પપ્પા મને તમારી નહી..

✍...☀

એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો. મેળામાં જે કંઇ પણ જુએ એટલે બાળક તુરંત જ પોતાના પિતા પાસે એની માંગણી કરે.

મેળાના મેદાનમાં દાખલ થતા જ એમણે ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યુ , " પપ્પા, મને ફુગ્ગો જોઇએ."

પિતાએ બાળકને ફુગ્ગો અપાવ્યો.

થોડા આગળ વધ્યા ત્યાં આઇસક્રિમ જોયો એટલે બાળકે તુરત જ માંગણી કરી , " પપ્પા, મને આઇસક્રિમ જોઇએ છે."

પિતાએ આઇસક્રિમ લઇ આપ્યો. આગળ વધતા એક રમકડાનો સ્ટોલ આવ્યો એટલે ફરી માંગણી મુકી " પપ્પા, મને પેલુ રમકડુ જોઇએ છે."

એક રમકડુ લઇ આપ્યુ એટલે બીજુ અને બીજુ લઇ આપ્યુ એટલે ત્રીજા માટે માંગણી રજુ થઇ.

પિતા હવે કંટાળ્યા એમણે થોડા ઉંચા અવાજે બાળકને કહ્યુ , "તારે હવે કેટલુક જોઇએ છે ? તારા માટે આટલુ તો બસ છે અને હું તારી સાથે જ છુ ને જ્યારે જરુર પડે ત્યારે કહેજે મને."

બાળકે કહ્યુ, " પપ્પા મને તમારી નહી વધુ રમકડાની જરુર છે."

હજુ પપ્પા કંઇ જવાબ આપે એ પહેલા એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખુટો પડી ગયો.

બાળક મોટે મોટેથી રડવા લાગ્યો. કોઇ સજ્જન આ બાળકની નજીક આવ્યા. સજ્જનને સમજાઇ ગયુ કે આ બાળક પોતાના વાલીથી વિખુટુ પડી ગયુ છે. વાલીની ભાળ મળે ત્યાં સુધી બાળકને સાચવવા માટે એમણે રડી રહેલા બાળકને કહ્યુ , "બેટા, તારા પપ્પા હમણા આવી જશે ચાલ હું તને આઇસક્રિમ લઇ આપુ".

બાળકે રડતા રડતા જ કહ્યુ, " આઇસક્રિમ નહી મને પપ્પા જોઇએ છે."

પેલા સજ્જને બાળકને રમકડા લઇ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ હતો , " મને રમકડા નથી જોઇતા પપ્પા જોઇએ છે. મને મારા પપ્પા આપો. તમારે જોઇતા હોય તો મારા આ રમકડા લઇ જાવ પણ મને પપ્પા આપો."

મિત્રો, આપણી દશા આ નાના બાળક જેવી છે આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરુર નથી જણાતી અને આપણે સતત પૈસા અને સંપતિની જ માંગણી કર્યા કરીએ છીએ એ મેળવવા માટે દોડ્યા કરીએ છીએ. પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છુટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહી પણ પરિવાર અને મિત્રોની વધુ જરુર છે.miss you