બાથરૂમમાં રાખો વાડકી મીઠું અને પછી જુઓ ઘરમાં લાભ જ લાભ
તમને ખ્યાલ છે કે તમારા ઘરમાં હોલ, કિચન, રસોડુ અને બેડરૂમની સાથે સાથે લેટ-પાઠ પણ તમારી આર્થિક સ્થિતિ પર ઘણી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની સ્થિતિ અને ઘરમાં રાખેલી દરેક વસ્તુનો અલગ અળગ પ્રબાવ પડતો હોય છે અને તેની અસર ઘરમાં રહેતા લોકો ઉપર પણ પડે છે. વાસ્તુ પ્રમાણે બતાવવામાં આવેલા ઉપાય જો અપનાવામાં આવે તો તે ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થવાની સાથે સાથે અન્ય પણ ઘણાં ફાયદા થાય છે. આવો આજે અમે તમને તેવા જ અમુક વાસ્તુના નિયમો વિશે જણાવીએ જે ઘમાં આર્થિક સ્થિતિ મજબુત બનાવવાની સાથે સાથે ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ લાવશે....
જો તમે તમારા બાથરૂમમાં એક વાડકીમાં આખુ મીઠું એટલેકે મીઠાંના ગાંગડા રાખશો તો ઘરમાંથી વાસ્તુ દોશ દુર થશે. વાડકીમાં રાખવામાં આવેલુ મીઠુ મહિનામાં એક વખત બદલી નાખવું જોઈએ. આખું મીઠું ઘરની નકારાત્મકતાને ગ્રહણ કરી લે છે અને વાતાવરણને સકારાત્મક બનાવે છે. વિચારો સકારાત્મક થશે તો ધન સંબંધી કાર્યોમાં પણ લાભ મળવાની શક્યતા છે.તમારા ઘરમાં બાથરૂમનો નળ કે અન્ય કોઈ પણ જગ્યાનો નળ જો સતત ટપકતો રહેતો હોય તો તે નાની વાત ના કહેવાય. વાસ્તુમાં તેને ગંભીર દોષ માનવામાં આવે છે. આવું થવાના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સતત વધી શકે છે પૈસાની તંગી પણ આવી શકે છે. પરિણામે નળમાંથી પાણી ટપકતું બંધ કરવું જોઈએ.બાથરૂમનો દરવાજો ખોલતા જ સામે દર્પણ ના હોવુ જોઈએ. કારણકે બાથરૂમનો દરવાજો ખોલતા જ ઘરની દરેક નકારાત્મકતા બાથરૂમમાં પ્રવેશે છે. આવા સંજોગોમાં જો સામે જ દર્પણ હશે તો નકારાત્મકા દર્પણને અથડાઈને પાછી ઘરમાં પરત ફરે છે તેવું માનવામાં આવે છે.2-3 દિવસે રોજ સમગ્ર બાથરૂમ સાફ કરવું જોઈએ. આમ બાથરૂમ એકદમ સાફ રહેવાથી તેની સારી અસર ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે.બાથરૂમ અને રૂમની ટાઈલ્સ વચ્ચે થોડું અતંર રાખવુ જરૂરી છે. એટલે કે બાથરૂમની ટાઈલ્સ રૂમની સપાટી કરતા થોડી ઉંચી રાખવી જોઈએ. આમ, કરવાથી પણ નકારાત્મકતા દૂર થાય છે.વાસ્તુ પ્રમાણે બાથરૂમમાં બ્લુ રંગની ડોલ હોવી શુભ માનવામાં આવે છે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા સ્વચ્છ પાણીથી ભરેલી હોવી જોઈએ. આમ, કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધી રહે છે.શક્ય હોય તો બાથરૂમ ઘરના નૈઋત્ય ખુણામાં હોવુ જોઈએ અને તેના પાણીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ હોવી જોઈએ, અને આ શક્ય ના હોય તો વાયવ્ય ખુણામાં પણ બાથરૂમ રાખી શકાય છે.બાથરૂમમાં હંમેશા લાઈટ રંગની જ ટાઈલ્સ લગાવવી જોઈએશક્ય હોય ત્યાં સુધી બેડરૂમમાં બાથરૂમમાં ના રાખવું જોઈએ અને જો હોય તેનો દરવાજો રૂમ બાજુ ન ખુલે તેમ રાખવું. બેડરૂમ અને બાથરૂમનું આદાન-પ્રદાન સ્વાસ્થય માટે સારું નથી