થેંક્યું વેરી મચ સર !” Funny

ન્યુ જર્શીના પટેલ ભાઈ ! ….. (લઘુ વાર્તા)

લંડનથી અમેરિકા ફરવા માટે આવેલો એક મોટી ઉમરનો બ્રિટીશ ટ્યુરિસ્ટ ફરતો ફરતો ન્યુ જર્સીમાં આવ્યો .ન્યુ જર્સીના બહારથી સારા જણાતા એક લીકર બારમાં એ દાખલ થયો. બારમાં ગાંધી ટોપી, ઝભ્ભો ,બંડી અને ધોતિયું પહેરીને ઉભેલા શ્યામ વર્ણના એક હિંદુસ્તાનીને ત્યાં એણે જોયા .આ બારમાં બીજા અમેરિકન અને નોન અમેરિકન ગ્રાહકો પણ ત્યાં બેઠા બેઠા આરામથી લીકરની લિજ્જત માણી રહ્યા હતા.

ઘણા અંગ્રેજોને હોય છે એમ આ બ્રિટીશ જેન્ટલમેનના મનમાં પણ ભારતીયો પ્રત્યે ઊંડે ઊંડે ઘૃણાની લાગણી સ્ટોર થયેલી હતી .એટલે એણે આ ઇન્ડીયનનું અપમાન કરવાનું મનમાં નક્કી કર્યું.ધોતી-ટોપી પહેરેલા ભારતીય સામે મો બગાડતાં બગાડતાં બારમાં કામ કરી રહેલા અમેરિકન બાર ટેન્ડરને મોટા સત્તાવાહી અવાજે ઓર્ડર આપતાં એ બોલ્યો :
“બારટેન્ડર,ત્યાં ઉભેલા પેલા ઇન્ડીયન ગ્રાહક સિવાય મને અને બારમાં બેઠેલાં સૌને મારા તરફથી ફ્રી ટ્રીટ તરીકે મન ભરીને ડ્રીન્કસ પિવડાવ”.

ગ્રાહકોએ તાળીઓ પાડી બ્રિટીશ જેન્ટલમેંન(!)ના આ પ્રસ્તાવને વધાવી લીધો.

ઓર્ડર પ્રમાણે ધોતી ધારી પેલા ભારતીય સિવાય બાર ટેન્ડરએ બારમાં હાજર હતા એ સૌને ડ્રીન્કસનો પહેલો રાઉન્ડ સર્વ કર્યો.
આ બધું જોઈ રહેલા દેશી ભાઈએ મો પર સ્મિત સાથે આ બ્રિટીશ તરફ જોઈને એના જેટલા જ ઊંચા અવાજે કહ્યું “ થેંક્યું “!
આ દેશી ભાઈએ તો એની તરફ સ્મિત આપવાનું ચાલુ રાખ્યું.એની આ પ્રતિક્રિયા જોઇને બ્રિટીશ ટુરીસ્ટ ખરેખર અપસેટ થઇ ગયો અને ગુસ્સાના ભાવથી મોટેથી ઓર્ડર આપતાં બોલ્યો :
“ બારટેન્ડર આ દેશી સિવાય , મારા તરફથી ફરી ડ્રીન્કસનો એક બીજો રાઉન્ડ બધાં ગ્રાહકોને માટે થઇ જાય “

આ બ્રિટીશ જેન્ટલમેનને એમ હતું કે એની આ હરકતોથી ઇન્ડીયન જો ગુસ્સે થાય તો એને મારા હાથનો સ્વાદ ચખાડવાની મજા આવી જાય !
પરંતુ આ દેશી ભાઈ તો જાણે કશું બન્યું જ નથી એમ એની તરફ સ્મિત જ આપતો રહ્યો અને ફરી મોટેથી બોલ્યો “ થેંક્યું વેરી મચ સર !” 

હવે તો આ બ્રિટીશ ગુસ્સાથી લગભગ ગાંડા જેવો થઇ ગયો . એની સહિષ્ણુતાની હદ આવી ગઈ .ડ્રીન્કસ આપી રહેલ અમેરિકન બાર ટેન્ડર તરફ ફરી એ બોલ્યો :
“આ ઇન્ડીયન ગ્રાહક તો ખરો છે . એના સિવાય બધાંને મેં બે વાર ડ્રીન્કસ સર્વ કરાવી બે વાર એનું અપમાન કર્યું પણ એ તો કશું બન્યું ના હોય એમ મારી સામે હસીને જોઈ રહ્યો છે અને દરેક વખતે ગુસ્સે થવાને બદલે “થેંક્યું ..થેંક્યું ..” કરી રહ્યો છે.એ ગાંડો થઇ ગયો છે કે શું ?“

આ બારમાં નોકરી કરતા અમેરિકન બાર ટેન્ડરે હસીને જવાબ આપ્યો :
“ના સાહેબ , તેઓ આ લીકર બાર ના માલિક જશભાઈ પટેલ છે . ન્યુ જર્સીમાં તેઓ “પટેલ ભાઈ “તરીકે પ્રખ્યાત છે !”


…. વિનોદ પટેલ