વળતો ઘા... ( એક મજાની વાર્તા )

વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા ..

એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગંટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા .
જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ. થોડીવારમા દુર્ગાબહેન તેમને બોલાવવા આવ્યા.
”-ચાલો સાહેબ નાસ્તો તૈયાર છે”.- હસીને વસતંભાઈ એ કહ્યુ ,

‘’ અરે દુર્ગાબહેન, તમે ભુલી ગયા .આજથી તો હું રિટાયર થઈગયો છું . 
હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી. હવેતો બસ આરામ જ આરામ છે. 
એક કામ કરો આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો . 
હું આજે ત્યાંજ નાસ્તો કરીશ.’’– વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા. 
વાલકેશ્વરના –‘ચન્દૃદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.



વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા .ઉછળતા મોજા જાણેકે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી. 
ગઈ કાલસુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનોજ એક ભાગ હતા .આજે બસ પરમ શાંતિ છે. 
માથા પર કોઇ ભાર નહીં .. વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા. 
પત્ની શાંતિબહેન ના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એકજ વ્યાખ્યા હતી ..કામ્. કામ ..અને કામ.. 
અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી .

દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો .તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો. આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે. હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે! .. દીપક ને કહ્યું –‘’બેટા હવે હુંરિટાયર થવા માંગુ છુ’’. –અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..
આજે તેમનો પહેલો દિવસ હતો. –‘’સાહેબ .ચા ઠંડી થઈ ગઈ . બીજી બનાવીને લાવું ?’’ 
.. પાછળથી દુર્ગાબહેનનો અવાજ આવ્યો. –
‘’ના ના ચાલશે’’. – કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો-
‘’ ગરમ ગરમ ચા તો બહુ પીધી . હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો’’.

ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે .ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી. તે પણ હવે પૂરી થતી હતી. સહઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમા દીવસો પસાર થતા હતા. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..

એકવાર બધા મિત્રોએ નક્કી કર્યુ કે સિંગાપુર ફરવા જઈએ. વસંતભાઈએ તરત હા ભણી .બીજે દિવસે દીપકને કહ્યુ-‘’ બેટા...આજે જરા એંસીહજારનો ચેક આપજે. અમે સિંગાપુર જવાનુ નક્કી કર્યુ છે.’’. –‘’પણ પપ્પા ... દીપક જરા અચકાયો – હમણા હાથમા એટલી રોકડરકમ નથી.’’. - -‘’રોકડરકમ નથી?’’ વસંતભાઈને જરા નવાઈ લાગી.. પહેલા થયું દીપકને પૂંછુ.. પછી માંડી વાળ્યુ. –હશે.. ધંધો છે... . હમણા મેળ નહી હોય. એમણે મિત્રોને પોતાની આવવા બાબત અસમર્થતા જણાવી ..મિત્રો તેમની વગર જવા નહોતા માંગતા એટલે બધાયએ નક્કી કર્યું કે આવતા વરસે સાથે જશું ..

હમણા વસંતભાઈ આશ્રમમાં ભાગવત સાંભળવા જતા હતા. ઘરે આવતા મોડું થઈ જતું હતું . પછી થાક્યા હોય એટલે જમીને પોતાના રૂમમાં આરામ કરવા જતા રહે. દીપક સાથે ધણા વખતથી વાત થઈ નહોતી. એક રવીવારે તે ઘરે હતા ત્યારે તેમને એમ લાગ્યું કે ઘરમા કઈંક તૈયારીઓ ચાલી રહી છે. વહુ.દિકરો. પૌત્ર કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠાતો લાગ્યું કે વહુ મંજરી દુર્ગાબહેનને કઈંક સૂચનાઓ આપી રહી છે. દુર્ગાબહેન રોટલી આપવા આવ્યા એટલે તેમને પૂંછ્યુ –‘’ શું વાત છે?’’-‘’કંઇ નહીં .. ભાઈ-ભાભી બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા’’..-‘’ બહારગામ જવાના છે? ક્યારે.. ક્યાં? 
ત્યાંતો મંજરી રસોડામા થી બહાર આવી. –‘’કેમ વહુ બેટા. ક્યાં જવાના છો?-
‘’ પપ્પા અમે યોરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે’’... –હેં .. ક્યારે?’’–
‘’પરમ દિવસે’’- 
વસંતભાઈનો કોળિયો હાથમાં જ રહી ગયો. એમણે જેમતેમ સ્વસ્થતા કેળવી. –
‘’દીપક આવે એટલે મારા રૂમમાં મોકલજો’’. --- 
કહી તે ઉભા થઇ ગયા .દુર્ગાબહેન તેમને જતા જોઈ રહ્યા..
રાતના જમીને મોડેથી દીપક તેમના રૂમમા આવ્યો .-
.’’.તમે મને બોલાવ્યો પપ્પા?’’-.-
‘’ હા મેં સાંભળ્યુ છે કે તમે યોરોપ જવાના છો?– 
હા .પપ્પા. સૌમિત્રનું છેલ્લું વરસ છે. આવતા વરસથી તે ભણવામા વ્યસ્ત થઈ જશે. 
અને અમારા મિત્રો પણ જાય છે.. એટલે અમે પણ જઈએ છીયે..’’–
‘’અને તમે મને પૂછવાની દરકાએ ન કરી?..- 
‘’એમાં પૂછવાનુ શૂં?..-‘
’ કેમ હજુ ગયા મહીને તો તમારા હાથમાં રોકડ રકમ નહોતી.. 
અને હવે ત્રણ જણનો ખર્ચો નીકળશે?.-‘
’ હા. થોડી ઘણી થઈ છે.- તે ગયા મહીને થઇ શકે તેમ નહોતી?’’.

. –‘’ તે પપ્પા તમને હવે આ ઊમરે સિંગાપૂર જઈને શુ કરવુ ‘--------
બાકીનું વાક્ય દીપક ગળી ગયો. આ ઊમરે એટલે?.. વ
સંતભાઇને ઝાળ લાગી ગઈ . દીપક રૂમની બહાર જતો રહ્યો.. 
વસંતભાઈ ઘા ખાઇ ગયા.. એમનો દીકરો આવુ કરી શકે તે એમના માન્યમા નહોંતુ આવતું .. 
પોતાનો બધો ધંધો તેમણે દીપક પર વિશ્વાસ કરી તેને સોપી દીધો હતો. 
ભરોસો હતોકે દીપક એમને સાચવશે. એટલે પોતાની માટે તેમણે અલગ ખાસ વ્યવસ્થા કરવાની જરુર નહોતી લાગી.. આવું તો તેમણે સપનામાંએ નહોતું વિચાર્યુ .

મોડી રાત સુધી વસંતભાઈ રૂમમાં આંટા મારતા રહ્યા.. હવે શૂ?
આખી જિંદગી આમજ કાઢવી પડશે?... 
ભવિષ્યમાં પૈસા માટે દીકરા પાસે હાથ લાંબો કરવો પડશે?
આખી જિંદગી ખુમારીથી જીવ્યા હતા.. હવે જાતી જિંદગીએ લાચારી ભોગવવી પડશે..? 
ના..ના..
બીજો આખો દિવસ તે રૂમમાં જ રહ્યા. દુર્ગાબહેન શેઠનો મુડ પારખી નાસ્તો..જમવાનુ બધુ રૂમમાં જ આપી ગયા. વસંતભાઇએ થોડું ઘણુ ખાધુ.. –‘’સાહેબ. તબીયત બરાબર નથી?’’.. 
–‘’બરાબર છે’’..- 
વર્ષોથી શેઠ સાથે રહેતા દુર્ગાબહેનને અણસાર આવી ગયોકે કઇકં ગરબડ છે .

.ત્રીજે દિવસે વહેલી સવારે દીપક. મંજરી સૌમિત્ર જ્યારે નિક્ળ્યા ત્યારે વસંતભાઈ સુતાહતા. મંજરીએ હળવા સાદે બૂમ પાડી -.’’ પપ્પા. પપ્પા.. અમે નીકળીયે છિયે.’. વસંતભાઈ ઝબકીને જાગી ગયા.-‘’ હા બેટા.. ખુશી થી જાવ.’’. ---- ‘’પપ્પા તમારુ ધ્યાન રાખજો. દુર્ગાબહેનને મેં બધુ સમજાવી દીધુ છે’..–‘ ભલે’ -.. મંજરીઅને સૌમિત્ર તેમને પગે લાગી ને નિકળ્યા.. દીપક રૂમની બહારજ ઉભો રહ્યો.. વસંતભાઈ પાછા સૂઈ ગયા. ગઇ કાલે રાતના એમણે એક નિર્ણય લીધો હતો. દીપકના આજના વ્યવહારે એ નિર્ણય પર મોહર મારી..

મોડેથી ઉઠી વસંતભાઈ બહાર આવ્યા. –સાહેબ.ચા મૂકું?..-
‘ હા બે કપ મુકજો. મહેમાન આવવાના છે’. – 
કહી વસંતભાઈએ ફોન લગાડ્યો. થોડી વાર પછી નાસ્તાના ટેબલ પર તેમની સાથે તેમના મિત્રનો દીકરો પંકજ હતો. થોડી વાર સામાન્ય વાતો કર્યા પછી વસંતભાઇએ સીધુંજ પુછ્યુ..-
 બેટા. મારા આ ફ્લેટની કિમંત કેટલી આવે?-‘’
 આવે લગભગ સાડા પાંચ .છ કરોડ ‘’-‘
 અને મને આજ સાંજ સુધીમા રોકડા રૂપિયા હાથમા જોતા હોય તો ?..- 
પંકજ સ્થિર નજરે વસંતભાઇની સામે જોઇ રહ્યો.. 
‘’અરે જુવે છે શુ?..–
હું મશ્કરી નથી કરતો. 
આ ફ્લેટ હજુ મારા નામ પર જ છે..
 મારે કાલ સવાર સુધીમા બધા રાચરચીલા સાથે આ ફ્લેટ વેચવો છે. 
થોડું આમતેમ પણ મને ટોટલ રોકડ રકમ હાથમા જોઈએ‘’..
- પંકજે ત્યા બેઠાબેઠા બે ત્રણ પાર્ટી ને ફોન લગાડ્યા અને કાલ સવાર સુધી ટોટલ રોકડીરકમ મળે એવી રીતે ફ્લેટનો સોદો કરી નાખ્યો. -..’
’ હવે બેટા. એક કામ બીજું કર.. 
અત્યારેજ બરોડામાં સારા એરિયામા ફુલ રાચરચીલા સાથેનો તૈયાર ફ્લેટ ખરીદીલે’’ 
..- ત્યાં જ બેઠા બેઠા પંકજે એ સોદો પણ કરીનાખ્યો!.
 ફ્લેટ લીધા પછી પણ ધણી મોટી રકમ હાથમા બચતી હતી... 
તે રકમમાં તેમનો જીવનનિર્વાહ આરામ થી થઇ શકે તેમ હતો.

આખો દિવસ તે બાલ્કનીમાં બેઠા રહ્યા. બસ દરિયાને જોતા રહ્યા આ જિંદગી પણ દરિયાની જેમ કેટલી અમાપ છે! .આ ગહન દરિયાની જેમ માણસના મન પણ ક્યાં કળી શકાય છે!..સાંજના તેમને દુર્ગાબહેનને બોલાવ્યા -. જુઓ બહેન .આ ફ્લેટ મેં વેચી નાખ્યો છે. તમે કાલ થી છુટ્ટા. તમે આ ઘર ની અને મારી બહુ સેવા કરી છે. તેનો બદલો તો હું વાળી શકવાનો નથી. આ પાંચલાખ રૂપિયા નો ચેક છે. તમે ગામમા તમારા પરિવાર સાથે જઇ ને આનંદથી રહો.– દુર્ગાબહેન રડી પડ્યા.-‘
’ સાહેબ .તમે એકલા ક્યાં જશો?’—
‘ એક્લો ક્યા .. મારો પ્રભુ તોમારી સાથે છે.. અને ક્યારેક તો એકલા જવાનું જ છેને’.
.-
બીજે દિવસે સવારે તેમણે સવારે ફ્લેટ છોડી દીધો ..
સાથે પોતાની થોડીક વસ્તુઓ અને પત્ની શાંતિબહેનનો ફોટો લિધો બસ. 
ફ્લાઇટમાં બરોડા પહોચ્યાં. ફ્લેટ સરસ હતો. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયુ. 
જીવનની નવી શરુઆત કરી. પાછી પોતાની મનગમતી પ્રવ્રત્તિયો ચાલુ કરી.
 બધા જૂના સબંધો તે પાછળ છોડીને આવ્યા હતા!

વીસ દિવસે દીપક પોતાના પરિવાર સાથે પાછો ફર્યો. 
મંજરીએ ઘરની બેલ વગાડી. એક પ્રૌઢ બહેને દરવાજો ખોલ્યો. –
‘કોનુ કામ છે?- 
મંજરી તેમને આશ્ચર્યથી જોઈ રહી. 
ત્યાંતો દીપક લિફ્ટમાં થી બહાર આવ્યો. 
તે બેગ લઈને ઘરમાંઘૂસવા જતો હતો ત્યાં પેલા બહેને તેમને રોક્યા.-
‘અરે ભાઇ . ક્યાં જાવ છો?—‘. અરે મારા ઘરમાં.. –
પપ્પા પપ્પા... દુર્ગાબહેન.’..- તેણે બુમ પાડી... 
બૂમ સાંભળી એક ભાઈ બહાર આવ્યા. -.’અરે તમે બધા કોણ છો?.. 
આ મારું ઘર છે’_.. –‘ તમારુ ઘર? ભાઇ તમને કઇંક ભૂલ થતી લાગે છે.. 
હજુ પંદર દિવસ પહેલાજ અમે અહી રહેવા આવ્યા છીયે .
આ ફ્લેટ મારા દીકરાએ ખરીદીયો છે!’.-
દીપકનું માંથુ ચક્કર ખાઇ ગયુ. તે નીચે ઉતર્યો. 
તેણે વોચમેનને પુછ્યુ. વોચમેનને કઈં ખબર નહોતી .
આજુબાજુ વાળાને પણ કઈં ખબર નહોતી... 
દીપકે બોરીવલીમા રહેતા તેના ફઇને ફોન કર્યો. 
ફઇ પણ આ બાબત એકદમ અજાણ હતા. 
બિલ્ડીંગના સેક્રેટરીથી ખબર પળીકે આ ફ્લેટ વસંતભાઈએ વેચી નાખ્યો છે! 
દીપક ઘા ખાઈ ગયો..

પપ્પાએ તેને બરોબરનો વળતો ઘા આપ્યો હતો!

( વળતો ઘા- કામિની મહેતા )