સંજીવની નો અસલી મતલબ સમજાવતી આજ ની વાત આજથી
1500 વર્ષ પહેલાની આ વાત છે.
ઇરાનના તે સમયના સમ્રાટ ખુસરોને એવી જાણકારી મળી કે ભારતમાં એવા પ્રકારની ઔષધી છે
જેનું સેવન કરવાથી મૃત માણસ પણ જીવીત થાય.
એમણે પોતાના ખાસ વૈદ્યને આ ઔષધીની શોધ માટે ભારતની મુલાકાતે મોકલ્યો.
ખુસરોના એ વૈદ્યએ ભારતમાં આવીને દરેક જગ્યાએ તપાસ કરી
પરંતું સમ્રાટ ખુસરોએ જે ઔષધી વિષે સાંભળ્યું હતું એવી ઔષધી એને ક્યાંય હાથ ન લાગી.
એ નિરાસ થઇને ઇરાન પાછો ફરી રહ્યો હતો
ત્યારે એની મુલાકાત એક સાધુ સાથે થઇ.
વૈદ્યએ સાધુને આ બાબતે પૃચ્છા કરી એટલે પેલા સાધુએ કહ્યુ ,
" ભાઇ, તમારા સમ્રાટે જે વાત સાંભળી છે એ બીલકુલ સાચી છે
અમારી આ ધરતી પર એવી ઔષધી છે જે મરેલા માણસને પણ જીવતો કરે છે
અને અમે એને સંજીવનીના નામથી ઓળખીએ છીએ.
" વૈદ્યએ કહ્યુ , " સાધુ મહારાજ એ સંજીવની ક્યાં મળે ?
" સાધુએ હસતા હસતા જ જવાબ આપ્યો ,
" મારા ઘરમાં જ છે. બોલ જોઇએ છે તારે ?
" જવાબ સાંભળીને વૈદ્ય તો ચોંકી જ ગયો.
હું જે ઔષધી શોધવા માટે આખા ભારતમાં ભટકતો રહ્યો એ ઔષધી તો આ ફકીર પાસે છે
આ વાત જાણ્યા પછી ક્ષણનો ય વીલંબ કર્યા વગર એ ઔષધી પોતાને આપવા માટે સાધુને વિનંતી કરી.
સાધુ અંદર ગયા. વસ્ત્રમાં કંઇક વિંટાળીને લાવ્યા અને વૈદ્યના હાથમાં મુક્યુ
વૈદ્યએ જોયુ તો કાપડમાં વિંટેલી એ વસ્તું "પંચતંત્ર"નું પુસ્તક હતું.
સાધુએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે આ પુસ્તકમાં એવી વાતો મુકેલી છે કે
જે મરેલા માણસને પણ જીવતો કરે મતલબ કે
હતાશ અને નિરાશ થયેલા માણસમાં નવી ચેતના જગાવે.
વૈદ્ય પોતાની સાથે આ પુસ્તક લઇ ગયા.
સમ્રાટ ખુસરોને બધી વાત કરી.
સમ્રાટે આ પુસ્તકનું ત્યાંની સ્થાનિક ભાષામાં ભાષાંતર કરાવ્યુ.
મિત્રો , સારા વિચારો હંમેશા સંજીવનીનું કામ કરે છે.
સારા પુસ્તકો અને સારા મિત્રોનો સંગ જીવનમાં ક્યારેય ન છોડવો.