરેલુ હતું. આ મહિલા જે હોટેલના હોલમાં કાર્યક્રમ હતો એ  હોટેલમાં જ રોકાયા હતા. કાર્યક્રમ પુરો થયા બાદ હોટેલથી નીકળતી વખતે જ્યારે આ મહિલા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર એમનું બીલ ભરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે કોઇએ એમનું બીલ ભરી આપ્યુ છે. બીલ ભરી આપનાર દંપતિ ત્યાં જ ઉભુ હતું. મહિલા પ્રોફેસર એમને ઓળખતા પણ નહોતા એટલે પુછ્યુ, “આટલી મોટી રકમનું બીલ તમે કેમ ભરી આપ્યુ ?” સામે જ ઉભેલા દંપતિમાંથી પત્નિ બોલી, “મેડમ, આ બીલની રકમ મુંબઇથી બેંગ્લોરની રેલ્વે ટીકીટની સામે સાવ તુચ્છ છે.”

મહિલાની આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ. એક અનાથ છોકરીને રેલ્વેના ડબ્બામાંથી અમેરીકા સુધી પહોંચાડનાર સેવાભાવી મહિલા એટલે ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ સુધા મૂર્તિ.
મિત્રો, તમારી નાની એવી મદદ કેટલું મોટું પરીણામ આપી શકે એની તમે કલ્પના પણ ન કરી શકો. જીવનમાં બીજાને જેટલી થઇ શકે એટલી મદદ કરવી જોઇએ. સામેવાળા ભલે કદાચ સુધા મૂર્તિ ન બને પણ તમને મદદ કર્યાનો આત્મસંતોષ જરૂર થશે.

નથી ગમતી મને...

"બેફામ" ની એક સુંદર રચના...
શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...

આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...

- *બેફામ*

अमीर दिल का होना..

_*🙏👇गज़ब का संदेश 👇🙏*_

_*दुनिया के सबसे धनवान व्यक्ति बिल गेट्स से किसी ने पूछा - 'क्या इस धरती पर आपसे भी अमीर कोई है ?*_

_*बिल गेट्स ने जवाब दिया - हां, एक व्यक्ति इस दुनिया में मुझसे भी अमीर है।*_

_*कौन ---!!!!!*_

_*बिल गेट्स ने बताया:*_
_*एक समय मे जब मेरी प्रसिद्धि और अमीरी के दिन नहीं थे, मैं न्यूयॉर्क एयरपोर्ट पर था.. वहां सुबह सुबह अखबार देख कर, मैंने एक अखबार खरीदना चाहा,पर मेरे पास खुदरा पैसे नहीं थे.. सो, मैंने अखबार लेने का विचार त्याग कर उसे वापस रख दिया.. अखबार बेचने वाले लड़के ने मुझे देखा, तो मैंने खुदरा पैसे/सिक्के न होने की बात कही.. लड़के ने अखबार देते हुए कहा - यह मैं आपको मुफ्त में देता हूँ..*_

_*बात आई-गई हो गई.. कोई तीन माह बाद संयोगवश उसी एयरपोर्ट पर मैं फिर उतरा और अखबार के लिए फिर मेरे पास सिक्के नहीं थे।उस लड़के ने मुझे फिर से अखबार दिया, तो मैंने मना कर दिया। मैं ये नहीं ले सकता.. उस लड़के ने कहा, आप इसे ले सकते हैं, मैं इसे अपने प्रॉफिट के हिस्से से दे रहा हूँ.. मुझे नुकसान नहीं होगा। मैंने अखबार ले लिया......*_

_*19 साल बाद अपने प्रसिद्ध हो जाने के बाद एक दिन मुझे उस लड़के की याद आयी और मैंने उसे ढूंढना शुरू किया। कोई डेढ़ महीने खोजने के बाद आखिरकार वह मिल गया। मैंने पूछा - क्या तुम मुझे पहचानते हो ?*_

_*लड़का - हां, आप मि. बिल गेट्स हैं.*_

_*गेट्स - तुम्हे याद है, कभी तुमने मुझे फ्री में अखबार दिए थे ?*_

_*लड़का - जी हां, बिल्कुल.. ऐसा दो बार हुआ था..*_

_*गेट्स- मैं तुम्हारे उस किये हुए की कीमत अदा करना चाहता हूँ.. तुम अपनी जिंदगी में जो कुछ चाहते हो, बताओ, मैं तुम्हारी हर जरूरत पूरी करूंगा..*_

_*लड़का - सर, लेकिन क्या आप को नहीं लगता कि, ऐसा कर के आप मेरे काम की कीमत अदा नहीं कर पाएंगे..*_

_*गेट्स - क्यूं ..!!!*_

_*लड़का - मैंने जब आपकी मदद की थी, मैं एक गरीब लड़का था, जो अखबार बेचता था..*_
_*आप मेरी मदद तब कर रहे हैं, जब आप इस दुनिया के सबसे अमीर और सामर्थ्य वाले व्यक्ति हैं.. फिर, आप मेरी मदद की बराबरी कैसे करेंगे...!!!*_

_*बिल गेट्स की नजर में, वह व्यक्ति दुनिया के सबसे अमीर व्यक्ति से भी अमीर था,*_ _*क्योंकि-----*_
_*"किसी की मदद करने के लिए, उसने अमीर होने का इंतजार नहीं किया था "....🙏*_
अमीरी पैसे से नहीं दिल से होती है दोस्तों किसी की मदद करने के लिए अमीर दिल का होना भी बहुत जरूरी है ☺

કર્મનો 'સિદ્ધાંત

મહાભારત નું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

"હે માધવ,
યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ?

એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ?

આ પાપ તમે કેમ થવા દીધું ? "

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં...
અને,
ફક્ત સ્મિત આપ્યું !

પણ,
રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં
અને,
ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં...

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં :
" હે પ્રિયા,
એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી...

પણ,
એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે -

જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!"

રુક્મિણી : "કયું પાપ નાથ ?"

શ્રીકૃષ્ણ : હે દેવી,
એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે -
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ...

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં...

પણ,
એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! "

રુક્મિણી : એ સાચું સ્વામી...

પણ,
કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

-( કર્મનો 'સિદ્ધાંત' )-

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે ||.

*ખાસ નોંધ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.*
*કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે.અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો હોય

એકલતાનુ જાળુ..

વૃધ્ધાવસ્થાના મિત્રો

અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પુર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો !

જ્યાં કાયમ સવાર-સવારમા લો-ગાર્ડનમા વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલમા ચા પીતા જોવા મળતા જેમા એક 75 વર્ષ વટાવી ચુકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પુછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા ! મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતુ પુછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા ! 

થોડા સમય બાદ મારાથી ન રહી શકાયુ એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ વડીલ તમે રોજ મારી અગાઉ વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે !

દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડુ આમ મોં મચકોડાયુ હોય એ રીતે ખંધુ હસ્યા  ! પછી મને કહે ભાઇ આ ઉમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું ! 

મેં કહ્યુ તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા  !
તો કહે :ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધુ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી ! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો.
એ પછી તો જય ભગવાન.

મેં કહ્યુ તો તો એમની તમને બહુ કમી પડતી હશે. !
વડીલ મને કહે તમે ઉમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર 40 વર્ષ પછી હરેક પળ રહે છે.

મેં પૂછ્યું સાંજના સમયે તો સરખી ઉપરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને ?
મારા આ સવાલ ઉપર તે વડીલ ખુબજ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે કહેલું કે, હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો  ! મેં મારી નોકરી ખુબ જ નિષ્ઠાપુર્વક પુર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખુબજ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભુલ થતી તો હું ખુબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો ! જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન કરતા જે સારી રીતનુ વર્તન મારા હોદ્દાના કારણે એમને રાખવુ જરૂરી હતુ એટલા માટે ઔપચારિક રીતે જ રાખતા ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ !.
મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલુ અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામા બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવુ છુ તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દુર ઉભો પણ ના રહુ ! અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની ભુલ પણ ના કરતા !  આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહી  !
જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે મારો પડ્યો બોલ જીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા  ! મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ  !  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહુ તો કોઈને કોઈ બહાનુ બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાકડો બે જ વધતા !  અરે ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો  ! 😢

એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજુ ખૂટે છે શું? 

વડીલ મને કહે :મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યુ અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવુ એકલતાનુ જાળુ યુવાનીમાં બનાવ્યુ પણ ઘડપણમાં કામ લાગે અને બાકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દુર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો  !

હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતુ! 

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દુર કરે એવા મિત્રો જરૂર બનાવજો  !

     *🌹નમસ્કાર 🌹*

સમય ને યાદ રાખી શકુ છુ .....

*અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચાય પીવે છે કારણ કે વાંચો તેના જ શબ્દોમાં....*

૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો રાત ના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા સવારે ઉઠવા માં સહેજ મોડુ થયુ રોજ ની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડન માં આવ્યો રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા પણ ચા ના આવી છેલ્લા ૨૬ વર્ષ થી પરીવાર ના સભ્ય બની ગયેલા જશોદાતાઇ ને બુમ પાડી પુછ્યુ ચાય નુ તો તેને કહ્યુ કે દુધ નથી આવ્યુ મને યાદ નથી કે ક્યારેય મારા ઘર પર દુધ નહતુ આવ્યુ તેવુ બન્યુ ના હતુ વાત ને કોઇ કારણ થી સાહજીક ગણી ને અન્ય થી દુધ ની વ્યવસ્થા કરી બીજા દિવસે પણ તેજ ક્રમ બન્યો દુધ ના આવ્યુ  મારી ચાય ની વ્યસ્થાતો થઇ ગઇ પણ ચાય નો ટેસ્ટ રોજ બદલાવવા લાગ્યો ખબર નહીં લગભગ એક અઠવાડીયા પછી મને ખબર પડી કે મારી અને મારી કંપની ABCL વિશે ના સાચા ખોટા સમચાર મિડીયા માં આવતા તથ્યહિન સમાચારો ની અસર એ દુધ વાળા પર પડી હતી અને પોતાના પૈસા ની સલામતી ની ચિંતા માટે તાત્કાલીક દુધ બંધ કરી દિધુ તે મારા ઘરે રોજ ૩ લિટર જેટલુ દુધ આપતો હતો અને છેલ્લા ૧૭ વર્ષ થી આપતો હતો ...... સામાચાર સાંભળી મારા લેણીયાતો પ્રત્યે નો મારો ગુસ્સો ઓગળી ગયો મૈ રિતસર ટેરેસ પર જઇ ખૂલ્લા આકાશ સામે અટ્ટાહાસ્ય કર્યુ હું ટેન્શન માં થી હળવો ફુલ બની ગયો મને પ્રતિત થયુ કોઇ મને કહી રહ્યુ હતુ સંકેત આપી રહ્યુ હતુ  દોસ્ત સહુ થી મહાન સમય છે આ એજ સુપર સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે જેના નામ ના ભારત ની ફિલ્મ ઇન્ડ. માં ડંકા પડતા હતા ઓટોગ્રાફ માટે લાઇનો હતી એજ અમિતાભ છે જેની માં તેજી બચ્ચન ભારત ના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ઇંદિરાજી ની મિત્ર હતી જે તે સમયે ભારત ના વડાપ્રધાન રાજીવજી મારા મિત્ર હતા અને બોફોર્સકાંડ માં મારૂ નામ ખરડાયુ હતુ જેના પિતા પૂજ્ય હરિવંશ રાય બચ્ચન રાષ્ટ્રભાષા હિંદી ના મોટા દરજ્જા ના કવિ હતા જેની પત્ની સફળ હિન્દી અભિનેત્રી છે તે અમિતાભ ના ઘર નુ દુધ પણ દુધ વાળો બંધ કરી શકે છે ...વાંચકો આપણે માત્ર સમય ની કઠપુતળી ઓ છીઇએ ... હોશિયાર સમય ના માન આપો વ્યક્તિઓ પ્રત્યે રાગ -દ્રેશ ના રાખો કોઇ ભેદી શક્તિ તેને આપણા વિશે સારા ખરાબ વિચારો લાવે છે હા અને મૈં મારા પિતા શ્રી ની સ્મૃતી માં ધારાવી ઝુડપપટ્ટી નો વ્યક્તિગત ધોરણે દુનીયાનો  સહુ થી મોટો મફત દુધ નો પ્રોજેક્ટસ કરેલ ત્રણ વર્ષ સુધી ચાહકો અને મિત્રો ના સૌજન્ય થી ચલાવેલ જેના પર થી મહારાષ્ટ્ર સરકાર દુધ સંજીવની યોજના લાવી ... મારા ઘર નૂ દુધ દુધ વાળા એ બંધ કર્યુ કારણે મારા વિશે ની ગેરસમજો વધુ ઝડપ થી ફેલાઇ રહી હતી પણ એક દુધવાળો મને ઘણુ શિખવી ગયો આજે પણ હું હવે સવારે દુધવાળી ચાય નથી પિતો બ્લેક ટી પીવુ છુ માટે જ સમય ને યાદ રાખી કામ કરી શકુ છુ .....

*"EXCELLENCE"*

by Virendr kapoor

*અમિતાભ બચ્ચન ની બાયોગ્રાફી*

પેજ નં 213-214

*ગુજરાતી અનુવાદ - અરૂણ મેઘ*

અમિતાભ બચ્ચન નો સ્વ અનુભવ ... તેના શબ્દો માં

માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?

એક હોશિયાર ચાટ વાળો

એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ચાટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?
અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.
એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.

એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.
જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે

જુના મિત્રો ની "કંપની

🏠💞🦋🏠✒

ટૂંકી વાર્તા : "કંપની "

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો ; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી . અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો . એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું " બેટા મને ઘરડા ઘર માં મૂકી આવને ; અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું ? અજયે કહ્યું " કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ? હસમુખરાયે હંસતા હંસતા કહ્યું ; ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે . અજયે કહ્યું " પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે ; ૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી  આપીશ . હસમુખરાય પણ માની ગયા . વાત વિસરાઈ ગઈ . અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈય્યાર થઇ ગયું . હસમુખરાયે પૂછ્યું ; બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ; અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે . રવિવાર આવી ગયો , ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા , આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી ; હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી ; અજયે કહ્યું " પપ્પા બારણું પણ ખોલો , હસમુખરાયે બારણું ખોલ્યું , સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા , હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા . અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા . અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો , આજ થી તમારા લોકો નું આજ ઘર છે , મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે . ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા . અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા . અજયે મનોમન બોલી ઉઠ્યો "જુના મિત્રો ની "કંપની " સ્ટીરોઈડ જેવી હોય છે " !!!

सोने का सिक्का

एक गाँव में एक ब्राह्मण रहता था, उसकी बुद्धि की ख्याति दूर दूर तक फैली थी।
.
एक बार वहाँ के राजा ने उसे चर्चा पर बुलाया। काफी देर चर्चा के बाद राजा ने कहा –
.
“महाशय, आप बहुत ज्ञानी है, इतने पढ़े लिखे है पर आपका लड़का इतना मूर्ख क्यों है ? उसे भी कुछ सिखायें।
.
उसे तो सोने चांदी में मूल्यवान क्या है यह भी नहीं पता॥” यह कहकर राजा जोर से हंस पड़ा..
ब्राह्मण  को बुरा लगा, वह घर गया व लड़के से पूछा “सोना व चांदी में अधिक मूल्यवान क्या है ?”
.
“सोना”, बिना एक पल भी गंवाए उसके लड़के ने कहा।
.
“तुम्हारा उत्तर तो ठीक है, फिर राजा ने ऐसा क्यूं कहा-? सभी के बीच मेरी खिल्ली भी उड़ाई।”
.
लड़के के समझ मे आ गया, वह बोला “राजा गाँव के पास एक खुला दरबार लगाते हैं,
.
जिसमें सभी प्रतिष्ठित व्यक्ति  शामिल होते हैं। यह दरबार मेरे स्कूल जाने के मार्ग मे ही पड़ता है।
.
मुझे देखते ही बुलवा लेते हैं, अपने एक हाथ में सोने का व दूसरे में चांदी का सिक्का रखकर, जो अधिक मूल्यवान है वह ले लेने को कहते हैं...

और मैं चांदी का सिक्का ले लेता हूं। सभी ठहाका लगाकर हंसते हैं व मज़ा लेते हैं। ऐसा तक़रीबन हर दूसरे दिन होता है।”
.
“फिर तुम सोने का सिक्का क्यों नहीं उठाते, चार लोगों के बीच अपनी फजिहत कराते हो व साथ मे मेरी भी❓”
.
लड़का हंसा व हाथ पकड़कर पिता  को अंदर ले गया

और कपाट से एक पेटी निकालकर दिखाई जो चांदी के सिक्कों से भरी हुई थी।
.
यह देख वो   ब्राह्मण हतप्रभ रह गया।
.
लड़का बोला “जिस दिन मैंने सोने का सिक्का उठा लिया उस दिन से यह खेल बंद हो जाएगा।
.
वो मुझे मूर्ख समझकर मज़ा लेते हैं तो लेने दें, यदि मैं बुद्धिमानी दिखाउंगा तो कुछ नहीं मिलेगा। ब्राह्मण का बेटा हूँ अक़्ल से काम लेता हूँ
.
मूर्ख होना अलग बात है
और मूर्ख समझा जाना अलग..

स्वर्णिम मॊके का फायदा उठाने से बेहतर है, हर मॊके को स्वर्ण में तब्दील करना।
.
ब्राह्मण की बुद्धी पे शक मत करना!!
    
जय परशुरामजी जी