મુદ્રા વિજ્ઞાન વિશે પરિચય.....

મુદ્રા..........

શરીર પાંચ તત્વો આગ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળનું બનેલું હોય છે. એટલે આપણા શરીરમા આ પંચતત્વોનું બેલેન્સ હોય ત્યાં સુધી આપણું શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આ બધા તત્વોમાંથી કોઈપણ તત્વમાં ખામી સર્જાય ત્યારે રોગો થતા હોય છે પરંતુ મુદ્રાશાસ્ત્રના આધારે આ તત્વોને બેલેન્સ કરી શકાય છે અને રોગોને આસાનીઓથી દૂર કરી શકાય છે.


આ પંચતત્વોમાં ખામી સર્જાવાને લીધે શરીરમાં કેમિકલ્સ બેલેન્સ બગડી જાય છે ત્યારે વ્યક્તિને કોઈને કોઈ બીમારી થતી હોય છે. આ બીમારી માટે આપણે આધુનિક સારવાર કરવાને બદલે આપણે તેને કુદરતી રીતે દૂર કરી શકીએ છીએ. આયુર્વેદ અને યોગમાં તો અનેક રીત બતાવી છે પરંતુ મુદ્રાશાસ્ત્રની મદદથી હાથની કેટલીક ખાસ મુદ્રાઓના આધારે જ પ્રેશર આપીને કોઈપણ રોગોને દૂર કરી શકાય છે.
પાંચ વાયુ અને શરીર ઉર્જાને સંતુલિત કરવામાં અગત્યનો ભાગ ભજવતી મુદ્રાનો અભ્યાસ જરૂરી છે તેથી તેની સંક્ષિપ્ત માહિતી જોઈએ તો....મુદ્રાઓ બ્રહ્માંડીય ઊર્જા જાગાડીને આત્માનું પરમાત્મા સાથે એકીકૃત થવામાં મદદ કરે છે. મુદ્રા એક એવું સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાસ કરે છે.
મુદ્રા વિજ્ઞાન વિશે પરિચય.....
મુદ્રા વિજ્ઞાન: આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન
કાયાકલ્પ વિજ્ઞાન એટલે પુન:શક્તિ સંચાર વિજ્ઞાન
બ્રહ્મ વિજ્ઞાન એટલે દિવ્ય જ્ઞાનનું વિજ્ઞાન
પ્રાણવિનિમય વિજ્ઞાન એટલે બિમાર અને ખામીયુક્તને સાજા કરવાનું વિજ્ઞાન
સૂર્ય વિજ્ઞાન એટલે સૂર્ય શક્તિનું વિજ્ઞાન
પુન:જન્મ વિજ્ઞાન
દિર્ઘાયુ વિજ્ઞાન
સ્વર વિજ્ઞાન
રસાયન વિજ્ઞાન
મંત્ર વિજ્ઞાન
સમ્યાદ પ્રેશણ વિજ્ઞાન એટલે માત્ર મનથી વિચારોની આપ-લે ટેલીપથીનું વિજ્ઞાન
શરીર પાંચ તત્વો આગ, વાયુ,આકાશ,પૃથ્વિ,અને જળનું બનેલું હોય છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું, તર્જની(અંગુઠા ની પાસેની આંગળી) વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી ) આકાશનું અને રીંગ આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વીનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
દરેક સજીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મૂળ કેન્દ્રિત થયેલા હોય છે જે ઉર્જાનું વિસર્જન કરે છે. આ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે દરેક આંગળીની ટોચ પર મુક્ત ઈલેકટ્રોન કેન્દ્રિત થયેલા હોય છે. આથી જ આંગળીઓની ટોચ એકબીજાને અડાડીને કે શરીરના બીજા ભાગો સાથે અડાડીને આ મુક્ત ઉર્જાને એક પ્રકારની ખાસ નહેર કે રસ્તાઓ દ્વારા પુનઃદિશામાન કરીને શરીરના વિવિધ ભાગોમાં ફરી મોકલાવામાં આવે છે જે શરીરના વિવિધ ચક્રને ઉદ્દીપ્ત કરે છે અને મૂળભુત પાચ વાયુ જે આપણે આગળ જોઈ ગયા તેને સંતુલિત કરે છે.
હસ્તમુદ્રા એ કોઈપણ વ્યક્તિની મનોદશા કે માનસિક સ્થિતિ કેવી ચાલી રહી છે તે તેના હાવભાવ અને હાથની અને કાયાની હલનચલન પરથી ખબર પડે છે. આ કુદરતી છે તેથી તેને સંસ્કાર ગત મુદ્રા કહેવામાં આવે છે. મુદ્રાના પ્રકાર છે હસ્ત, મન અને કાયા અને બંધ અને આધાર. હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા, વાયુ મુદ્રા, શૂન્ય મુદ્રા, પૃથ્વી મુદ્રા, વરુન મુદ્રા, શક્તિ મુદ્રા, અપાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, ચિન મુદ્રા, યોની મુદ્રા, ભૈરવ મુદ્રા.