Titanic..

જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...

એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું...

આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં...

બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય... 

આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'

અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે... જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.

આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મુસાફરોને બચાવ્યા...

સારાંશ : જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનિયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

આપણે બધા જીવનમાં 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં... જેથી આ દુનિયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને.

Mirror

The mirror never loses its ability to reflect, even if it's broken into a thousand pieces. Likewise, we should never lose our inherent good nature and the ability to reflect it, whatever be the situation! Today onwards let's never lose the goodness in us.

એવું ન થાય, ફરી પાછો આ ઓરડો એવો ને એવો થઇ જાય ?

આ વખતે લગ્નના મૂરત ઓછા છે ને લગ્નોત્સુક ઝાઝા છે. સહુને ઉતાવળ છે કે વર્તમાન વાતાવરણમાં શુભપ્રસંગ હેમખેમ પાર ઊતરી જાય એટલે હંઉ ! 

જૂવાન દીકરીના ઘરમાં લગ્ન પૂર્વેની તૈયારી તો બહુ વહેલી શરુ થઇ ગઇ હોય. સમજૂ બાપ એ માટેના ખર્ચની જોગવાઇમાં દોડતો હોય ને વહેવારુ મા દીકરીને ગૃહિણી બનવા તૈયાર કરતી હોય. 

હવે તો સમય ઘણો બદલાયો છે પણ તોય દીકરીએ નવા ઘર ને વાતાવરણમાં નવા જ પાત્રને જીવવાનું છે. પુત્રી હવે પુત્રવધૂ પણ બનવાની છે, એટલે મા ને દીકરી વચ્ચેની આ તાલિમશાળા બહુ વહેલી શરુ થઇ જાય. અને એ નિમિત્તે સંઘર્ષ પણ થાય. બાપના ઘેર દીકરીની આદત તો ચાલી ગઇ પણ હવે ? પોતાની દીકરીને બીજીં કોઇ ટોકે નહીં એ માટે મા જ એને ટોકતી રહે , જરુરી સૂચન કરતી રહે. 

અને આ બધી સલાહ સૂચનાનેય પટારામાં સાથે લઇ એક દિવસ દીકરી સાસરિયે જાય છે. પ્રસંગ સુખરુપ ઊજવાયાનો હરખ છે ને સઘળો થાક એક સાથે પગમાં ઊતરે છે. 

પણ એ ઉપરાંત કેટલાંક સ્મરણોનો થાક પણ ઊતરી આવે છે હૈયામાં ને છલકાય છે આંખો. યાદ આવે છે દીકરીની એ ટેવો ને એ માટે એને ટોકવું, બધુંય. હવે એ બધું જ miss થાય છે.  

આ મન:સ્થિતિનું ગીત. 

એક દીકરી જ્યાં સાસરિયે જાય 
ત્યારે કેટલું જીવનમાં બદલાય ! 

વહેલી સવારે જ્યારે ઉઘડશે આંખ 
હશે છત કેરો રંગ પણ અજાણ્યો 
ઓચિંતો બદલાશે કોફીનો સ્વાદ 
હશે વર્ષોથી એકધાર્યો માણ્યો. 
સહેલું નથી કે એમ હૈયાનો છોડ 
તમે ધારો તેમ વાવ્યો વવાય. 

આવવામાં મોડું કર્યાની કૈંક ફરિયાદો 
મમ્મીને આવવાની યાદ 
જડશે નહીં ચશ્મા ત્યાં આદતવશ દીકરીને 
પપ્પાથી થઇ જાશે સાદ 
હાથમાં હો છાપું કૈં કેટલીય વારથી 
ને તોયે ના અક્ષર વંચાય . 

દીકરીના ઓરડાને વ્યવસ્થિત જોઇ અને 
મમ્મીનું હૈયું હિજરાય 
અસ્ત વ્યસ્ત ઓરડામાં મસ્ત રહી દીકરી 
એ યાદે આંસુડા ઉભરાય 
એવું ન થાય,  ફરી પાછો આ ઓરડો 
એવો ને એવો થઇ જાય ? 

આ કાંઠે ઓટ એ જ ઓ કાંઠે ભરતી 
એ જીવનનો સાગર સમજાવે 
ઓછું કશુંય ક્યાંય થાતું નથી 
આ તો વહેણ ફકત કાંઠા બદલાવે 
અહીંઆનું મૌન એ જ સામેના કાંઠે જઇ 
ઘેરું ઘેરું રે ઘૂઘવાય. 
- તુષાર શુક્લ