मीठा तो है संतरे..

एक डलिया में संतरे बेचती बूढ़ी औरत से एक युवा अक्सर संतरे
खरीदता ।

अक्सर, खरीदे संतरों से एक संतरा निकाल उसकी एक फाँक
चखता और कहता,
"ये कम मीठा लग रहा है, देखो !"

बूढ़ी औरत संतरे को चखती और प्रतिवाद करती
"ना बाबू मीठा तो है!"

वो उस संतरे को वही छोड़,बाकी संतरे ले गर्दन झटकते आगे बढ़
जाता।

युवा अक्सर अपनी पत्नी के साथ होता था,

एक दिन पत्नी नें पूछा "ये संतरे हमेशा मीठे ही होते हैं, पर यह
नौटंकी तुम हमेशा क्यों करते हो ?

"युवा ने पत्नी को एक मधुर मुस्कान के साथ बताया -

"वो बूढ़ी माँ संतरे बहुत मीठे बेचती है, पर खुद कभी नहीं खाती,

इस तरह मै उसे संतरा खिला देता हूँ ।

एक दिन, बूढ़ी माँ से, उसके पड़ोस में सब्जी बेचनें वाली औरत ने
सवाल किया,

- ये झक्की लड़का संतरे लेते इतनी चख चख करता है, पर संतरे तौलते
हुए मै तेरे पलड़े को देखती हूँ, तुम हमेशा उसकी चख चख में, उसे
ज्यादा संतरे तौल देती है ।

बूढ़ी माँ नें साथ सब्जी बेचने वाली से कहा -

"उसकी चख चख संतरे के लिए नहीं, मुझे संतरा खिलानें को लेकर
होती है,

वो समझता है में उसकी बात समझती नही,मै बस उसका प्रेम
देखती हूँ, पलड़ो पर संतरे अपनें आप बढ़ जाते हैं ।
.
मेरी हैसीयत से ज्यादा मेरी थाली मे तूने परोसा है.
तू लाख मुश्किलें भी दे दे मालिक, मुझे तुझपे भरोसा है

एक बात तो पक्की है की...
छीन कर खानेवालों का कभी पेट नहीं भरता
और बाँट कर खानेवाला कभी भूखा नहीं मरता...!!!
.
"ऊँचा उठने के लिए पंखो की जरूरत तो पक्षीयो को पड़ती है..
इंसान तो जितना नीचे झुकता है,
वो उतना ही ऊपर उठता जाता है..!!"👏

ચાલ ભેગા થઈએ

ચાલ ભેગા થઈએ
કંટાળા નો કાંટાળો તાજ બાજુએ મુક

ચહેરો રૂબરૂ જોઈએ,
ફેસબૂક બાજુએ મુક

મન થી લાઇક કરીએ,
અંગુઠો બાજુએ મુક

પાથરી છે અસ્સલ ચટાઈ,
સ્ટેટસ બાજુએ મુક

ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે,
રીક્વેસ્ટ બાજુએ મુક

સુખ દુખ ડાઉન લોડ કરીએ,
એપ્લીકેશન બાજુએ મુક

હૈયે વસેલા છે મિત્રો,
એવું મન નું લોકેશન મુક

દિલ થી જોડાયલા છે દિલ નાં તાર,
નેટ ફેટ બાજુએ મુક

કાચી કેરીઓ બાઈટ કરીએ,
મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક

ઓટો રીચાર્જ થાય છે સંબંધો
ચાર્જર બાજુએ મુક

દિલ ખોલવા મિત્રો જોઈએ,
પાસ વર્ડ બાજુએ મુક

ચાલ ભેગા થઈએ,
બધી ચિંતા બાજુએ મુક.....!!!

आपके द्वारा की गई एक गलती

*स्कूल टीचर ने बोर्ड पर लिखा:*
9×1=7
9×2=18
9×3=27
9×4=36
9×5=45
9×6=54
9×7=63
9×8=72
9×9=81
9×10=90

*लिखने के बाद बच्चों को देखा तो बच्चे शिक्षक पर हंस रहे थे, क्योंकि पहली लाइन गलत थी।*

*फिर शिक्षक ने कहा:*
*"मैंने पहली लाइन किसी उद्देश्य से गलत लिखी है क्यूंकि मैं तुम सभी को कुछ अत्यंत महत्वपूर्ण सिखाना चाहता हूं।*

*दुनिया तुम्हारे साथ ऐसा ही व्यवहार करेगी..!*
*तुम देख सकते हो कि मैंने 9 बार सही लिखा है पर किसी ने भी मेरी तारीफ नहीं की..??*

*पर मेरी सिर्फ एक ही गलती पर तुम लोग हंसे और मुझे क्रिटिसाइज भी किया।"*

*तो यही नसीहत है :*
*दुनिया कभी भी आपके लाख अच्छे कार्यों को एप्रीशिएट (appreciate) नहीं करेगी, परन्तु आपके द्वारा की गई एक गलती को क्रिटिसाइज (criticize) जरूर करेगी।*

*-ये एक कटु सत्य है*
🙏 🙏

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે કોણ?
ખુબજ મજાની વાત છે!
અને છતાંયે છે કંપાવી મૂકે તેવી!

એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે,

“ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે,
એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે,
અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે!

પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે!
કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી.

ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે!

ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?”

પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે બેસેલા એક મહેમાન ને કહ્યું,

“પ્રામાણિકતાથી કહેજો બોની, તમે શું બનાવો છો?” એમનો મતલબ કમાણી થી હતો.

શિક્ષિકા શ્રીમતિ બોની, પોતાની પ્રામાણિક્તા તેમજ નિખાલસતા માટે પ્રખ્યાત હતા. તેમની જવાબ આપ્યો,

“તમારે જાણવું છે, હું શું બનાવું છું?
(એમણે એકાદ શ્વાસ લેવા પૂરતા અટકી ને વાત આગળ ચલાવી)

“બાળકોએ કલ્પના પણ કરી હોય તેના કરતાં વધુ મહેનત તેમની પાસે કરાવું છું

તેમને મળેલા C+ ગ્રેડ નું મહત્વ તેમણે પરમ વીર ચક્ર કરતાં પણ વધુ લાગે, એવો અનુભવ કરાવું છું

જે માં-બાપ તેમના પાંચ મિનિટ પણ શાંત બેસાડી શકતા નથી, તેમને પિસ્તાળીસ મિનિટના પિરિયડમાં સળંગ બેસારું છું અને તે પણ, આઈ-પોડ, ગેઇમ ક્યુબ, કે, ભાડે લાવેલી ફિલ્મની CD વગર!

તમારે જાણવું છે હું શું બનાવું છું?
(અહિંયા તેઓ ફરીવાર અટકયા અને ટેબલ પર બેઠેલા પ્રત્યેક વ્યક્તિ સામે નજર માંડી)

“હું તેમણે આશ્ચર્ય ચકિત બનાવું છું! 

હું તેમને પ્રશ્નો પૂછતા કરી દઉં છું

હું તેમને ખરા દીલથી માફી માંગતા શીખવાડું છું

હું તેમને તેમની તમામ ક્રિયાઓ માટે આદર ધરાવતા અને જવાબદારી લેતા શીખવાડું છું

હું તેમને લખતા શીખવાડું છું અને તેમની પાસે લખાવું છું અને સમજણ પાડું છું, કે, માત્ર કી-બોર્ડ જ સર્વસ્વ નથી

હું તેમની પાસે વંચાવું છું અને વંચાવું છું અને વંચાવું છું

હું તેમની પાસે ગણિત ની બધીજ ગણતરીઓ કરાવું છું, અને એ બધાજ બાળકો ઈશ્વરે આપેલા મગજ નો ઉપયોગ કરીને કરે છે, માનવી એ બનાવેલા કેલ્ક્યુલેટર નો નહીં

બીજા દેશોમાંથી આવેલા સ્ટુડન્ટ્સ ને ઈંગ્લિશ વિષય બાબત માં જે પણ જાણવું જરૂરી હોય, તે સઘળું કેમ શીખી શકાય, તે શીખવાડું છું અને તે પણ પોતાની સંસ્કૃતિની મૌલિકતા જાળવી રાખીને

હું મારા વર્ગખંડને એવી જગ્યામાં રૂપાંતરીત કરું છું જ્યાં મારા બધા સ્ટુડન્ટ્સ ને સલામતીનો અનુભવ થાય!

અંતે હું તેમને સમજાવું છું, કે, જો તેઓ તેમને મળેલી તમામ સોગાતો નો ઉપયોગ કરે, સખત મહેનત કરે અને પોતાના હ્રદયના અવાજને અનુસરે, તો તેઓ પોતાની જિંદગીમાં અવશ્ય સફળ થઈ શકે!
(શ્રીમતિ બોની અહીં છેલ્લી વખત અટકયા અને તેમને આગળ ચલાવ્યું)

અને પછી જ્યારે લોકો ‘હું શું બનાવું છું’ ની મદદથી મારું માપ કાઢવાનો પ્રયત્ન કરે, ત્યારે હું મારું મસ્તક ઊંચું રાખી શકું છું અને તેમના પર ધ્યાન આપતી નથી, કારણકે હું જાણું છું, કે, પૈસો એજ સર્વસ્વ નથી.

તમારે જાણવું છે હું શું બનાવું છું?
હું તમારા બધાની જિંદગીમાં એક ફર્ક પેદા કરું છું! તમારા બાળકોને શિક્ષણ આપી, તૈયાર કરી, તેમને સીઈઓ, ડોક્ટર્સ અને એંજીનીયર્સ બનાવું છું!

તમે શું બનાવો છો મી. સીઈઓ?”

સીઈઓનું જડબું ખુલ્લુંજ રહી ગયું અને તેઓ ચૂપ જ રહ્યા.

તમે જે કોઈને ઓળખતા હો, તેને આ આપવા જેવું છે, અને એમાં માતા, પિતા, ભાઈ, બહેન, પ્રશિક્ષક, આધ્યાત્મિક નેતા કે ગુરૂ નો પણ સમાવેશ કરી શકાય.
🍀🙏🏻

Stay connected

*A man married a beautiful girl. He loved her very much. One day she developed a skin disease. Slowly she started to lose her beauty. It so happened that one day her husband left for a tour. While returning he met with an accident and lost his eyesight. However their married life continued as usual. But as days passed she lost her beauty gradually. Blind husband did not know this and there  was not any difference in their married life. He continued to love her and she also loved him very much.*

*One day she died. Her death brought him great sorrow.*

*He finished all her last rites and wanted to leave that town.*

*A man from behind called and said, now how will you be able to walk all alone? All these days your wife used to help you.*

*He replied, I am not blind. I was acting,  because if she knew l could see her ugliness it would have pained her more than her disease.So I pretended to be blind.She was a very good wife. I only wanted to keep her happy.*

*Moral*:- *Some times it is good for us to act blind and ignore one another's short comings, in order to be happy*

*No matter how many times the teeth bite the tongue, they still stay together in one mouth. That's the spirit of FORGIVENESS.*

*Even though the eyes don't see each other, they see things together, blink simultaneously and cry together. That's UNITY."*

*May God grant us all the spirit of forgiveness, unity and togetherness*.

1. *''Alone I can 'Say' but together we can 'Talk'.*

  2. *"Alone I can 'Enjoy' but together we can Celebrate*

  3.  *'Alone I can 'Smile' but together we can 'Laugh'.*

*That's the BEAUTY of Human Relations. We are nothing without each other*
  *STAY CONNECTED*

  *QUOTE OF THE DAY*
*The razor blade is sharp but can't cut a tree; the axe is strong but can't cut the hair.*

*MORALS*; *Everyone is important according to his/her own unique purpose.... Never look down on anyone unless you are admiring their shoes.....*.

*Good Morning.*

*Happy Weekend.*

🙏🙏🙏🌹🌹🌹😊😊😊

इसे कहते हैं……… _*MANAGEMENT

😂
एक बैंक लूट के दौरान लुटेरों के मुखिया ने बैंक में मौजूद लोगों को चेतावनी देते हुए कहा :- यह पैसा देश का है और जान आपकी अपनी। सब लोग तुरंत लेट जाओ l
डर कर सब लोग लेट गए……
.
इसे कहते हैं………
_*MIND CHANGING CONCEPT*_
.
.
.
.
😃 😃 😃 😃 😃 😃 😃 😃 😃
लुटेरों का एक साथी जो कि Degree होल्डर था, वह बोला :- पैसे गिन लें ?
मुखिया ने कहा :- बेवकूफ, वो टीवी पर न्यूज में देख लेना।
.
इसे कहते हैं………
_*EXPERIENCE*_
.
.
😄 😄 😄 😄 😄 😄 😄 😄
लुटेरे 20 लाख रुपए लेकर भाग गए।
बैंक अधिकारी ने कहा :- एफ.आई.आर. कराएं ?
मैनेजर बोला :- 10 लाख और निकाल लो और जो हमने 50 लाख का गबन किया है, वह भी इस लूट में जोड़ दो l
.
.
इसे कहते हैं………
_*OPPORTUNITY*_
😂 😂 😂 😂 😂 😂 😂 😂 😂
टीवी पर न्यूज आई :- बैंक में 80 लाख की लूट।
लुटेरों ने कई बार रुपये गिने, पर 20 लाख ही निकले।
.
.
उनको समझ में आ गया कि इतने जोखिम के बाद उनको 20 लाख ही मिले,
जबकि मैनेजर ने बैठे-बैठे 60 लाख यूं ही बना लिए l
.
इसे कहते हैं………
_*MANAGEMENT*_.......
😂 😂

" ગરીબના દિલની અમીરી "

" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા.
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો.
એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.

રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો.
પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"

ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."

ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )

અભિપ્રાય --- (Opinion)

અભિપ્રાય --- (Opinion)

તમે પરસેવે  રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે તેમ , એવામાં તમે
એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો !

ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી  ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે.

તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે?
તેવો ઇશારો કરે છે .
હાલ તમને એ વ્યક્તિ કેવો લાગે ?
------આ તમારો પહેલો અભિપ્રાય છે

તે વ્યક્તિ નીચે આવવાનો ઇશારો કરીને બારી બંધ કરે છે . 15 મિનિટ થવા છતાંય નીચેનો દરવાજો નથી ખુલતો !

હવે તે વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય શો ?
---- આ તમારો બીજો અભિપ્રાય છે .

થોડીવાર  પછી દરવાજો ખુલે અને તે વ્યક્તિ એમ કહે કે " મને વિલંબ થવા માટે માફ કરજો , પણ તમારી હાલત જોઇને મને પાણી કરતાં લીંબુનું સરબત આપવું યોગ્ય લાગ્યું માટે થોડી વધુ વાર લાગી ".

હવે તે વ્યક્તિ વિષે તમારો અભિપ્રાય શો* ?

---- યાદ રાખજો કે હજુ તો પાણી કે શરબત કાંઇ મલ્યું નથી ને તમારો ત્રીજો અભિપ્રાય મનમાં જ રાખો.

હવે જેવું તમે સરબત જીભને લગાવો છો ત્યાં જ તમને ખ્યાલ આવે કે તેમાં ખાંડ જરા પણ નથી ! !!

*હવે તે વ્યક્તિ તમને કેવો લાગે???

એક સામાન્ય પ્રસંગ માં પણ જો આપણો અભિપ્રાય આટ્લો ખોખલો અને સતત બદલાતો હોય તો આપણે કોઇનો પણ અભિપ્રાય આપવાને લાયક સમજવા જોઈએ કે નહી ?

હકીકતે દુનિયા માં એટલું સમજાણું કે જો તમારી અપેક્ષાના ચોખટામાં બંધ્બેસતું વર્તન સામેની
વ્યક્તિ કરે તો તે સારી,
નહીં તો તે *ખરાબ??

– બરોબર ને ???

જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.

✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો.
તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું,
‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું,
‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું,
‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા.....

પૂછ્યું,
‘પણ શું થયું?’

માણસે કહ્યું,
‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘પછી મોડું થતું હતું
એમાં સ્કૂટર બગડી ગયું.
માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી...
એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.....
😄😄😄

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું,
‘અચ્છા પછી...’

માણસે કહ્યું,
‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી.
ભગવાન....
, બધી તકલીફ મને જ.
આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું,
‘જો, મારી વાત શાંતિથી સાંભળ.
આજે તારી ઘાત હતી.
મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી.
અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત.
ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત.
એટલે ફોન બંધ થયો.
તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી !
હું છુંને..... ,
તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું,
‘ભગવાન, મારી ભૂલ થઈ.
મને માફ કરો.
આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા,
‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું.
હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.
જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે.
મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ.
જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે.

હું છુંને.......

✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼✋🏼🤚🏼

કેમ આજે નથી જવાનુ?

એક સમજવા જેવુ વૃતાંત..........

બે મિનીટ નો સમય ફાળવી ને જરૂર વાંચજો ....

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી.

જિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સુઈ શક્યું નહોતું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉ એવું લાગી રહ્યું હતું.

બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે, દીકરા ફિકર ના કર તારો અને જિયા નો નિર્ણય સાચો જ છે. વૃધ્ધાઆશ્રમમાં હું મારી ઉંમરના વૃધ્ધો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તમો બંનેએ મારા માટે ઘણુ કર્યું છે, હવે તમારી જિંદગી જીવો એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા સાથે એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો.

હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.કારણકે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું માંગેલુ કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપુજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એજ ઘરમાંથી હું એમને બે-દખલ કરી રહ્યો હતો.

જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા-બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું. બા-બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી,અને જિયા મોર્ડન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું.

બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જિયા આ કારણે ક્યાય જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને નડતરરૂપ લાગતું. આમાંથી છૂટકારો પામવા જિયાએ જ મારા મનમાં બાપુજીને વૃધ્ધાઆશ્રમમાં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહી તૈયાર કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું.

હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા,જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે.મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એમણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એ રડવા લાગ્યા.

મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે!!! પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જિયાને બોલાવીને ફોન આપી દીધો, એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખૂશ હતી પરંતુ બીજીજ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જિયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલુ કહ્યું કે,આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ.

ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજી પાસે ગઈ,હું પણ પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી કહ્યું, બાપુજી રાત્રે રસોઈ માં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું!!! અને પુછ્યુ કેમ આજે નથી જવાનુ? જિયાએ કહ્યું,ના બાપુજી આજે કે કાલે,ક્યારેય નથી જવાનું.

બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હુ સમજી ગયો શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જિયા, બા હંમેશા સારા પ્રસંગે લાપશી બનાવતી. જિયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બા નાં ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ખૂશી સાથે પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા ને જિયાને મનોમન આશિષ આપી રહ્યા હતા.....

જે કોઈને ઊપર નું વૃતાત સારુ લાગ્યુ હોય તો આગળ મોકલવા નમ્ર વિનંતિ... રખે કોઈ માઁ યા બાપ વૃધ્ધાઆશ્રમમાં જતા બચી જાય.