** સંબંધ ** 
હું પણ રિસાયો, અને તું પણ 
રિસાયેલી હોઇસ તો મનાવશે કોણ ?
આજે તિરાડ છે, 
કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ?
હું પણ ચુપ ને તું પણ ચુપ, 
તો આ ખામોશી તોડશે કોણ ?
દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું, 
તો આ સબંધ નિભાવશે કોણ ?
દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી, 
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ?
તું પણ રાજી નથી કે હું પણ નહિ, 
તો એક બીજાને માફ કરીને આગળ વધશે કોણ ?
એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં, 
તો આ અહંમ ને હરાવશે કોણ ?
કોને જીવન મળ્યું છે સદા માટે,  
તો આ પળમાં એકલા રહેશે કોણ ?
કોઈક દિવસ બેમાં થી એક ની આંખો 
હંમેશા માંટે બંધ થઇ ગઈ, 
તો પછી પસ્તાવો કરશે કોણ ?
આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ, 
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ ...
એકબીજાની સાથે  
એકબીજાના પ્રેમમાં  
એકબીજાની યાદમાં..
કોણ કહે છે આજે મન મનમાં વેર છે, 
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે ...
સંબંધો તો ઈશ્વર ની દેન છે, 
બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.....
 

