કોણ તને બહુ ચાહે છે, 
એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, 
એ ગૂગલ નહિ કહે.
કેટલા લોકો શ્વાસો લે છે
ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ
ગૂગલ નહિ કહે.
ક્યારે સૂવું, ક્યારે ઊઠવું?
પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ
ગૂગલ નહિ કહે.
ઉપર ઉપરના સઘળા
વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે 
એ ગૂગલ નહિ કહે.
‘સાથે છું’ કહીને પણ 
જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? 
એ ગૂગલ નહિ કહે.
 
