આજની ભાંગદોડ વાળી જીંદગી મા શું છુટી જાય છે એ સમજાવતી શૈલેષભાઈ ની આજની વાત
દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા અને દિલ્લી જવા તૈયાર થયા.
દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઇને દિલ્હી બતાવવા નીકળી પડ્યો. દાદાને દિલ્હી કરતા પણ પૌત્રનો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો. પૌત્ર દાદાને એક રેલ્વે સ્ટેશન પર લઇ ગયો અને કહ્યુ , " દાદા , હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ. ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ. આ સ્ટેશનથી ટ્રેઇન ઉપડશે અને જે સ્ટેશન પર ઉભી રહેશે એ બંને વચ્ચે 30 કીમીનું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેઇનને માત્ર 5 મીનીટનો સમય લાગશે."
ટ્રેઇન આવતા જ પૌત્ર અને દાદા એ સુપરફાસ્ટ ટ્રેઇનમાં બેઠા. ટ્રેઇન ઉપડી અને થોડી સેકન્ડમાં જ કલ્પનાતિત ઝપડથી ટ્રેઇન પોતાની આખરી મંઝીલ તરફ આગળ વધી. ટ્રેઇની ઝડપને કારણે અવાજ પણ એટલો મોટો હતો કે કોઇ વાત થઇ શકતી નહોતી એટલે દાદા અને પૌત્ર એકબીજાની સામે જોઇને મુંગા જ બેસી રહ્યા. થોડા સમયમાં સ્ટેશન આવ્યુ એટલે બધા ઉતરી ગયા.
ટ્રેઇનમાંથી બહાર આવતા જ પૌત્રએ દાદાનો આ અનોખા અનુભવનો પ્રતિભાવ જાણવા પુછ્યુ , " દાદા કેવી મજા આવી તમને આ ટ્રેઇનમાં મુસાફરી કરવાની ? "
દાદાએ કહ્યુ , " બેટા સાચુ કહુ તો મને તો બીલકુલ મજા ન આવી. તારી આ ફાસ્ટ ટ્રેઇન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેઇને મેં બારીમાંથી બહાર જોવાનો પ્રયાસ કર્યો તો કંઇ દેખાતું ન નહોતું. બધુ જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઇ રહ્યુ હતુ કે હું એને બરોબર જોઇ પણ નહોતો શકતો. બેટા હું માનું છું કે સમયની સાથે બદલાવ બહું જરુરી છે પણ એ બદલાવ એવો પણ ન હોવો જોઇએ કે જે તમારી જીવવાની મજા જ છીનવી લે. " પૌત્ર તો એક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો.Ncz
દાદાએ વાત આગળ વધારતા કહ્યુ , " બેટા , હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેઇન નહી ગાડાઓ હતા. અમે ગાડામાં બેસીને એકગામથી બીજે ગામ જતા. ગાડાની ગતી એટલી ધીમી હોય કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા. પક્ષીઓના અવાજો સાંભળી શકતા. ફુલ પર બેઠેલા પતંગીયાઓને જોઇ શકતા. ગાડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા. તારી આ ટ્રેઇનમાં આ શક્ય જ નથી."
મિત્રો , આપણે પણ જીંદગીની આ ઝડપી ટ્રેઇનમાં બેસી ગયા છીએ. જીવનની ઘટનાઓને નીરખીને જોવાનો સમય જ ક્યાં છે ? દિવસે દિવસે ઝડપ એવી વધતી જાય છે કે નથી ગીતો ગાઇ શકાતા કે નથી વાતો થઇ શકતી બસ એમ જ સમય પસાર થતો રહે છે. યાદ રાખજો મિત્રો , મજા ' થ્રીલ ' ની નહી સાચી મજા ' ફીલ ' ની હોય છે.